Pruthvi-Ek prem katha - 25 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 25

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 25

અંગદ : માયાપૂર પહોચવા નું રહસ્ય આ બેન્ચ માં જ છુપાયેલું છે .

પૃથ્વી : આ બેન્ચ માં ? કઈ જગ્યાએ ?

નંદિની : હા ...મને પણ કઈ દેખાતું નથી .

અંગદ : ધ્યાન થી જુઓ , એવી કોઈ રહસ્યમઈ વસ્તુ તો હશે જ.

બધા જ ધ્યાન થી બેન્ચ ને તપાસી ને નિરીક્ષણ કરવા લાગ્યા.

બેન્ચ બરફ થી ઢંકાયેલી હતી ,નંદિની એ બેન્ચ પર થી બરફ દૂર કર્યો તો એનું ધ્યાન એક જગ્યા પર અટક્યું .બેન્ચ ના પાછળ ના ભાગે ...એક જગ્યાએ કઈક નાના અક્ષરો માં વિચિત્ર ભાષા માં કઈક લખેલું હતું .

નંદિની : અહી કઈક લખેલું છે ..પણ એની ભાષા અનોખી છે.

અંગદ : મને જોવા દો.

અંગદે એ જગ્યાએ જઈને નજીક થી જોયું ,અને જોઈ ને ખુશ થઈ ગયો.

પૃથ્વી : તું આટલો ખુશ કેમ થઈ ગયો ...એવું તો શું લખ્યું છે ?

અંગદ : મે તમને કહ્યું હતું ને કે માયાપૂર નું રહસ્ય આ બેન્ચ માં જ છે .

પૃથ્વી : હા ... શું જાણવા મળ્યું ?

અંગદ : આ witches ની પ્રાચીન ભાષા માં લખાયેલો મંત્ર છે.જેનું અર્થઘટન ફક્ત એના જાણકાર જ કરી શકે . સદનસીબ હું આ મંત્ર બોલવા સક્ષમ છું .

પૃથ્વી : તો હવે રાહ કોની જોવે છે ?

અંગદ : તમારા બધા ની .

નંદની : મતલબ ?

અંગદ : મતલબ કે .....તૈયાર છો ને યાત્રા માટે ?

વીરસિંઘ : હા ....અંગદ

અંગદ : તો મારો હાથ પકડી લો .

બધા એ અંગદ નો હાથ પકડ્યો .... અંગદ એ બેન્ચ પર લખેલો મંત્ર ઉચ્ચાર્યો ....જેવો મંત્ર પૂરો થયો તુરંત આકાશ માં થી એક દિવ્ય પ્રકાશ નીચે આવ્યો અને એમના ઉપર પડ્યો પલભર માં તેઓ ગાયબ થઈ ગયા.

અને બીજી જ ક્ષણે એક અનોખી દુનિયા માં પહોચી ગયા .

ચારે બાજુ સુંદર ખીલેલા પુષ્પો, બગીચાઓ, પતંગિયા અને ઘનઘોર વનરાઈ થી શોભતું નગર. નગર માં છૂટા છવાયા નાના મોટા ઘર હતા .

તેઓ નજરગઢ થી સીધા માયાપૂર આવી પહોચ્યા હતા.

વીરસિંઘ : મે તમને જણાવ્યુ હતું ને કે માયાપૂર એના નામ ની જેમ જ અત્યંત સુંદર અને રહસ્યમઈ છે.

નંદની : હા ....આ તો સપના ની નગરી છે ...મે મારા આખા જીવન માં આટલું સુંદર શહેર જોયું નથી..

અંગદ : શહેર તો સુંદર છે જ . ....આપણે હવે સ્વરલેખાજી ને શોધવા પડશે.વીરસિંઘજી ...આપ તો પહેલા પણ અહી આવી ચૂક્યા છો તો આપને તો ખ્યાલ જ હશે કે સ્વરલેખાજી ક્યાં નિવાસ કરે છે ?

