કયા ગયો આવા ભાતીગળ લગ્ન નો વૈભવ
************************************
આતો લગન ગાળો આવ્યો'તે યાદ આવ્યુ કે આપણે ત્યા શહેરો મા કે ગામડા ઓ મા તલવાર કે અન્ય હથીયાર લઇ ને ફરવા નિકળો ને પોલીસવાળા ભાળીજાય એટલે પટદઇ ને પકડી લેય ને જાતજાતનુ ને ભાત્યભાત્ય નુ બધુ પુછવા નુ સરૂ કરી દેય કેમ આવુ બધુ રાખે છે માથા મા રાય ભરી છે કે શુ...?આમ કરતા કરતા જેલ સુધી લઇ જાય ને ધક્કા ખાતા કરી દેય પણ જેના લગ્ન આવ્યા હોય ને વરરાજો થયો હોય...કપાળમા ચોખલિયાળો ચાંદલો હોય ને હાથ મા તલવાર રહી ગઇ હોય લાખો ના ઘરેણા પહેર્યા હોય અને શહેર ની ભરબજારે હાલ્યો જાતો હોય તો ફરતા પોલીસ સાહેબો આટા મારતા હોય પણ વરરાજા નુ નામ કોઇ થી ન લેવાય.....હા...!!!શુ આપણે ત્યા વરરાજા ના પોષાકો હતા આ...હા....હા....ધોળીફુલ બગલા ની પાંખ જેવી ચોરણી હોય..ઉપર ભેટ બાંધેલી હોય અને ઉપર ઝગમગતી આંગી(ઝભ્ભો)પહેરેલ હોય અને માથા પર સાફો શોભતો હોય અને ઇ સાફા મા પિછી લગાડી ને એમા નાનો એવો એક ગ્લોપ લગાડેલ હોય જાણે આંભમાથી ચાંદરડુ વરરાજા ને સણગારવા આવ્યુ હોય એવુ લાગે....હા એમાય આપણે ત્યા તો કેવો મજા નો રીવાજ વરરાજા ગરીબ ઘરનો હોય અને ઘર ના ઘરેણા ન હોય તો બાપલા કુટુબી ભાઇઓ...સગાસબંધી...ભાઇબંધો...બધા જાઇભાઇ ભેળા થઇ ને કોઇ...સોના નુ ઝુમણુ લઇ આવે...કોઇ ગળામા પહેરવા નો ટુંપીયો લઇ આવે...કોઇ કાડા મા પહરેવા સરલિયા(રૂપા ના કડા)લઇ આવે...કોઇ વળી આંગળી ઓ મા પહેરવા વિટીયુ કે વેઢ લઇ આવે..તો કોઇ પગ મા ચાંદી ના તોડા ને બેડીયુ પહેરાવી જાય..કોઇ વરરાજા ને શોભે એવી તલવાર લાવે ને કોઇ એ તલવાર રાખવા માટે લાંસ લઇ આવે(લાંસ એટલે તલવાર રાખવા માટે બે આગળ ની પટ્ટી લગભગ પંદર વિસ ફટની લંબાઇ હોય એમા ચાંદી ના રાણીછાપ સિક્કા જડેલા હોય એ લાસ મા તલવાર રાખવા માટે કવર ફિટ કરેલુ હોય છે જે લાસ વરરાજા ના શરીર સાથે કેડે તલવાર લટકતી રહે તે રીતે બાંધવા ની હોય છે)...કોઇ કામ મા ઢાવુ ને વેઢલા લઇ આવે...અને શહેર મા રહેતા કોઇ ભાઇબંધો અતર ના ફુવારાયે લેતા આવે...ગરીબ ઘર ના વરરાજા ને જરાય ઓછુ ન લાગે એની કાળજી મારી ને તમારી જેવા રાખે ઘરના ઓ ને કાઇ ખબરેય ન હોય કે વરરાજા ને કોણે સણગાર્યો આમ અમારા ગામડા નો વરરાજો ત્યાર થઇ જાય લ્યો
