Bewafa - 3 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બેવફા - 3

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 3

બેવફા

આનંદ એ થ્રી સ્ટાર હોલના બાર રૂમમાં બેઠો હતો. તેની સામે વ્હીસ્કીનો ગ્લાસ પડ્યો હતો.

તે ખૂબ જ વ્યાકુળ દેખાતો હતો.

રાત્રે આશાનું અભૂતપૂર્વ સૌંદર્ય જોયા પછી જ તેની આવી હાલત થઈ હતી. રહી રહીને તે પોતાના ભાવિ સસરા લખપતિદાસને ભાંડતો હતો... તેના નસીબની ઈર્ષ્યા કરતો હતો.

એના કલ્પનાચક્ષુઓ સમક્ષ આશાનો નિર્વસ્ત્ર દેહ તરવરતો હતો. આ વિચાર કેમેય કરીને તેના દિમાગમાંથી નહોતો નીકળતો.

ખૂબસૂરત અને સુંદર સ્ત્રીઓ તેની મોટામાં મોટી કમજોરી હતી. એનો પિતા કાશીનાથ રેસનો શોખીન હતો તો એ પોતે સુંદરતાનો રસિયો હતો.

પરંતુ હાલ કાશીનાથે તેને આ બાબતમાં સાવચેત રહેવાની કડક સૂચના આપી હતી. એણે આપેલી સૂચના તેનાં કાનમાં ગુંજતી હતી.

જો દિકરા, આજના જમાનામાં જો સૌથી વધુ કીમતી ચીજ હોય તો એ છે પૈસા! તારી પાસે પૈસા હશે તો તું દુનિયાભરની સુખ સમૃદ્ધિ ખરીદી શકીશ. એથી વિપરિત જો તારી આર્થિક હાલત ખરાબ હશે તો એક ટાઈમ ભોજન મેળવવા માટે પણ તારે ફાંફા મારવા પડશે. પૈસો છે તો બધું જ છે. અત્યારે આપણે એવા દારૂગોળા પર બેઠા છીએ કે જેમાં કોઈપણ ઘડીએ વિસ્ફોટ થઈ શકે તેમ છે. મારી વાતનો અર્થ તું સમજે છે ને? હું આપણી આર્થિક હાલત વિશે કહું છું. જો સાધના સાથે તારા લગ્ન નહીં થાય તો આપણું દેવાળું નીકળી જશે. અને પછી કોઈ મામૂલી છોકરી પણ તારો હાથ પકડવા માટે તૈયાર નહીં થાય. આપણી હાલત રસ્તે રઝળતા ભિખારી જેવી થઈ જશે. માટે આપણા અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને તારી ટેવ પર કાબૂ રાખજે. જ્યાં સુધી લખપતિદાસની મિલકત આપણા કબજામાં ન આવી જાય ત્યાં સુધી તારે તારા મન અને દિમાગ પર કાબૂ રાખવાનો છે. મિલકત હાથમાં આવી ગયા પછી તું મન ફાવે તેમ કરજે. મારો સંકેત તારી કઈ ટેવ તરફ છે, એ તો તું સમજી જ ગયો હોઈશ. સુંદર સ્ત્રીઓ એટલે કે સેક્સ તારી મોટામાં મોટી કમજોરી છે એ હું જાણું છું. થોડા વખત સુધી તારી જાતને આ ટેવથી અળગી જ રાખજે. એમાં જ તારું હિત છે... આપણા બંનેનું હિત છે.

આનંદ પોતે પણ પોતાના પિતાની સલાહનો મલ કરવા માંગતો હતો. પરંતુ આશાના અનુપમ સૌંદર્યે તેને ગાંડો કરી મૂક્યો હતો. આશાની ઝરણાં જેવી આમંત્રમ આપતી આંખો તેના મનમાં મીઠી ધ્રુજારી ઉત્પન્ન કરતી હતી. ઈચ્છા હોવા છતાંય પણ તે આશાને નહોતો ભૂલી શકતો.

હાલ તુરત પોતાની શારીરિક ભૂખ સંતોષાઈ જાય અને કોઈને ય તેની ખબર પણ ન પડે એવી કોઈક તરકીબ આનંદ વિચારતો હતો.

બપોરના બાર વાગ્યા હતા.

અત્યાર સુધીમાં તે ત્રણ પેગ ગટગટાવી ચૂક્યો હતો.

શરાબના સેવનથી તેની વાસના વધુ ભડકી ઊઠી હતી.

છેવટે મનોમન કંઈક નક્કી કરીને એણે ગ્લાસ ખાલી કરી નાખ્યો. પછી કાઉન્ટર પર જઈ, બીજા ચુકવીને એક ફોન કરવાની મંજૂરી લીધી.

ત્યારબાદ એણે એક નંબર મેળવ્યો.

‘હલ્લો...’સામે છેડેથી કોઈક સ્ત્રીનો અવાજ તેના કાને અથડાયો.

‘કોણ ચમેલી....? હું આનંદ તેજા બોલું છું.’

‘અરે.... તમે તો અમને સાવ ભૂલી જ ગયા લાગો છો સાહેબઅરે.... તમે તો અમને સાવ ભૂલી જ ગયા લાગો છો સાહેબ!’

‘ના... એવું કંઈ નથી. તમને વળી હું કેવી રીતે ભૂલી જઉં? તમારા વગર મારો છૂટકો જ નથી.’

‘ફરમાવો સાહેબ! કોને મોકલું?’

‘ચાંદનીને જ મોકલ...!’

‘એક બીજી પણ નવી...’

‘ના.. ચાંદનીને જ મોકલ...’

‘ભલે... ક્યારે મોકલું?’

‘આજે... અત્યારે જ!’

‘શું ટી.આર. કોલોનીવાળી હોટલે જ મોકલું?’

‘ના... વૃંદાવન લોજમાં... સમજી ગઈ ને?’

‘હા... દસ પંદર મિનિટમાં જ ચાંદની ત્યાં પહોંચી જશે.’

રિસિવર મકીને આનંદે રાહતનો શ્વાસ લીધો.

