KAALI 2 in Gujarati Short Stories by Dr Sagar Ajmeri books and stories PDF | કાલી 2

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

કાલી 2

કાલી 2

પોતાની વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કારમાં બેસી મુંબઈના મરીન ડ્રાઇવ પર સડસડાટ આગળ વધતા કાલીના માનસ પર તેણે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજારેલ બાળપણના દિવસોથી લઈ તેના ખોટા રસ્તા તરફ વળવાના દિવસો યાદ આવે છે. શેટ્ટીના જુગાર અડ્ડેથી પાકો જુગારી બન્યા પછી શાળાકાળથી જ દારુની હેરફેરના ધંધે વળગેલ કાલી બાળપણમાં પી.એસ.આઇ. શાસ્ત્રીની એકમાત્ર દીકરી છાયા માટે કૂણી લાગણી ધરાવે છે. તેનાથી છાયાને દૂર કરવા પી.એસ.આઇ.શાસ્ત્રીએ છાયાને મારેલા થપ્પડનો બદલો લેવા પી.એસ.આઇ. શાસ્ત્રીને દારુ રાખવાના ખોટા આરોપસર પોલીસમાં ધરપકડ કરવે છે, પણ છાયા આગળ બધી સાચી વાત જણાવતા છાયા તેની ધરપકડ કરાવે છે. કાલીની નાની ઊંમર હોવાથી તેને બે વર્ષ માટે સુધારગૃહમાં મોકલવામાં આવે છે. સુધારગૃહમાં કાલી અન્ય ગુનેગાર છોકરાઓને મારી ગુનાની રાહમાં એક કદમ આગળ વધે છે. સુધારગૃહ તો નામ માત્રનું જ હતું, પણ કાલી માટે તેના નવા ગુના કરવા માટે અહીં નવા કોન્ટેક્સ બનવા લાગ્યા. બે વર્ષ બાદ સુધારગૃહથી બહાર આવેલા કાલીને શેટ્ટી પોતાની સાથે લઈ જાય છે. શેટ્ટીના પ્રતિસ્પર્ધી જશુભીખાની ગેંગ સાથે સમાધાન કરવા ગયેલા કાલી સાથે જશુભીખા ગેંગના ગુંડાઓ સાથે મારામારી થાય છે. કાલીને મારવા તલવારથી હુમલો કરતાં ગુંડાઓના હાથેથી તેમની જ તલવાર લઈ કાલીએ નરસંહાર આચર્યો અને ગુસ્સામાં જશુભીખાના ચાલીસેય માણસોને મોતને ઘાટ ઉતારી દીધા. કાલીને મદદ કરવા આવેલા શેટ્ટીની માફી માંગી જીવ બચાવેલા જશુ અને ભીખા કાલીની પીઠ પાછળથી હુમલો કરવા કરે છે, પણ સમયસૂચકતા વાપરી કાલી જશુ અને ભીખા બંનેનું ગળુ ધડથી અલગ કરી નાખે છે. ગુસ્સાના આવેશમાં આ બધાને મારી નાખી કાલીને વાસ્તવિકતાનો અહેસાસ થાય છે, તેથી શેટ્ટી કાલીને પોલીસ ધરપકડથી બચાવવા મુંબઈમાં તેના મિત્ર બાબાખાનને ત્યાં મોકલવા કરે છે. તે જ રાત્રે કાલી તેની મેઘાદીદીને લઈ જઈ મુંબઈ જવા નીકળે છે. હવે આગળ માણીએ...

કાલી તેના વરવા ભૂતકાળને ભૂલી જઈ મુંબઈમાં એક નવી શરૂઆત કરવા ઇચ્છે છે, તેથી જ બહારની દુનિયામાં બિલ્ડર તરીકે નામના મેળવેલા અને સાથે મોતના સોદાગર એવા બાબાખાન પાસે કાલી કોઇ ખોટા કામની નહીં, પણ સામાન્ય મજૂરીકામની માંગણી કરે છે. બાબાખાન પણ જમાનાના દરેક અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા હતા. તેમણે કાલીની કસોટી લેવા તેને તેમની એક સાઇટ પર મજૂર તરીકે જ કામ સોંપી જોયું. તે જોવા માંગતા હતા કે શું ખરેખર કાલી જે બોલ્યો તેમ એક મજૂર તરીકે કામ કરી શકે છે અને તેમને આ જોઇ આશ્ચર્ય જ થયું કે અમદાવાદમાં મોજશોખમાં જીવન પસાર કરનાર કાલી અહીં મુંબઇમાં ધારાવીની સામાન્ય ખોલીમાં રહી એક મજૂર જેવું સામાન્ય જીવન જીવે છે. બાબાખાને તેની પાસે આ કામ એકાદ વર્ષ સુધી કરાવ્યા પછી તેને સાઇટના કોન્ટ્રાક્ટર તરીકે કામ આપ્યું. મજૂર તરીકે કામ કરીને કાલીનું કસાયેલું શરીર વધુ મજબૂત બન્યું. બાબાખાન પણ મનોમન અફસોસ વ્યક્ત કરતાં રહે છે કે તે ડર્બીની રેસના ઘોડા પાસે કોઇના વરઘોડામાં નચાવાવા જેવું કામ કરાવી રહ્યા છે. તેમના ધંધામાં કાલી જેવા બહાદુર અને વફાદાર વ્યક્તિની જરૂર હતી. તે જાણતા હતા કે કાલીએ પોતાના અંદરના હેવાનને દબાવી રાખ્યો છે. અત્યારે જે કાલી દેખાય છે તે અસલી કાલી નથી અને બાબાખાન કાલીમાં છૂપાયેલા આંતરિક હેવાનને બહાર કઈ રીતે લાવી શકાય તે સારી રીતે જાણતા હતા.