વીરસિંઘજી : હા હું અહી આવી તો ચૂક્યો છું પણ ...એ વાત ને વર્ષો વીતી ચૂક્યા છે ...અને એટલા સમય માં આ નગર માં અનેક પરીવર્તન આવી ચૂક્યા છે ,છતાં પણ હું તમને ઉચિત જગ્યાએ એ પહોચાડવા નો પ્રયત્ન અવશ્ય કરીશ.

પૃથ્વી : તો આપણે હવે વિલંબ ના કરવો જોઈએ .

વીરસિંઘજી એ એક દિશા તરફ આંગળી ચીંધી .બધા એ બાજુ રવાના થયા.

થોડુક ચાલતા જેવા શહેર ના મધ્યે એમણે પ્રવેશવા નો પ્રયત્ન કર્યો, ત્યાં ...એમના સુરક્ષા કર્મી એકઠા થઈ ગયા અને તેઓને ચારેય બાજુ થી ઘેરી લીધા.

તેઓને બંદી બનાવવા લાગ્યા ...પૃથ્વી એ એમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પણ અંગદ એ એને રોકી લીધો અને ઇશારા માં પૃથ્વી ને કોઈ પણ રીતે પ્રયત્ન ના કરવાની સલાહ આપી.પૃથ્વી એ અંગદ ના કહ્યા પ્રમાણે કર્યું.

સુરક્ષા કર્મીઓ બધા ને એમના સેનાપતિ પાસે લઈ ગયા.સેનાપતિ પૃથ્વી ને જોઈ ને જાણી ગયો કે આ એક vampire છે.

સેનાપતિ : એક vampire ની આટલી હિમ્મત કે એ આપણાં નગર માં ઘૂસી આવ્યો .

એને એવો દંડ આપો કે ભૂલ થી પણ કોઈ vampire અહી પ્રવેશવાની હિમ્મત ના કરે.

અંગદ : એક ક્ષણ મારી વાત સાંભળો મહાશય. અમે અહી ફક્ત મદદ ની અપેક્ષા થી આવ્યા છીએ.

સેનાપતિ : અમારે તમારી કોઈ વાત સાંભળવી નથી .

સાથિયો, અંત કરી નાખો આ લોકો નો.

પૃથ્વી હવે અકળાયો.એના fangs બહાર આવી ગયા.તરત જ પાછળ થી એક અવાજ આવ્યો .

“મુક્ત કરો એમને.”

બધા એ પાછળ વળી ને જોયું . પાછળ થી અરુણરૂપા જી અંદર પ્રવેશ્યા .

એમને જોઈને નંદની અને પૃથ્વી ખુશ થઈ ગયા.

સેનાપતિ : પણ અરુણરૂપાજી ...આ ...

અરુણરૂપા : vampire છે ....હું જાણું છું ..પણ પૃથ્વી મારા પુત્ર સમાન છે અને નંદિની મારી પુત્રી સમાન ...અમારો પરિવાર છે આ ... આ લોકો અમારા આમંત્રણ થી અહી આવ્યા છે ...આપણાં મહેમાન છે એ .

તુરંત મુક્ત કરો.

સેનાપતિ : ક્ષમા કરજો મિત્રો ...અમને જાણ નહોતી ....

સેનાપતિ એ બધા ને મુક્ત કર્યા.

અરુણરૂપા : તમને લોકો ને અહી જોઈને ખૂબ જ આનંદ થયો . સ્વરલેખા અમારા નિવાસ પર તમારી લોકો ની રાહ જોઈ રહી છે.

વીરસિંઘ : એમને ખબર છે ?

અરુણરૂપા : આખું નગર અત્યારે જાણે છે કે માયાપૂર માં કોઈ vampire આવ્યો છે . સ્વરલેખા ને વિશ્વાસ હતો કે પૃથ્વી જ હશે એટ્લે એને તમારા બધા ની રક્ષા માટે મને અહી મોકલી અને પોતે તમારા સ્વાગત માટે ઘરે રોકાઈ છે.

અરુણરૂપા બધા ને એમના નિવાસ પર લઈ ગયા.

સ્વરલેખા ઘર ના દરવાજા પર જ ઊભા હતા ....એમને જોતા જ નંદની ભાગીને એમને ભેટી પડી .અને રોવા લાગી.