ત્યાંથી નીકળીને તે સીધો વૃંદાવન લોજ પર પહોંચ્યો. એણે લોજના કાઉન્ટર કલાર્કને સો રૂપિયાની એક નોટ આપી. કલાર્કે તેને સલામ ભરીને રૂમ નંબર જણાવી દીધો.

‘શું મોકલું સાહેબ?’એણે પૂછયું.

‘બીયરની એક બોટલ અને તળેલાં કાજુ...!’આનંદે જવાબ આપ્યો.

કલાર્કે સહમતિ સૂચક ઢબે માથુ હલાવ્યું.

આનંદ કલાર્કે જણાવેલી રૂમમાં પહોંચી ગયો. ત્યાં ચાંદની હાજર હતી.

બે કલાક પછી તે પોતાની કારમાં બેસીને રવાના થયો ત્યારે તેના ચહેરા પર સંતોષના હાવભાવ છવાયેલા હતા.

ત્યાર બાદ સાધનાને ફોન કરવાના હેતુથી એણે રેલવે સ્ટેશન પાસે કાર ઊભી રાખી. પછી નીચે ઊતરી, સ્ટેશનની બહાર પબ્લિક બૂથમાં દાખલ થઈને સાધનાનો નંબર મેળવ્યો તો તેને જાણવા મળ્યું કે એ ખરીદી માટે બહાર ગઈ છે. રિસિવરને હૂક પર ટાંગીને તે બહાર નીકળ્યો. પછી સહસા તે એકદમ ચમકી ગયો. એણે જાણે કે પોતાની આંખો પર ભરોસો નહોત બેસતો. પૂરણ કે જેની સાથે તેના પિતાએ આશાના ખૂનનો સોદો કર્યો હતો, તે સ્ટેશનના કંપાઉન્ડમાં દાખલ થઈ ને ઝડપભેર પ્લેટફોર્મ તરફ ચાલ્યો જતો હતો.

આનંદે તરત જ સાવચેતીથી તેનો પીછો શરૂ કરી દીધો. અડધા કલાક પછી તે પાછો ફર્યો ત્યારે તેના ચહેરા પર મુંઝવણના હાવભાવ છવાઈ ગયા હતો. પૂરણ નામનો ખૂની તેની નજર સામે જ રાજધાની એક્સપ્રેસમાં બેસીને દિલ્હી જવા માટે રવાના થઈ ગયો હતો. અર્થાત્ તે વિશળગઢમાંથી રફૂચક્કર થઈ ગયો હતો. પોતાના પિતા કાશીનાથ કોઈ કામ વગરવિચાર્યું નહોતા કરતા એ વાત તે જાણતો હતો. એણે અન્ય સલાહોની સાથે તેને દિવસના સમયે શરાબ પીવાની પણ મનાઈ કરી હતી.

કંઈક વિચારીને એ ફરીથી બૂથમાં દાખલ થઈ ગયો.

આ વખતે તે પોતાના બાપનો એટલે કે કાશીનાથનો નંબર મેળવતો હતો.

લખપતિદાસે આશાને પોતાના બાહુપાશમાં જકડીને તેના કપાળ પર હોઠ મૂકી દીધા પછી કહ્યું :

‘જો આશા... સાધના હજુ નાની છે. તે આપણાથી નારાજ છે એ વાત આપણે બંને જાણીએ છીએ. તું એને સંભાળી લઈશ તેની મને પૂરી ખાતરી છે.’

‘આપ કશીયે ફિકર કરશો નહીં.’આશા લખપતિદાસનો હાથ પકડતાં બોલી, ‘જથી આ ઘર મારું પોતાનું જ છે. આ ઘરને આબાદ રાખવા માટે હું મારો જીવ આપતા પણ નહીં અચકાઉ! સાધના આપણી પુત્રી છે. આપણે તેનું નહીં રાખીએ તો બીજું કોણ રાખશે?’

‘તું ખૂબ જ સમજદાર છો આશાતું ખૂબ જ સમજદાર છો આશાō મેં તારી પાસેથી આવા જ જવાબની આશા રાખી હતી. તું ક્યારેય મને ફરિયાદ કરવાની તક નહીં આપે. આજે આપણી સુહાગ રાતે હું તારા માટે એક નાનકડી ભેટ લાવ્યો છું. આ ભેટ હું તને આપણી પહેલી મુલાકાત વખતે જ આપવાનો હતો. પરંતુ તેને માટે એ પ્રકારના વાતાવરણ તથા એકાંતની પણ જરૂર હોય છે.’કહીને લખપતિદાસે પોતાના ઝભ્ભનાં ગજવામાંથી એક નાનકડી ડબ્બી બહાર કાઢી.

આશાની નજર એના હાથમાં જકડાયેલી ડબ્બી પર સ્થિર થઈ ગઈ.

લખપતિદાસે સાવચેતીથી ડબ્બીનું ઢાંકણ ઉઘાડ્યું. અંદર બ્લ્યૂ રંગના મખમલ વચ્ચે એક વીંટી ચમકતી હતી. વીંટીમાં એક મોટો હીરો જડાયેલો હતો. જેની ચમક જોઈને આશાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ખરેખર એ હીરો ખૂબ જ કીમતી હતો. એમાંથી નીકળતો લખળકાટ પ્રકાશ છેક છત સુધી પહોંચતો હતો.

‘આ હીરો મેં ખાસ તારે માટે જ સુરતથી મંગાવ્યો છે.’લખપતિદાસે કહ્યું, ‘આ હીરાની કંમત છ લાખ રૂપિયાની છે.’

‘છ લાખ...!’આશાનાં મોમાંથી આશ્ચર્યોદ્ગારસરી પડ્યો.

‘હા... કેમ? વધારે છે? આ હીરાની ચમક મને ખૂબ જ ગમી ગઈ હતી. પરંતુ અત્યારે તારી પાસે એની ચમક મને ફીકી લાગે છે.’

