ma banavano adhikar in Gujarati Short Stories by Niyati Kapadia books and stories PDF | મા બનાવાનો અધિકાર

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

મા બનાવાનો અધિકાર

મા બનાવાનો અધિકાર

અનુનો આજે ગાંધીનગરમાં પહેલો દિવસ હતો. જામનગરથી એના ક્લાસ-વન ઓફિસર પતિની અહિ ટ્રાંસફર થઈ હતી. સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી અનુને અહિં પુરતી આઝાદી મળશે એ સિવાય બીજી કોઈ વાતે એને ગાંધીનગર આવવું પસંદ ન હતું. એના પતિએ પણ અનુને કંઈ તકલીફ ના પડે એ માટે સરકારી ક્વાર્ટર ને બદલે ભાડાનું ઘર જ એક સારી સોસાયટીમાં લઈ લીધું હતું.
ધીરે ધીરે અનુ નવી જગાએ, નવા માહોલમાં ગોઠવાતી જતી હતી. અનુના રસોડાની બારીમાંથી પાછળના ઘરની એક બારી દેખાતી. એમ કહોકે બન્ને બારીઓ સામસામે જ હતી. અનુ જ્યારે રસોડામાં હોય ત્યારે કોઈ કોઈ વખત એને સામેની બારીમાં એક સ્ત્રી દેખાતી. એ ગર્ભવતી હોય એવુ લાગતું હતું. અનુ જ્યારે પણ એ બેનને જોતી એ ફોન પર કોઈની સાથે વાતો કરતી જ જોવા મળતી. ઘણી વખત રાતના સમયે એમના ઘરમાંથી ઝઘડાના અવાજો આવતા.
“ટિંગ ટોંગ...” બેલ વાગતાં જ અનુએ બારણું ખોલ્યું. સામે જે બહેન ઊભા હતા એમને અનુ રોજ જોતી હતી, એના રસોડાની બારીથી. “કેમ છો? મજામાંને?” આવનાર બાઈએ પુછ્યું. “મને ના ઓળખી? હું કંચન! તમારા ઘરની પાછળ જે મકાન છે એમાંથી જ આવુ છું.”
“હા, હા તમને તો હું લગભગ રોજ જ જોઉં છું.” અનુએ હસીને આવકાર આપ્યો. “આવોને અંદર બેસીએ.”
બન્ને જણાએ થોડી આડી અવળી વાતો કરી. વાતવાતમાં કંચને જણાવ્યું કે એનો પતિ દારુડીયો છે. વરસોથી પીવાની ટેવને લીધે હવે એ જ્યારે પિધેલો ના હોય ત્યારેય પીધેલા જેવો જ લાગે છે, ને એનું વર્તન પણ કોઈ ગાંડા જેવું છે. દારુ, જુગાર, ચોરી, આવારાગીરી કરવી એજ હવે એનું કામ છે! સરકારે એને નોકરીમાંથીય કાઢી મેલ્યો, આવાને રાખે કોણ? આતો મારે છઠો મહિનો જાય છે એટલે એની સાથે જેમતેમ નભાવે જઉં છું. એક્વાર ખોળો ભરાવીને પિયર ચાલી જઉં પછી કોઈ દાડો અહીં પાછી નહિ આવું. છેલ્લે કંચને જણાવ્યું કે, એના પતિની નજર ને નિયત બંને બહુ ખરાબ છે! અનુએ એનાથી થોડું સંભાળીને રહેવું! આખો દિવસ એ ઘરમાં એકલી હોય છે એટલે પાડોશીના ને, એથીયે વધારે એક સ્ત્રીના નાતે એ ચેતવવા આવી હતી.
