Pravas Varnan in Gujarati Travel stories by AMRUT PATLIYA AMI books and stories PDF | પ્રવાસ વર્ણન

Featured Books
Categories
Share

પ્રવાસ વર્ણન

? મારું પ્રવાસ વર્ણન  
?
‘ભોમિયા વિના મારે ભમવું છે આ દુનિયા,
ઋષિવનની કુંજ કુંજ જોવી છે મારે.’
       પ્રવાસનું નામ સાંભળતાં ભલભલાં માણસનું મન થનગની ઉઠતું હોય છે .પ્રવાસનાં પહેલાં દિવસે મારા જેવા મિત્રો તો નાસ્તાનું આયોજન કરતા હોય છે.જેમ જેમ પ્રવાસની તારીખ નજદીક આવતી હોય છે તેમ તેમ મન ચકડોળે ચડતું હોય છે એવા જ એક પ્રવાસનું આયોજન મારી કોલેજમાં થયેલ. 
         આમ,મારી કર્મભૂમિ એવી અમારી કોલેજમાંથી વિધાર્થીમિત્રો દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રવાસ માટે સમગ્ર પ્રવાસનું આયોજન મિત્ર આરીફભાઈ અને દર્શનાબેન તથા સેજલબેન દ્વારા કરવામાં આવ્યું .તેમાં તેમજ પ્રવાસમાં જોવાલાયક રમણીય સ્થળોની પસંદગી સૌ વિધાર્થીમિત્રો સાથે મળીને કરવામાં આવી. તેમજ મુખ્ય સ્થળ ઋષિવન (વિજાપુર) અને ઐઠોર ,મહુડી,ઉમીયામાતાનું મદિર (ઊંજા) વગેરે નાના મોટા સ્થળોની પસંદગી કરવામાં આવી.
       તારીખ ૧૦/૦૧/૨૦૧૯ સવારના રોજ કડકડતી ઠંડીના સુમારે ૭:૦૦ કલાકે અમે અમારી કોલેજ જી.ડી.મોદી આગળ ભેગા થયા.ત્યાં જ થોડા સમય બાદ અમારી રાજધાની એક્સપ્રેસ મિલિયન અમારી જોડે આવીને સલામત ઉભી થઈ.તેમજ અમારી કોલેજના બે અધ્યાપક સાહેબશ્રીઓ પણ આવી પહોચ્યા હતા.તમામ પ્રવાસી મિત્રોની હાજરી મિત્ર આરીફભાઈ દ્વારા ચોકસાઈ રાખીને હાજરી લેવામાં આવી.બસ થોડી જ ક્ષણોમાં અમે અહીંથી પ્રસ્થાન કરીશું.
         લગભગ સવારના ૭:૩૦ કલાકે અમે અમારી રાજધાની એક્સપ્રેસ લઈને પ્રવાસ અર્થે ઋષિવન તરફ પ્રયાણ કર્યું.મધુર ગીતો સાથે અમે અમારી મુસાફરી ચાલુ કરી.’ગીતોની લહેર,નાચવાની મહેર’બધી રીતે મોજે દરિયા.કોઈ દહાડો પણ નહી નાચેલા મારા જેવા મિત્રોને પણ નાચવાનો ઉમળકો ચડ્યો.મને પણ થોડુક નાચવાનું મન થયું હું પણ નાચી ઉઠ્યો. મિત્ર આરીફભાઈ, રવિ, ઋતુલ,કિરણ, એજાજ, રાકેશ, નિકુલ (આર.કે.) જેવા મિત્રો મન મુકીને નાચવા લાગ્યા.જેમ જેમ ગીતોની રમઝટ જામી તેમ તેમ બસમાં જ નવરાત્રી હોય તેવું મને લાગ્યું.અમારા ભાઈડાઓ તો બહુ હરખ પદુડા થઈને જોસમાં આવી નાચવા લાગ્યા.બીજું તો અમારા શિવભકત એવા મિત્ર રવિભાઈ તો ભગવાન શિવની માફક તાંડવ નૃત્ય કરવા લાગ્યા.આમને આમ અમારી મુસાફરી ચાલુ રહી.