અને હા આપણા ગામડા ની ભોળા રદય ની બેન દિકરીયુ શુ વરરાજા ને ગીતો મા લડાવતી...જ્યારે કોઇ ના લગ્ન આવે ત્યાર થી રાત્રી એ વાળુપાણી કરી ને બહેનો પહોચી જાય છે ને સરસ મજા ના ગીતો ગાઇ ને વરરાજા ને ભલુ મનાનતી હોય છે કેવા આપણા ગીત હતા...ગુણપતિદાદા ના ગીત થી સરૂઆત થાય છે કે...ગણેસર દુંદાળા ને મોટી ફાંદાળાં..થી સરૂ થાય પછી તો ભલે ને ગરીબ ઘર નો વરરાજો હોય બિચારા ને રહવા માટે કાચુ ખોરડુ હોય ખોરડા માથે દેશીનળીયા નાખેલા હોય કે પછી રહેવા માટે ભલે ને ઝુપડી જ હોય પણ વરરાજા ને સારૂ લગાડવા ખાતર કેવા ગીત ગાય ખબર છે...?મારા વિર ને હાથીડા બે ચાર....મારા વિર ને ઘોડલીયા બે ચાર...એવા હાથી ની ઘમચાણે મનડા મોયાં માણા રાજ...અને વિર જે માંડવે પરણવા જવા નો છે તે માંડવો બનાવ્વા માટે સામાવાળા બિચારા માગ્યા વાહડા ને થાંભલી ઓ લાવ્યા હોય તોય કેવી રીતે વિર ના માડવા ને કેવો વખાણે કે....માંડવડે કાઇ સોના ના થંભ....રે.રુપા કેરી વળીયુ...આમ વરરાજા ને ગીતો મા રાજા મહારાજા નો નશો ચડાવ્વા મા આવે છે...આખા ગામ મા કોઇ ઓળખતુ ન હોય પણ વરરાજો થાય એટલે બધા બહુ જ માન આપતા હોય છે ઘેર ઘેર ચા પાણી અને જમવા લઇ જઇ ને વરરાજા ને જરાય ઉણપ ન લાગે...આ આપણા ગીતો ની મજા હતી ભાઇ
અને લગ્ન આવે ત્યાર થી જ ગામ ના વડીલો નો ડાયરો જામે ઓસરી મા બુંગણ પાથરી ઉપર ધોળાફુલ ગોદડા ની પટ્ટી ઓ કરી ને આપણા ભાભાઓ બેસી ને અલ્લી દલ્લી ની વાતુ ઉખેળે ડાયરા ની વચ્ચોવચ્ચ થાળીયો મુકવા મા આવે છે એ થાળી ઓ મા ધાણા વરીયાળી ચોપારી અને ચોપારી વાતરવા ચુડીઓ મુકવા મા આવે અને બિજી થાળી મા ધોળીયુ ને ખાખી બિડીયુ ને બાક્સ મુકવામા આવે છે....કોઇ ધાણા વરીયાળી ના બુકડા ભરે તો કોઇ દાત વાળા ભાભા ઓ ચોપારી વાતરી ને મોમા નાખે ને એ'ને મજા ની વાતુ ના હિલોળે ચડે ને વરરાજા ના બાપ ને એકલો ન મુકે અને પાછા પુછે પણ ખરા કે એલા પૈસા બૈસા ની ફર્ય બર્ય તો છે ને નકર વહેલા વાત કરજે પછી પાછો હાલતાના કેડે કેતો નય...હા