પોતાના વખાણ સાંભળીને આશાના ચહેરા પર સ્મિત ફરકી ગયું. પોતે પણ આ હીરાથી કમ નથી. એ વાત તે જાણતી હતી. તે એક એવો હીરો હતી કે જેણે વિશાળગઢનાં પ્રતિષ્ઠિત શેઠની માત્ર આંખોને જ નહીં, અક્કલને પણ કુંઠિત કરી નાખઈ હતી. આશા બચપણથી જ ગરીબીમાં ઉછરી હતી. દરેક જાતના સુખથી વંચિત રહેવું પડ્યું હતું. એની કાકી તેના પર અસહ્ય જુલમ કરતી હતી. પરંતુ જો તેના કાકા સજ્જન માણસ ન હોત ત તે ક્યારે ય હાયર સેકન્ડરી સુધી અભ્યાસ ન કરી શકત. હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કર્યા પછી આશાએ જમાનો જોયો હતો. ચારે તરફ પૈસાની જ પૂજા થતી હતી. પૈસાદારોની જ બોલબાલ થતી હતી. પોતે સુંદર છે... હીરો છે એ વાત તે જાણતી જ હતી. પરંતુ હીરાની કિંમત ઝવેરી બજારના આલિશાન શો રૂમમાં જ થાય છે, શાક મારકેટમાં કોઈ જ તેની કંમત પારખી શકતું નથી. તેની એક બહેનપણી હતી સરલા...! સરલા પણ તેની જેમ જ સુંદર હતી. યુવાનીની પરીક્ષા હતી. એ સરળા યારે તેના લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા પછી એને મળી ત્યારે આશાની આંખો નર્યા-નિતર્યા અચરજથી ફાટી પડી હતી. સરળાના બંને ગાલમાં ખાડા પડી ગયા હતા. એનું શરીર સાવ સૂકાઈ ગયું હતું. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. તેનું રૂપ એકદમ કરમાઈ ગયું હતું. ગરીબીએ ત્રણ વર્ષમાં જ તેને કદરૂપી બનાવી નાખી હતી. આવું જ ગરીબીમાં જીવતા અન્ય લોકો સાથે થતું હતું. એનો પ્રેમી હતો કિશોર! બંન એકબીજાને ચાહતા હતા. પણ કિશોર તેની એકે ય ઈચ્છા પૂરી નહોતો કરી શક્યો. એ તેને બે ટાઈમ ભોજન સિવાય બીજું કંઈ જ આપી શકે તેમ નહોતો.

આશાને આવી જિંદગી પ્રત્યે સખત ચીડ હતી. પોતે પોતાની હાલત સરલા જેવી નહીં થવા દે એવું એણે દૃઢ રીતે મનોમન નક્કી કરી લીધું હતું.

લખપતિદાસ સાથે એની સૌથી પહેલી મુલાકાત તેના શો રૂમમાં જ થઈ હતી. એ વખતે તે પોતાના કાકાના કહેવાથી ‘નૂર મહેલ’માં પોતાને માટે સાડી લેવા માટે ગઈ હતી. લખપતિદાસની આંખોમાં પોતાના પ્રત્યે પ્રેમ જોઈને આશાની આંખોમાં ચમક પથરાઈ ગઈ હતી. તેનાં કલ્પનાચક્ષુ સક્ષ બંગલો, કાર, નોકર-ચાકર અને ફિલ્મોમાં જોવા મળતા વિશાળ શોરૂમ તરવરી ઊઠ્યા હતા. એણે મનોમન આ બધું મેળવવાનું નક્કી કર્યું. એ લખપતિદાસના વૈભવને ચાહવા લાગી હતી. તે એને સીધી જ તેની કેબિનમાં જઈને મળતી હતી. અને છેવટે લખપતિદાસ તેનો મોહપાશમાં જકડાઈ ગયો. તે આશાને પોતાની બનાવવા માંગતો હતો. આશા એક શરતે જ તેને પોતાનું યૌવન સોંપવા માટે તૈયાર થઈ હતી. અને એ શરત હતી. પતિ-પત્નીનો સંબંધ...!

અને આજે...?

આજે આશાનું સપનું સાકાર થઈ ગયું હતું. તે ઝૂંપડપટ્ટીની ગંદકીભરી ગલીઓમાંથી છૂટકારો મેળવીને ફૂલોથી મહેંકતા બગીચાવાળા બંગલામાં પહોંચી ગઈ હતી.

એની સામે બેઠેલો લખપતિદાસ તેના ચહેરા સામે તાકી રહ્યો હતો.

આશાની સામે હીરાજડિત વીંટી હતી કે જેની કંમત 6 લાખ રૂપિયા હતી.

એણે પોતાનું નસીબ પોતાના હાથેથી જ ઘડ્યું હતું. તે પોતાના નસીબ પર ગર્વ અનુભવતી હતી.

‘તારો હાથ લંબાવ આશા...’

લખપતિદાસના અવાજથી તેની વિચારધારા તૂટી. એણે તેના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. લખપતિદાસે ડબ્બીમાંથી વીંટી કાઢીને, તેની આંગળીમાં પહેરાવીને તેનો હાથ ચૂમી લીધો.

હીરાની ચમક આશાની આંખોમાં પથરાઈ ગઈ. એના આનંદનો પાર ન રહ્યો. એણે પોતાનુ શરીર ઢીલું મૂકી દીધું.

લખપતિદાસના ધબકારા એકદમ વધી ગયા. એણે હાથ લંબાવીને બત્તી બૂઝાવી નાખી.

રૂમનોસમુદ્ર વહેતો રહ્યો. લખપતિદાસ એ દરિયામાં ડૂબકી મારવા માટે તરફડી ઊઠ્યો. પણ એની વૃદ્ધાવસ્થા તેને સાથ નહોતી આપતી.

અને એ પ્રયાસમાં જ રાત વીતી ગઈ.

આમ ને આમ ચાર દિવસ પસાર થઈ ગયા.