એકાદ મહિનામાં બાબાખાને કાલીને મલાડ વિસ્તારની તે સાઇટ પર જાણી જોઇ મોકલ્યો જ્યાં તેમના વિરોધી ઐયર ગેંગ સક્રિય હતી. કાલી તેની મેઘાદીદી સાથે સાઇટ એરીયાના નાનકડા મકાનમાં રહેવા ચાલ્યો ગયો. આ સાઇટ બાબાખાનની હતી, પણ ઐયર ગેંગે ત્યાં પોતાનો કબજો જમાવ્યો હતો તેથી કેટલાયે વર્ષોથી તે સાવ બંધ સ્થિતીમાં જ હતી. આજે કાલીના આવ્યાથી તે સાઇટનું કામ શરૂ થયું. આ જોઇ ઐયર ગેંગના આઠ દસ ગુંડા કાલીને ધમકાવવા પહોંચી ગયા.

“દેખ બે #&$#$# તુ યહાં આ તો ગયા હૈ, લેકીન અબ ચલતા બન..!” ઐયર ગેંગના એક ગુંડાએ કાલીને ધમકાવતા કહ્યું.

“મૈં યહાં કોઇ બબાલ કરને નહીં, બસ અપના કામ કરને આયા હૂં..!” કાલીએ નમ્રતાપૂર્વક કહ્યું.

“સુન...યે સાઇટ પે કામ નહીં કરનેકા...દેખ તુજે પ્યારસે સમજાતા હૂં..!” કાલીના ગાલ હળવેથી ખેંચી ઐયર ગેંગના એક ગુંડાએ સમજાવ્યું.

“આપકો જો ભી તકલીફ હો, મેરે શેઠ બાબાખાન સા’બસે બાત કીજીયેગા...યહા બસ મુજે અપના કામ કરને દીજીયે...મૈં હાથ જોડકે બિનતી કરતા હૂં..!” હાથ જોડી કાલીએ ખૂબ નમ્રતાથી ઐયર ગેંગના ગુંડાઓને કહ્યું.

“દેખ સાલે #&$#$#..... તેરે બાબાખાનકી તો #&$#$#...... યે તેરી બિનતી ફિનતી છોડ ઔર ચલતા બન..!” કાલીના શર્ટનો કોલર પકડી સાફ શબ્દોમાં ધમકી આપી.

“મૈં કહીં નહીં જાઉંગા..!” કાલીએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો.

કાલીના આ જવાબ સાથે જ ‘સટાક...’ અવાજ સાથે કાલીના ગાલ પર એક જોરદાર થપ્પડ પડી. કાલી કંઇ જ બોલતો નથી. બીજા બે ચાર ગુંડાએ કાલીને બે ચાર લાત મારતા કાલી તેના ઘરના દરવાજા આગળ તૂટેલી પાઇપના ટુકડાઓના પડેલા ભંગાર પાસે પડી ગયો. આ આઠેય ગુંડાઓના લીડર જેવા એક ગુંડાએ હાથમાં રાખેલી પાઇપથી ધડામ કરતા કાલીને ફટકો માર્યો. કાલીના કપાળે લોહીની ધાર નીકળી ગઈ, પણ તે લાલઘૂમ આંખે પોતાનો ગુસ્સો ગળી જઈ ચૂપ જ રહ્યો. ઘર બહાર આમ અવાજ થતાં અને કેટલાક ગુંડાઓને કાલીને મારતા જોઇ ઘરમાં કામ કરતી મેઘા બહાર દોડી આવી.

“ક્યા હુઆ ભાઇ..? યે સબ કૌન હૈ..?” મેઘા દોડતા આવી નીચે પડેલા કાલીનું માથું પોતાના ખોળામાં રાખી બોલી.

