I MY MOBILE AND INTERNET in Gujarati Magazine by Akash Bhayani books and stories PDF | હું માનવ, મારો મોબાઈલ અને આ ઈન્ટરનેટ

Featured Books
Categories
Share

હું માનવ, મારો મોબાઈલ અને આ ઈન્ટરનેટ

આજ ના આ માનવી એ ઘણી પ્રગતિ કરી છે. ટેક્નોલોજી માં સતત આગળ વધી રહ્યો છે. અને હવે તે આજના આધુનિક ગણાતા સમય માં પોહચી ચુક્યો છે, આ એવો સમય છે જેમાં મોબાઈલ ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર નો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે, માનવ ની લાઈફ દિવસે ને દિવસે વધુ સરળ બની રહી છે. સંદેશાવ્યવહાર માં ક્રાંતિ થઇ છે કોઈ પણ દુનિયા ના એક ખૂણા માંથી વિશ્વ ના કોઈ પણ બીજા ખૂણા માં સરળતા થી વાતો કરી શકાય છે. તો હાલ માંજ થયેલા ૪જી ના આવિષ્કારે ઈન્ટરનેટ નો વપરાશ ખુબજ વધારી દીધો છે.

આજે લોકો સતત ફેસબૂક, વ્હોટસપ, ઇન્સ્ટાગ્રામ અને તેના જેવી અનેક બીજી એપ્લિકેશન મોબાઈલ માં વાપરતા હોઈ છે. જ્યાં સુધી આ બધા નો ઉપયોગ સંદેશ ની આપ લે કરવા માટે અથવાતો કોઈ વિચારો રજુ કરવા માટે થતો હતો ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે આજ મોબાઈલ ઉપકરણ નો ઉપયોગ દેશ અને દુનિયા માં દહેશત ફેલાવા માટે થઇ રહ્યો છે. હમણાંજ થોડો સમય પેલા એક બ્લુ વ્હેલ નામ ની રમતે આવોજ ઉપાડો લીધો હતો અને ઘણા લોકો ના મ્ર્ત્યુ પણ થયા હતા. આપને આ સમાજ માં શાળા ના સમય થી આ ઉપકારનો નો સાચો ઉપયોગ સીખાવવો જોઈએ જેથી કરી ને આવનાર સમય માં, આવનાર પેઢી ને કોઈ નુકસાન ના થાય.

આ ઉપકરણ ના ફાયદા તો બધાય ને ખબર જ છે પરંતુ આપણે એના દુષ્પ્રભાવ ને અવગણી લેતા હોઈએ છીએ... રાત્રે ઘરમાં સુવા ના સમયે વાઇફાઇ બંધ કરી ને સૂવું જોઈએ વાઇફાઇ ના રેડિયો એકટીવે તરંગો માનવ ને નુકસાન કારક સાબિત થયા છે. તો ઈન્ટરનેટ નો વધુ પડતો ઉપયોગ તમને તમારા લક્ષ્ય પર ધ્યાનભંગ પણ કરાવે છે. શહેર ના લોકો ની દુનિયા દિવસે ને દિવસે આ મોબાઈલ લેપટોપ અને ઈન્ટરનેટ પૂરતી મર્યાદિત બની રહી છે કારણકે આજે મોટા ભાગ ની વસ્તુ ઓ પણ ઓનલાઇન જ મળી જતી હોઈ છે. સેવાઓ નું મોટા ભાગ નું કામ કોમ્પ્યુટરાઇઝડ થતું હોઈ છે માટે તેઓએ આખો દિવસ પોતાનું કામ કમ્પ્યુટર પરજ બેઠા બેઠા કરવાનું હોઈ છે . જેના કારણે ઘણી વખત માનવ એકલો પડી જતો હોઈ છે. તેના પારસ્પરિક સંબંધો તૂટી રહ્યા છે માત્ર ઈન્ટરનેટ નાજ સંબંધો બનવા લાગ્યા છે જે બહુ ખતરનાક છે. મુંબઈ જેવા મોટા સિટી માં ઘણીં વખત બાજુ માં કોણ રાઈ છે તે પણ ખબર નથી હોતી. અને લોકો જે કઈ પણ કરે તે માત્ર આ મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગ વડે કરતા જોવા મળે છે.