આશાની નજર પોતાની બાજુમાં નસકોરાં ગજાવતા. લખપતિદાસ પર સ્થિર થયેલી હતી. તેની લાલઘુમ આંખોમાં વાસનાની ચમક પથરાયેલી હતી. લખપતિદાસ પહેલી રાત પછી શરાબ પીને આવતો હતો. પરંતુ શરાબના નશામાં પણ તે આશાને શારીરિક સંતોષ નહોતો આપી શકતો. થાકી-હારીને તે સૂઈ ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી આશા પાસે તેની હાલત પાંજરામાં પૂરાયેલા ઉંદર જેવી હતી. તે આશા સાથે નજર નહોતો મેળવી શકતો. તેનો શ્વાસ ગુંગળાતો હતો. તે આશાના પલંગ સુધી પહોંચતા જ પરસેવે રેબઝેબ થઈ જતો હતો. પોતાની નજરમાં જ તે હલકો પડી ગયો હતો. આશા સાથે લગ્ન કરીને પોતે બહુ મોટી ભૂલ કરી નાખી છે એવું તેને લાગતું હતું. અલબત્ત, આશા સામે તેને કોઇ ફરિયાદ નહોતી. આશા જ્યારે કઠોર નજરે તેની સામે જોતી, ત્યારે એ પોતાની જાતને વૃદ્ધ થઇ ગયેલો અનુભવતો હતો.

આશા તેનું દરેક રીતે ધ્યાન રાખતી હતી. પત્ની તરીકેની બધી જ ફરજ એણે બજાવી હતી. તે સાધનાની નારજગી દૂર કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતી હતી. તે એની સાથે મા નહીં, પણ બહેનપણી હોય એવું જ વર્તન કરતી હતી.

જો કે સાધનાની આંખોમાં હજુ પણ આશા પ્રત્યે નફરત છવાયેલી રહેતી હતી. પરંતુ તે નાસ્તામાં, બપોરે અને રાત્રે ભોજન વખતે તેને જરૂર સાથ આપતી હતી. સાધનાનું બદલાતું વર્તન આશાજનક હતું. આશા આશ્ચર્યજનક રીતે તેના વર્તનને બદલતી જતી હતી. સાધના પ્રત્યેની લખપતિદાસની ચિંતા ઓછી થવા લાગી હતી. પરંતુ તે પોતાની નજરમાં જ હલકો પડતો જતો હતો. પોતે આશાની યુવાનીને કેદ કરી લીધી છે. તથા તેને અન્યાય કરે છે એવું તેને લાગતું હતું. રાતના અંધકારમાં જ્યાં અગાઉ તે રંગીન સપનાઓ જોતો હતો તયાં હવે તેને પોતાની જાત પ્રત્યે નફરત અને પશ્ચાત્તાપની આંધી દેખાતી હતી. આશાના ધૂધવાતા યૌવન સામે એ પોતાની જાતને તણખલું અનુભવતો હતો. આશાના યૌવન પર તે કાબૂ નહોતો મેળવી શકતો. વૃદ્ધાવસ્થાનો થાક તેને આડો આવતો હતો. એ નિરાશ થઇને સૂઇ જતો હતો.

અને આશા વાસનાની આગમાં સળગતી રહેતી હતી. એનું સળગતું યૌવન તેના આત્માને પણ સળગાવી નાખતું હતું. એની આંખો લાલઘુમ બની જતી. તે દાંત કચકચાવીને રહી જતી.

અત્યારે એની આંખોમાં ઊંઘતુ નામોનિશાન નહોતું. તે પાણી વગરની માછલીની જેમ તરફડતી હતી. પૈસાની ચમકમાં પોતે ભૂલ કરી બેઠી છે એવું હવે તેને લાગતું હતું. યુવાન સ્ત્રીને યુવાન પુરુષની જ જરૂર પડે છે એ વાત તે ભૂલી ગઇ હતી.

યુવાનીને ઘડપણના સહારે ધનના ઢગલા પર વીતાવી શકાતી નથી. આજે તે બંગલાની માલિક હતી. વિદેશી કારમાં નોકરો સાથે ફરતી હતી. તેની પાસે સોનું-ચાંદી, ઝર-ઝવેરાત અને એક પ્રતિષ્ઠિત તથા પૈસાદાર માણસની પત્ની હોવાનો રૂઆબ હતો.

પરંતુ એ બધું હવે હલકું પડી ગયું હતું. યૌવનમાં ભૌતિક સુખનાં આ બધાં સાધનોને તોડી નાખ્યાં હતા. તેને માત્ર યુવાન પુરુષની જ જરૂર હતી.

એની સામે કિશોરનો ચહેરો તરવરી ઊઠ્યો. ગરીબ કિશોર...! કે જેની પાસે લખપતિદાસની જેમ પૈસા નહોતા...બંગલો નહોતો...ગાડી નહોતી...! અલબત્ત, યુવાની જરૂર હતી !

કોણ જાણે શું વિચારીને આશાએ કિશોરનો વિચાર મગજમાંથી કાઢીને ફેંકી દીધો.યુવાન છે તો શું થયું ? છે તો કડકો જ ને...?

એણે પોતાની બાજુમાં નસકોરાં ગજાવતા લખપતિદાસ સામે જોયું. લખપતિદાસ સાથે બાકીનું જીવન પસાર કરવાની કલ્પના માત્રથી જ તે ધ્રુજી ઊઠી.

‘ના...’એ સ્વગત બબડી, ‘હું આ રીતે જિંદગી પસાર કરી શકું તેમ નથી. હું મારા યૌવનના ભાર હેઠળ કચડાઈને મરવા નથી માગતી.’

અચાનક પલંગ પરથી નીચે ઊતરીને એણે દીવાલ પર લટકતી ઘડિયાળમાં સમય જોયો. રાતના સાડા બાર વાગ્યા હતા. એણે સ્લીપર પહેર્યા. એણે આછા ગુલાબી રંગનો ગાઉન પહેર્યા હતો. પછી આગળ વથી, ડ્રેસિંગ ટેબલ પાસે પહોંચીને તે અરીસામાં પોતાની જાતનું નિરીક્ષણ કરવા લાગી.

થોડી પળો બાદ દબાતે પગલે આગળ વધી, ધીમેથી બારણું ઉઘાડીને તે બહાર નીકળી. પછી ચૂપચાપ બંગલાની ર્લોનમાં પહોંચીને આંટા મારવા લાગી.

