Chamkaro! in Gujarati Motivational Stories by Shakti Pandya books and stories PDF | ચમકારો !

Featured Books
Categories
Share

ચમકારો !

ઓહો.....હો! મેં તો ખબર નહીં પાછલા જન્મ માં કેવા કર્મ કર્યા હશે તે આ ધર મા ફસાઇ ગઈ! માણસો કેવા મોજ શોખ પુરા કરી હાઈ-ફાઈ જીવન જીવતા હોય અને આપણે કેવું ફટીચર જેવું જીવન જીવીએ છીએ. ક્યારેક તો એવા વિચાર આવી જાય છે કે આ બે છોકરા ને મારી ને હું પણ મરી જાઉં!

          
                જીવગઢ નામના આ ગામ મા "જય" એની પત્ની  "જયા" અને એમના ઉમર માં નાના દિકરા દિકરી જોડે ભાડા ના ધર મા રહેતા હતા! જય એક પ્રાઈવેટ કંપની માં વીસ હજાર ના વેતન પર નોકરી કરતો હતો. પત્ની ના આવા શબ્દો એને રોજ સાંભળવા મળે! જય જયા ને જવાબ માં એટલું જ કહેતો કે," જો જયા, ભગવાને હર એક વ્યકિત ને એની લાયકાત પ્રમાણે આપ્યુ છે! ને આમે હું કામ કરીને વીસ હજાર રુપિયા તો કમાઉ છું જે આપણા પરિવાર ના ભરણપોષણ માટે પુરતાં જ છે ને!"

જયા જવાબ આપતા બોલી," વાહ, બોલો તો જાણે એમ છો જાણે પગાર વીસ હજાર નહી વીસ લાખ હોય! ને ભાષણ આપવાનાં એટલાં શોખ હોય ને તો રાજકારણ માં જોડાઇ જાઓ. મને તમારા ફાલતું ભાષણ સાંભળવાનો શોખ નથી. આપણા પડોશ માં રહેતા શીતલ બેન અને રમણીક ભાઈ ને જોજો! કેવું સરસ જીવે છે. ઘર,ગાડી દર-દાગીના પૈસો બધુજ છે ને આપણે જાણે વાઘરા જેવું જીવન! હટ....તમે તો છે ને પૈસા આવે ત્યારે બોલજો મારી સામે! સમજી ગયાં ને?

જય:- "જયા, બીજાની દેખાદેખી કરીને આપણાં પગ પર કહુડો ના મરાય. તું ક્યારેક કોઈ ઝુંપડી માં રહેતા ગરીબો ને તો જોઈ જોજે! ત્યારે સમજાશે તને કે ભગવાને આપણ ને ઘણું બધું આપ્યુ છે! બીજા ના મહેલ જોઈશ ને તો દુ:ખ અને પીડા સિવાય કાંઈ હાથ નહી લાગે."

જયા:- "તમે છે ને મગજ નું દહી ના કરો તમારું કામ કરો!" એટલું કહી જયા બાજુવાળા શીતલ બેન ના ઘેર દરવાજો પછાડી વીફરેલી સિંહણ ની જેમ ચાલી ગઇ!

         જય બિચારો ઉદાસ થઈ બેસી ગયો ખુરશી પર! સાંજના સમય જય ગામ માં આવેલી રામજી કાકા ની ચા ની હોટલ પર ગયો! જય હોટલ પર જઈને બાકડા પર બેઠો અને રામજી કાકા ને કહ્યુ,"કાકા, ચા પાવો!" રામજી કાકાએ જય ને ગરમા ગરમ ચા નો કપ ભરી આપ્યો અને પુછ્યુ,"કેમ જયલા,આજ ઘરે ચા નથી મળી તે અહીયા ચા પીવા આવ્યો!

જયઃ- "ના,ના કાકા! એવું નથી આતો તમારી ચા પીવાની ઇચ્છા જાગી તો આવી ગયો!" જયે ઘર ની વાત છુપાવતા જવાબ આપ્યો.

રામજી કાકા:- હા, હા પી ને બેટા!