એવી રીતે ૧૦:૩૦ કલાકે અમે ઐઠોરમાં આવેલ દાદા ગણપતિ ધામમાં આવી પહોંચ્યા.બધા મિત્રો  બસમાંથી નીચે ઉતર્યા અને થોડી વાર બહાર ફરવા ગયા.પછી પાણી પીધું અને થોડો સમય આરામ કરી અમે દાદા ગણપતિના દર્શન કરવા મદિરમાં પ્રવેશ લીધો.ત્યાં તો પ્રવેશતાં અમને બે કેમેરાએ અમને ઘેરી લીધાં છે એવું એક બોર્ડ મારી નજરે ચડ્યું.આ મંદિર ૭૦૦ વર્ષ જુનું હોવાનું અનુમાન છે.વર્ષ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ અહી દર્શન અર્થે આવતાં હોય છે.અમે પણ દર્શન અહી દર્શન કરી ફોટો,સેલ્ફી,વીડિયોગ્રાફી લઈ અમે ચા-પાણી સાથે સેવ ખમણી નિરાંતે ખાઈ લીધી. ત્યારબાદ અમે અમારી યાત્રાને પુન:આગળ ધપાવી.હવે અમારું આગળનું સ્થળ હતું સીધું ઋષિવન જવાનું હતું અને તે અમારું મુખ્ય છે અને ત્યાંથી અમારી મુસાફરી બહુ લાંબી હતી.આમ અમારે રાબેતા મુજબ અમારે નાચવાનું,ગાવાનું અને સાથે મુસાફરી પણ ચાલુ રાખી હતી.
         સવારનો સમય હતો લગભગ ૧૧:૦૦ કલાકે અમે અમારા મુખ્ય સ્થળે આવી પહોચ્યો હતા.અમારું મુખ્ય સ્થળે આવી પહોચ્યાં હતાં.અમારું મુખ્ય સ્થળ એટલે અમારે મન કાશ્મીર તરીકે જાણીતું એવું ઋષિવન.ઋષિવન એટલે એમ તો એનો અર્થ ઋષિઓનું વન એવું થાય છે પણ આમ કહીએ તો પણ ખોટું નથી.ઋષિવનમાં આવીને અમારી બધાની વ્હાલી અમારી બસને પાર્કીંગમાં ઊભી રાખી.બધાં વિધાર્થી મિત્રોએ ઠંડું પાણી પીને એકદમ તંદુરસ્ત અને અડીખમ થઈ ગયા હતા.મારા તમામ મિત્રો તો જાણે આખું બ્યુટી પાર્લર અહી લઈને આવ્યા હોય એવું મેં જોયું. તેમાં લીપ્સસ્ટીક, ચાંદલો, મેકઅપ, પાવડર, ક્રીમ, પ્રફૂમ, નીલપોલીસ વગેરે લગાવીને ટનાટન થઈ ગયાં.અમુક મિત્રોતો કાંસકો અને દર્પણ પણ જોડે લઈને આવ્યા હતાં.અમારી વ્હાલી બહેનો તો માતા જગદંબાની જેમ ખુલ્લા વાળ રાખીને તૈયાર થઈ રહ્યા હતાં.આમ અમે અમારા મિત્રો સાથે ઋષિવનના મુખ્ય દરવાજા તરફ પ્રયાણ કર્યું.દરવાજે પહોચ્યાં ત્યારે ચોકીદારે અમને રોક્યા અને ટિકિટ લેવાનું કહ્યું ત્યારે મિત્ર આરીફભાઈ દ્વારા બધા મિત્રોની ટીકીટ લેવામાં આવી.ટીકીટ લઈ અમે બધા મિત્રોએ અંદર પ્રવેશ લીધો.અંદર ઢળતા જ રળિયામણી વેલીઓ અને વૃક્ષોએ અમારું ભાવભીનું સ્વાગત કરી રહ્યાં હોય તેવું મેં અનુભવ્યું.આમ અમે ત્યાંથી આગળ વધ્યા.સાહેબશ્રી દ્વારા મને સ્લો મોશન વીડિઓ શુટિંગ લેવાનું કહ્યું અને મારા જેવા મોજીલા ફોટો લેવાના શોખીન જીવડો હોવાથી સાહેબનું પણ મેં શુટિંગ લઈ લીધું.પછી અમે ત્યાંથી આગળ વધ્યા.