વાતાવરણમાં ચુપકીદી છવાયેલી હતી. પાછળના ભાગમાં આવેલા નોકરોના ક્વાર્ટરો પણ શાંત હતા. સહસા બંગલાનો ડોબરમેન જાતિનો ખૂંખાર કૂતરો કે જે રાતના સમયે છૂટો જ રહેતો હતો, તે આવીને તેના પગ ચાટવા લાગ્યો.

આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલાં હતાં. બેચેનીથી આંટા મારતી આશા વિચારતી જતી હતી. પોતાને સહારાની જરૂર હતી...એવો સહારો કે જે પોતાની જરૂરીયાત પણ પૂરી કરી દે અને કોઇને શંકા પણ ન આવે.

તેને પોતાના પગ ચાટતા કૂતરા જેવા જ કોઇક સહારાની જરૂર હતી. કે જે બીજાઓ સામે ભસતો હતો પણ પોતનાઓ સામે નહીં ! પછીએ ‘પોતાનો’ભલે પોતાનાજ ઘરમાં ચોરી કરતો હોય !

અચાનક જ આવો એક માણસ તેને યાદ આવ્યો. એ માણસના ચ્હેરા પર એણે પોતાના પ્રત્યે આકર્ષણ જોયું હતું અને એ આકર્ષણમાં તેની નબળાઇ પારખી હતી. એવી નબળાઇ કે જેને તે વધુ નબળી બનાવીને તળીયાં ચાટતો કૂતરો બનાવી શકે તેમ હતી. એની આંખોમાં વિચિત્ર હાવભાવ છવાઇ ગયા.

પછી સહસા તેની નજર ચોકીદારની કેબિન પર પડી. ત્યાં ચોકીદાર બંગલાના મુખ્ય ફાટક પાસે આંટા મારતો હતો. આંટા મારતાં મારતાં પણ તે ર્લોનમાં ઊભેલી આશા સામે જ જોતો હતો. આશાના ચ્હેરા પર સ્મિત ફરકી ગયું.

ત્યારબાદ તે દબાતે પગલે ડ્રોંઇગરૂમ તરફ આગળ વધી. સાધનાના રૂમ પાસે એકાદ પળ થોભીને તે ડ્રોંઇગરૂમમાં પહોંચી ગઇ.

ટેબલ પર પડેલી ડાયરીમાંથી એક નંબર જોઇ ટેલિફોનનું રિસિવર ઊંચકીને તે નંબર મેળવવા લાગી.

આનંદની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. પલંગ પર પડ્યો પડ્યો તે એકીટશે છત સામે તાકી રહ્યો હતો. એની બાજુમાં જ એક અંગ્રેજી સેક્સી કમ થ્રીલર નવલકથા પડી હતી. જે વાંચતા વાંચતા જ તે હાંફવા લાગ્યો હતો. વાંચકો હાંફી જાય એવું લખાણ તેમાં લખ્યું હતું. આનંદનો બાપ ખૂબ જ અઠંગ ને ઉસ્તાદ હતો. પરંતુ તેમ છતાંય આનંદનું સામાજીક જીવન સુધારવામાં તેને સફળતા મળી હતી. છેવટે તેની સગાઇ લખપતિદાસની પુત્રી સાધના સાથે થઇ ગઇ હતી. ભલે લખપતિદાસે ઘરડે ઘડપણ બીજાં લગ્ન કરીને બદનામી વહોરી લીધી. પરંતુ તેમ છતાંય આનંદનું હલકું ચરિત્ર તે જોઇ શકે તેમ નહોતો. કોઇ ર્કોલગર્લ સાથે આનંદનું નામ જોડાય તેમ કાશીનાથ પણ નહોતો ઇચ્છતો. સમાજમાં પોતાની માન-મર્યાદા, આબરૂ અને બનાવટી વૈભવ જોઇને જ સાધનાની સગાઇ પોતાના પુત્ર સાથે થઇ હતી, એ વાત તે જાણતો હતો. આનંદમાં એક બીજી પણ કુટેવ હતી. અને એ હતી શરાબ પીવાની ! આ ટેવ માત્ર તેના પિતા સુધી જ સિમિત હતી. તેને માત્ર કાશીનાથ સાથે જ બેસીને શરાબ પીવાની છૂટ હતી. આનંદ પોતે પણ જાણતો હતો કે જો પોતે શરાબ પીએ છે તેની સાધનાને ખબર પડી જશે તો એ પોતાને ઠોકર મારતાં જરા પણ નહીં અચકાય ! છેલ્લાં ચાર દિવસથી તેના દિલો-દિમાગમાં ખળભળાટ મચેલો હતો. એ ચાર દિવસમાં એટલો બધો તરસ્યો બની ગયો હતો કે જો હવે પોતાની તરસ નહીં છીપાય તો પોતે નહીં જીવી શકે એવું તેને લાગતું હતું.

અત્યારે નવલકથા વાંચ્યા પછી તો ઊલટું તેની તરસ એકદમ વધી ગઇ હતી. એને સાધના પાસે જવાની તીવ્ર ઇચ્છા થતી હતી. એ સાધના કે જે તેને સાહતી હતી અને જેણે તેને હદ કરતાં વધુ છૂટછાટ નહોતી લેવા દીધી. એની શારીરિક જરૂરીઆત સાધનાના સિદ્ધાંતો પાસે પૂરી નહોતી થઇ.

એનું દિમાગ જાણે હવામાં ઊડતું હતું. અચાનક તેની નજર સામે એક અન્ય ચ્હેરો તરવરી ઊઠ્યો.

વળતી જ પળે તે એકદમ બેચેન બની ગયો. તેની નસોમાં વહેતું લોહી ગરમ થઇ ગયું.

એ ચ્હેરો આશાનો હતો. આશાના યૌવનની મહેંક હજુ પણ તે અનુભવતો હતો. કાશ...જો આશા પોતાની જિંદગીમાં આવે તો પોતે સાધનાને ભૂલી શકે તેમ હતો...એવા વિચારો તેને આવતા હતા.

પણ પોતે અને પોતાના પિતા તો તેનું ખૂન કરાવવા માગતા હતા...! ઊફ્...! ખૂન...! અને એ પણ સુંદર યુવતીનું...! તે એકદમ અકળાઇ ગયો.