“ભૈયા.... મતલબ યે #&$#$# તેરી બહન હૈ..? સમજ કે યહાં સે ચલતા બન વરના કલ રાત તેરી બહનકો #&$#$# પે ભેજ દેંગે..!” ખરાબ શબ્દોમાં ઐયર ગેંગના એક ગુંડાએ વાત કરી.

“અરે ઐસી #&$#$# સે આજ હમ ભી જરા #&$#$# લે તો ક્યા ગલત..? ચલ #&$#$#, આજ રાતકે લીયે હમારી સાથ #&$#$#, ક્યા બો....આઆઆઆઅહ્હ્હ્હ્હ..!” કાલીને ધમકાવવા આવેલા આઠ દસ ગુંડાઓના લીડર જેવા દેખાતા ગુંડાએ મેઘા વિશે બોલેલા ખરાબ વાત અધૂરા શબ્દોએ જ એક ઉંહકારા સાથે કણસતો અવાજ કાઢી નીચે ઢળી પડ્યો.

બાકીના ગુંડાઓ કાંઇ જ સમજી શક્યા નહીં કે આ પળવારમાં શું થઈ ગયું. વાસ્તવમાં જેવો પેલો લીડર મેઘા વેશે ખરાબ શબ્દો બોલવા ગયો, ત્યાં જ પાસે પડેલા લોખંડની પાઇપના ટુકડામાંથી એક ટુકડો સમમમમ કરતો તેના મોંની આરપાર ભોંકાયો. બધાએ નીચે પડેલા કાલી તરફ જોયું તો ત્યાં કોઇ ના હતું, પણ દરવાજા પાસે સાક્ષાત યમદેવ જ ઊભા હોય તેવું દેખાયું. માથા પર વાગવાથી નીકળતી લોહીની ધારને હાથ વડે લૂંછવાથી કાલીનો આખોયે ચહેરો તેના લોહીથી લીંપાયેલો હતો. કાલીની આંખમાં અજબ પરિવર્તન થયું. ઘડીભર પહેલા જ બિલકુલ સૌમ્ય સ્વભાવના કાલીને આ રીતે જોઇ ઐયર ગેંગના ગુંડા ગભરાઇ ગયા, પણ પછી તે બધા કાલી પર હુમલો કરવા દોડી આવ્યા. સૌથી પહેલા આગળ ધસી આવેલા એક ગુંડાએ કાલીના હાથ પર પાઇપથી જોરદાર ફટકો માર્યો, પણ કાલી સાવ અડગ જ ઊભો રહ્યો. બીજી જ પળે તેને ખેંચી નીચે પછાડ્યો અને તેના પગને એક ફટકે વાળી હાડકું તોડી પછાડ્યો. બીજો એક કાલીને હોકી મારવા આગળ ધસે છે ત્યાં જ કાલી પાસે પડેલો લોખંડનો બાંધકામ માટેનો સળીયો તેના પેટની આરપાર કરી નાખે છે. આમ, એક એક કરી બધાંયને ત્યાં જ ખતમ કરી નાખે છે. થોડી જ વારમાં ત્યાં દસેય ગુંડાઓની લાશ પડેલી જોવા મળે છે. આ વાતની જાણ થતાં જ બાબાખાન તેમના માણસોને લઈ ત્યાં અઅવી પહોંચે છે. નીચે પડેલા ઐયર ગેંગના દસેય ગુંડાઓની બોડી જોઇ બાબાખાનને કાલીના રૌદ્ર સ્વરૂપનો અંદાજ આવી જાય છે. આ સાથે તે મનોમન ખુશ પણ થાય છે કારણ આજે એક વર્ષે તેમને જેની જરૂર હતી અને જે કામ બાબતે તેમને શેટ્ટીએ કહી કાલીને મોકલાવ્યો હતો તે હવે સિધ્ધ થતું દેખાયું..!

બાબાખાનના માણસો તાત્કાલિક ઐયર ગેંગના ગુંડાઓની લાશ ઠેકાણે લગાડવા લાગે છે અને બાબાખાન પોતાની ગાડીમાં કાલી અને તેની મેઘાદીદીને પોતાનાઘરે લઈ જાય છે.

“દેખ કાલી. અબ તેરા યહાં રહેના ખતરો સે ખાલી નહીં હૈ..!” બાબાખાન ગાડીમાં કાલીને સમજાવે છે.

“મતલબ હર જગહ સે ખતરે કે નામસે કહાં કહાં ભાગતા ફીરુંગા..? મૈં ડરપોક નહીં હૂં.” કાલી જવાબ આપતા બોલ્યો.

“મૈં તુજે ડરપોક નહીં કહેતા...લેકીન અબ યે સુપરવાઇઝર જૈસે કામમેં તેરી લાઇફ પે રીસ્ક રહતા હૈ..!” બાબાખાને ધીમેથી પોતાની વાત સમજાવવા પ્રસ્તાવ મૂક્યો.