નંદિની : આપ તો અમને મૂકીને ચાલ્યા ગયા અને વળીને કોઈ દિવસ પાછું જોયું પણ નહીં.શું આપણાં બધા જ સંબંધ પૂરા થઈ ગયા છે ?

સ્વરલેખા : ના નંદિની ...હું તો હમેશા થી તમારી સાથે જ છું.

પૃથ્વી ને જોઈ ને સ્વરલેખા ભાવુક થઈ ગયા.વીરસિંઘ ને પણ આનંદ થયો આટલા સમય બાદ સ્વરલેખા ને મળ્યા.સ્વરલેખા અંગદ ને પણ મળ્યા.

બધા ઘર માં બેઠા...

સ્વરલેખા : તમે લોકો માયા પૂર પહોચ્યા કઈ રીતે ?

પૃથ્વી એ સર્વ વૃતાંત જણાવ્યો.

સ્વરલેખા : શુ સાચે અંગદ આ શક્ય છે ?

અંગદ : હા જો આપણે સમયચક્ર ઘુમાવી શકીએ તો શક્ય છે ...

પૃથ્વી : હું જાણું છું સ્વરલેખાજી તમે આજ સુધી તમામ સમસ્યાઓમા અમારો સાથ આપ્યો છે .અને આ સમસ્યા નું પણ કઈક સમાધાન આપની પાસે હશે.

સ્વરલેખા : પૃથ્વી ... પેહલા તો મને આ વાત સાંભળી ને જ આટલું આશ્ચર્ય થાય છે કે આવું પણ થઈ શકે ...અને જો આ વાત સાચી છે તો મારી વિશ્વા ને બચાવવા હું કઈ પણ કરીશ.

અરુણરૂપા : જે રીતે અંગદ એ કહ્યું કે એ શક્તિ એ પોતાના સમય માં જવા માટે માર્ગ બનાવ્યો જેના થી Black hole રચાયું. મતલબ કે આપણે સમય માં જવું હોય તો આપણે પણ એવું જ Black hole બનાવવું પડશે.

નંદની : પણ એ કઈ રીતે શક્ય છે ?

અંગદ : શક્ય તો છે ...પરંતુ એના પહેલા પૂરતી જાણકારી ની જરૂર છે ... એવું પણ બની શકે કે Black hole વગર પણ આપણે સમય માં પ્રવેશ કરી શકીએ .

સ્વરલેખા : એવું કઈ રીતે શક્ય બને ?

અંગદ : બસ એ તો શોધવા નું છે .

અરુણરૂપા : એક વ્યક્તિ છે જે આ માં આપની થોડીક સહાયતા કરી શકે .

સ્વરલેખા : કોણ ?

અરુણરૂપા : અજ્ઞાતનાથ ..

સ્વરલેખા : કોણ ? પેલો ટેકરી વાળો પાગલ ડોસો ? એ આમાં આપની શું સહાયતા કરી શકે ?

પૃથ્વી : અહિ કોની વાત ચાલી રહી છે ?

અરુણરૂપા : અમારા માયાપૂર માં નગર ના છેડે એક ટેકરી પર એક પાગલ ડોસો રહે છે , એ એક Warlock છે , હમેશા આડા અવળા મંત્ર નો પ્રયોગ કરીને અવનવા પરીક્ષણો કરતો હતો ,બધા જ પ્રયોગો નિષ્ફળ જ હોય એના અને નગરજનો ને નુકસાન પહોચાડતો હતો એટ્લે બધા એ એને પાગલ માની ને નગર ના બહાર મોકલી દીધો ...હાલ એ નગર ના છેડે એક પહાડ પર રહે છે.હું એને એક વાર મળી ચૂકી છું .. થોડોક અજીબ છે પણ કદાચ આપની મદદ કરી શકે.

સ્વરલેખા : પણ માં ...એ પાગલ છે ... અને ફક્ત આપનો સમય વ્યર્થ કરશે.

અંગદ : એમ પણ આપની પાસે બીજો કોઈ ઉપાય નથી તો એકવાર મળી લઈએ ..કદાચ આપણ ને કોઈ અગત્ય ની જાણકારી પ્રાપ્ત થઈ જાય.