અનુને અહિં આવે હવે મહિનો થઈ ગયો હતો. રાજ, એના પતિએ એને એક ગાડી અપાવી દીધેલી જેથી એ એકલી પણ આરામથી બહાર આવ-જા કરી શકે. અનુએ કેટલીક નવી બહેનપણીઓ પણ બનાવી હતી. કંચનનો પતિ ઘણી વાર એને રસ્તા ઉપર આવતા જતા ભટકાઈ જતો. એ હંમેશા નશાની હાલતમાં ડોલતો જતો જોવા મળતો. કોઈ કોઈ વખત અનુને લાગતું કે એ એની આસ પાસ જ ફરી રહ્યો છે. કેટલીયે વખત એવું બનેલું કે, અનુના ઘરની સામે જ એ તાકી રહેલો, સામેના રોડ પર ઉભો હોય. અનુ ઘરના બધા દરવાજા બરોબર બંધ કરીને રાખતી. એને કંચનની કહેલી વાત બરોબર યાદ હતી.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રંટ ગુજરાતનો કાર્યક્રમ ચાલતો હતો. રાજને પણ ત્યાં હાજર રહેવું પડતું. એમાં એક દિવસ એર-શોનું આયોજન હતું. અનુની એક સખીએ અનુને પણ એ શો જોવા જવા માટે મનાવી લીધી હતી. રાજને તો જરીકે નવરાશ ન હતી એટલે અનુ જાતે જ ગાડી લઈને નીકળી હતી. એર-શો પત્યા પછી અચાનક અમદાવાદ જવાનું બધી સખીઓએ પ્લાનિંગ કર્યુ. અનુએ જરીક આનાકાની કરી પછી, એ પણ જવા તૈયાર થઈ ગઈ. આમેય રાજની પાસે એના માટે સમય નહતો, ને શોપિંગ કરવાનું કઈ સ્ત્રીને ના ગમે!
બધી સખીઓ પાછી આવી ત્યારે રાતના આઠ વાગી ગયેલા. અનુની સાથે એની ગાડીમાં રસ્તો બતાવવા બેઠેલી સખી સેક્ટર-ચારમાં રહેતી હતી. એને ઘરે ઉતારીને અનુ પોતાને ઘરે જવા નીકળી. અનુનું ઘર સેક્ટર વિસમાં હતુ. હવે અનુને ગાંધીનગરના રસ્તા થોડાં થોડાં યાદ રહી ગયા હતા. એ હવે જલદી ઘરે પહોંચી જવા ઈચ્છતી હતી. પણ, અહિંજ નિયતિએ એના માટે કંઈક નવું જ નિર્ધારીત કર્યુ હતું. રોજ એ જે રસ્તેથી અવર-જવર કરતી હતી એ અત્યારે લોકોની ભીડને કંટ્રોલ કરવાના હેતુથી બંધ કરી દેવાયો હતો. એ સહેજ ગભરાઈ છતાં, એને થયું કે રાજની સાથે એ લગભગ બધાજ રસ્તાઓ પર ફરી ચુકી છે. દરેક જગાએ સર્કલ પર એ જગાનુ નામ તો લખેલું જ હોય છે, ને એની ગાડીમાં જીપીએસ છે! હાથમાં મોબાઇલ! એણે ગાડી મારી મુકી.
રાતનો સમય હતો. જે ગાંધીનગર સર્કલે ભર્યુ ભર્યુ ને જીવંત, રોશનીથી જળાંહળાં લાગતું હતું એ અહિં પાછળના માર્ગ પર જાણે ઠંડીમાં ઠુંઠવાઈને ઘરમાં છુપાઈ ગયું હતું. એક તો અંધારુ, નવો રસ્તો ને થોડી ગભરાહટ! અનુ રસ્તો ભુલી ગઈ. રસ્તા પર સરિતા ઉધાનનું પાટિયું આવીને ગયુ. અનુને ખયાલ આવી ગયો કે એ રસ્તો ભુલી છે. છતા એ હિંમત ના હારી એને યાદ હતું કે અહિંથી આગળ જતાં અક્ષરધામ વાળો રોડ આવશે. ત્યાંથી ઘરે પહુંચી જવાશે. એને બસ હવે એ વળાંકને જ ધ્યાનમાં લેવાનો હતો. એણે ગાડીને ત્રીજા ગેરમાં નાખીને ત્રીસ-ચાલીસની સ્પીડે, આગળ આવતા વળાંકને ધ્યાનમાં રાખી આગળ વધારી. એનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. ગળામાં શોષ પડી રહ્યો હતો. એને પોતાને એના હ્રદયના ધબકારા સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. કોઈ અજાણ્યો ભય એના ઉપર હાવી થયે જતો હતો. કશુંક અજુગતું બનવાની જાણે એનું મન એને ચેતવણી આપી રહ્યું હતું.