     અમારે મન બાર જ્યોતિર્લિંગો માનું એક એવું વિશાળ શિવલિંગ અમારી નજરે ચડ્યું.શિવલિંગ સાથે સેલ્ફી, ફોટોગ્રાફી લઈ અમે ત્યાંથી આગળ નીકળ્યા. આગળ વધતા અમને એવું જ વિશાળ આકારમાં અશોક સ્થંભ જોવા મળ્યો.તેમજ તેની નીચે બેસી થોડો સમય આરામ કરી ત્યાંથી અમે લાકડીયો પુલ જોવા ગયા અને ત્યાંથી આખું સોંદર્ય નિહાળવા મળ્યું.મેં મારા ફોનમાં સોંદર્યના બે-ચાર ફોટાઓ લઈ લીધાં.અને અમે ધીરે ધીરે ત્યાંથી આગળ વધ્યા. આગળ ચાલતા-ચાલતા વચ્ચે અમને ડાઈનોસોર જેવું વિશાળ પ્રાણી અમારી નજરે ચડ્યું આમ તો બહું વિશાળ હતું પણ ચિંતા જેવું કઈ ન હતું.કેમકે એ પથ્થરનું બનેલું હોવાથી ખતરો ન હતો. ત્યાં અમે ફોટોગ્રાફી લઈ મિત્ર ચેતન, નિકુલ(આર.કે.), એજાજ, અકીલ, માયા, અલ્યા,સોનમ, સુહાની વગેરે મિત્રો ભેગા મળીને પ્રવાસની યાદગીરી માટે ફોટાઓ પડાવી લીધાં. પછી અમે ત્યાંથી આગળ વધ્યા આગળ વધતાં વધતાં એક ટુકડી નજરે ચડી. તે ટુકડીમાં ધવલ, વિપુલ, રવિ, વિક્રમ, નિકુલ જેવા મિત્રો મળ્યા અને એતો જાણે વરરાજો જેવી રીતે ધોડા ઉપર બેસે એમ મારા વ્હાલા ભેરુઓએ પણ ધોડા ઉપર બેસીને ફોટાઓ પડાવીને મઝા લીધાં હતા.તે બધું જોઇ લીધાં પછી હું ત્યાંથી આગળ વધ્યો. થોડેક આગળ વધતાં મારા ભેરુ ચેતન અને આર.કે. નામથી જાણીતા મિત્ર નિકુલ અમે એક સિહાંસન લખેલું હતું ત્યાં રાજાની જેમ બેસીને ફોટોગ્રાફી લીધી.આગળ વધ્યા એટલે થોડેક દુર પાણીની અંદર રેલ્વે પુલ જોઈ અમે આગળ વધ્યા.
             આમ , અમે એકલા-એકલા ચાલતા   હતા એવામાં મિત્ર ચેતનની ટુકડીની બહેનોને ચેતનભાઈને જોઈ ગયાં.એટલે તેમણે ચેતનને સાદ પાડી અને તેમણે ત્યાં આવવાનું કહ્યું . ત્યારે રસ્તો તો ન હોવા છતાં અમે ઉજ્જડ રસ્તે નીકળ્યો અને ત્યાં પહોચી ગયા પછી બહેનોને મળીને એમને વાત કરી કે તમારે આ હોડકામાં બેસવું છે ? હું તો છાતીનો બહાદૂર એટલે આપણે તો ચોખ્ખી ના પાડી લીધી.બીજા મિત્રોએ પણ બેસવાની ના પાડી હતી.તેવામાં ત્યાં જ મિત્ર આરીફભાઈએ હોડકા વિશે વાત કરી કે આમાં તો ક્યારે બેસાય નહી ભાઈ એટલે આપણે તો બેસવાનું માંડી વાળ્યું. અમારે મધુર વાતો ચાલી રહી હતી તરસ પણ બહુ લાગી હતી એટલે થોડું ઠંડું લઈ લઈએ એવો વિચાર આવ્યો એટલે મેં નાનકડું ઠંડાનું બોટલ લઈને મિત્ર આરીફભાઈની આગળ ધર્યું. પરતું મિત્ર આરીફભાઈ એતો સ્વીકાર્યું નહી . એટલે એ ઠંડાની બોટલ મિત્ર એજાજ અને અકીલ અમે ત્રણેય સાથે મળીને પી લીધી. પછી અમે ત્યાંથી આગળ વધ્યા થોડી દુર જતા અમારી જગાણાની બહેનો અને બેની ઋત્વી , પ્રિયાંશી અને મારો જીગરનો ટુકડો એવો મારો લાડકવાયો મિત્ર ઋતુલ પણ મળ્યો. હાસ ! જીવમાં જીવ આવ્યો મારા જીગરનો ટુકડો મને મળી ચુક્યો હતો .અમે બન્ને મિત્રોએ થોડીક વાતો કરી લીધાં પછી બહેનોની અને મિત્ર આરીફભાઈની ફરમાઇશ હતી કે અમારે આ નાનકડી રેલગાડીમાં બેસવું છે મેં કહ્યું ચાલો હું પણ જલસો લઈ લઉં .આમ ,મિત્ર કિરણ ,અજેય ,ઋતુલ અમે બધા મિત્રો રેલગાડીનો સૌથી છેલ્લે ડબ્બે બેસ્યા. ત્યાં તો થોડી ફોટોગ્રાફી લઈ બે આંટા રેલગાડીના હીંચકા ખાધા બહુ મજા આવી.