“ખાનચાચા, મુજે ઐસે રીસ્ક સે કોઇ ડર નહીં લગતા.!” કાલીએ સામે જવાબ આપ્યો. કાલી પાસે ગાડીમાં બેઠેલી તેની મેઘાદીદી રૂમાલ વડે કાલીના કપાળે વારંવાર આવતી લોહીની ધાર લૂંછતી રહે છે. તે તરફ બાબાખાનનું ધ્યાન ગયું.

“દેખ કાલી, મુજે તુજસે જ્યાદા ઇસ બેટીકી ફિક્ર હૈ... તુ નહીં જાનતા યે ઐયર ગેંગવાલે બહુત હલકટ હૈ....આજ તેરી બહનકે બારે મેં સુના ના ક્યા ક્યા બોલ રહે થે ઉસકે ગુંડે... હરબાર તુ ઇસકે સાથ તો નહીં રહેગા ના....અગર કુછ ઐસા વૈસા...!” બાબાખાને ખૂબ જ ચતુરાઇપૂર્વક કાલીની નબળાઇ પર ઘા કરી તેને પોતાના ધંધામાં લઈ જવા છેલ્લો દાવ અજમાવ્યો.

“નહીં....નહીં...મેરી દીદીકો કુછ ભી નહીં હો સકતા...!” કાલીએ બાબાખાનના આ વિચારમાત્રથી ગભરાઇને જવાબ આપ્યો.

“ઇસકા એક હી રાસ્તા હૈ....અગર વો ઐયર ગેંગા હી ના રહે તો...?” બાબાખાને કાલીના ગુસ્સાને પોતાના સ્વાર્થ તરફ વાળતા સવાલમાં જ પ્રસ્તાવ રજૂ કર્યો.

બાબાખાનની વાત સાંભળી ઘડીભર કાલી પાસે બેઠેલી મેઘા તરફ જોઇ રહી સાવ મૌન બની બેસી રહે છે. બાબાખાનના બંગલે પહોંચી ત્યાં હાજર ડૉક્ટરે કાલીના માથે પાટો બાંધ્યો. બાબાખાને તેમના જ બંગલામાં મેઘા અને કાલીના રહેવાની વ્યવસ્થા કરાવી. તે આખીયે રાત કાલી ઊંઘી શક્યો નહીં. પૂરી રાત વિચારોમાં ડૂબેલા કાલી સાવ સૌમ્ય બની બેસી રહ્યો. સવાર થતાં જ તેનો સૌમ્ય ચહેરો કઠોર બનતો ગયો અને શાંત આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉપસવા લાગી. કાલીએ પોતાના જીવનનો નિર્ણય લઈ લીધો. તે જાનતો હતો કે તેના આ નિર્ણયથી તેના સમગ્ર જીવનની દિશા સાવ બદલાઇ જ જશે.

વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કારને વાળી મરીન ડ્રાઇવ પર સડસડાટ ચાલતી ગાડીમાં કાળા ગોગલ્સ પહેરેલા સંપૂર્ણ સફેદ કપડામાં સજ્જ કાલી મોંમાં સિગારનો કશ લઈ મોંથી ધુમાડો છોડતો આગળ વધી રહ્યો.

કાલીએ જીવનનો જૂનો જ રસ્તો અપનાવ્યો. તે બાબાખાન સામે જઈ મૌન બની ઊભો રહ્યો. બાબાખાને તેની આગળ 1978 ની અમેરિકન એ.એમ.ટી. બેકઅપ પીસ્ટલ ધરી. કાલીએ એક પણ પળના વિલંબ વિના તે હાથમાં લીધી. હજુ તો તેના માથાનો ઘા રુઝાયો પણ ના હતો અને કાલી ઐયર ગેંગ સાથે બાથ ભીડવા નીકળવા તૈયાર થયો. બીજી તરફ પોતાની ગેંગના દસેક માણસોને મારી નાખવાથી ઐયર ગેંગના લીડર કનીયંગમ ઐયરનો ગુસ્સો પણ સાતમે આસમાને હતો. તેમની અને બાબાખાનની ગેંગ વચ્ચેનો આ સંઘર્ષ પહેલીવારનો ના હતો, પણ ક્યારેય તે સંઘર્ષ એક બીજાની ગેંગના સભ્યોને મારી નાખવાની હદ સુધી પણ નહોતો પહોંચ્યો, જે આજે થયું હતું. કોઇને કાંઇ પણ જણાવ્યા વિના કાલી બાબાખાને તેને ભેટ આપેલ રાજદૂત લઈ કાળ બની એકલા હાથે સામેથી ઐયર ગેંગનો સફાયો કરવા નીકળી પડ્યો..! બીજી તરફ ઐયર ગેંગે આ કાલીનું નામ પણ સાંભળ્યું ના હતું તેવો જુવાનિયો એકલા હાથે તેની ગેંગના દસ માણસોને મારી નાખે તે વાત ગેંગના લીડર કનીયંગમ ઐયરના માનવામાં આવતી ના હતી. કનીયંગમ તેના માણસોને કાંઇ પણ કરી તે કાલીને જીવતો ઉઠાવી લાવવા જણાવે છે, જેથી તે તેના હાથે જ કાલીને ક્રૂરતાપૂર્વક મારી નાખી શકે. જ્યારે કનીયંગમ પોતાની ગેંગને આ આદેશ આપી રહ્યો હતો, ત્યાં જ તેના બે ઘવાયેલા માણસો અંદર દોડી આવે છે. કનીયંગમ સાથે તેની ગેંગના સૌ કોઇ આ જોઇ ચોંકી ઊઠે છે. બધા દોડીને પેલા બે અતિ ઘવાયેલા માણસો તરફ જાય છે.