“ઢીઈજ્સ્સ્સ્સ્સ્સ્......ધડ્ડ્ડ્....” અચાનક એની ગાડી નીચે કશુક જોરથી અથડાયું.
એણે હતું એટલું જોર વાપરીને બ્રેક પર પગ દબાવ્યો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઉભી રહી ગઈ. અનુને આખા શરીરે પરસેવો વળી ગયો. ગાડીમાંથી નીચે ઉતરીને પાછળ જોવાની ઇચ્છાતો થઈ પણ હિંમતના ચાલી. એના મને કહ્યું,“પહેલા અપની જાન બચાઓ!” ગાડીમાં એણે ચાવી ગુમાવી. “ઘુર્ર્ર્રરર ....ઘુર્ર્ર્ર્ર્રરર ....” જોઈએ એવી ગાડીના ઘુર્રાઈ, મતલબ કે ચાલુ ના થઈ! અનુએ બે, ત્રણ, ચાર વખત પ્રયાસ કર્યો. એની આંખોમાં આંસુ આવી ગયા, ગાડી ચાલુ ના થઈ! અનુએ એનો મોબાઈલ હાથમાં લીધો, રાજને ફોન જોડ્યો. અફસોસ નેટવર્ક ના હતું. અનુને હવે એની જાત પર જ ગુસ્સો ચડ્યો, શું જરુર હતી શોપિંગ કરવા જવાની? રાજ સાથે પછીથી ના જઈ શકત? રાજ? એને વાયડાને ટાઇમ જ ક્યાં હોય છે? આખો દા’ડો નોકરો જ કરવો તો, તો પરણ્યોજ શું કામ? બધો વાંક એનો જ છે! અહિં મને કોઈ ગુંડો મારીયે નાખે તો એને શું ફરક પડી જવાનો? વરસ થશેને કોઈક બીજીને પરણી જશે. આમેય એને તો દિપીકા ગમે છે ને હું તો માધુરી જેવી લાગું છું! અનુ હવે રડી રહી હતી. એને આસપાસનું જાણે કોઈ ભાન જ ના હતું. ડરની મારી બિલ્લી જેમ આંખો મીંચી દે એવી એની હાલત હતી.
“પૂઊઓ...પૂઓ...” જોરથી ગાડીનો હોર્ન સંભળાયો, એના ઉપર જ કોઈ લાઇટ ફેંકી રહ્યુ હતું.
“અંદર એક લેડી છે.” કોઈ બોલ્યુ, “રસ્તામાં કેમ ગાડી ઉભી રાખી છે?” એની ગાડીનો ગ્લાસ ખખડાવી કોઈ પુછી રહ્યું હતું. અનુ પહેલાથી જ ડરેલી હતી. હવે એના મગજે કામ કરવાનુ લગભગ બંધ કરી દીધેલુ. એણે જોયુ કે એની ગાડીની સામે કોઈક પરિચિત ચહેરો હતો. હા, એ માણસને હું ઓળખું છુ, એના મને કહ્યું. એક જબકારો થયો, આતો પેલો છે, પેલો દારુડીયો, કંચનનો પતિ. એક જ સેકંડમા એણે નિર્ણય લિધો...
“ભાઇ, હું અનુ, તમારી પાડોશી. મારી ગાડી બગડી છે,પ્લીઝ મદદ કરો.” તુટક સ્વરે એનાથી આટલું જ બોલાયુ એ ગાડીની બહાર આવી ચુકી હતી. જે હવાલદાર ગાડીનો દરવાજો ખખડાવતો હતો એને ધક્કો મારીને! એ પડતાં પડતાં બચેલો. એના મોઢામાંથી ગાળ નીકળવા જ જતી હતી કે અનુના માનેલા ભાઈએ એની તરફ હાથ ઉંચો કરીને ચુપ રહેવા ઈશારો કરેલો.