            આમ , અમે આગળ વધતાં ગયા એમ એમ અમારી સાથે બહોળા મિત્રોની ભેટ થતી ગઈ . આમ અમારી ત્રણેય ટુકડીઓ સાથે મળી. પછી અમે એફિલ ટાવર જોવા માટે પહોચી ગયાં . બહુ સુંદર અને વિશાળ ટાવર પણ જોઈ લીધો. મિત્રો એ સેલ્ફી અને ફોટાઓ પણ લઈ લીધાં. અમુક મિત્રોએ તો ટાવરની ટોચને હાથની આંગળીઓથી પકડી રાખ્યો હોય તેવી રીતે દુરથી ફોટોગ્રાફી લેતાં જોયા. ત્યાં જ એક લીમડાં ઉપર માંચડો બનાવેલો હતો તેના ઉપર ચડવાની ઈચ્છા થઈ એટલે હું અને મિત્ર ઋષભભાઈ બન્ને બહુ હરખ પદુડા થયા પણ સીડી એવી રીતે છુટ્ટી ફીટ કરી હતી કે પડવાની બીક રહેતી હતી એટલે ડર તો લાગતો હતો છતાં મનને મક્કમ રાખીને હું સીડીઓ ચડવાનું ચાલુ કર્યું ચડતો ચડતો હું માંચડા સુધી પહોચી ગયો પાછળ અમરા મિત્ર ઋષભભાઈ પણ આવી પહોચ્યા આવીને એક બે ફોટાઓ લઇ લીધાં પછી અમે ત્યાંથી નીચે ઉતર્યા એટલે મિત્ર આરીફભાઈ, અજય,ઋતુલ, કિરણ, સુનીલ,દિપક અચાનક માંચડા નીચે અચાનક મળ્યા . અમે થોડી વાર ત્યાં બેસ્યા પછી મિત્ર આરીફભાઈને રાજસ્થાની પાઘડી પહેરવાની ઈચ્છા થઈ એટલે મેં તેમને પાઘડી બાંધવામાં મદદ કરી. પાઘડી સાથે ફોટો પણ પડાવ્યો. આમ મિત્ર કિરણભાઈને પણ વ્હાલો કાનુડો બનાવીને ફોટો પાડ્યો. બીજી બાજુ જગાણાની બહેનો પણ તે લીમડાં વાળા માંચડા ઉપર બધી એકસાથે ચડી ગઈ હતી. પછી તેઓએ પણ ફોટોગ્રાફી લઈ નીચે ઉતર્યા. ત્યાંથી અમે બધા જુદા પડ્યા હું અને મારી જીગરી જાન મિત્ર ઋતુલ અમે બન્ને એકલા-એકલા ફરવા નીકળી પડ્યા ફરતા ફરતા અમને એક રાઈફલ નજરે ચડી હો . મેં ઋતુલને વાત કરી ચાલ ત્યાં જઈ ફોટો પડાવીને આવીએ . ત્યા તો ઋતુલભાઈ બોલી ઉઠ્યા આ ફોટો પાડવા માટે નથી મૂકી . આને સામે રહેલા ચક્ર ઉપર નિશાન લગાવવાનું છે . મેં કહ્યું એવું છે એમ કહી ત્યાંથી આગળ વધ્યા.  