“યે કીસને કીયા...?” કનીયંગમે પેલા ઘવાયેલા માણસોને પૂછ્યું.

પેલા બંને બોલવા પ્રયત્ન કરે છે, પણ કાંઇ જ જવાબ આપી શકતા નથી.

“બોલ....યે કીસને કીયા...? કૌન #&$#$# હૈ..?” ગુસ્સામાં કનીયંગમ તાડૂક્યો.

“વો.....વો.....ક.....ક...” આટલા શબ્દો માંડ બોલતા બે માંનો એક મરી જાય છે.

“અબે #&$#$# તુ બતા, કીસને કીયા યે સબ..? કૌન હૈ #&$#$#...બોલ બે સાલે..!” બચેલા બીજાનું માથું ઉંચકી કનીયંગમે અધીરા થતા પૂછ્યું.

“વો....ક....ક...કા.....લી...!” બોલતાં તેનું માથું પણ નીચે ઢળી પડ્યું.

“કા....લી......!” કનીયંગમ મોટેથી બરાડ્યો. તેના અવાજના પડઘા પડતા રહ્યા. “જાઓ ઔર જા કે ઉસ કુત્તે કો ઘસીટ કે યહાં લે આઓ..!” કનીયંગમે તેના માણસોને આદેશ આપ્યો.

તેના માણસો હાથમાં લાકડીઓ, તલવાર, છરા અને બંદૂક લઈ ચોતરફ વિખેરાઇ ગયા. ઐયર ગેંગના ગુંડાઓ તેમના મોટા વેરહાઉસ સાથેના દસેક માલના કોમ્પલેક્ષના ખૂણે ખૂણે પહોંચી કાલીને શોધવા લાગ્યા. એક પછી એક ઐયર ગેંગના માણસો મરતા દેખાયા. કોઇનું ગળુ કપાયેલું દેખાયું, તો કોઇના શરીરની આરપાર તેની જ તલવાર વાગેલી દેખાઇ, તો કોઇની ગરદન સાવ વળેલી હતી. ઐયર ગેંગના જે કોઇ ગુંડઓએ આ દ્રશ્ય જોયું તે ધ્રુજી ઉઠ્યા. તેમને સમજાતું ના હતું કે આ કામ કોઇ એક જ માણસ તેમના ધ્યાનમાં આવે નહીં તેટલી ચપળતાથી કઈ રીતે કરી શકે..!

કાલીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી એક પછી એક કરતાં ઐયર ગેંગના માણસોની લાશોનો ખડકલો કરવા માંડ્યો. બીજી તરફ કાલી એકલા હાથે ઐયર ગેંગનો સફાયો કરવા નીકળી પડ્યો છે તે જાણી બાબાખાન તેમના ઢગલાબંધ માણસો ગાડીઓમાં ભરી ઐયર ગેંગના કોમ્પલેક્ષ જવા નીકળ્યા. બાબાક્જાનના મનમાંકાલીની ચિંતા થતી હતી. તે કોઇ પણ સંજોગોમાં કાલી જેવા સક્ષમ હથિયારને ગુમાવવા માંગતા ના હતા. આ તરફ ઐયર ગેંગનો લીડર કનીયંગમ કાલીની તાકાત આગળ પોતાના ઢગલાબંધ માણસોની નિર્બળતા જોઇ ગુસ્સેથી લાલ પીળા થયો. તે કાલીને એક નજરે જોવા અને કાલીને પોતાની તાકાતનો પરચો બતાવવા તલપાપડ બન્યો. કોમ્પલેક્ષના ટોપ ફ્લોરના હોલની ગ્લાસની મોટી બારી તોડી એક પછી એક ધડામ અવાજ સાથે ઐયર ગેંગના કેટલાક માણસો મેઇન હોલમાં પડ્યા, જ્યાં ગેંગના માણસોથી ઘેરાયેલા કનીયંગમ પોતાના માણસોની હાલત જોઇ અતિશય ગુસ્સે થયો. કનીયંગમને વધુ ગુસ્સો તે બાબતનો હતો કે એકલા હાથે કાલીએ મુંબઈ પર શાસન ચલાવતી તેની ઐયર ગેંગના સશક્ત માણસોને બદતર રીતે માર્યા હતા..!