તમને ખબર હોય તો પેલા ફુલેકા ચડાવતા આખા ગામ મા રાતે ફુલેકુ નિકળતુ શિયાળા ની ટાંઢ મા વરરાજા ને ઘોડી માથે બેહાડી ને ઢોલ શરણાય ના સુર થી સજાવી ને રાત આખી ગામ મા ફેરવતા.,.ઇ ફુલેકા ની વાત મને બોવ ગોઠે કેમ ખબર છે તેં'દી મિઠુ મિઠુ ખાવા નુ હોય...તે'દી ભાઇ આજ ની જેમ મંડપ બંડપ કાઇ કે'વા...!છાયો કરવા બે પાચ તાપડા આડા અવળા બાંધી દેય એટલે પુરુ કોઇ લોઠકાઇ નય ચાકડ મુકડં બેહી ને ખાઇ લેવા નુ મે'માન આવ્યા હોય ઇ'યે તે આમ જ બેહી ને ખાઇ લેય જમી લીધા પછી કોઇ કોઇ ના સગા સંબંધી ને ત્યા આરામ પર જતા રહે કોઇ વળી વાડીયુ મા આટા મારવા વયાજાય ટુક મા મોજ કરતા ત્યાર ના માનવીઓ હાયહોય જેવુ કાય નહી ખાવુ પીવુ ને તડકારા કરવા એજ સમજણ કાલ જે થાય તે પછી મે'માનો દિવસ આથ્મે ગમે ત્યા થી લગનવાળા ઘરે આવતા રહે વળી પાછા જમીકારવી ને બિડીયુ ના ભુંગળા સળગાવી ને ફુલેકુ ચડવા ની વાટ જોઇ ને પરબારીયુ બીડીયુ બંધાણ હોય તોય પીવે ને નહોય તોય પીવે અને લે'રા કરે
તે'દી એવો રીવાજ હતો કે ફુલેકા ના દિવસે જે મે'માનો આવ્યા હોય એને રાતે ફુલેકા મા ફરવુ પડતુ ને રોકાવુ પડતુ કેમ કે આખો દિવસ પૈસા લખવા નુ કાગળીયુ કાઢે જ નહી રાતે ફુલેકુ ફરવા નિકળે ત્યારે ફુલેકુ લખાય(ચાંદલો)એટલે રોકાણા વિના હાલે જ નહી રોકાવુ જ પડે...મજા ની વાત હવે આવે છે ગામ મા થી વાણદ કે બાબર આવી જાય ઢોલ ને શરણાઇ વાળા આવી જાય ગામના ને મે'માનો ભેળા થઇ જાય એકાદ ભણેલો માણસ આવી જાય કેમ કે કોઇ રૂપિયો લખાવે કોઇ બે રૂપીયા લખાવે કોઇ વળી પાચ રૂપીયા લખાવી નાખે ઇ ફુલેકુ લખવા વાળા ની જરૂર પડે ને...?બેન દીકરીયુ આવી જાય લગનગીત ગાવા માટે કોયલ જેવા કંઠ ને અંતર અને મન બંન્ને ઉજળા કોળો ડાઘ ન ભાળો.....હા.. જોગમાયા જેવી પવિતર એ જમાનાની બે'ન દિકરીયુ શુ ઇ વરરાજા ને ગીતો મા લડાવતી'તી...ઘોડી પર વરરાજા ને બરાબર ગોઠવી દેય બન્ને બાજુ સત્તર વાળા ગોઠવાય જાય આગળ ઢોલ શરણાઇ વાળા ગોઠવાય જાય..વાણંદ કે બાબર ના હાથ મા મસાલ કે કિસલેટ બતી આપી દેય અને ગણેહદાદા ના ગીત ની સરૂઆત સાથે ફુલેકુ ગામ મા ફરવા નિકળે પછી તો જેમ જેમ આગળ હાલે ને જામતુ જાય ઘરે ઘરે ચા પાણી થાય એન બાપલા ઘુબાકા (જવાની ઉભરાતી હોય એવા જુવાનિયા ઓ તો નદી નો વેકરા મા ભગડતુતી(લંગડી)રમવા વયાજાય ને ખરેખરી ના દાવ મંડાય..)અહી ફુલેકુય સોળેકળાએ ખિલ્યુ હોય
