Vikruti - 49 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-49

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-49

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-49
લેખક-મેઘા ગોકાણી & મેર મેહલ
       ખુશી અને વિહાન સિંગાપોરની ફ્લાઈટની રાહ જોઈ બેઠા હતા એટલામાં વિક્રમનો કૉલ આવે છે, વિહાન બેહોશ થઈ જાય છે,ખુશી તેને હોસ્પિટલ લઈ જાય છે.
      ખુશી ખાસ કામ માટે અનિલને બેલ પર છોડાવી લાવે છે અને એક રિવોલ્વર આપે છે. હવે આગળ..
      એ દિવસે સવારે બૂંદાબાંદી પછી વરસાદ નોહતો વરસ્યો પણ સાંજે અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો.વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી પણ કાળા ભમ્મર આકાશના અંધારામાં વીજળી સફેદ શિરોડા પાડતી હતી.લોબીમાં અંધારું હતું,એક સફેદ ફ્લેશ દ્રષ્ટિના હાથમાં શરૂ હતી.તેની આસપાસ ઓફિસનો પૂરો સ્ટાફ માયુસ અને ઉદાસ ચહેરે બેઠો હતો.
     એક ફ્લેશ વિહાન પાસે પણ શરૂ હતી.જે ખુશીના હાથમાં હતી.તેની એક બાજુમાં સ્નેહા ચૂપચાપ વિહાનના ચહેરા તરફ નજર રાખી રડતી હતી.સ્નેહાની બાજુમાં વહીલચેર પર અરુણાબેન વિહાનના મસ્તક પાસે બેઠા હતા.એ પણ વિહાનના વાળમાં હાથ ફેરવતાં રડતાં હતા.રૂમમાં એકદમ શાંતિ હતી.સ્નેહા અને અરુણાબેનના ડૂસકાં ક્યારેક આ શાંતિ ભંગ કરતાં હતાં.પછી ખુશી એ બંને તરફ જોતી જોતી અને આંખોથી દિલાસો આપતી અને વિહાનની ઊંઘમાં ખલેલ ન પહોંચે એવું બહાનું બનાવી બંનેને ચૂપ કરાવી દેતી.
       લોબીમાં એન્ટર થતા એક મોટી ટોર્ચનો પ્રકાશ ઑફિસના સ્ટાફ પર પડ્યો.દ્રષ્ટિ ઉભી થઇને એ ટોર્ચ તરફ આગળ વધી.બંને વચ્ચે થોડી વાતચીત થઈ પછી એ પ્રકાશ વિહાનના રૂમ તરફ આગળ વધ્યો.
“ડોકટર?”ખુશી ધીમેથી બોલી.
“તમે બહાર આવો એક મિનિટ”ડૉક્ટરે ખુશીને કહ્યું.ખુશીએ સ્નેહાને ફ્લેશ પકડાવી અને ડૉક્ટર પાછળ ચાલી.બંને ડૉક્ટરના કેબિન તરફ આગળ વધ્યા.
“કોઈ પ્રતિભાવ મળે છે?”ડૉક્ટરે ખુશીને પૂછ્યું.
“એક કલાકથી તેના મમ્મી અને બહેન તેની સામે બેઠા છે,શરૂઆતમાં વાતો કરવાની કોશિશ કરી પણ કોઈ રિસ્પોન્સ ન મળતાં બંને ચુપચાપ રડ્યા કરે છે. મેં પણ મારી કોશિશ કરી લીધી.એ બધી જ વાતો તેને સંભળાવી જે તેના માટે મહત્વની હતી તો પણ કોઈ રિસ્પોન્સ નથી મળતો.’
“લૂક મિસ.ખુશી”ડૉક્ટર નિસાસો નાખી ઉભા થયા, “આઈ એમ સૉરી,અમે સારામાં સારા ડૉક્ટરની સલાહ લીધી પણ કોઈ પરિણામ ના મળ્યું.મારી સલાહ છે વિહાનને કોઈ બીજા હોસ્પિટલમાં લઈ જાઓ અથવા પોતાના ઘરે સાનુકૂળ વાતાવરણમાં લઈ જાઓ.હવે બધું ભગવાન પર છે”
“આવા વરસાદમાં ડૉક્ટર?”ખુશીએ પૂછ્યું, “આજની રાત રાહ જોઈએ જો હાલત ના સુધરે તો કાલે સવારે અમે ડિસ્ચાર્જ લઈ લેશું”
“ઑકે”ડૉકટરે કહ્યું, “મને કોઈ પ્રોબ્લેમ નથી”
    ખુશી ઉભી થઇ વિહાનના રૂમ તરફ આવી.