“કાલીલીલીલીલીલીલીલીલીલી....!” ગુસ્સામાં કનીયંગમ બરાડ્યો.

“ઇતના ગુસ્સા ક્યોં હોતે હો..? પ્યારસે ભી બુલા સકતે હો ના..!” સામે તરફની બારીના તૂટેલા કાચને પગથી પછાડી કાલી કનીયંગમ સામે આવતા બોલ્યો.

“કાલીલીલી...આજ ઇધરીચ તેરે ટૂકડે કરને હૈ..!” કનીયંગમે ગુસ્સેથી કહ્યું.

“અરે અપ્પા...અભી અભી મીલે હો, ઔર મીલતે હી ઇતના ગરમ કાઇકુ હોતે હો..?” કાલીએ શાંતિથી કહ્યું.

“તુજે મેરી તાકાત કા પતા નહીં હૈ....તેરે લીયે તો મૈં અકેલા હી કાફી હૂં..!” લાલાઘૂમ આંખે કનીયંગમ બોલ્યો.

કનીયંગમને ઘેરી ઊભેલા માણસોમાંથી એકાદ માણસ કાલીને મારવા તેની તરફ ધસી ગયો. કાલીએ પળવારમાં તે ધસી આવેલા માણસનને લાત મારતા તેના હથમાંનો છરો દૂર ફેંકાયો અને તરત બીજી જ ક્ષણે તે ગુંડાનું માથું પોતાના હાથે પકડી ગળેથી વાળી દઈ હાથની પકડ છોડતાં તે લાશ બની ધડામ કરતા જમીન પર ઢળી પડ્યો. કાલી તરફ બીજા કેટલાક માણસો દોડી જવા કરે છે, પણ કનીયંગમ તે બધાને રોકે છે.

“અય્ય્યો....કોઇ ઇસે નહીં છૂએગા...યે મેરા શિકાર હૈ....આજ બહુત સાલ બાદ ઐસા તગડા મુકાબલા દેનેવાલા અસલી શેર મીલા હૈ...!” કનીયંગમ હળવાશથી બોલ્યો.

“સચ બોલા....લેકીન એક બાત યાદ રખના કી શેર કભી કીસીકો છોડતા નહીં હૈ...!” કાલીએ સામે હુંકાર ભરતા કહ્યું.

“વૈસે ભી મુજે કુત્તે પાલને સે જ્યાદા શેર પાલને કા શૌખ હૈ....અગર તુ રેડી હૈ મેરે લીયે કામ કરને કો..તો બોલ..!” કનીયંગમે યુક્તિ ચલાવી કાલીને પોતાની ગેંગમાં જોડાવવા પ્રસ્તાવ આપતા કહ્યું.

“સોરી કાલી....લેકીન તુને વૈસે ભી કાફી કુત્તે હી પાલ રખ્ખે હૈ...ઔર તેરે જ્યાદાતર કુત્તો કો મૈને માર ગીરાયા હૈ..!” કાલીએ ગર્વભેર કહ્યું.

“દેખ કાલી, તુજ સે હમારી કોઇ દુશ્મની નહીં હૈ...મૈં તુજે દુસરી બાર ઑફર દેતા હૂં હમારે સથ આ જાઓ....વૈસે ભી ઉસ બુઢે બાબાખાનકી તો #&$#$#... અબ ક્યા બોલતા તું..?” કનીયંગમે શાતીર મનમાં કોઇ કપટ કરવા વિચારી કાલીને ફરી પ્રસ્તાવ આપ્યો. કનીયંગમે કાલી સાથે વાતચીત ચાલુ રાખી, જે દરમિયાન કનીયંગમના માણસો ધીમેધીમે કાલીની ચોતરફ ઘેરવા લાગ્યા.

“મુજેભી તુજસે કોઇ દુશ્મની નહીં થી, લેકીન તેરે ગુંડોને મેરી મેઘાદીદી કે બારે મેં..” કાલીએ સ્પષ્ટતા કરતા કહેવા કર્યું, પણ તેની વાત વચ્ચે અટકાવતા કનીયંગમ બોલ્યો, “અય્ય્યો... ઉસ લડકી કે બારેમેં મુજે બતાયા..! બડી અચ્છી દીખતી હૈ ઐસા સુના હૈ.... મુજે ભી ઐસી લડકી” કાલીએ હાથ ઉંચો કરી કનીયંગમને આગળ બોલતા ચૂપ કર્યો.