પૃથ્વી : હા સ્વરલેખા જી ...અંગદ ઉચિત કહે છે.

સ્વરલેખા : ઠીક છે .... તો ચલો એની પાસે.

બધાએ નગર ની બહાર એ ટેકરી પાસે ગયા.

એના ઘર ની બહાર ઊભા રહ્યા ...

દરવાજો ખટખટવ્યો .

એને ધીમેક થી દરવાજો ખોલ્યો.અને માથું બહાર કાઢ્યું.

એને જોઈને નંદની ડરી ગયી.બિહામણો ચેહરો અને બેહાલ શરીર કેટલાય દિવસ થી ઊંઘયો ના હોય એવી લાલ આંખો.અને લાંબા ભદ્દા કેશ.

અજ્ઞાતનાથ : ક...કોનું કામ છે ? કોણ છો તમે બધા ?

સ્વરલેખા : તમારું જ કામ છે ....તમારી થોડીક મદદ ની જરૂર હતી.

અજ્ઞાતનાથ : મારી પાસે સમય નથી ....જાઓ અહિ થી મને હેરાન ના કરો.એમ કહીને દરવાજો બંદ કરી દીધો.

પૃથ્વી એ એક જ પ્રહાર માં દરવાજો તોડી દીધો.અજ્ઞાતનાથ ડરીને સંતાઈ ગયો.બધા અંદર પ્રવેશ્યા.

અંદર પ્રવેશતા જ બધા એકદમ ચોંકી ગયા.

આખું ઘર જાતજાત ના યંત્રો થી ભરેલું હતું ચારેય બાજુ સામાન વિખરાયેલો પડ્યો હતો અને પુસ્તકો તો ઢગલા માં હતા.

નંદની : અજ્ઞાતનાથ ......બહાર આવો...અમે તમને હાનિ પહોચાડવા નથી આવ્યા. બસ અમારે તમારી મદદ ની જરૂર છે.

પૃથ્વી : હા અજ્ઞાતનાથ . મારી બહેન વિશ્વા એક રહસ્યમઈ સમયચક્ર માં ફસાઈ ગયી છે ,હવે બસ આપ અમારી મદદ કરી શકો એમ છો.

“શું કહ્યું ? સમયચક્ર” એટલું બોલી ને એક ટેબલ પાછળ થી અજ્ઞાતનાથ બહાર આવ્યા.

અંગદ : હા સમયચક્ર ....વિશ્વા એક અત્યંત શક્તિશાળી Black hole માંથી સમયચક્ર માં ક્યાક ખોવાઈ ગઈ છે.

અજ્ઞાત નાથ : તમે સમયચક્ર વિષે કઈ રીતે જાણો છો ?

અંગદ : મતલબ ?

અજ્ઞાતનાથ : હા........સમયચક્ર ખૂબ જ રહસ્યમઈ વસ્તુ છે ....ખૂબ જ. કોઈ ને પણ જાણ ના થવી જોઈએ.

સ્વરલેખા : મે કહ્યું હતું ને કે ડોસો પાગલ છે.

અજ્ઞાત નાથ ક્રોધે ભરાયા .... “એ છોકરી ...હું પાગલ નથી .. તું પાગલ છે ,જે લોકો મને પાગલ સમજે છે એ લોકો પાગલ છે”.

નંદિની : નહીં નહીં અજ્ઞાતનાથ ...શાંત થઈ જાઓ ...એ તો ખાલી એમ જ કહે છે ..અમે જાણીએ છીએ આપ ખૂબ જ મોટા વૈજ્ઞાનિક છો ..એટ્લે જ તો અમે આટલા દૂર થી અહી આવ્યા છીએ.તમારી પાસે મદદ માંગવા ...અમને ખબર છે કે અમારી મદદ આપ સિવાય કોઈ નહીં કરી શકે.

અજ્ઞાતનાથ ખુશ થઈ ગયા.

અજ્ઞાતનાથ : આ છોકરી સારી છે .