                  ફરતા ફરતા થોડીક વર પછી સાહેબશ્રી પરેશભાઈ તથા વિજયભાઈ બન્ને વારા ફરથી મને ફોન કરવાનું ચાલુ કર્યું મેં ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો કે જમવાનું બની ગયું છે તમે જલ્દી આવી વિધાર્થીઓને લઈને આવી જાઓ. હું અને ઋતુલભાઈ તમામ મિત્રો સાથે જમવા માટે પહોચી ગયા ત્યાં ગયાં એટલે બાપ રે બાપ રસગુલ્લા, પાપડી, ગાજરનો હલવો, પૂરી, ચણાનું શાક, બટાકાનું શાક, છાસ  મોજે દરિયા હો .....અમે બધાએ મજાથી નિરાંતે જમી લીધું.પછી મિત્ર આરીફભાઈ અને બહેનોને શાંતિથી જમાડી લીઘા પછી અમે થોડી વાર આરામ કર્યો . અમે ફરીથી નિહાળવા માટે નીકળી ગયાં.
         મિત્ર ઋતુલ અને હું બન્ને એકલા એકલા નીકળ્યા ત્યાંથી મને વિચાર આવ્યો કે ચાલ હવે કપડા બદલાવી લીધાં આ રીતે દિવસ દરમિયાન મેં ત્રણ જોડી કપડા બદલાવીને રેકોર્ડ સર્જયો હતો.આમ કપડાં બદલાવી અમે ત્યાંથી ફરી ભ્રમણ કરવા માટે નીકળી પડ્યા. 
            આમ , થોડેક દુરથી ડિજે સાથે ગીત સાંભળવા મળ્યું અને ત્યાં છોકરાઓ અને છોકરીઓ નાચતા જોયા અમને પણ નાચવાનો ઉમળકો ચડ્યો અમે ત્યાં પહોચ્યાં અને જોયું તો એક છાપરાની અંદર નાનકડી ઘણી બધી કારો જોવા મળી. તેમાં ડાન્સ સાથે મુસાફરી કરવાની હતી. મિત્ર આરીફભાઈ અને સેજલબેન, દર્શના, માયા, અકીલ, એજાજ વગેરે મિત્રો તેનો લુપ્ત લેવા માટે અંદર પ્રવેશ્યાં.મને અને મિત્ર ઋતુલને પણ ઈચ્છા થઈ અમે બંને ટીકીટ લઈ અંદર પ્રવેશ લીધો. અંદર ગયા હું કારમાં બેસ્યો સીટ બેલ્ટ લગાવ્યો રેસ અને સ્ટેરીંગ સિવાય કારમાં કી પણ જોવા ના મળ્યું.  મેં તો ફૂલ રેસ કરી ધીરે ધીરે કાર ચલાવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે કાર ચલાવતા શીખી ગયા હતા પરંતુ સમય મયાર્દા પૂરી થઈ હોવાથી ત્યાંથી પાછું આવવું પડ્યું. ત્યાંથી અમે પાછા અમારા મૂળ સ્થળે એવા એફિલ ટાવર જોડે ગયા .ત્યાં મિત્ર કિરણ જોડે બે-ચાર ફોટાઓ પડાવ્યા પછી અમે ત્યાંથી નીકળ્યા. અમે બહુ તરસ્યા થયા હોવાથી પાણીની શોધમાં આગળ વધ્યા. એક વળાંકમાં પકોડી વાળાને ત્યાં અમે પાણી પીધું અને અમે ત્યાંથી આગળ વધ્યા. આગળ જતાં થોડીક દુર એક હીંચકો નજરે ચડ્યો. અમને પણ ઈચ્છા થઈ ચાલને બાળપણની જેમ થોડાક હીંચકા ખાઈ લઈએ. મિત્ર ઋતુલ ,કિરણ ,અજય વગેરે મિત્રોએ હીંચકા ખાઈ લીધાં. પછી અમે ત્યાંથી આગળ વધ્યા. અમુક મિત્રો જોડે સાભળ્યું હતું કે અહી ‘લવર પોઈન્ટ’ નામનું કઈંક સ્થળ છે.હું અને ઋતુલ બહુ અધીરા થયા આ વળી શું છે ? ચાલો અહી આવ્યા છીએ તો આ પણ જોઈ લઈએ. એમ કહી અમે એ સ્થળ જોવા માટે પડ્યા બહુ ફર્યા છતાં એ સ્થળ અમને નજરે ના આવ્યું. પછી અમે એક જગ્યાએ બેસ્યા પછી યાદ આવ્યું કે પેલા વાંદરાઓ વાળી જગ્યાએ છોકરા અને છોકરીઓ સાથે બેઠા હતા એ જગ્યાને કદાચ અહીના લોકો ‘લવર પોઈન્ટ’ કહેતા હશે. આમ કહી ત્યાંથી અમે આગળ વધ્યા. અચાનક તમામ મિત્રો હરીફરીને શિવલિંગ આગળ મળ્યા.