“શું કહ્યું ડોક્ટરે?”જેવી ખુશી રૂમમાં પ્રવેશી એટલે અરુણાબેને પૂછ્યું.
“ડૉકટરે કહ્યું છે કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,ઘરના વાતાવરણમાં રાખીશું એટલે જલ્દી રિકવરી આવશે.કાલે જ આપણે ડિસ્ચાર્જ લઈ લેશું”ખુશીએ કહ્યું.અરુણાબેન ખુશીને બાઝીને રડવા લાગ્યા.ખુશીએ તેઓને સાંત્વના આપતા કહ્યું,
“આંટી તમે હિંમત ના હારો, વિહાનને કંઈ નથી થયું.એક કામ કરો સ્નેહાને લઈ ઘરે જાઓ હું તમને બોલાવી લઈશ”
“ના,હું મારા દીકરા પાસે જ રહીશ”અરુણાબેને કહ્યું.
“અમે અહીંયા છીએ આંટી અને જરૂર પડશે તો તમને બોલાવી લેશું”
     અરુણાબેનને સમજાવીને ખુશીએ બંનેને ઘરે મોકલી દીધા.
“દ્રષ્ટિ”ખુશીએ કહ્યું, “તમે લોકો પણ નીકળો હવે”
“હું સર પાસે રહીશ”દ્રષ્ટિએ કહ્યું.
     ખુશીએ બે સેકેન્ડ વિચાર કર્યો.પછી દ્રષ્ટિને રોકી બાકીના સ્ટાફ મેમ્બર્સને રવાના કરી દીધા.
“એક કામ કરીએ,એક વાગ્યા સુધી તું ધ્યાન રાખ,ત્યાં સુધી હું આરામ કરી લઉં.ડૉકટર રાઉન્ડ પર આવે પછી તું સુઈ જજે”બધા નીકળી ગયા એટલે ખુશીએ કહ્યું.દ્રષ્ટિએ હામી ભરી એટલે ખુશી બેન્ચ પર લંબાણી. 
     દ્રષ્ટિ મોડી રાત સુધી વિહાન પાસે બેસી રહી.વિહાનને આજે પણ ઇન્જેક્શન આપી સુવરાવી દેવામાં આવ્યો હતો એટલે તેના જાગવાના કોઈ ચાન્સ નોહતા.વરસાદ સતત એક સરખો વરસતો હતો.એક વાગ્યે ડૉક્ટર રાઉન્ડ પર નીકળ્યાં, વિહાનને તપાસ્યો અને ચાલ્યા ગયા.ખુશી મોં ધોઈ વિહાન પાસે આવી એટલે દ્રષ્ટિ સુવા ચાલી ગઈ.વિહાનની ગેરહાજરીમાં તેને પુરી ઑફિસ સંભાળવાની હતી એટલે તેને ઊંઘ પુરી કરવી જરૂરી હતી.
     ખુશી વિહાન પાસે સ્ટુલ પર બેઠી બેઠી જુના દિવસો યાદ કરતી હતી.વિહાન સાથે જ્યારે ઇશાએ અને આકૃતિએ પ્રેન્ક કર્યુ હતું ત્યારથી જ ખુશીને વિહાન ગમી ગયો હતો.ઇશાથી ઇરીટેટ થઈ વિહાન ખુશી પાસે આવતો ત્યારે ખુશીને ગમતું.ધીમે ધીમે આકૃતિ અને વિહાનની દોસ્તી વધતી ગઈ અને ખુશી બંનેથી દૂર થતી ગઈ.જે દિવસે વિહાને અને ઈશા સાથે નાટક કર્યું એ દિવસથી ખુશીએ વિહાનને ગુમાવી દીધો હતો.ક્યારેક તેને આકૃતિથી ઈર્ષ્યા થતી પણ બંને સહેલી હોવાથી ખુશીએ પોતાના પ્રેમનો ત્યાગ કરવાનું નક્કી કરી લીધું હતું.એટલે જ જ્યારે આકૃતિ અને વિહાન નજીક આવતા ત્યારે ખુશી એ બંનેથી દૂર ભાગતી.