“એય મુંહ સંભાલ કે બોલના...અગર મેરી હટ ગઈ...તો સમજો સબકી ફટ ગઈ..!” કાલીએ ગર્જના કરતા કનીયંગમ સાથે તેના બધા માણસો ઘડીભર ધ્રુજી ઉઠ્યા.

“એઇઇઇય.... તુ મુજે... કનીયંગમકો ધમકી દેતા હૈ..!” ઇસ #&$#$# કો કાટ દો...!” કનીયંગમનો આદેશ મળતાંની સાથે જ કનીયંગમના માણસો ચોતરફથી કાલી પર તૂટી પડ્યા, પણ કાલીનો હાથ ચાલતા એક પછી એક માણસો દૂર ફંગોળાયા. કનીયંગમના બીજા માણસો કાલી તરફ દોડી જઈ હાથમાં રાખેલી તલવારો અને છરાથી હુમલો કરવા જાય છે, ત્યાં જ કાલી કનીયંગમ તરફ જોઇ બોલ્યો, “બસ યહી હૈ તુમ્હારી તાકત..? અપને ઇન કુત્તો કે બલબુતો પર હી તુમ હો, વરના તુમ કુછ નહીં..!” કાલીના આ શબ્દો સાંભળતા જ કનીયંગમે બરાડો નાખી કાલી તરફ દોડતાં તેના માણસોને અટકાવી દઈ પોતે જ કાલી સામે જવા આગળ વધ્યો.

“અબ કોઇ ભી હમારી બીચમેં નહીં આયેંગા...! અબ યા તો યહાં મૈં રહૂંગા યા યે #&$#$# કાલી રહેંગા.!” કનીયંગમે આટલું બોલી પોતાનો શર્ટ ઉતાર્યો. તેના મજબૂત બાવડાં આગળ કાલી ઘણો દૂબળો લાગતો હતો. તેનું ખડતલ શરીરને જોઇ ભલભલાના હાંજા ગગડી જાય તેવું હતું, પણ કાલીને તેનાથી જરાય ફેર ના પડ્યો. કનીયંગમના માણસો હોલમાં ગોળાર્ધે ગોઠવાઇ ગયા અને વચ્ચે કાલી અને કનીયંગમ વચ્ચે દ્વંધ શરૂ થયું. શરૂઆતમાં કાલીએ કનીયંગમને ચાર પાંચ વાર હાથ અને લાતેથી ફટકા માર્યા, પણ કનીયંગમને આ મારથી કાંઇ ખાસ ફેર પડ્યો હોય તેવું લાગ્યું નહીં. ફરી કાલી જેવો કનીયંગમને મારવા આગળ ધસ્યો કે કનીયંગમે જોરથી કાલીના મોં પર વાર કર્યો. તેના આ વારથી કાલી દૂર ફેંકાઇ ગયો. તેનાં મોંમાં આવેલા લોહીને થૂંકી કાલી ફરી કનીયંગમ તરફ આગળ ધસ્યો, પણ ફરીથી કનીયંગમે કાલીની ગરદન મજબૂતાઇથી પકડી એક પછી એક એમ ચાર થી પાંચ ફેંટ કાલીના પેટમાં મારતા કાલી નીચે ફસડાઇ પડ્યો. બરાબર આ જ સમયે ત્યાં બાબાખાન તેમના બધા માણસો અને મેઘા સાથે ત્યાં આવી પહોંચ્યા. કનીયંગમ સામે કાલીને આમ ફસડાઇ પડેલો જોઇ બાબાખાન અને મેઘાના મોંથી આહ નીકળી ગઈ..! બાબાખાન તેના માનસોને કાલી અને કનીયંગમ વચ્ચેની લડાઇમાં ના પડવા જણાવી રોકે છે.

“અય્ય્ય્યો બાબાખાન.... યે દેખ તેરા પીલ્લા કૈસે ગીરા પડા હૈ... તુ ઇસીકે બલબુતો પે મુંબઈ જીતના મંગતા થા..?” કાલીને વાળથી ખેંચી ઊંચો કરી કનીયંગમે બાબાખાનને સંબોધીને કહ્યું.

“કાલી....ઉઠ કાલી ઉઠ... ઔર ઇસ #&$#$# કો ખતમ કર દે...!” આંખમાં આંસુ સાથે મેઘાએ હુંકાર ભરી કાલીને કહ્યું.

“હા.....કાલી...દેખ તેરી બહેના તુજે બુલા રહી હૈ....વૈસે ભી આજ યે તેરે ટુકડે હોતે હોએ દેંખેગી ઔર ફીર ઇસે મૈં...” કનીયંગમના આવા બોલાતા શબ્દે કાલીએ આંખ ખોલી ઊભા થઈ ગર્જના કરતા કહ્યું, “એય #&$#$# ચૂપ હો જા...!” કાલને ઊભો થતાં જોઇ મેઘાના ઉદાસ ચહેરા પર નવી આશા જાગી.