જેમ જેમ સમય જતો જાય એમ ફુલેકુ ગાંડુ થતુ જાય...ઢોલ વાળા શરણાઇ વાળા...હારે ફરવાવાળા પણ ગાંડા થઇ જાય હવે હુ જે લખવા જઇ રહયો છુ તેમા ઢોલ અને સરણાઇ વાળા ના લાભ ની વાત છે...ફુલેકા મા ફરવા વાળા એવા રંગ મા આવી જાય કે એકા બીજા માથે થી ફેટા પાઘડી પનિયા રૂમાલ આવુ બધુ લઇ લઇ ને વગાડનારા ની માથે નાખવા મંડે કોઇ વળી કોટ પહેરી ને આવ્યો હોય તો બે પાચ જણા ભેળા થઇ ને કોટ કાઢ્યેપાર કરે ને નાખી દે'ય....અરે ભાઇ સવાર થાય ત્યા કોઇ ની માથે ફાળીયુ બાંધવા ન રહે ને વગાડવા વાળા ને ગાહડા બંધાય આવા હતા ભાઇ ગામડા ના ગાંડા ફુલેકા આજ ફુલેકુ રહ્યુ માત્ર ને માત્ર જમવા પુરતુ
હવે વાત આવે છે જાન જોડવા ની જે દિવસે જાન જવા ની હોય તેના બે ત્રણ દિવસ અગાઉ બળદ ગાડા અને ધોડા વાળા ને જાન મા આવ્વા નુ નોતરુ એટલે આમંત્રણ આપવા મા આવે છે કે તમારે જાન મા આવ્વા નુ છે એમાય જેની પાસે સાઢીયો તેને તો બહુ ફોહલાવ્વો પડે આજીજી ને વિનંતી કરવી પડે કે ભૈંઇ તારા વિના તો હાલશે જ નહી તારે તો જાન મા આવ્વુ જ પડશે પણ સાઢીયા વાળો વાર ને તિથી અમથે અમથો પુછે ને પછી કહે કે તેદી તો મારે ફલાણા ફલાણા ગામ જાન મા જાવા નુ છે તમારી જાન મા મારા થી સાઢીયો લઇ ને નહી અવાય તમે બિજો સાઢીયો ગોતી લ્યો.....સાઢીયા વાળા ને સમજાવતા કહે કે ભૈંઇ સાઢીયા વાળો તો કો'ક મળી રહેશે પણ તારા જેવો સાઢીયા નો અહવાર ન મળે એટલે ભલોથઇ ને તુ આવ ને આતો વરરાજા નો સ્વાલ છે બિજા સાઢીયા વાળો નબળો અહવાર નિક્ળ્યો ને વરરાજા ને કેડે કયાક પચાડ્યો ને કઇક લાગ્યુભાગ્યુ તો ઉપાધી ઉભી થાય એટલે કહીયે છીયે ભલો થઇ ને તુ જ આવ્યને ભાઇ અને ગામ ના લગન મુકી ને કાઇ બારેગામ થોડુ જવાય ગાંડો લાગે....?ઓલા ને તો થોડુ માન જ ખાવા નુ અને માન ખાઇ ને જાય તો બધા સાચવે ને..?આવી રીતે ઘોડા ગાડા ને સાઢીયા ભેળા થઇ ને પછી જે જાન જોડાય ને જાનૈયા હોશે હોશે જાન મા જવા ત્યાર થયા હોય તે દ્રષ્ય ખુબ મન મોહક હોય છે
એ જમાના મા રાતના તોરણ એટલે સાજ ના પાચ વાગ્યે જાનુ જોડાતી ભોળાનાથ ના પોઠીયા જેવા જોરાવર ને કદાવર સાચવેલા ઢાઢા...