જયે ચા ની ચુસ્કી મારી ને અંદર ઉકડતી પિડા ને શાંત કરી ને હાશકારો અનુભવ્યો. જય ચા પીતો હતો ને થોડીવાર માં ત્યા એના મિત્રો, અક્ષય અને તીર્થ આવ્યા.બંને જણાએ જય નું મોઢું જોઈ પુછ્યુ,"કેમ ભાઈ જય ઉદાસ મોઢું કરીને બેઠો છે, શું થયું છે? કામ પર નથી આવું નાઇટડયુટી છે આજ! યાદ છે ને?

જયઃ- "હા, ભાઈ યાદ છે! હું કાંઈ ઉદાસ નથી. કામ પર આજ નહીં આવી શકું! મને કાલે અંગત કામ થી શહેર તરફ જાઉં છે. કામ પતાવી ને બીજે દિવસે નોકરી પર આવી જઈશ! તમે લોકો પહોંચો, અને હા, સર ને કહી દેજો મારુ આજ ઓફ છે ડ્યુટી પર તો નહી આવી શકુ!"

બન્ને મિત્રો જયને હુકારો ભરી કામ પર જવા નીકળી ગયા અને જય ઘેર આવી વહેલાં વહેલાં જમી ને સુવા જતો રહ્યો!

            સવારે ૭ વાગે જય ઉઠ્યો.નાહી-ધોઈ,ચા-નાસ્તો કરીને જયા ને કહ્યુ,"હું કામથી શહેર જાઉં છું. બપોરનું જમવાનું ના બનાવીશ. હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ."

જયા આદત મુજબ બોલવા લાગી,"હા જાઓ,જાઓ સાહેબ! તમારા તો મોટા વેપાર છે ને શહેર માં જઈ આવો ભલે! હાલ્યા આવ્યા, શહેર માં જઈને મોટા તીર મારવા! લડો લડો જાઓ!

જય બિચારો ફિકુ મો કરી જયા ને હાથ જોડી ને "જય શ્રી ક્રિષ્ના" બોલી બાઇક સ્ટાર્ટ કરી શહેર જવા નીકળી ગયો.

       ગામથી શહેર નું અંતર અઢી કલાક જેવું હતું.જય ૧૧:૩૦ વાગ્યે શહેર પહોંચ્યો. પોતાનું કામ પતાવ્યું ને થોડો નાસ્તો કર્યો અને મંદિરે જઈને દર્શન કરી ને મંદિર નાજ ઓટા પર બેસી ને ઉંડા વિચારો માં ખોવાઈ ગયો! એવા વિચારો માં ખોવાયો કે સાંજ ના પાંચ ક્યારે વાગી ગયા એની જય ને ખબર જ ના પડી! જયએ બાઈક સ્ટાર્ટ કરી ગામ તરફ પાછો જવા નીકળી પડ્યો. શહેર થી આગળ જતા જ ને બાઈક માં પંકચર પડયું. જય થાકેલો પાકેલો બાઈક ને પાઢી ને પંકચર ની દુકાન પર પહોંચ્યો! સમય તરફ જોયું તો ૭ વાગી ચુક્યા હતા.જય પંકચર કઢાવી ને ગામ તરફ રવાના થયો. ધેર પહોંચતા પહોંચતા મોડુ થઈ ચુક્યુ હતું. ધર નો દરવાજો ખાલી આડો કરેલો હતો! જયા અને બન્ને છોકરો સૂઈ ગયાં હતા. જય થાકેલો પાકેલો હોઈ એણે ફક્ત મટકા માથી પાણી નો ગ્લાસ ભરી પી લીધો ને ગાઢ નિદ્રા આવતી હોઈ સૂઈ ગયો!