     જ્યારે ઇશાનું મૃત્યુ થયું અને આકૃતિએ વિહાનથી દૂર થવાની વાત કહી ત્યારે ખુશી ઉછળી પડી હતી.આકૃતિએ ખુશીના પ્રેમને સમજીને પોતાના પ્રેમનો ત્યાગ કર્યો એમ સમજીને ખુશીએ વિહાનને પોતાનો બનાવી લેવાનું નક્કી કરી લીધું હતું.વિહાન આકૃતિને ભૂલી જાય એ માટે ખુશીએ ઘણી કોશિશ કરી પણ જેટલીવાર તેણે કોશિશ કરી એટલી જ વાર વિહાનને આકૃતિ યાદ આવતી.
     છેલ્લાં પાંચ વર્ષમાં કેવી રીતે તેણે વિહાન સાથે સમય પસાર કર્યો એ વિચારમાં ખુશીની આંખ લાગી ગઈ અને વિહાનનો હાથ તેના હાથમાં રહી ગયો.
     અચાનક વરસાદનું જોર વધ્યું.સતત વહેતો વરસાદ ધોધમાર વરસવા લાગ્યો,પછી સાંબેલાધાર અને પછી વરુણદેવ કોપાયમાન થયા હોય તેમ પાણીની ધાર થવા લાગી. થોડીવારમાં રસ્તાઓ ધોવાવા લાગ્યા.વીજળીના કડાકા થવા લાગ્યા.
     વિહાનની આંગળીઓએ હલનચલન કર્યું,કોઈએ તેની આંગળીઓમાં આંગળીઓ પરોવી તેવો એને આભાસ થયો.ડૉક્ટરે તેને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું હતું છતાં વિહાને આંખો ખોલી.તેની સામે આકૃતિ હતી.વિહાને હાથ-પગ હલાવ્યા પણ તેણે બંધન મહેસુસ કર્યું.
“શું બકા,કેવા હાલ કરી લીધા?રૂક એક મિનિટ”આકૃતિએ હસીને કહ્યું,પછી વિહાનને હાથ પગે લગાવેલ બંધન છોડી દીધા.
“આકૃતિ…”વિહાને ગળગળા થઈ કહ્યું, “આ..આ લોકો કહેતાં હતા કે તું…”
“કે હું મૃત્યુ પામી..હાહાહા”આકૃતિ મોટેથી હસી, “એક મિનિટ વિક્કી ચીમટો ભરવા દે,તને સપનું તો નથી આવતુને”કહી આકૃતિએ વિહાનને ગુડામાં ચીમટો ભર્યો.
“આઉચ…”વિહાને ઉંહકારો કર્યો.
“જોયું,તને સપનું પણ નથી આવતું અને હું મૃત્યુ પણ નથી પામી”
“તું ક્યાં ચાલી ગઈ હતી?તારા વિના મારી શું હાલત થઈ ગઈ હતી ખબર છે તને?”વિહાનથી લગભગ રડાય ગયું.
     આકૃતિ વિહાનની નજીક આવી,તેના આસું લૂછયા અને કાન પકડ્યા,“ભૂલ થઈ ગઈ મારી,સૉરી”
વિહાને ગાલ ફુલાવ્યા, “સૉરી વાળી, સૉરી કહેવાથી શું તારા વિના ગુજારેલા કારાવાસ જેવા દિવસો બદલાય જશે? અને તું પ્રોમિસ આપ હવે મારાથી દૂર ક્યાંય નહીં જાય”કહેતા વિહાન આકૃતિને ભેટી પડ્યો,તેને વધુને વધુ ઝકડતો ગયો, “ક્યાંય નહીં એટલે ક્યાંય નહીં”
“તે લગ્ન કેમ ના કર્યા?”વિહાનને પંપાળતા આકૃતિએ હસીને પૂછ્યું, “ચાલીસ વર્ષનો થાત પછી ડિવોર્સ થયેલી મળેત અને એ પણ બે-ત્રણ છોકરાના દહેજ સાથે”
“હું તારી રાહ જોઇને બેઠો હતો,બધાને એમ કહેતો કે હું આકૃતિને મિસ નથી કરતો બટ આઈ મિસ યું,આઈ મિસ યું સો મચ એન્ડ એવરી ડે,એવરી મોમેન્ટ.જ્યારે કોઈ કોલેજીન કપલને જોતો,જ્યારે વરસાદ આવતો,જ્યારે મમ્મી લગ્ન કરવા કહેતી,જમતા-ઉઠતાં, ઘરે-ઑફિસે,કોઈને મળતો-એકલો પડતો,ખુશીમાં-દુઃખમાં બધે જ તું યાદ આવતી. ઇવન ઘણીવાર તો બીજી છોકરીમાં પણ મને તું દેખાતી”
“બસ બસ કેટલું બોલીશ બકા,હું હવે ક્યાંય નહીં જાઉં.તારી પાસે જ રહીશ.હંમેશા”આકૃતિની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
“તું શા માટે મને છોડી ગઈ હતી?”વિહાને ફરીવાર પૂછ્યું.