કાલીને મારવા આગળ વધતા કનીયંગમ પર કાલી જાણે કાળ બની તૂટી પડ્યો. એક્પછી એક ઉપરા છાપરી પ્રહારથી કનીયંગમ ફસડાઇ પડ્યો. કાલીના પ્રત્યેક પ્રહારથી તેના શરીરમાં ઠેર ઠેર લોહીની ધાર નીકળે છે. કાલીના આ રૌદ્ર સ્વરૂપ આગળ કનીયંગમ પાંગળો સાબિત થયો. તેણે પોતાની હાર સ્વીકારી લેતા કાલી તેને પડેલો મૂકી મેઘા તરફ વળે છે, ત્યાં જ પોતાના સ્વભાવગત કનીયંગમ હાથમાં આવેલી તલવાર વડે કાલીને પીઠ પાછળથી હુમલો કરવા જાય છે, જે જોઇ કાલીની આડશે બાબાખાન આવી જતાં તે તલવારનો ઘા બાબાખાનને વાગે છે. ગુસ્સેથી લાલપીળા કાલીએ કનીયંગમની ગરદનને એક જ ઝાટકે વાળી દઈ તેને પતાવી દીધો. આ સાથે બાબાખાનના માણસોએ પણ કનીયંગમના બાકી રહેલા માણસો પર તૂટી પડી બધાને ત્યાં જ ખતમ કરી નાખ્યા. કાલી તાત્કાલિક ઘાયલ બાબાખાનને બચાવવા હોસ્પિટલ લઈ જવા દોડી જાય છે.

ડૉક્ટર્સ બાબાખાનનો જીવ તો બચાવી લે છે, પણ બાબાખાન પથારીવશ થઈ જાય છે. હવે બાબાખાન તેમના બધા કામની જવાબદારી તે કાલીને સોંપે છે, જેનાથી બાબાખાનનો નાનો ભાઇ કલ્લુખાન નારાજ થઈ બાબાખાનથી છેડો ફાડી ચાલ્યો ગયો. કનીયંગમની ઐયર ગેંગના સફાયા પછી આખા મુંબઈની અંધારી આલમમાં કાલીનું નામ મોખરે થઈ ગયું. મુંબઈમાં થતી આ ગેંગવૉરને રોકવા અને કાળા ધંધા કરનારાઓને પકડવાની જવાબદારી મુંબઈ પોલીસવડા એ.જે.શાસ્ત્રી માટે માથાનો દુ:ખાવો બની ગયો. ગેંગના લીડર બન્યા પછી કાલીએ પાછું વાળીને જોયું જ નહીં અને શરૂઆતમાં માત્ર દારૂ જુગારના ધંધામાંથી કાલીએ હવે હથિયારોની તસ્કરીનું કામ પણ શરૂ કરી દીધું. કાલીના નામ માત્રથી આખુંયે મુંબઈ ધ્રુજતું. આ કાલીને નાથવા ડી.જી.પી. શાસ્ત્રી પોતાની ટીમના સૌથી વિશ્વાસુ પી.આઇ. કેશવ કુલકર્ણી દિવસ રાત મથતા રહ્યા. છેવટે તેમને કાલી મુંબઈની લીટલ હૉમ અનાથાલયમાં દર મહિને દાન આપવા જતા હોવાની બાતમી મળે છે, જે આધારે તે પોલીસ પલટન સાથે કાલીને દબોચી લેવા જાળ પાથરે છે, પણ પોલીસ પલટનમાં કાયદા સાથે વફાદારી કરતા કેટલાંક પોલીસકર્મી સાથે કાલીના વફાદાર પણ રહ્યા હોવાથી આ પ્લાનની જાણ કાલીને થઈ જાય છે. કાલી પણ ડી.જી.પી. શાસ્ત્રીને મળવા ઇચ્છુક હોવાથી પોતાનો પ્લાન ઘડી અનાથાલયમાં બેગ લઈ એક સરખા જ કપડામાં મોં બાંધેલા આઠથી દસેક સામાન્ય માણસોને મોકલે છે. ડી.જી.પી. શાસ્ત્રી અને પી.આઇ. કેશવને વિશ્વાસ રહે છે કે તેમના આ પ્લાનથી કાલી ચોક્કસ ફસાઇ જશે અને પોલીસ પલટનને બધું જ તેમના પ્લાન મુજબ ચાલતું જણાય છે, જ્યારે વાસ્તવમાં તે બધાં જ કાલીના પ્લાનનો હિસ્સો બની રહ્યા હતા.

શું આ પ્લાનમાં કાલી કોઇ ભૂલ કરી બેસશે..?

મુંબઈની અંધારી આલમના બાદશાહ બનેલા કાલીના જીવનમાં કોઇ નવો વળાંક આવશે..?

આગળ વાર્તા આવતા અઠવાડિયે... કાલી 3

*************