Sacha prem ni biji paari in Gujarati Love Stories by Ishani Raval books and stories PDF | સાચા પ્રેમ ની બીજી પારી

Featured Books
Categories
Share

સાચા પ્રેમ ની બીજી પારી

આપણી કોલેજ ના બધા ભેગા થઈ ને ક્યાંક પ્રવાસ નું ગોઠવે છે. રિયુનિયન પણ થઈ જશે 4 વર્ષ થઈ ગયા પણ વર્ષો વીતી ગયા છે એમ લાગે છે. મજા આવશે બધા ફરી મળીશું. તો તું આવે છે ને અથર્વ?" સોહેલ પૂછે છે. અને હું ના બોલું છું. 
"પણ કેમ?" 
કેમ કે કદાચ એ પણ આવી હશે. અને તું તો જાણે છે...
"હા પણ 1 વર્ષ થઈ ગયું છે તમારા ડિવિર્સ ને અને હજી પણ તું ત્યાં જ અટકેલો છે?" 
હા હું હજી ત્યાં જ છું. 
"તો શું થયું પણ? તું વાત નઈ કરતો ને. અને આટલા બધા ભેગા થયા હશું તો ભીડ માં કઈ ખબર પણ નઈ પડે. બધા એક બીજા ની વાતો માં ખોવાયેલા હશું. અને 2 જ દિવસ ની વાત છે. જો જે ને આટલી પબ્લિક માં તમે કદાચ એક કે બે વાર દેખસો એકબીજા ને. "
એ ત્યાં હશે ત્યારે મારી નજર ને એને શોધવા માં વાર નઈ લાગે. કેમ કે આદત છે મારી આંખો ને એને શોધવાની 
"અરે યાર આમ થોડી ચાલે! ક્યારેક તો આગળ વધવું પડશે ને? ક્યારે વધીશ? જવાદે ને જૂની વાતો અને યાદો." 
એમ કઈ થોડી ભુલાતું હશે.! હવે તો એ યાદો જ બાકી છે. 
" જો તું અનિતા ને હજી પણ પ્રેમ કરે છે તો પછી વાતો કરી ને ઠીક કરી લો ને બધું. ડિવોર્સ સુધી વાત પોહચી જ કેવી રીતે મને એ નથી સમજાતું? "
હા પ્રેમ તો છે. પણ ગુસ્સો પણ છે. ડિવોર્સ સુધી પોહચવા માટે હું એકલો જવાબદાર નથી. વાંક તો એનો પણ છે. અને વાતો જો થઈ શકતી હોત તો કરી લીધી હોત પણ અમે એકબીજા ને દેખવાનું પણ ટાળીયે છીએ.
"દેખ એ જે હોય એ પણ તું આવનો છે અને એ નક્કી છે. બીજું કંઈ નઈ. " 
સોહેલ આ બોલી ને ચાલ્યો જાય છે અને હું મારા અને અનુ ના એકબીજા સાથે ની છેલ્લી વાત યાદ કરું છું. ડિવિર્સ પછી હું ગુસ્સા માં અને કેસ પૂરો થઈ જાવા ના ઘમન્ડ માં હતો. અને એ પણ એટલી જ ગુસ્સા માં હતી અને બોલી " મારા જીવની મોટી ભૂલ હતો તું. મારા મા બાપ હતા નહિ અને મામાં અને મામી હતા અને એ જ મારો પરિવાર હતો તારા લીધે આજે એ પણ મારી સાથે નથી. તારી પાસે અત્યારે બધું છે અને બધા છે. જ્યારે મારે તો રસ્તો ખૂટી પડ્યો છે... " હું ગુસ્સા થઇ બોલું છું કે આમાં જવાબદાર કોણ? અને ફરી એ બોલે છે " જવાબદાર કોણ? આ પ્રશ્ન તું પૂછે છે? આઈ હેટ યુ. તારા લીધે મારી પાસે પરિવાર શબ્દ બોલવા માટે પણ કોઈ નથી. હું તને જીવનભર નફરત કરતી રહીશ." 