વિચારતા વિચારતાં જ તેનું માથું ભમવા લાગ્યું.

એણે ટેબલ પર પડેલું સિગારેટનું પેકેટ ઊંચકીને તેમાંથી એક સિગારેટ સળગાવી.

સહસા પલંગની બાજુમાં સ્ટૂલ પર પડેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી... તે એકદમ ચમક્યો. અત્યારે અડધી રાતે કોનો ફોન હશે એ તેને નહોતું સમજાતું.

‘હલ્લો...આનંદ સ્પીકીંગ...!’છેવટે રિસિવર ઊંચકીને કાને મૂકતાં એણે કહ્યું.

‘હું સાધના બોલું છું’સામે છેડેથી કોઇકનો મધુર સ્વર તેના કાને અથડાયો.

‘ઓહ...! સાધના...! તું...? અત્યારે શા માટે ફોન કરવો પડ્યો ?’

‘મને તું ખૂબ જ યાદ આવે છે’

‘હુ પણ તને ખૂબ જ યાદ કરતો હતો.’

‘તો પછી આવી જા...મારા દેહમાં આગ લાગી છે....મારું રોમેરોમ તને ઝંખે છે.’

‘પણ અત્યારે...!’

‘હું બંગલાની પાછળ દરિયાકિનારે તારી રાહ જોઉં છું’

‘અત્યારે...? અને એ પણ દરિયાકિનારે !’

‘કેમ...? તું આવી શકે તેમ નથી ?’

‘ના, એવું કંઇ નથી...હું દસ-પંદર મિનિટમાં જ આવું છું.’

વળતી જ પળે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઇ ગયો.

આનંદના દેહમાં આગ લાગી ગઇ હતી. પાંચ મિનિટમાં જ તે તૈયાર થઇ ગયો.

સાધનાનો બંગલો નજીકમાં જ હતો. બંગલાની પાછળના ભાગમાં દરિયાકિનારાનો વિસ્તાર હતો. જો કે આ વિસ્તાર બહુ મોટો નહોતો, પણ તેમ છતાંય ત્યાં પૂરતું એકાંત હતું.

દૂર સુધી ફેલાયેલી બંગલાઓની હારમાળા બંદર રોડની શાન હતી.

પાંચ મિનિટ પછી તે સડક પર હતો. તે ચૂપચાપ પોતાના બંગલામાંથી બહાર નીકળી આવ્યો હતો. એ વખતે કાશીનાથ પોતાની રૂમમાં નસકોરા ગજાવતો હતો. સડક પર આવીને તે ટેક્સીની રાહ જોવા લાગ્યો. વાહનોની અવરજવર ચાલુ હતી પણ કોઇ ખાલી ટેક્સી તેને ન મળી. છેવટે પગપાળા જ તે દરિયાકિનારા તરફ આગળ વધી ગયો. દસેક મિનિટ પછી તે દરિયાકિનારે પહોંચી ગયો. શાંત વાતાવરણમાં દરિયાનાં મોજાંનો અવાજ ગુંજતો હતો. તે કિનારા પર ચાલતો ચાલતો બંગલાની હારમાળા પાછળ પહોંચી ગયો.

તે ઝડપભેર આગળ વધવા લાગ્યો.

પાંચ મિનિટ પછી તે નાળીયેરીનાં વૃક્ષોની આડ લઇને સાધનાના બંગલાના પાછળના ભાગમાં પહોંચી ગયો.

સાધનાએ પોતાની મશ્કરી તો નથી કરીને ? એવો વિચાર તેને આવતો હતો.

બંગલાની પાછળના ભાગમાં કોઇ જ નહોતું. જો ખરેખર જ સાધનાએ મશ્કરી કરી હશે તો...? આ વિચાર આવતાં જ તેનાં જડબાં ભીંસાયા.

પછી સહસા તેની નજર બંગલાની દીવાલ પાસે નાળીયેરીના ઝાડની ઓથે ઊભેલી એક આકૃતિ પર પડી. વળતી જ પળે તેની આંખોમાં ચમક પથરાઇ ગઇ.

તે ઝડપથી એ આકૃતિ પાસે પહોંચ્યો.

એ આકૃતિ એક ડગલું આગળ આવી. પછી ગુલાબી રંગની આછી નાઇટીમાં સજ્જ થયેલી એ આકૃતિને બંને હાથ ઊંચા કરીને આળસ મરડી.

આનંદ તેની એકદમ નજીક પહોંચ્યો.

પછી એ આકૃતિ એટલે કે આશાને જોઇને તે એકદમ ચમકી ગયો.

‘આપ...આપ...અહીં...’એ થોથવાયો

‘હા...’આશાએ સ્મિત ફરકાવીને તેનો હાથ પકડતાં કહ્યું.

‘પણ...આપ...!’

‘આનંદ...હું તને ચાહું છું...!’

‘પણ...હમણાં સાધનાનો...’

‘એ ફોન મેં જ કર્યો હતો...!’

‘હા...હું તને ચાહું છું...તું પણ મને ચાહે છે એ હું જાણું છું.’

‘પણ...’

‘તુ મને ચાહે છે કે નહીં એ જ હું તને પૂછવા માંગતી હતી.’

‘પણ...પણ...અંકલ...!’

‘એ તો ઘરડા છે...જ્યારે આપણે બંને યુવાન છીએ...!’

આનંદના ધબકારા એકદમ વધી ગયા.

ખરેખર જ એ બંને યુવાન હતા.

દરિયાનાં ઉછળતાં મોજાંનો શોર વધતો જતો હતો.

આનંદ મંત્રમુગ્ધ બનીને આશા તરફ ખેંચાતો ગયો. એણે તેને પોતાના

બાહુપાશમાં જકડી લીધું. બંને સારા-સારનુ ભાન ભલી ગયા.

છેવટે આગ પાસે ઘી પીગળી જ ગયું.