      આકૃતિએ વિહાનનો હાથ છોડી દીધો અને મોં ફેરવી લીધું.વિહાને આકૃતિને હડપચીએથી પકડી અને તેનો ચહેરો પોતાના તરફ ફેરવ્યો.
“આકૃતિ કેમ જવાબ નહિ આપતી?”વિહાને પૂછ્યું.
“વિક્કી પ્લીઝ”આકૃતિએ કહ્યું, “હું છું ને અત્યારી પાસે.ભૂતકાળમાં શું થયું એ યાદ કરવાનો શું મતલબ છે?”
“શું મતલબ છે મતલબ?”એકાએક વિહાનનો અવાજ ઊંચો થઈ ગયો, “પાંચ વર્ષ આકૃતિ,પાંચ વર્ષથી મેં તારો ચહેરો નથી જોયો.તારા વિના એક મિનિટ દૂર રહેવું મુશ્કેલ હતું અને અહીં પાંચ વર્ષથી દુનિયાને તારા વિના ખુશ છું એવું દેખાડતો આવ્યો છું,તું કહે છે શું મતલબ છે? એકવાર મારી જગ્યાએ પોતાને રાખીને જોઈ લે,છેલ્લા પાંચ વર્ષના હસતાં વિહાનના ચહેરા પર એક નકાબ જોવા મળશે.જો એ નકાબ દૂર કરીશ તો પ્રેમમાં નિષ્ફળ રહેલો વ્યક્તિ જોવા મળશે.જે કોઈની સાથે નજર મેળવવા જેટલો પણ સક્ષમ નથી રહ્યો.”
“દૂર તો હું પણ રહી છું ને તારાથી,તારાથી દુર રહી મારું શું થયું હશે એ તે વિચાર્યું?એક એક પળ તારી યાદોમાં જીવી છું,સવાર ક્યારે થતી અને સાંજ ક્યારે પડતી એનું પણ ધ્યાન નોહતું રહેતું”આકૃતિએ રડતાં રડતાં કહ્યું.
“તું તો વિક્રમના પ્રેમમાં…”વિહાને મોં ફેરવી લીધું.
“વિક્રમના પ્રેમમાં પડી ગઈ હતી એમ જ ને?”આકૃતિએ કહ્યું, “તું પણ ખોટો નથી વિહાન,તારી સાથે મેં જે કર્યું પછી તું શું કોઈ પણ એમ જ વિચારે પણ વિક્રમ અને હું એક સારા દોસ્ત હતા અને રહેશું”
“તો દૂર થવાનું એવું તો શું કારણ હતું?”
“મરી રહી હતી હું વિક્કી”આખરે કંટાળીને આકૃતિએ કહ્યું, “મરી રહી હતી હું,મારી પાસે કેટલા દિવસ હતા એ મને પણ નોહતી ખબર એટલે મેં તારાથી દૂર થવાનો નિર્ણય લીધો.હું તને દુઃખી જોવા નોહતી માંગતી”
“તું ભૂલી ગઈ આકૃતિ?”વિહાને હસીને કહ્યું, “એકવાર તે હસીને પૂછ્યું હતું કે જો તને મારી મમ્મી જેમ હાર્ટએટેક આવે અથવા એક્સિડેન્ટ થાય તો હું શું કરું અને મેં તને કહ્યું હતું કે એકબાજુ તું છેલ્લાં શ્વાસ ગણજે અને બીજી બાજુ હું પોતાના!!!”વિહાન અટક્યો,તેનો ચહેરો ગંભીર થઈ ગયો, “આકૃતિ,આપણે સાથે જીવવા-મારવાની વાતો કરી હતી.તું હવે એમ કહે છે કે પાંચ વર્ષ તું આ કારણથી મારાથી દૂર રહી તો હું નથી માનતો”
“આ બધી કહેવાની વાત હોય છે,તું એકવાર પોતાને મારી જગ્યા પર રાખ અને વિચાર કે જો તું એક મહિનો મારી સાથે રહ્યો હોત અને પછી મૃત્યુ પામવાનો હોત પછી તારી બાકી રહેલી મારી જિંદગી કેવી રીતે પસાર થાત એ વિચારી શકેત?”