અને એ ચાલી નીકળે છે. એ દિવસે આંસુ એની આંખ માં પણ હતા અને મારી આંખ માં પણ. બસ પછી મેં એને મળવા નો પ્રયત્ન નથી કર્યો. હિંમત જ ના થઈ. હેટ યુ તો એને કોર્ટ માં જવાના પેહલા પણ ક્યારેય નથી કિધેલું. બસ એ દિવસે કીધું. અને હું ક્યાંક ખુદ ને દોષી માનું છું કે. મારી સાથે પ્રેમ લગ્ન ના લીધે એને એના પરિવારે સ્વીકારી નહીં. મારી પાસે છે બધો પરિવાર પણ એ એકલી હતી.... અને સાચું કહું તો એની આંખો માં ગુસ્સો જોઈ શકું છું મારી માટે નો. પણ નફરત ને ઘૃણા જોઈ નથી શકતો. ખબર નઈ કેમ.ગયા

પણ એક વાત તો સાચી કે હું એની સાથે રહેવા નથી માંગતો। અને હું મારા કામ પર લાગી જાઉં છું. સોહેલ માને એવો ક્યાં છે એને અમારું નામ લખાવી દીધું અને હવે અમે બંને જી રહ્યા છીએ. રાત ની ટ્રેન છે અને અમે બધા સ્ટેશન પર મળીએ છીએ બધા જૂની વાતો અને કોલેજ ના દિવસો માં ખોવાઈ જાય છે. સાચે એ સોનેરી દિવસો હતા અમારા જીવન ના. કદાચ હવે એ દિવસો ની યાદો જ બાકી છે બાકી તો જવાબદારી અને જીવન ચાલ્યા કરે છે. ત્યારે તો કોઈ પણ જાત ની પરવાહ કાર્ય વગર પોતાનું જીવન જીવવાનો જે ઉત્સાહ હતો એ તો કૈક અનેરો જ હતો. હું જુના મિત્રો સાથે વાતો માં ખોવાઈ જાવ છું બધા પોતાના જીવની વાતો કરે છે પણ કોઈ અનિતા નું નામ મારી સામે નથી લેતું મારા મિત્રો દુઃખી કરવા નથી માંગતા મને। અને બાકી તો 100 ટકા ખબર છે કે સોહેલે બધા ને વોર્નિંગ આપી જ દીધી હશે કે કોઈ એ અનિતા નું નામ ન લેવું। સાચે ખરેખર મિત્રો તમારું ધ્યાન ઘણું સારું રાખે।

મારી નજરો શોધે છે પણ એ નથી દેખાતી। તો શું એ નહિ આવી હોય? કદાચ એને ખબર હશે કે હું આવાનો છું એટલે નહિ આવી હોય અમારું મિત્ર વર્તુળ તો સમાન જ છે એટલે એને ખબર પડી ગઈ હશે. હજુ પણ મારો ચેહરો જોવા નથી માંગતી ! હું પણ નથી માંગતો સારું થયું જે ના આવી નહિ તો આ 2 દિવસ પણ ત્રાસ થઇ જાય. ટ્રેન આવે છે અને અમે બધા બેસીએ છીએ.અને જયારે બધા પોતાનો સમાન મુકવા માં વ્યસ્ત હોય છે ત્યારે એ આવે છે. આજે પણ પોતાનો સામાન નથી સાંભળી શકતી છતાં ખોટા પ્રયત્ન કરે છે. શું હું મદદ કરું? 
બધા પોતાની જગ્યા પર બેસી જાય છે વાતો ચાલે છે પણ 12 વાગતા બધા સુવાની તૈયારી કરે છે કેમ કે કાલે બરફ માં ચાલવાનું ને પહાડ પર ચડવાનું છે કાલ માટે એનર્જી ની જરૂર છે. અને હું સુવાનો પ્રયત્ન કરું છું. હું હજી એને ભૂલી નથી શક્યો। ના માફ કરી શક્યો છું. પણ એ સોરી કહી દે તો કદાચ બધું ઠીક થઇ શકે છે. એ પણ ક્યાં વધી છે આગળ જીવન માં. કદાચ એને એના ભૂલ નો અફસોસ થયો હશે પણ સ્વીકારવાની હિંમત નહિ હોય. કાલે તો વાત કરીશ શું ખબર બધું ઠીક થઇ જાય.