લખપતિદાસના શાનદાર બંગલાના વિશાળ ડાયનીંગરૂમમાં અત્યારે ચાર

જણ ડીનર કરતા હતા. આ ચારેય બીજું કોઇ નહીં પણ લખપતિદાસ,

સાધના, આશા અને આનંદ જ હતા. આશાના કહેવાથી જ લખપતિદાસે

આનંદને ડીનર માટે આમંત્રણ આપ્યું હતું.

લખપતિદાસ આ રમતથી સાવ અજાણ હતો. એ પોતાના વિચારોમાં જ

ડૂબેલો હતો. તે આશા વિશે જ વિચારતો હતો. કઇ રીતે પોતે આશા સાથે

બાકીનું જીવન પસાર કરી શકશે ? કઇ રીતે ? કંઇ માત્ર પૈસો જ

પત્નીનું સુખ નથી હોતું. તેને માટે પતિના પ્રેમની પણ જરૂર પડે છે.

એવો પ્રેમ કે જેમાં યુવાનીનું જોમ હોવું પણ જરૂરી છે. યુવાન

પત્નીની ઇચ્છાઓ કઇ રીતે પૂરી કરી શકશે ?

છેલ્લા આઠ દિવસથી વિચારો જ તેને અકળાવતા હતા. કઇ રીતે પોતે

આશાને સુખ આપી શકશે ? આશા કે જે પોતાની યુવાની સાથે અન્યાય

કરતી હતી, તે કઇ રીતે ને ક્યાં સુધી આવો અન્યાય કરતી રહેશે ?

‘અરે...તમે તો કંઇ જ નથી જમતા...?’છેવટે આશાએ જ ચુપકીદીનો ભંગ કરતાં કહ્યું. આ વાત એણે આનંદને ઉદ્દેશીને કહી હતી.

‘તમે કેટલું બધું ખવડાવી દીધું છે.’આનંદે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘આવું સ્વાદિષ્ટ ભોજન તો મેં ક્યારેય નથી કર્યું.’

‘આશાએ બધી રસોઇ જાતે જ બનાવી છે.’લખપતિદાસ બોલ્યો, ‘એની ઇચ્છાતી જ તમે ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે’

સાધનાના મનમાં તીખી વેદના વ્યાપી ગઇ. આશા, આનંદને પોતાની કોઇક જાળમાં ફસાવે છે. એવું તેને લાગ્યું. આશા કોણ જાણે કેવી રીતે આનંદ સામે જોતી હતી કે સાધના મનોમન કચવાતી હતી. ભોજન પડતું મૂકીને ત્યાંથી ચાલ્યા જવાનું તેને મન થતું હતું.

‘તમને શું ભાવે છે તેની મને ખબર નહોતી’આશાએ નેપકીનથી હાથ લૂંછતાં કહ્યું, ‘છતાં ય તમને મારું બનાવેલું ભોજન ભાવશે એવી મને આશા હતી.’

‘જરૂર...જરૂર...’લખપતિદાસ તેનાં વખાણ કરતાં બોલ્યો, ‘ભોજન ખરેખર જ સ્વાદિષ્ટ બન્યું છે. કેમ સાધના ?’

‘આં...હા...હા...’સાધનાએ ચમકીને કહ્યું, ‘પણ તમે લોકો મને ભોજનનાં વખાણ કરવાની તક જ નથી આપતા.ખાસ કરીને કચોરી મને બહુ ભાવી છે.’

‘પણ તેમ છતાંય તું ઓછું જમી છે !’

‘આજે ભૂખ ન લાગી હોવા છતાંય આટલું જમાઇ ગયું તે શું ઓછું છે?’

કહી, ઊભી થઇને સાધના પોતાની રૂમ તરફ આગળ વધી ગઇ.

એની ચાલમાં રહેલી નારાજગી સ્પષ્ટ રીતે વર્તાઇ આવતી હતી.

લખપતિદાસ પણ ઊભો થઇને ડાયનીગ રૂમમાંથી બહાર નીકળી ગયો.

નોકર ડાયનીંગ ટેબલ પરથી સામાન સમેટવા લાગ્યો.

આશાના દિમાગ પર અત્યારે માત્ર આનંદ જ છવાયેલો હતો. એણ ઊભા

થતાં આનંદ સામે જોઇને સ્મિત ફરકાવ્યું. પછી સહેજ આગળ નમી

એકદમ ધીમા અવાજે બોલી, ‘આટલાં વખાણ સાચાં કરતો હતો કે પછી

ખોટાં ?’

‘મારા પર ભરોસો નથી ? ક્યારેક એકાંત મળે તો એકાદ કવિતા રચાઇ

જાય તેમ છે.’

‘એકાંત શા માટે નહીં મળે ? હું રાહ જોઇશ.’

એ જ વખતે નોકર ડાયનીંગ ટેબલ પરથી બાકીનાં વાસણો લેવા માટે આવ્યો. આનંદ તરત જ ઊભો થઇને સાધનાની રૂમમાં પહોંચી ગયો. એ અંદર દાખલ થયો કે તરત જ સાધનાએ કઠોર નજરે તેની સામે જોયું. આનંદથી તેની નજરનો તાપ જીરવાયો નહીં. તે કૃત્રિમ સ્મિત ફરકાવીને સાધનાની સામે બીજા સોફા પર બેસી ગયો.

‘તું મારાથી નારાજ છો સાધના ?’એણે પૂછ્યું.

‘મારે શા માટે નારાજ થવું પડે ?’સાધનાએ કડવા અવાજે કહ્યું, ‘તું તો બબ્બે મોંએ પેલી ચુડેલનાં વખાણ કરતો હતો અને...’

‘અને શું ?’

‘અને તું...’સાધના કંપતા અવાજે બોલી.

‘હું શું...?’

‘આનંદ...હું દૂધ પીતી બાળકી નથી સમજ્યો ?’

‘પણ વાત શું છે એ તો કહે.’

‘તું બધું જાણીને અજાણ બને છે ?’

‘મને તો તારી એકેય વાત નથી સમજાતી.’આનંદ ધૂંધવાઇને બોલ્યો. શું

સાધનાને, આશા સાથેનાં પોતાના સંબંધોની ખબર પડી ગઇ હશે ?

