ધીરુભાઈ ખૂબ મુંજાતા હતા , મોટાભાઈ સાથે રહેતા હતા ત્યારે એક બે મિત્ર બન્યા હતા ધીરુભાઈ ના, અને જૂનાગઢ નોકરી કરતા હતા ત્યારે હંસાગૌરી એ 100/150 જેટલા રૂપિયા બચાવ્યા હતા , એ પૈસા માંથી ધીરુભાઈ ધરા ની દવા લાવ્યા અને બાકી ના પૈસા ધરા માટે દૂધ લાવવા રાખ્યા, સમય એ હતો કે ધરા ને દવા અને એને દૂધ સાથે થોડું ખવડાવી દેતા પણ બન્ને પતિ-પત્ની સાવ ભુખ્યા સુઈ જતા, અને બહુ ભૂખ લાગે તો થોડી સિંગ ખાઈ લેતા... પણ ધરા આ બધી વાત થી અજાણ હતી, પોતાની બાળ-સહજ મસ્તી મા જ રમતી હતી...
આ બાજુ ધીરુભાઈ કામ મેળવવા સંઘર્ષ કરતા હતાં, ધીરુભાઈ ની હાલત ની જાણ એમના પેલા 2 મિત્રો ને થઈ, એ એમની મદદે આવ્યા... ધીરુભાઈ ને નોકરી કરવાના બદલે પોતે જ કામ કરે એ સલાહ આપી અને એમા મદદ પણ કરવા તૈયાર થયાં....
ધીરુભાઈ જૂનાગઢ માં એક ટ્રાન્સપોર્ટ કંપની માં કામ કરતા હતા, અને અહીં વડોદરા માં મોટાભાઈ ની ખુદ ની એક ટ્રાન્સપોર્ટ કંપની હતી એટલે એ કામ ધીરુભાઈ ને સારું ફાવતું હતું, પોતે અત્યારે કંપની તો ખોલી શકે એમ ન હતા એટલે છૂટક દલાલી શરૂ કરી...... મતલબ.... ટ્રાન્સપોર્ટ કંપની ને માલ ભરવા માટે , એક જગ્યા એ થી માલ બીજે લઈ જવા માટે ટ્રક ની જરૂર પડે... અને ટ્રક વાળા ને માલ ભરવા માટે આવા ટ્રાન્સપોર્ટ કંપની ની જરૂર હોય.... તો આ બેય ને એકબીજા સાથે મેળવી આપવાના અને એનું એમને કમિશન એટલે કે દલાલી મળે... જો કે આ કમિશન ઘણું ઓછું હોય.. પણ પેલી કહેવત છે ને ... "નહિ મામા કરતા કાણો મામો શુ ખોટો ??" સાવ કામ ન હતું એના કરતા આ કામ શુ ખોટું એમ વિચારી ને ધીરુભાઈ એ દલાલી શરૂ કરી....
શાંતિલાલ થી આ સહન ન થયું, એમને એમ હતું કે ધીરુ થી અહીં કાઈ થશે નહિ અને એ માફી માંગતો આવશે મારી પાસે અને મારુ જ ધાર્યું થશે.... પણ અહીં એમની ગણતરી ઉંધી પડી, એટલે એ ટ્રક વાળાઓ ને ધમકાવવા લાગ્યા કે ધીરુભાઈ પાસે માલ નું પૂછવા નહિ જવાનું.... ફરી ધીરુભાઈ ને ફટકો પડ્યો, ત્યાંના લોકલ ટ્રક વાળા તેમની પાસે જતા જ ન હતાં, હા બહાર થી માલ ભરી ને આવતા ટ્રક વાળા નું કામ ધીરુભાઈ કરી શકતા હતા, અને એ ખૂબ ધગશ થી , પ્રામાણિકતા થી પોતાનું કામ કરતા હતા, પછી તો શુ..... લોકલ ટ્રક વાળા અને બીજી ટ્રાન્સપોર્ટ વાળા પણ ધીરુભાઈ ને કામ આપવા લાગ્યા અને ધીરુભાઈ ના જીવન ની ગાડી ધીમે ધીમે ચાલવા લાગી....
ધરા હવે સ્કૂલે જવા જેવડી થઈ ગઈ હતી.... પણ ધીરુભાઈ ને હજી કામ મળવાની શરૂઆત જ હતી એટલે ધરા ને સરકારી નિશાળ માં બેસાડી... મન તો નોહતું માનતું ધીરુભાઈ નું પણ પરિસ્થિતિ આગળ એ મજબૂર હતા,
પણ ધરા ભણવાના હોશિયાર નીકળી... તરત શીખી જતી જે એને શીખવાડવામાં આવતું એ...
ધરા એમ કરતા કરતા 3 જા ધોરણ માં આવી.... સ્કૂલ સરકારી જરૂર હતી પણ ત્યાં પણ સંગીત, નાટક, રમતગમત જેવી દરેક ઇતર પ્રવૃત્તિ કરાવતા હતા.... એમા ધરા ને એક નાટક માં રાખવામાં આવી... એનું પાત્ર હતું રાજસ્થાન ના મહારાણા ઉદય ના બાળપણ નું....
ખૂબ સુંદર રીતે રજૂ કર્યું ધરા એ.... અને ત્યાર પછી ધરા ને નાટક માં કામ કરવું ખૂબ ગમવા લાગ્યું... જાણે એક શોખ બની ગયો એનો.... પણ ધરા નું નસીબ કાઈ ક બીજું જ હતું....