પૃથ્વી : તમે સમયચક્ર વિષે કઈક જણાવતા હતા.

અજ્ઞાતનાથ : હા ...હું એમ કહેતો હતો કે થોડાક સમય પહેલા હું સમય ચક્ર પર સંશોધન કરી રહ્યો હતો.ત્યારે મને અમુક વસ્તુઓ જાણવા મળી કે સમય માં અમુક કેન્દ્ર બિદુઓ હોય છે . જે વર્તમાન ,ભૂત અને ભવિષ્ય ને જોડે છે.જો કોઈ વ્યક્તિ એ કેન્દ્ર બિંદુ સુધી પહોચી જાય તો એ ભૂત કે ભવિષ્ય માં પ્રવેશ કરી શકે છે.

ભવિષ્ય માં પ્રવેશ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ ભૂતકાળ માં પ્રવેશ કરી શકાય છે.

આ સાંભળી ને બધા એક ટસે એની સામે જોઈ રહયા.

સ્વરલેખા : મતલબ કે તમે એમ કહવા માંગો છો કે ભૂતકાળ માં પ્રવેશ કરી શકાય છે ?

અજ્ઞાતનાથ : મારા ખયાલ થી હું પણ હમણાં એ જ બોલ્યો .

અંગદ : મતલબ કે સમય માં પાછા જવા માટે Black hole ની જરૂર નથી.

અજ્ઞાતનાથ : કયું black hole ?

અંગદ એ કઈ રીતે વિશ્વા Black hole દ્વારા સમય માં ફસાઈ એ અજ્ઞાતનાથ ને જણાવ્યુ.

અજ્ઞાતનાથ : ઓહ... એ black hole બીજું કઈ નહીં પણ એક પ્રચંડ ઉર્જા છે.

અજ્ઞાતનાથ ઊભા થયા અને પુસ્તકો ના ઢગલા માં થી એક પુસ્તક કાઢીને બતાવ્યુ એમાં black hole નું હૂબહૂ ચિત્ર દોરેલું હતું જેવુ રચાયું હતું.

પૃથ્વી : અરે આ તો એ જ black hole છે.

અજ્ઞાતનાથ : હા હકીકત એ છે કે સમય નો વેગ ખૂબ જ અધિક અને અમાપ છે ....સમય એટલો તીવ્ર વેગ થી ભાગે છે કે એનું કેન્દ્ર બિંદુ શોધવું ખૂબ મુશ્કેલ છે.

પરંતુ જ્યારે પણ સમય ની યાત્રા કરવી હોય ત્યારે એક પ્રચંડ ઉર્જા ની જરૂર પડે છે એ ઉર્જા સમય ના વેગ માં અવરોધ ઊભો કરે છે અવરોધ અને ઉર્જા ના સમિશ્રણ થી સમય માં અમુક loop holes રચાય છે ...એ loop holes થી કેન્દ્ર બિંદુ આસાની થી મળી જાય છે.એ કેન્દ્ર બિંદુ સમય માં એક tunnel બનાવે છે જેથી સમય ની યાત્રા થઈ શકે.

અંગદ : હું આપની દરેક વાત સમજી ગયો.

પૃથ્વી : અજ્ઞાતનાથજી ....શું આપ અમને સમય ની યાત્રા કરાવી શકશો ?

અજ્ઞાતનાથ : હા .....અવશ્ય.

બધા રાજીના રેડ થઈ ગયા.

અજ્ઞાતનાથ : એક ક્ષણ ... પરંતુ એના માટે તમારે મને એ જણાવવું પડશે કે વિશ્વા ભૂતકાળ માં કયા સમય માં ફસાઈ છે ? એ જાણકારી વગર તો સમયયાત્રા નો કોઈ અર્થ જ નથી.

બધા વિચાર માં પડી ગયા.

પૃથ્વી : એ કઈ રીતે જાણ થશે કે વિશ્વા ભૂતકાળ ના કયા ભાગ માં ફસાઈ છે.........

ક્રમશ ......

આવતા ભાગે આવનારી સમય યાત્રા માટે જોડાયેલા રહો ...

નવલકથા પૃથ્વી સાથે .