“બહેન તમે આ ગાડીમાં બેસી જાવ, હું ઘરે જ જઈ રહ્યો છું, તમને તમારા ઘરે ઉતારી દઈશ.” પેલો દારુડીયો, કંચનનો પતિ બોલ્યો. અનુ બેસી ગઈ, એ સિવાય છુટકો જ ક્યાં હતો?
“ જરીકે ડરતી નહીં બહેન, તું ગુજરાત ક્રાઇમ બ્રાંચના ઇન્સપેક્ટરની સાથે છે. તને તારા ઘરે સલામત પહોંચાડીશ.” અનુને ગભરાયેલી જોતા પેલાએ ફક્ત એકવાર સહેજ પાછળ નજર કરીને કહ્યું હતું.
અનુ ડરી રહી હતી પહેલા પણ, હવે અનુનો ડર ગાયબ થઈ ગયો. એણે નોધ્યું કે ગાડી ચલાવતાં એક વાર પણ એ માણસે પાછળ નજર સુધ્ધાં કરી ન હતી. શાંતિથી મધ્યમ ગતિએ ડ્રાઇવ કરીને એણે અનુને છેક એના ઘરના દરવાજે ઉતારી ને, એ એનાએ જ રસ્તે પાછો વળી ગયો. રાતે રાજ ઘરે આવ્યો ત્યારે એની સાથે એક ડ્રાઇવર અનુની ગાડીને પણ લઈને આવેલો. ગાડી મુકીને એ જતો રહ્યો. ઘરમાં આવતાં જ અનુ રાજને ભેંટી પડી. રાજે એના માથા ઉપર સાંત્વના આપતો હાથ ફેરવ્યો.
“ગાડી કેમ બંધ પડી ગઈ હતી?” અનુએ સ્વથ થતાં જ પૂછેલો પહેલો પ્રશ્ન !
“ મેડમ, ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયેલું. ને અંધારામાં તને રસ્તા પર પડેલો મોટો પથ્થર પણ ના દેખાયો. રીલેક્સ, તારાથી કોઈને હાની નથી પહોંચી. તને જેણે ઘરે મુકી એણે મને ફોન કરેલો. એણે જ બધી વાત કરી. ” અનુનો પતિ હળવા મુડમાં વાત કરી રહ્યો હતો એ સાંભળી અનુને નિરાંત થઇ.
“એ બધું પછી પહેલા એ કહે કે આ ઇન્સપેકટર કેવો માણસ છે?” ક્યારનોય મનમાં દબાવી રાખેલો સવાલ આખરે અનુએ પૂછી જ લીધો.
“કેવો એટલે, એકદમ ઈમાનદાર અને બાહોશ! તું અહિં રહેવાં આવી એના થોડા દિવસ પહેલા જ એની જાંઘ પર ગોળી વાગેલી, બુટલેગરે મારેલી. હજી ત્યાં પાટો બાંધેલો છે, બિચારો સરખી રીતે ચાલી પણ નથી શકતો છતાં સરકારને એની જરુર હતી તો હાજર થઈ ગયો.” અનુના પતિએ કહ્યું પછી પાછળથી કંઈક યાદ આવ્યું હોય એમ ઉમેર્યું, “આજથી બે વરસ પહેલાય એને એક સર્જરી કરાવવી પડેલી, એ હવે ક્યારેય બાપ નહિં બની શકે, ને એની પત્નિની હાલત જો! સાવ રખડેલ છે, એ કહે છે, એને મા બનવાનો અધિકાર છે... એનું માતૃત્વ છીનવવાનો મને કોઈ હક નથી !”
અનુને અચાનક ક્યાંક વાંચેલી બે પંક્તિઓ યાદ આવી ગઈ અને પોતાની જાત ઉપર શરમ,
“દર્દની પણ એક અદા હોય છે, એ સહનશક્તિ વાળા પર જ ફિદા હોય છે!”
નિયતી કાપડિયા.