irfan juneja ni kavitao (sangrah-5) in Gujarati Poems by Irfan Juneja books and stories PDF | ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૫)

Featured Books
Categories
Share

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૫)

પ્રિયેના નામ

મારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,
એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે,

સુખ મળે કે પછી મળે મને દુઃખ,
મારે તો મારી હર શામ તારે નામ કરવી છે,

આપી પ્રેમનું પુષ્પ તને દિલની વાત કહેવી છે,
મનમાં ઉમળતી ખુશીઓને તારે નામ કરવી છે,

રાખી સંબંધ પ્રેમનો તને મારી બનાવવી છે,
જીવનની મારી ઈચ્છા મારે હવે પુરી કરવી છે,

'ઇલ્હામ' થાય છે મને કે તું પણ મને ચાહે છે,
બસ તારા મુખેથી એ પ્રેમભરી વાત સાંભળવી છે

મારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,
એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે..

પ્રેમ

વસી ગયા તમે દિલમાં,
એ જોઈ નફરત ભાગી ગઈ,

બગડેલા મારા વિચારોમાં,
શુદ્ધિ આવી ગઈ,

ખુલી ગયાં દિલના દ્વાર પ્રેમ માટે,
ને નફરત ચાલી ગઈ,

મનમેળના પ્રસંગોમાં પણ,
ભરતી આવી ગઈ,

લોભ, લાલચ ને ક્રોધમાં,
ઓટ આવી ગઈ,

ભાઈચારાની ભાવનામાં,
પ્રગતિ આવી ગઈ,

પ્રેમના આગમનથી હૈયે,
હરિયાળી ફેલાઈ ગઈ,

તમારા માટે મારી જિંદગી,
ન્યોછાવર થઇ ગઈ..

પ્રણયની વાત

લડી છે નજર તમારી નજરથી,
ભેદીને ઉતરી જશે દિલમાં નયનથી,

પ્રગટશે પ્રણય તમારા હ્રદયથી,
સામે મળશે પ્રણય અમારા હ્રદયથી,

સફર રંગીન બનશે તમારા સાથથી,
રાહ ટૂંકી થઇ જશે અમારા સાથથી,

મંજિલ મળશે જીવનમાં તમારા સ્નેહથી,
તૃપ્તિ થશે તમને'ય અમારા સ્નેહથી,

કબૂલો તમે'ય ચાહના દિલથી,
હું'યે કરીશ પ્રેમ તમને સાચા દિલથી..

આઈ લવ યુ કહેવું છે

ઘણાં વર્ષો પછી,
આજે ફરીવાર તને,
આઈ લવ યુ કહેવું છે..

તારી સામે ઘૂંટણ પર બેસી,
હાથમાં ગુલાબનું ફુલ લઇ,
આઈ લવ યુ કહેવું છે..

આંખોમાં ફરી એજ તેજ ભરી,
દિલમાં હવે એજ ભાવ લઇ,
આઈ લવ યુ કહેવું છે..

તું જ છે મારી પહેલી ને આખરી ચાહના,
એ વાત જતાવવા આજે ફરીવાર,
આઈ લવ યુ કહેવું છે..

અર્ધાંગિની ની સાથે તું છે મારી દોસ્ત,
વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી,
આઈ લવ યુ કેહવું છે..

આવ સંગ ક્યારેક

હું છું મોર ને,
તું છે મારી ઢેલ,
આવ સંગ ક્યારેક,
થનગાટ કરવા..

હું છું સવાર ને,
તું છે મારી સાંજ,
આવ સંગ ક્યારેક,
સમય બદલવા..

હું છું ચાંદ ને,
તું છે મારી ચાંદની,
આવ સંગ ક્યારેક,
રોશની ફેલાવવા..

હું છું હૈયું ને,
તું છે મારી પ્રીત,
આવ સંગ ક્યારેક,
પ્રણય કરવા..

હું છું સાગર ને,
તું છે મારી સરિતા,
આવ સંગ ક્યારેક,
મિલન કરવા..

હું છું વન ને,
તું છે મારી વનરાયું,
આવ સંગ ક્યારેક,
હરિયાળી ફેલાવવા..

હું છું પુષ્પ ને,
તું છે મારી કળી,
આવ સંગ ક્યારેક,
સુગંધથી મહેકાવવા..

હું છું ઈરફાન ને,
તું છે મારી પ્રિયતમાં,
આવ સંગ ક્યારેક,
દિલ ખોલીને જીવવા..

ચાલને આપણે ડેટ પર જઈએ

આ રોજ રોજની ઝંઝટ માંથી,
આ સંબંધને એક નામ આપીએ,
ચાલને આપણે ડેટ પર જઇયે..

મનમાં દબાવી રાખેલી વાતોને,
દિલ ખોલીને વહાવીએ,
ચાલને આપણે ડેટ પર જઇયે..

તારી આંખોમાં રહેલા એ એહસાસને,
અંતરની ઊંડાઈ સુધી પહોંચાડીએ,
ચાલને આપણે ડેટ પર જઇયે..

મિત્રતાની આ ડોરને,
વધુ મજબૂત બનાવીએ,
ચાલને આપણે ડેટ પર જઇયે..

હું કોરા કાગળ પર લખું

હળવા હાથે લખું,
કે પછી હળવા મનથી લખું,
તારા માટેનો પ્રેમ,
હું કોરા કાળગ પર લખું..

તારી આંખો વિશે લખું,
કે પછી તારા અધર વિશે લખું,
તારી સુંદરતા વિશે,
હું કોરા કાગળ પર લખું..

તારા સ્વર માટે લખું,
કે તારી વાણી માટે લખું,
તારી મધુરતા દર્શાવવા,
હું કોરા કાગળ પર લખું..

તને પ્રેમિકા બનાવીને લખું,
કે તને જીવનસંગીની માનીને લખું,
મારા હૈયાંની ઉર્મિઓને,
હું કોરા કાગળ પર લખું..

મનની ઉર્મિઓ

સત્ય કડવું હોય,
પણ કહેવું પડે..

દોસ્ત સારો હોય,
પણ યાદ અપાવવું પડે..

ન સમજે તમારી વાત કહ્યા વગર,
એ દોસ્ત શાનો?

જે કહ્યા વગર જ સમજી જાય,
એના પર ભરોસો કરવો પડે..

નથી કોઈ મારુ આ દુનિયામાં હવે,
એવું ક્યારેક માનવું પડે..

ભલે ને લોકો કહે અમે છીએ,
પણ એ જતાવવું પડે..

જીતવા નીકળ્યો દિલ જયારે,
ઠોકર મારે ખાવી પડે..

ન રહે દિલમાં કોઈ રંજ,
એ માટે દરેક વાત કહેવી પડે..

ભૂલી જાય લોકો મને,
એ વાત સહેવી પડે..

પણ મારા કારણે કોઈનું દિલ દુભાય,
એ માટે માફી માંગવી પડે..

કરીને દિલના સોદા કોઈથી,
પાછળથી ક્યારેક પછતાવું પડે..

રહીએ જીવનમાં મસ્ત મૌલા બનીને,
એ માટે સંયમ રાખવો પડે..

ભૂલી ગયા લોકો ઈરફાન તારી સરળતાને,
એ વાત કવિતા થકી સમજાવવી પડે..