આ વસ્તુઓ ના ફાયદાઓ નથી એવું નથી ફાયદા ઓ પણ છે પરંતુ અપને એનો સમજી વિચારી અને જરૂરિયાત મુજબનોજ ઉપયોગ કરવો જોયે. અપને આપણી વિચારક્ષમતા ને વિકસાવવી જોયે. આપણે કોઈ વસ્તુ પર પરાવલંબી કે ડિપેન્ડન્ટ ના બની જવા જોઈએ. ધીરે ધીરે હવે જયારે પપેરલેસ ઈકોનોમી અને પેપર લેસ એડયુકેશન ની વાતો થઇ રહી છે ત્યારે એવું લાગે છે કે ભવિષ્ય માં વિદ્યાર્થી ચોપડામાં કઈ નાઈ લખે પણ માત્ર ટાયપિંગ કરતાજ શીખશે . અક્ષરો ખરાબ થવા ની કોઈ ઉપાધીજ નઈ. સાઈન તો કરવાનીજ નઈ બધું ડિજિટલ સાઈન દ્વારા થઇ જશે. લોકો ના નામ પણ રાખવા માં નઈ આવે તેનો આધાર ક્રમાંક જ નામ બની જશે અને તેના દ્વારાજ તે ઓળખાશે. રાશિ બશી નું પણ કોઈ ચક્કર નઈ રહે કારણકે તેની ઓળખાણ માત્ર અધાર નંબર જ હશે.દા.ત. કોઈક નું નામ હશે ૮૮૨૮૪૭૨૪૨૨૨૧ પછી આ ૧૨ નંબર ના આંકડા ઓ વેચાશે અને સરકાર જલ્દી યાદ રહે તેવા સરળ નમબેરો આપવાના પૈસા લેશે. વિદ્યાર્થી ભણવા માટે શાળા એ જશે નહિ પરંતુ પોતાનાજ ઘરે માત્ર YOUTUBE જોઈ ને ભણી લેશે માત્ર પરીક્ષા આપવા સ્કૂલે જશે અથવા તો એ પણ પોતાના લેપટોપ કે મોબાઈલ થીજ આપી દેશે.

હું મારો મોબાઈલ અને ઈન્ટરનેટ ના આ લેખ થી હું એ સંદેશ આપવા માંગુ છુ કે આપણે આ ઉપકરણ ના ગુલામ બનતા બચવું જોયે. અને માણસે માણસ બનવા ના પ્રયત્નો કરવા જોયે. કારણકે કોઈ પણ વ્યક્તિ ભલે મનુષ્ય દેહ માં જન્મે પરંતુ જ્યાં સુધી તે માણસાઈ ને પ્રાપ્ત ના કરે ત્યાં સુધી માણસ બની શકતો નથી.અને મારા મંતવ્ય પ્રમાણે શિક્ષણ માત્ર માણસે ને માણસ બનાવ સુધી નુંજ હોવું જોયે બાકી તો બધી માત્ર તાલીમ કહેવાય. આપણે આપણા માનવી ની ઉપયોગીતા એક કમ્પ્યુટર કે મોબાઈલ થી વધારવી પડશે નહીંતર દુનિયા કમ્પ્યુટર મોબાઈલ અને ઈન્ટરનેટ ની ગુલામ બની જશે. આપણી દુનિયા માત્ર મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર ના રહેતા ભગવાને બનાવેલી આખી દુનિયા સુધી વિકસે અને આપણે બધાજ સજીવો એકબીજા ને સમજીયે અને હળી મળી ને પ્રકૃતિ અને કુદરત આ ખોળે વિકસીયે એજ મારી ઈચ્છા છે.

આ લેખ ના અંત માં હું માત્ર એટલુંજ કહીશ કે આપણે આપણી કાર્યક્ષમતા ને સમજી ને આ વિશ્વ ના સર્વાંગી વિકાસ વિશે વિચારશીલ અને ગતિશીલ હોવું જોઈએ ના કે આપણી દુનિયા ને માત્ર પોતાના પૂરતી સીમિત કરી લઇ ને મોબાઈલ કે કોઈ ટેકનોલોજી ના ગુલામ બની જવું જોયે.