         તમામ મિત્રો ભેગા થયા. થોડા સમય બાદ સાહેબશ્રીના ફોન આવવાના ચાલુ થઈ ગયા. એટલે મેં ફોન ઉપાડી સાહેબને પણ અમારી મુખ્ય જ્ગ્યા એવી શિવલિંગ જોડે બોલાવી લીધાં. થોડી વાર પછી સાહેબ પણ આવી ગયા. ત્યાં એક દુકાન આગળ માતાજીના સુંદર ગરબા એવા “ ખજૂરી તારા ઝળમળીયાળા પાન રે ........................” એવા ગરબા વાગતા હોવાથી અમારા ભાઈડાઓને રંગ લાગ્યો એટલે તેઓ નાચવા લાગ્યા. એમાં બહેનો પણ સાથે જોડાઈ ગઈ અને ગરબાનો સમૂહ મુજબ ગરબા રમવાનું ચાલુ કર્યું. તેમજ મેં તો વિજયભાઈ સાહેબને આજીજી કરી છતાં સાહેબ ગરબે રમવા તૈયાર ના થયા છેવટે પરેશભાઈ સાહેબને પકડીને ગરબે રમાડ્યા હો... ગરબો બરોબર જામ્યો. રમનારાઓને પણ ગરબે રમવાની બહુ મજા આવી રહી હતી. પછી અમારે નીકળવાનો સમય થયો હોવાથી થોડા મિત્રો સાથે યાદગીરીના ભેટ રૂપે થોડાક ફોટાઓ પડાવી. અમે ઋષિવનને અલવિદા કહીને અમે ત્યાંથી નીકળી ગયા. જાણે સ્વર્ગ છોડીને જતા હોય એવું મેં અનુભવ્યું..
        આમ , અમારી મુસાફરી ફરીથી ચાલુ કરી એજ પરિસ્થિતિ નાચવાનું , ગાવાનું જલસે જલસો મોજે દરિયા. અમારે હવે મહુડી મુકામે જવાનું હોવાથી અમે મહુડી જવા માટે નીકળી ગયાં.
           ધીરે ધીરે અમે મહુડી આવી પહોંચ્યા મહુડીમાં આવેલ જૈન ધર્મના ઘંટાકર્ણશ્વર દેવનાં દર્શન કર્યા અને ત્યાંની પ્રખ્યાત સુખડી પણ અમે ખાધી હતી. પછી ફોટાઓ પાડી અમે મંદિરની બહાર આવેલ નાની બજારમાં અમે ખરીદી કરવા નીકળ્યા.મિત્ર આરીફભાઈ અને કિરણભાઈને સાથે રાખીને મેં ખરીદી કરવાનું ચાલુ કર્યું મારે થોડી વસ્તુઓ ઘરના સભ્યો માટે લેવાની હોવાથી અમને એમાં કઈ ખબર ન પડતી હોવાથી અમે હેમલને બોલાવીને પસંદગી કરવાનું કહ્યું. હેમલે મને સારી સારી વસ્તુઓ લેવામાં મદદરૂપ થયા.આમ મારે જોઈતી હતી એવી બધી વસ્તુઓ મેં લઈ લીધી હતી. પરંતુ એક વસ્તુ લેવાની બાકી હોવાથી મિત્ર અકીલ અને હું એ વસ્તુ લેવા માટે બહુ ફર્યા છતાં તે વસ્તુ અમને ના મળી અમે ત્યાથી નીકળ્યા. અધવચ્ચે માતા ઉમિયાનું મંદિર આવ્યું એટલે તમામ મિત્રોની ઈચ્છા હતી કે માતાજીના દર્શન કરીને જવું છે માટે અમે વચ્ચે અમારી બસ ઉભી રાખી અને બધા મિત્રો માત્ર ૨૦ મિનિટ માટે ઉમિયા માતાના દર્શન કરવા માટે નીચે ઉતરી માતાના મંદિરમાં પ્રવેશ લીધો. દર્શન કર્યા પછી મંદિરમાં ચમચીથી થોડું પાણી પ્રસાદ રૂપે આપતાં હતા એટલે અમુક મિત્રોએ એ પાણી પીધું. પછી થોડી વાર મંદિરની બાજુમાં આવેલ એક બોકડાં ઉપર જઈને હું તો બેસી ગયો. મિત્ર આરીફભાઈ મારી જોડે આવ્યા થોડી ચર્ચા વિચારણા કરી અમે ત્યાથી પાછા બસ તરફ પ્રયાણ કર્યું. પછી અમે બધા બસમાં બેસ્યા.