મારી મોટી ભૂલ થઇ ગઈ કે મેં એવું વિચાર્યું કે એ બદલાઈ હશે કે એને એની ભૂલ સમજાઈ હશે ના એને કઈ સમજાયું નથી હજી પણ એ જ અહન્કાર છે. 
અમે જયારે ચાલી રહ્યા હતા ત્યારે 
અથર્વ: તો કેમ છે?
અનિતા: જાણી ને તને ક્યાં ફર્ક પડવાનો છે 
અથર્વ: હજી ગુસ્સે છે? તને નથી લાગતું આપણે બંને હજી જીવન માં ત્યાં જ અટકેલા છીએ. આપડે આગળ નથી વધી શક્યા। પણ સાચું કહું તો હું તારા સિવાય કોઈ ને પણ મારા જીવન માં એ સ્થાન નથી આપી શક્યો। ના તને ભૂલી શક્યો છું. કદાચ આપણી નાદાની હતી અને આપણે વાતો કરી ન સમજી ને વાત ને સોલ્વ ના કરી શક્યા અને સીધો નિર્ણય જ લઇ લીધો કદાચ પ્રયત્ન પણ ના કર્યો। તને નથી લાગતું આપણે શરુ થી શરૂઆત કરવી જોઈએ 
અનિતા: સાચે? તને પણ લાગે છે ?
અથર્વ: મતલબ તું પણ એ જ વિચારે છે ને? ચાલ ને બધું એક ખરાબ સ્વપ્ન ની જેમ ભૂલી જઈએ 
અનિતા: પણ એ સેહલું નથી. હા હું આગળ નથી વધી શકી પણ... પણ હજી એ જુના પ્રશ્નો તો ઉભા જ છે. વાંક માટે ની માફી પણ બાકી છે..
અથર્વ: તું સમજી ગઈ મારે તો એ જ ઘણું છે. તારે સોરી કેહવાની જરૂર નથી. 
અનિતા: શું ?!! હું સોરી બોલીશ ? કેમ? જયારે વાંક તારો હોય તો હું કેમ સોરી કહું। મારો મતલબ એમ છે કે હું તને હાજી માફ નથી કરી શકી.
અથર્વ: મારો વાંક ??
અનિતા : તું હજી આ જ છે નથી બદલાયો।.. તારી સાથે વાત નક્કામી છે....

અને એ જતી રહી હું અહીંયા એને માફ કરવા તૈયાર હતો અને ફરી થી શરૂઆત માટે તૈયાર હતો પણ એ હજી પણ એ જ અહંકારી છે. મેં કેમ આમ વિચાર્યું ? અને હું પણ મારા મિત્રો સાથે જોડાઈ જાવ છું. 
થોડીવાર માં અમે બરફ ના તોફાન માં ફસાઈએ છીએ હું ગુસ્સા માં વધારે આગળ ચાલતો હતો એટલે હવે કઈ દેખાતું નથી ખુબ જ જોર થી પવન ફુકાય છે. આગળ નું કઈ દેખાતું નથી અને ચાલતા ચાલતા કઈ દિશા માં જવું શું ખબર અને હું ચલતા ચાલતા એક દિશા માં અજવાળું દેખાય છે ત્યાં જાઉં છું નાના ઘર જેવું લાગે છે. હું દરવાજો ખખડાવું છું અને થોડીવાર માં દરવાજો ખુલે છે. પ્રભુ છે દુનિયા માં, સારા કામ ના ફળ સારા મળે આ બધા વાક્યો આજે મને સાચા લાગે છે. એ સ્ત્રી માં મને ભગવાન નું જ રૂપ દેખાય છે. ઘર ખુબ નાનું હોય છે બેઠકરૂમ અને બીજું રસોડું પણ જયારે જીવ બચાવવા ની વાત આવી જાય ત્યારે આ મહેલ થી ઓછું નથી લાગતું અને થોડી વાર માં દરવાજા પાર અવાજ જ આવે છે હું બેઠક રમ માં બેસું છું ત્યાં તો અનિતા પણ પ્રવેશે છે. ઠંડી માં થીજેલી હતી ધ્રૂજતી હતી મને જોઈ ને ચમકી જાય છે પણ કઈ બોલતી નથી. ત્યાં તો પેલા બેન ગરમ ગરમ ચા લાવે છે અમારા માટે।
અથર્વ: ધન્યવાદ, તમે ના મળ્યા હોટ તો રામ જાણે શું થાત.