“આ પાંચ વર્ષ કેવી રીતે પસાર થયા એ તને ખબર છે?જીવતી જાગતી લાશ બનીને રહી ગયો છું યાર”
“વિક્કી..હવે આપણે ચર્ચા જ કરીશું કે….અને આ હાથમાં સોય શા માટે રાખી છે?તને કંઈ નથી થયું”કહી આકૃતિએ વિહાનના હાથમાં રાખેલી સોય ખેંચી લીધી. વિહાનનું માથું હાથ વચ્ચે લીધું.શ્વાસની અવરજવર મહેસુસ થાય એટલા બંને નજદીક આવી ગયા.બંનેની આંખો આપોઆપ બંધ થઈ ગઈ.
      છેલ્લાં પાંચ વર્ષથી જે મિલન માટે વિહાન તરસી રહ્યો હતો એ મિલન થઈ રહ્યું હતું.બંને એકબીજાને હૂંફ આપી રહ્યા હતા.પાંચ વર્ષનું દુઃખ ઓગાળી રહ્યા હતા. એકબીજાની ભૂલોને માફ કરી રહ્યા હતા,ગેરસમજને દૂર કરી રહ્યા હતા.વિહાન દિલભરીને આકૃતિને પ્રેમ કરી રહ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી છુપાયેલો પ્રેમ વિહાન આકૃતિને ચુંબન કરી વરસાવી રહ્યો હતો.
      થોડીવાર પછી બંને અળગા થયા.આકૃતિએ વિહાનને આંખો બંધ રાખવા જ કહ્યું.વિહાને સ્મિત સાથે આંખો બંધ રાખી.થોડી પળો આમ જ વિતી ગઈ.
“હવે ખોલું આંખો?”વિહાને કહ્યું.આકૃતિનો કોઈ જવાબ ન મળ્યો.
“હું આંખો ખોલું છુંકહી વિહાને આંખો ખોલી.રૂમમાં અંધારું હતું.પૂરો રૂમ શાંતિનો ભેંકાર ફૂંકતો હતો.વિહાને હલનચલન કરવાની કોશિશ કરી.તેના હાથ-પગ બાંધેલા હતા પણ કોઈએ આસાનીથી બંધન મુક્ત થઈ શકાય એવી રીતે એવી રીતે માત્ર એક જ ગાંઠ વાળી હતી.વિહાને પહેલાં હાથનું બંધન મુક્ત કર્યું પછી પગનું.હાથમાંથી સોય કાઢી અને બેડ પરથી ઉભો થયો.
     આજુબાજુ નજર કરી, આકૃતિ ન દેખાય.વિહાન ઠુંગાતો ઠુંગાતો બાલ્કની તરફ ગયો અને બાલ્કની ખોલી.વરસાદની ઝાપટ ઝાપટ અને ઠંડો પવન રૂમમાં પ્રવેશ્યો.વિહાને આકાશમાં નજર કરી.વરુણદેવ કોપાયમાન થયેલા હોય તેમ ગાંડી રીતે વરસાદ વરસતો હતો.વીજળીના ચમકારા આંખોને અંજવી દેતા હતા.
‘બાવાજી સાચું કહેતાં હતા?’વિહાને વિચાર્યું,એટલામાં ટોર્ચની લાઈટ બાલ્કની પર પડી અને એક ગોળી છૂટી, વિહાનની છાતી વીંધી બાલ્કનીની ઇંગલ પર અથડાઈ.
(ક્રમશઃ)
   કોણે ગોળી છોડી હશે?ખુશી અને આકૃતિ ક્યાં છે અત્યારે?
    જાણવા વાંચતા રહો,વિકૃતિ.
     28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.

Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)