ગાડુ તો એને બાળક ની પાછળ રમકડુ બાંધ્યુ હોય એવુ લાગે બંબે જણા રાંસ્યુ તાણી રાખે તોટ થોભ્યા ન રહે એવા તો બળદ વેનારા બળદો ગાડે જોડી જોડી ને જાનૈયા ની વાટે ઉભુ તો રહવુ જોઇ એ ને પણ બળદ ઉભા રહે તો ને પછી તો અમથે અમથા પાદર સુધી કે સિમાડા સુધી પાટી કઢાવ્યાવે તોય ઢાઢા થોભ્યા રહે નહી પછી તો ફરતે થી પડકારા થવા મંડે કે ભૈઇ હાલો ને હવે મોડુ થાય છે હજી આપણે બારગાવ ને ગાળે જવાનુ છે વખતે નય પુગાય તો સામાવાળા ને ઉપાધી થાહે ઇયે ખબર નથી પડતી માળા ગાંડા જવા જ નથી મટતા આમ ધમકાવી ધમકાવી ને જાનૈયા ને ગાડા મા ગોઠવે ને આપણી બેન્યુ દિકરીયુ ગીતો ની સરૂઆત કરે....મારા ધમણે સોના કેરા શિેગ...મારા ધમણે સોના કરા શિંગ..એવી રૂપા ની ધોહરીયે ધોરીડા જોડ્યા માણારાજ....આવા ગીત સાથે જ આગળ ઘોડા ને પાછળ ગાડા ધુળ ની ડમરી ઉડાડતી જાન ઉપડે જાણે કોઇ મહારાજા ધિંગાણે જતો હોય
તમને જો ખ્યાલ હોય તો પહેલા આવા ફટાકડા નુ ચલણ ન હતુ એ જમાના મા ''અડી''નામ નુ એક ભડાકો કરી શકાય એવુ સાધન આવતુ જે લુહાર બનાવી દેતા એને લોખંડ ની પાઇપ સાથે ફિટ કરેલ હોય છે અને બજાર મા દારૂખાના ની ગોળીયુ મળતી એ ''અડી''જેની પાસે હોય એનો પણ એક જમાનો હતો ''અડી''ના શોખીનો ઘરના પૈસે આવી અડી ઓ લુહાર પાસે જઇ ને ઘડાવતા....આ ''અડી''ગામ ના પાધર મા જાન આવે એટલે અડી મા ગોળી ફિટ કરી ને મોટા પથ્થર સાથે પછાડવા થી બોંબ જેવો કાન ફોડી નાખે એવો ભડાકો થાય એટલે ગામ વાળા ને ખબર પડે કે જાન આવી ગઇ એટલે લોકો સામે જાય ને જે જગ્યા એ ઉતારો હોય ત્યા જાન ને લઇ જાય ને મિઠા મિઠા સરબત પાઇ ને બધા ને રામ રામ મળે ને મિઠો આવકારો આપી ને સૌ ના દિલ જીતવા નો પ્રયાસ કરતા ને પ્રેમ પાથરતા ભાઇ....વરરાજા ને બેસવા ની સરસ મજા ની વ્યવસ્થા કરવા આવતી'તી સણગારેલી ખુરસી આગળ ટેબલ પર મખમલ નુ કાપડ નાખી ને એના પર જાત જાત ના રમકડા ગોઠવ્વા મા આવે છે જાણે કોઇ ટકોર કરતુ હોય કે હવે રમડે રમવા નો સમય નહી રહે હવે જવાબદારી નો બોજા સાથે રમવા શિખવા નો સમય આવી ગયો...અને જાનૈયા માટે ખાટલા ઢાળવા મા આવતા સરસમજા ના ગોદડા પાથરવા મા આવે ઓશિકા મુકવા મા આવે એયને બધા પોત પોતાની રીતે ગોઠવાય જાય
પછી તો ભાઇ ગોળ ધાણા ખવાય ને વરરાજા ના સામૈયા થાય એયને રૂડા ઢોલ ને સરણાય વાગે ને અડીયુ ના ભડાકા થાય ને જાનૈયા ડીસ્કો કરી ને વરરાજા નુ મન જીત્વા ના કોશીસ કરતા હોય છે આમ કરતા કરતા વરરાજા માંડવા મા દાખલ થાય ને જાનૈયા પંગત મા લાડવા માથે ટુંટી પડે
લેખક...રામભાઇ આહીર