          ૮ મહીના વીતી ચુક્યા હતા. પણ જયના જીવન માં એનુ એજ હતું. જય અંદર ને અંદર દુખી રહ્યા કરતો ના જાણે એના દિમાગ માં કેવી વાતો ચાલતી હશે! શનિવાર ના દિવસે અક્ષય અને તીર્થ રામજી કાકા ની હોટલ પર ડ્યુટી પરથી આવીને ચા પીતા હતા. કાલ રવિવાર હોઈ બન્ને જણે અક્ષય ની વાડી પર ખારીભાત, પરોઠા ની પાર્ટી નું આયોજન કર્યુ! અક્ષયે તીર્થ ને કહ્યુ,"જય ને કોલ કરી ને કહી દે આજે વાડી પર પાર્ટી કરીશું ખારીભાત ની!

તીર્થ:-"હા, કરું છું કોલ."

તીર્થ ફોન કાઢી જય ને કોલ કરી પાર્ટી વિશે કહ્યુ.જયે કહ્યુ,"ના ના ભાઈ તમે પ્રેમ થી પાર્ટી કરો હું નહી આવી શકું મને કામ છે!

તીર્થ:-"પણ ભાઈ કામ તો રોજ રહેવાના કયારેક આપણા માટે પણ ટાઈમ કાઢીએ!"

જય:-"ભાઈ નથી ચાલવું મારે પ્લીઝ! તમે જઇ આવો."

તીર્થ:- "ચલ સારું, રાખું!"

તીર્થ એ અક્ષય ને કહ્યુ,"ભાઈ જય નહી આવી શકે. આપણે બન્ને જમાવટ કરશું?"

અક્ષય:-"હા, સારુ લે!"

અક્ષય અને તીર્થ ની વાતો સાંભળી ને રામજી કાકા બોલ્યા,"ઓ હો! કાંઈક સારા સમાચાર લાગે છે તે પાર્ટી નું આયોજન કર્યુ છે. ક્યો તો ખરા મને સારા સમાચાર!" ઉત્સુકતા થી કાકો બોલ્યો!

અક્ષય:-"ના રે ના રામુ કાકા! એવું કશું નહી. આતો એમજ ઇચ્છા થઇ એટલે ને આમે વાડી પર દેશી ચુલા પર બનેલી ખારીભાત, દેશી ઘી થી લથબથ પરોઠા ને ઠંડી છાશ ખાઈ પી ને ખાટલા પર બેસી ને ગપ્પા મારવાની મજા જ કંઇક અલગ છે!"

રામજી કાકા હસીને બોલ્યા,"આ એ ખરું એમા ના નહી! એ ચાલો ચાલો મને પણ બાજુ ના ગામે મારા મિત્રને ત્યા જમણ છે મને પણ ત્યા પહોંચવું છે. હોટલ વધારુ હવે! તમને કાંઇ જોઈએ છે હવે?"

અક્ષય:-"ના ના કાકા! આ લો ચા નો હિસાબ. ચલો જઇએ અમે પણ. રામ રામ કાકા!

રામજી કાકા:-"એ રામ રામ!"

          એજ દિવસની રાત્રે! ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દુર દુર કુતરાઓ ભસી રહ્યા હતા અને એક વ્યકિત જાણે અજાણ્યે એ રસ્તા પર ચાલી રહ્યો હતો.ત્યા કેમ હતી લાશ? કોણ હતી એ વ્યકિત?ત્યાંજ અચાનક....એ વ્યકિત ની નજર લાશ પર પડી! તે લાશ તરફ જઈને આજુ બાજુ જોવા લાગ્યો. તેની નજર દુર પડેલી ટુટી ગયેલી બાઈક પર પડી ને સમજી ગયો કે આ ભાઈનું જોરદાર એક્સીડન્ટ થયું ને મૃત્યુ પામ્યો છે! તેને લાશ કોની છે એ જોવા લાશ ના મોઢાં પર હાથ માં પકડેલી લાઇટ નાખી તો એ વ્યકિત પણવાર તો હેબતાઈ ગઈ લાશ જોઈને!

