વેલેન્ટાઇન....
Valentine નો સાદો મતલબ પ્રેમ, લાગણી અને હ્રદય ના ધબકાર સાથે જોડાયેલ સૂર..... અને આ સૂર જ્યારે એક જ દિવસે બધા હ્રદય માંથી છેડવામાં આવે ત્યારે આ ધરતી પર કદાચ જન્નત નું નૂર ઉતરતું દેખાઇ જાય......
Valentine – Day….. એક એવો દિવસ જ્યારે રૂદીયા નો પ્રેમ ભાન ભૂલી ને વહેવા લાગે, નદી ના ધસમસતા પ્રવાહ ની જેમ બધા ને એમાં ખેંચે, પોતાના પ્રેમ-નીર થી આસપાસ ના બધા ને ભીંજવે અને જ્યાં પણ પોતાના પ્રિયજન દેખાય ત્યાં ધોધ ની જેમ વરસી ને આખા જગત ને ઘૂઘવી નાખે......
જ્યારે હ્રદય ને કોઈ એવું હ્રદય મળી જાય કે જેને જોઈ ને પોતાને ધબકવાનું ભુલાઈ જાય, જેને મળી ને પોતાનો ધબકાર એ બીજા હ્રદય માં રેડી ને એને વધારે જીવતું કરવાના ઓરતા બંધાય જાય, અને જ્યારે એના પછી પણ એક ક્ષણ પણ એને વિસરી ના શકાય, ત્યારે જે લાગણી ઓ ના ઘોડાપૂર આવે એને વાચા આપવાનો આ દિવસ........
પ્રેમ એ રોગ છે જેમાં મરવા કરતાં મરી પડવાનું મન થાય, જીવવા કરતાં જીવી જાણવાનું મન થાય, લેવા કરતાં લઈ આપવાનું, મેળવવા કરતાં પામવાનું તથા હસવા કરતાં હાસ્ય સંભાળવાનું મન થાય, રુદીયા માં લોહી ને બદલે વીજળી નો કરંટ દોડવા લાગે, દુનિયા આખી ના રસ્તા એક જ વ્યક્તિ પાસે ભેગા થવા લાગે, બધા ચહેરાઓ, બધા ની વાતો, બધા પુષ્પોમાં જોઈ એ જ યાદ આવે… અને આવા રોગી ને ક્યારેય સજા થવાનું મન જ ના થાય......
પ્રેમ એ એવું ઔષધ છે જે હ્રદય ના ઘા ભરે છે. વ્યક્તિ ના વ્યક્તિત્વ ને વધારે નિખાર આપે છે. જ્યારે ચાલતા ચાલતા ઠોકર વાગે અને ચીસ બીજું કોઈ પાડે, જ્યારે બધી વાત માં એ જ વ્યક્તિ નું નામ આવે, જ્યારે હાથ હમેશાં એનો હાથ પકડવા તલપાપડ રહે, આંખો એની સામે જ મંડાઇ રહે, કાન એનો રણકતો અવાજ સાંભળવા તરસતા રહે, કોઈ એનું નામ લે અને હોઠ એની જાતે જ પ્રસરવા લાગે, મનડું તો જાણે મનવગડા માં ઉજાણી કરવા લાગે, એકલતા માં પણ જાણે ઉત્સવ જેવી ખુશી મળે, નામ માત્ર લેવાથી જાણે આપણું મનપસંદ ગીત વાગતું હોય એવી લાગણી થાય ત્યારે એ પ્રેમ ને જતાવવા આ દિવસ જાણે આખા વર્ષ નો નિચોડ હોય છે.
આવા પ્રેમ ને એકલા આપણાં હ્રદય માં ભરવાથી હ્રદય દબાય છે, ઠસકાય છે, મુંજાય પણ છે. પણ આ દિવસે હ્રદય ને હળવું કરવા, પ્રેમ ધારાઓ ને એના દરિયા સુધી પહોચાડવા, પોતાની લાગણીઓ ને બીજા ના હ્રદય માં કૉપી કરવા માટે જે પણ રીતે બને – આંખો થી એને જોઈ ને, કાન થી એને સાંભળી ને, મુખે થી બોલી ને, સુગંધ શ્વાસો માં ભરી ને, હસ્ત-અંગડાઇ માં એને જકડીને – નેહ નીતરતા ભાવ થી એને મન ની વાત સમજાવી સકાય, તો આ દિવસે એક અનોખી ઘટના બને. એક હ્રદય-ભાવ ની કૉપી થઈ ને બે બને, અને બે હ્રદય ભેગા થઈ ને એક બની જાય.... એક જ સરખો પ્રેમ બે હ્રદય માંથી છલકવા માંડે અને જીવન માં ખુશીઓ ની ધોધમાર થઈ જાય. હ્રદય થી હ્રદય નું મિલન એક નવી જ દુનિયા નું સર્જન કરે જેમાં બે શરીર માં એક આત્મા નો નિવાસ હોય, જેમાં બધા દુઃખો અને તકલીફો થી પાર પાડવાની ક્ષમતા હોય, જેમાં બીજી અંધાર દુનિયા માં ઉજાસ પ્રસરાવવાની શક્તિ હોય.
પ્રેમ થી છલકતા બે હ્રદય જે રીતે એક બને એ જ રીતે આખી દુનિયા, બધા ભાવો પ્રેમ માં એકાકાર થઈ જાય એ દિવસ એટલે Valentine Day….
મન થી મન ના તાંતણા બંધાયા,
પ્રેમ થી જોડાયો પ્રેમ,
સૃષ્ટિ આખી ને ફાગણ આવ્યો,
મહોર્યા તન-મન એમ...
રસધર આ રૂદીયા ની ફૂટી,
આવી અવની પર એમ,
નભ માંથી જાણે અમી વર્ષે,
અને મોર નાચે છે જેમ....
હેપી વેલેન્ટાઈન્સ ડે......