Chatani in Gujarati Moral Stories by Sapna Ashish books and stories PDF | ચટણી

Featured Books
Categories
Share

ચટણી

એક સામાન્ય મધ્યમ વર્ગ પરિવાર ની દીકરી  ના લગ્ન એક ઉચ્ચ વર્ગ ના પરિવાર માં નાના દીકરા સાથે થયા. થોડા દિવસો વીત્યા પછી વહુને સાસુમા ના વ્યહવાર અલગ લાગ્યો, જે સાસુ હતા તે દરેક વસ્તુમાં કરકસર કરતા હતા. બંને દીકરાઓ ધંધામાં સેટ હતા એટલે જે કઈ ખર્ચો થતો તે દર મહિને માં ને આપતા તેમજ સસરા પણ નોકરી કરી ને ઘરખર્ચ માં પૈસા આપતા અને ઘર નો બધો જ વ્યવહાર સાસુમા જ ચલાવતી. ઘર માં બે વહુ હોવા છતાં તે પોતાના હાથ માંથી જવાબદારી છોડવા માંગતી હતી નઈ, બંને દીકરાઓના સમજાવ્યા બાદ પણ એ સમજવા તૈયાર ન હતા. સાસુમા ની કરકસર એટલી હતી કે તે ભોજન માં પણ દેખાતી હતી, રોજ જમવાનું લિમિટ માં બનતું હતું.
                નાની વહુ મધ્યમ પરિવાર માંથી આવ્યા હોવા છતાં પણ આટલી કરકસર જોયી ન હતી એટલે ઘણી નવાય લાગતી.
                સસરા નો જમવા અવાનો ટાઈમ લેટ હતો એટલે પેહલા બંને દીકરા અને વહુ જમી લેતા અને સાસુ સસરા પછી જમતા. ભોજન લિમિટ માં જ બનતું હોવાથી રોટલી પણ ગણી ને ખાવી પડતી હતી. બંને દીકરાઓ ઘણી વાર માં ને ટોકતા અને સમજાવતા કે એવું ના કરે પણ તે સમજવા તૈયાર ન હતા. બન્ને દીકરાઓના સમજાવ્યા બાદ પણ સાસુ સમજતા ની હતા એટલે બંને વહુઓ કઈ મથામણ કરી નઈ, બંને માત્ર રસોડામાં રોટલી બનાવા જતી એ પણ સાસુ લોટ બાંધી ને ગોલા બનાવી રાખતા .
               એક વખત તો એવો આવ્યો કે સાસુ જે જમવાનું બનાવતા તે માંથી તેનું અને સસરાનું જમવાનું અલગ બાઉલમાં વાટકીમાં કાઠી ને રાખી દેતા અને બાકીનું ટેબલ પાર મૂકી દેતા. 
                   એક દિવસ એવું થયું કે બંને દીકરા અને વહુ જમી લીધું અને જે શાક કાઢીને જમવા માટે આપ્યું હતું તેમાં બે ચમચી જેટલું શાક બચી ગયું એટલે વહુઓ એ ત્યાં જ ઢાંકીને રાખીયું. જયારે બંને વહુઓ વાસણ ધોવા ગઈ ત્યારે જોયું કે જે શાક ઢાંકી રાખીયું હતું તે સાસુ એ બાઉલ ધોવા કાઢી નાખીયું હતું અને એમાં એ બચેલુ શાક પણ હતું, બંને વહુઓ સમજી શકી નઈ કે જે વ્યક્તિ કરકસર કરતા હોઈ તે આટલું શાક કેમ કાઢી નાખીયું. આવું ઘણી વાર બન્યું અને સાસુને વહુઓને ટોકી ને કેહતા કે એટલું શુ કામ બચાવ્યું ખાઈ જવાય ને.
                 એક દિવસ જમવાની સાથે ચટણી બનાવેલી હતી અને વાટકી ટેબલ પર હતી, પેહલા મોટા દીકરા અને વહુ જમ્યાં પછી નાનો દીકરો આવ્યો એટલે તે અને નાની વહુ જમ્યા. નાની વહુ એ જોયું કે વાટકી માં ચટણી થોડી સાઈડ માં જામી હોઈ એ જ બચી છે એટલે એને એ થયું કે બે ચમચી શાક બચેલું હોઈ તે સાસુ કાઢી નાખતા તો આ માંડ અડધી ચમચી બચેલી ચટણી પણ કાઢી નાખશે અને મને ટોકશે એમ વિચારી જાતે જ એ વાટકી ધોવા મૂકી દીધી. પછી જયારે સાસુ અને સસરા જમવા બેસવના ત્યારે પેલી ચટણી ની વાટકી જોય ને સાસુ બડ બડ કરવા લાગ્યા કે આટલી ચટણી શુ કામ કાઢી નાખી હું ખાય જતે ને, એટલા મોટા અવાજે બોલતા હતા કે છેક રૂમ સુધી વહુને કાને પડે એમ. છેવટે વહુ પોતાના કાન બંધ કરી ને બેસી ગઈ, મનમાં વિચારીયુ કે આનું કઈ થાય નઈ. એને તો ભગવાન પણ સમજી ન શકે.
સારાંશ: ગમે તેટલી સ્વાદિષ્ટ ચટણી બની હોઈ એ વાટકી માં જામવની જ છે. સાસુ એની સાસગીરી બતાવશે જ.