બેન: કઈ વાંધો નહિ. મારુ નામ એન્જલા છે। તમને જોઈ ને એવું લાગે છે કે તમે બંને એક બીજા ને ઓળખો છો
અનિતા: હા માત્ર ઓળખાણ છે. સબન્ધ નહિ 
અથર્વ: સાચું કીધું।
એન્જલા: આ મારુ ઘર વર્ષો જૂનું છે અને પેહલા ના લોકો ની માન્યતા હતી કે અહીંયા કોઈ છુટા પડેલા સાચા પ્રેમી આવે તો ફરી મળી જાય છે. અને મને લાગે છે કે તમે...
અથર્વ: શક્ય જ નથી આ બધું।.. મનઘડત વાતો।. 
અનિતા : સાચું હોય તો પણ અમે સાચા પ્રેમી નથી 
અથર્વ: સાચી વાત સાચા પ્રેમી હોટ તો છુટા જ ન પડયા હોત 
એન્જલા: દેખો બાર કૈક વધારે જ તોફાન છે ઘર નાનું છે ખબર નહીં કે તોફાન સામે તાકી રહેશે કે નહિ.. કદાચ તમારા જીવન ની આ છેલ્લી રાત પણ હોય તો મન માં કઈ રાખશો નહિ.. 
અથર્વ: ( મારો ગુસ્સો શાંત થાય છે અને નજર સાચે ભૂતકાળ થી અત્યાર સુધી નું બધું યાદ આવે છે. હું એનું સામે જોવું છું અને એ પણ મારી સામે દેખે છે. હું કઈ બોલું તે પેહલા એ બોલે છે.
અનિતા: જો સાચે જ આ છેલ્લો દિવસ હોય તો મારે કૈક કેહવું છે અથર્વ તને તને ખબર છે મારા માટે ફેમિલી ના નામે મામા અને મામી જ છે મારે। અને એ લોકો મને પ્રેમ પણ ખુબ કરતા હતા પણ થોડા રૂઢિવાદી હતા. અને આપણે કોલેજ ના પ્રેમ માં હતા કોલેજ પુરી થવા આવી અને આપણે લગ્ન નો નિર્ણય લીધો જે તેમને સ્વીકાર્યો નહિ અને કેહવા માં આવ્યું કે પરિવાર કે તારા માંથી કોઈ એક ને સ્વીકાર કરો ને બીજા ને ભૂલી જાવ। અને મેં તને સ્વીકાર્યો। હું ખુદ ને માફ નતી કરી શકી એ વખતે પણ તારા વગર બીજા જોડે જીવન પણ શક્ય ન હતું। અને તારા પણ બધા ખુશી થી રાજી ન હતા માત્ર તારી જીદ સામે જુકી ગયા હતા.
અથર્વ: હા યાદ છે બધું। આજે પણ એ વાત માટે હું ખુદ ને જવાબદાર માંનુ છું. પણ એનું શું? આપણા ઝગડા માટે એ બધું ક્યાં થી આવ્યું ?? પેહલા બધું ઠીક હતું પણ ધીરે ધીરે તું તારા ફોન માં એટલી ખોવાતી ગઈ કે તને આજુ બાજુ થી કઈ ફર્ક જ પડતો બંધ થઇ ગયો. તું રાત દિવસ ફોન માં રહેતી હતી. આપણે બાર નીક્યાં હોઈએ ત્યારે પણ ફોન ફોન.. પછી હું ગુસ્સો કરું તો મારો વાંક ક્યાં? તન એમારા થી વધારે તારા એ મિત્રો હતા..