          પેલી જે વ્યકિત જેને લાશ જોઈ એ હતાં આપણા ચા ની હોટલ વાળા રામજી કાકા અને જેની લાશ હતી એ હતો આપણો "જય!" રામજી કાકાએ જયના મિત્રો અક્ષય અને તીર્થ ને જાણ કરી! બન્ને જણ પાર્ટી મુકી ને જગ્યા પર પહોચી ને જય ની લાશ જોઈ દુ:ખી થઈ ગયા! જયા ને જાણ કરી લાશ જય ના ઘરે પહોંચાડી! જય ના ક્રિયા-કર્મ એના પુત્ર ના હાથે કરાવ્યા!

        જયના મૃત્યુ ને ૧૪ દિવસ વિતી ગયા! એકદિવસ જયના ઘર આગળ એક ગાડી આવીને ઊભી રહી ગાડી માંથી બે સાહેબો ઊતર્યા ને જયના ઘરનો દરવાજો ખખડાવ્યો. જયા દરવાજો ખોલી ને અજાણ્યા સાહેબો સામે જોઈને પુછ્યુ,"તમે કોણ?"

પેલો સાહેબ બોલ્યો,"મેડમ અમે વીમા કંપની માથી આવીએ છીએ. અમને જય ના મૃત્યુ ના સમાચાર મળી ચુક્યા હતા. જય ભાઇએ અમારી વીમા કંપની મા ૬ મહીના પહેલા ૧ કરોડ ની પોલીસી લીધેલી હતી જેમા જય નું મૃત્યુ થાય કુદરતી રીતે તો નોમીની ને એ રકમ મળે! નોમીની તરીકે તમારુ નામ છે એટલે આ ચેક તમને આપવાં આવ્યા છીએ!" એટલું બોલી સાહેબ પેલો ચેક જયા ના હાથમાં આપી ને ચાલ્યા ગયાં!

જયા ને બધી જ હકીક્ત સમજાઈ ગઈ કે,"જય નું મોત એ એના જ દ્વારા ઘડેલી એક સ્યુસાઇડ હતી જે એના પૈસા તરફ ના મોહ માટે જયએ વીમા ની રકમ મળે એ માટે બાઈક નું એકસીડન્ટ હાથે કરીને મોત અપનાવી લીધી!"

જયા પટ માં પડી જોર જોર થી રડવા લાગી અને પોતે કરેલા કર્મ પર પસ્તાવા લાગી!

© લેખન- પંડયા શક્તિ અનુપમભાઈ હરસુખલાલ
_______________________________________________

[ ? વ્હાલા વાંચક મિત્રો, આ વાર્તા દ્વારા મારે તમારા સુધી એક સંદેશો પહોંચાડવો છે કે,"આપણા સમાજ માં એક બાપ, એક પતી, એક ભાઈ તરીકે ફરજ બજાવતા પુરુષો કે જેઓ પરીવાર ને પાળવા એના હર એક શોખ પુરા કરવા માટે રોજે ના જાણે કેટલી પીડાઓ થી પીડાતા હશે! આપણે પણ સામે એ જોઉં રહે છે કે આપણે આપણી સીમા માં રહી શોખ અને સુવિધાઓ ની માગણી એ ઘર ચલાવનારા પુરુષ સામે કરીએ. ભગવાન જેટલું આપે એમાં ખુશ રહીએ! ભગવાન ને કોણે કેટલું આપવું બરાબર જાણે છે! ઘર ચલાવનારા પુરુષ ને આપણે પ્રેમ આપીએ, માન આપીએ એ આપણી પહેલી ફરજ છે! જે વ્યકિત આપણું પેટ ભરે એનું પેટ તમારા મોટો શોખ ને મોજ માટે ના ચીરશો! મિત્રો, ઘરમાં ખુશી માટે ગાડી, ઘર પૈસા ની નહી, જરુર છે તો ફક્ત પરીવાર માં પ્રેમ અને સંપ ની!

?રચના ને શેર કરો, મને ફોલો કરો અને હા, તમારો અમુલ્ય પ્રતિભાવ આપવાનુ ભુલાય નહી હો એ જો જો!]

                       
                 "મહાદેવ સૌનું ભલું કરે"
                      હર હર મહાદેવ
                      ॐ નમઃ શિવાય