એવો ભય તેને સતાવતો હતો. એનું હ્રદય કોઇક અજાણી આશંકાથી ધબકતું હતું.

‘તું કંઇક ખુલાસાથી કહે તો સમજ પડે.’સાધનાને ચૂપ જોઇને એણે ફરીથી કહ્યું.

‘હમણાં જ્યારે આપણે ડાયનીંગરૂમમાં ભોજન કરતા હતા ત્યારે તું જાણે

આશાને કાચી ને ફાડી ખાવી હોય એ રીતે તેની સામે તાકી રહ્યો

હતો. જાણે જિંદગીમાં એના જેવી બીજી કોઇ છોકરી જોઇ જ ન હોય

એવા હાવભાવ તારા ચ્હેરા પર ફરકતા હતાં.’

‘એવું કંઈ જ નહોતું....!’સાધનાને આશા સાથેના પોતાના સંબંધોની ખબર નથી પડી એ જોઈને આનંદે મનોમન છૂટકારાનો શ્વાસ લીધો.

‘હું આંખોની ભાષાને ઓળખું છું. એ ચુડેલની નજર તારા પર જ હતી.’સાધનાએ મોં મચકોડતાં કહ્યું.

‘તો એમાં મારો શું વાંક?’

‘કેમ?’

‘આશાને જોઈને માત્ર તું જ નહીં, સૌ કોઈ એવો જ વિચાર કરે! પરંતુ તું માને છે એવું કશું જ નથી.’

‘તું પણ એની સામે મજનૂની જેમ તાકી રહ્યો હતો.’

‘હું....?’આનંદના અવાજમાં કૃત્રિમ આશ્ચર્યનો સૂર હતો.

‘હા... હા... તું....! સાધના ઊંચા અવાજે બોલી, ‘મેં તને હમણાં જ કહ્યું છે

આનંદ કે હૂં દૂધ પીતી બાળક નથી. કાન ખોલીને સાંભળી લે. ભવિષ્યમાં તારે ક્યારેય એને નથઈ મળવાનું !’

‘એને એટલે કોને?’

‘આશાને.... મારી સાવકી માને....!’સાધનાએ ભાવહીન અવાજે કહ્યું, ‘હવે તો એ તને દરરોજ લંચ માટે બોલાવશે.... ડીનર માટે બોલાવશે...!’

‘આ તું કહે છે...?’

‘હા, હું કહું છું.... ડેડીએ જ્યારે કહ્યું ત્યારે જ મને ખબર પડી કે તું તેના આમંત્રણથી ડીનર માટે આવ્યો છે.’

‘સાધના... તારી વિચારસરણી એકદમ ખોટી છે. આ બધા તારા મનના ઉઠમણા છે. ભલે સાવકી તો સાવકી, પણ ગમે તેમ તો યે એ તારી માનો દરજ્જો ધરાવે છે.’

‘તારી વાત સાચી છે, કે તે મારી માનો દરજ્જો ધરાવે છે પણ...’

‘પણ શું....?’

‘પણ એ દરજ્જો માત્ર મારે માટે જ છે. તારે માટે નહીં! કારણ કે મેં એની નજરની ભાષાને પારખી છે. એ ડેડીની હાજરીમાં તારી સામે જોઈને ખીખીયાટા કતી હતી. એની આંખોમાં મેં વાસનાની ચમક પથરાયેલી જોઈ હતી. અને તું... તું... પોતે પણ તેની સામે એવી જ નજરે જોતો હતો.’

‘આ... આ વાત સાચી નથી.’

‘સાચી નથી તો ખોટી પણ નથી. આ હજુ સાચા અને ખોટાની વચ્ચેની હાલતની એવી સચ્ચાઈ છે કે જે એ ચુડેલ કરીને જંપશે.’

‘તને મારા પર ભરોસો નથી?’

‘તારા આ સવાલનું મારે મન કોઈ જ મહત્ત્વ નથી. ભરોસો માત્ર કહેવાથી જ નથી થતો દુનિયાના નેવું ટકા માણસોને ભગવાન પર ભરોસો હોય છે. શું એ બધાને મળે છે ખરા?’

‘તું નાહક જ નાની વાતને આટલું મહત્ત્વ આપે છે.’

આનંદ ઉગ્ર અવાજે બોલ્યો, ‘તને મારા પર જ ભરોસો નથી તો પછી આપણી જિંદગી એક સાથે પસાર થશે એમ હું કેવી રીતે કહી શકું!’

‘જો આનંદ...! સાધનાનો અવાજ બરછીની ધાર જેવો તીખો હતો, ‘ડેડીએ જે કંઈ કર્યું છે, તેનાથી હું એકદમ શંકાશીલ બની ગઈ છું. અને મારી શંકા ખોટી હોય જ નહીં તેની મને પૂરી ખાતરી છે.’

‘શંકા હંમેશા ખોટી જ હોય છે.’

‘પણ મારી શંકા ખોટી નહીં પડે.’

‘ઉફ્.... હવે છેવટે તું શું ઇચ્છે છે?’

તું ઈચ્છતો હતો એ જ!

‘એટલે...?’

‘ખૂન....!’સાધાનો અવાજ એકદમ ઠંડો હતો, ‘આશું ખૂન....!’

‘એ.... એ થઈ જશે...!’

‘ક્યારે....? હવે વધુ સમય વીતે એમ હું નથી ઈચ્છતી. મારે ડેડીની હાલતનો પણ વિચાર કરવાનો છે. જ્યારથી આશા મા બનીને આ ઘરમાં આવી છે, ત્યારથી મેં ડેડીના ચહેરા પર ખુશી નથી જોઈ. તેઓ સ્મિત પણ કૃત્રિમ જ ફરકાવે છે. આ કામ જલ્દી થઈ જવું જોઈએ.’

‘ઠીક છે.... જલદી જ થશે....!’આનંદે દાંત ભીંસતાં કહ્યું, ‘હવે હું જઉઁ છું.’

‘આ કામ ક્યારે પતી જશે?’

‘ઓ. કે...હવે હું તારાથી નારાજ નથી બસ ને?’

આનંદ ત્યાંથી રવાના થઈ ગયો.

***