અનિતા: હા હોય જ ને! કેમ ના હોય કેમ કે જયારે મને તારી જરૂર હતી ત્યારે તું નહિ એ લોકો હતા... લગ્ન પછી તારે તો ઓફિસ નીકળી જવાનું હોય પણ મારે તો ઘર માં દરેક સદસ્ય ના મેણાં સાંભળવાના। કોઈ સીધું વાત ના કરે.. હું ઘણા પ્રયત્ન કરતી પણ બધા નો ગુસ્સ્સો ઓછો થતો જ નહિ. તને તારા પરિવાર થી અલગ મેં કર્યો છે એવું તે માનતા હતા. મારા મામા કે મામી પણ મારી સાથે વાત બંધ કરી દીધી હતી ત્યારે મારે તારી જરૂર હતી.. પણ તું હંમેશા કામ માં જ કે પછી ઓફિસ ની પાર્ટી માં અને છેલ્લે કોઈ ફેમિલી ફંકશન માં... ટાઈમ ક્યાં હતો તારી પાસે? બસ એક જ જવાબ કે બધું ઠીક થઇ જશે તું વધારે નઈ વિચાર।... શું વિચાર બંધ કરવાથી વ્યવહાર બદલાઈ જાય? પછી મેં પણ સોશિયલ મીડિયા નો સહારો લીધો।. ત્યાં મને મારા જેવા ઘણા મળી ગયા અમે જોડે એક બીજા નું દુઃખ સાંભળતા હતા અને ખુશ હતા.. 
અથર્વ: પણ તે પેહલા કે ના કીધું આ બધું?
અનિતા: ટાઈમ હતો?
અથર્વ: પણ મને ખ્યાલ હોત તો હું કૈક કરી શક્યો હોત... સોરી
અનિતા: સોરી તો મારે પણ કેહવું જોઈએ તને સમજાવવા કરતા મેં રસ્તો બદલી નાખ્યો જાણી જોઈ ને ફોન હોય એટલે તને ખબર પડે કે સમય ના મળે ત્યારે કેવું લાગે 
અથર્વ: છતાં હું ના સમજ્યો ને વાત આગળ વધતી ગઈ પછી તો દિવસે દિવસે ઝગડા અને વાતો જ બંધ કરી દીધી 
અનિતા: એના પછી જાટાવાનું શરૂ કીધું।...
અથર્વ: હા યાદ છે મેં તારા માટે કેટલું કર્યું અને કેટલી ગિફ્ટ લાવ્યો ને બધી ગણતરી તને કરાવી દીધી 
અનિતા: હા મેં તને બધી ગણતરી કરાવી હતી. 
અથર્વ: આપણે ગણતરી માં જ રહી ગયા કે કોને કેટલું કર્યું।. મને એમ હતું કે રોજ ના ગિફ્ટ કે વસ્તુ થી હું બધું ઠીક કરી શકું છું 
અનિતા: જે મને વધારે ગુસ્સો અપાવતા હતા. મને સવાર માં સ્માઈલ સાથે નું ગુસ મોર્નિંગ જ કાફી હતું। ઓફિસ થી આવી ને જામી ને શાંતિ થી પૂછવું કે ટેરો દિવસ કેવો ગયો? બસ એ પ્રશ્ન ની જ જરૂર હતી
અથર્વ: જો આપણે આજે બચી ગયા તો મારે સાથે ફરી શરૂઆત કરવી છે. બધું ઠીક કરવું છે. કેમ કે તારા સિવાય બીજું કોઈ નહીં ચાલે મને. હું સોરી કેહવા માંગુ છું બધા માટે ફરી શરૂઆત કરવા માંગુ છું 
અનિતા: હું પણ.... 
સવાર ની રોશની સાથે અમારા જીવન માં પણ નવી શરૂઆત થઇ અમે બંને એકબીજા માટે પરફેક્ટ નથી પણ એ જ તો જીવન છે. બધું પરફેક્ટ ક્યારેય નથી હોતું। જેમ વાર્તા માં હોય છે કે કોઈ પણ મોટા રક્ષક ને કે ડ્રેગન ને તમે હિંમત થી, ભેગા મળી ને અને વિશ્વાસ રાખી ને હરાવી શકો છો. માત્ર થોડા સાચા હ્ર્દય થી પ્રયત્ન કરવાનો હોય છે...