atma e j parmatma in Gujarati Magazine by Madhuri Vaghasana books and stories PDF | આત્મા એ જ પરમાત્મા

Featured Books
Categories
Share

આત્મા એ જ પરમાત્મા

પરમ આત્મા એટલે કે પરમાત્મા જેની આત્મા શુદ્ધ અને પરમ હોય તેને કહેવાય પરમાત્મા. જે માણસ ની આત્મા સાચી, શુદ્ધ હોય તો એક સામાન્ય માણસ પણ પરમાત્મા જ કહેવાય, અને તે બીજા માટે પરમાત્મા બની શકે.
ભગવાન કૃષ્ણ, ઈશુ-ખ્રિસ્ત અને મોહમ્મદ પૈગમ્બર પણ એક સામાન્ય માણસ જ હતા, પરંતુ તેઓના મહાન વિચારોના કારણે તેઓ લોકોના અનુયાયીઓને બન્યા અને સમાજને સારા વલણો અને વિચારો પ્રદાન કર્યા.
દુનિયાના કોઈ પણ મહાનગ્રંથો લઇ બધામાં આ જ વાત સમજાવી છે કે “ખોટું કાર્ય ના કરો.”, “બીજા ની નીંદા ના કરો.”, “હિંસા ના કરો.” બધા ગ્રંથોમાં માણસને સારા માર્ગે દોરી જવા માટે આ ત્રણ બાબત પર જ ચર્ચા કરવામાં વધારે આવી છે.
આપણે જયારે બાળક જન્મે છે ત્યારે કહીએ છીએ કે બાળકમાં તો ભગવાન વસે છે. અને બાળક એ ભગવાનનું સ્વરૂપ છે, તો આ જ બાળક જયારે મોટું થાય છે તો શું તેનામાંથી ભગવાન વયા જાય છે? નહિ પણ બાળક એ ના સમજ છે તે દુનિયાના આક્રમક અને વિચારો વલણો અને ચાતુર્યથી વંચિત છે. તે એ જ કરે છે, જે તેનું દિલ કહે છે.
બસ આ જ તથ્ય છે કે જેમ માણસ સમજણો થાય છે. દુનિયાના વલણો અપનાવે છે. સમાજની સાથે ચાલવાની દોડભાગમાં પોતાનું વર્ચસ્વ અને સંસ્કારોને ભુલાવી પોતાની આત્માને ખંડિત કરે છે. જયારે આત્મા ખંડિત થાય ત્યારે તેને પરમ ના કહી શકાય, એટલે પરમાત્માનો વાસ નથી.
પરમાત્મા તો એ છે જે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ તે કુકર્મ ના કરે, ખોટા કર્યો ના કરે. પોતાને તકલીફ આપે પણ ખોટા માર્ગને ના અપનાવે.
જેમ માણસ ખોટો થાય છે તેમ દુનિયાના આ ચાતુર્ય-ભર્યા વિચારો અને દૃષ્ટિકોણથી પોતે આગળ નીકળવાની હરીફાઈમાં એવા ઘણા કર્યો કરે છે જે સહજ (સારા) નથી. માણસ જાણે છે કે આ કાર્ય સાચું નથી છતાં પણ સમાજના નિયમોના કારણે તેને કરવા મજબુર થવું પડે છે. માણસ જ બધા કાર્યની ઉત્પતિનું મુળ છે. માણસ જે ઈચ્છે તે કરી શકે છે, કેમ કે ભગવાન માણસનો આત્મામાં જ વસેલો છે.
એક બહુ સારી એવી વાત કરીશ કે કોઈ દિવસ નિષ્ફળતામાં ભગવાનને આપણે દુત્કારી કે લલકારી એ નહિ.
એક ૨૨વર્ષનો યુવાનની કોલેજની પરીક્ષા આવતી તી જેની સફળતાથી તેનું ભવિષ્ય નિશ્ચિત થવાનું હતું, પરંતુ ભાઈ-બંધુ સાથેની મજા-મસ્તીથી મહેનતના કરી અને પરીક્ષાના દિવસો નજીક આવી ગયા. સારી રીતે પરીક્ષા પાસ કરી અને માતા-પિતાને બહુ જ અપેક્ષા હતી પુત્ર પાસે, જયારે પરિણામ આવ્યું ત્યારે માતાએ કહ્યું ભગવાન આ શું કર્યું તે? પિતાએ કહ્યું ભગવાન સામું જ નથી જોતો આપણી.
જયારે પુત્ર માત્ર નિરાશ થયો અને કશું જ ના કહ્યું કેમ કે તેને તેની નિષ્ફળતાનું કારણ ખબર છે. થોડો સમય વીત્યા પછી સારી કંપનીમાં નોકરી માટે મહેનત કરી અને બે-ત્રણ કંપનીમાંથી નિષ્ફળતા મળતા માતા-પિતા ભગવાનને કોશવા માંડ્યા પણ સાચું શું છે?
ભગવાન તમારી આત્મામાં જ વસે છે ભગવાન કઈ નથી કરતો એવું ના કહી શકીએ કેમ કે તમારા ભગવાન તમે ખુદ છો. એટલે ભગવાન જેવું કાર્ય કરશે એવું જ પામશે.
ના તો નોકરી આપવાવાળો ભગવાન નથી, કે ના મેળવવાવાળો આ દુનિયામાં એક જ વસ્તુ બોલે છે. સફળતાના શિખરને સર કરવા માટે અને એ છે, “તમારી મહેનત”.
સચ્ચાઈના માર્ગ પર ચાલીને બીજાની નીંદા કર્યા વગર મહેનત કરો તો એવી કોઈ શક્તિ નથી જે તમને સફળ થતા રોકી શકે.
બાઈબલ જેવા મહાન ગ્રંથમાં એક વાત બહુ સરસ કહી છે કે “નિષ્ફળતામાં પણ ઉદાસ ન થાવ, કેમ કે જે દેખાય છે એના પર નજર રાખવા કરતા જે નથી દેખાતું એના પર ધ્યાન આપો”.
જયારે માણસ બહારથી બરબાદ થાય છે. નિરંતર નિષ્ફળતાનો સામનો કરતો રહે ત્યારે પણ તે તેના અંતર આત્માથી નવીન બને છે, કારણ કે નિષ્ફળતા અને ગરીબીનો સામનો પણ બહાદુર લોકો જ કરી શકે છે. એટલે આપણે એ વસ્તુ પર નજર નથી રાખતા જે આપણી પાસે છે. ગરીબ છીએ એ જ વાત ધ્યાનમાં રાખીને રડ્યા કરીશું તો અમીર નથી બની જવાના તેથી જે છે એના પરથી નજર હટાવીને ત્યાં ધ્યાન દોરો જ્યાં તમારી સફળતા છુપાયેલી છે. જે કરશો તે જ પામશો, આત્મામાં જ પરમાત્મા છુપાયેલો છે. બસ આપણું કામ છે એ પરમાત્માને જગાડવાનું અને એમનો અહેસાસ કરવાનું.