                આમ અમારું છેલ્લું સ્થળ અને અમારે રાત્રી ભોજન ઐઠોરમાં રાખ્યું હોવાથી અમે ત્યાં જવા માટે નીકળી ગયા .અમે અમારી મુસાફરી ચાલુ કરી.ગીત અને નાચગાન સાથે અમે ફરીથી ઐઠોરમાં પાવન પગલાં કર્યા.
             આમ , ઐઠોર આવી ગયા પછી અમે બધા બસમાંથી નીચે ઉતરીને જમવાની ચાલુ કરતાં હતાં એવામાં રસોઈયા દ્વારા કહેવામાં આવ્યું કે જમવાનું હજુ તૈયાર નથી થયું.એટલે જમવાનું બને એટલી વાર અમે બધા ત્યાં આવેલ એક હોલમાં ભેગા થયા અને ત્યાં બેસ્યા. સાહેબ સાથે વાતો કરતા હતા એટલે વાતો વાતોમાં સાહેબશ્રીએ મારો પરિચય એટલે કે "અમી" પાતળિયા વિશે મિત્રોને અવગત કરતા હતા એટલે મારી વાહ વાહ થતી હોવાથી હું ત્યાંથી રસોડા તરફ જમવાનું બન્યું કે નહીં તે જોવા નીકળી ગયો.
                   થોડીવાર પછી જમવાનું બની ગયું હોવાથી અમે બધા વિદ્યાર્થી મિત્રોને બોલાવ્યા. બધા મિત્રો જમવા માટે આવ્યા .જમવામાં દાળ અને બાટી હતી પરંતુ છાશ ન હતી એટલે સાહેબ પાસે છાશ મંગાવીને બધા મિત્રોને આપી. આમ જમી લીધા પછી થોડી વાર હળવા થયા.બાદમાં બધા મિત્રો બસમાં બેસ્યા. હું અને પરેશભાઈ સાહેબ ઘરના સભ્યો માટે પૈડાં તથા છોકરા માટે કોચાક (ચોકલેટ) લેવા એક દુકાનમાં ગયા.અમે કોચાક લાવી બસમાં બેસ્યા.આમ અમે અમારા પ્રવાસના સ્થળો પુરા કરી અમારી યાત્રાને ઘર તરફ પ્રયાણ કર્યું.બસમાં તો રાબેતા મુજબ ક્રિયાઓ ચાલુ હતી. છેલ્લે છેલ્લે હું બહુ હરખ પદુડો થઈ નાચવા લાગ્યો બહુ નાચ્યો બહુ મજા આવી. સાથે સાથે બહુ ઘોઘટ થતો હોવાથી અમને નાચવાની અને ઘોઘટ ના કરવાની સાહેબે ના પાડી. બધી ક્રિયાઓ બંધ કરાવી અને સાહેબે વિદ્યાર્થી મિત્રોને સૂચન કર્યું કે આવી રીતે આનંદમાં આવી ના જાઓ.તેમણે સૂચના આપી અને કહ્યું કે એકબાજુ છોકરીઓ અને એકબાજુ છોકરાઓ સામ સામે આપણે અંતાક્ષરી રમીએ. એમ કહી અંતાક્ષરી ચાલુ કરી . અંતાક્ષરી તો ચાલુ જ હતી પણ હું અને આરીફભાઈ આખો દિવસ બસમાં ઊભા રહીને થાકી ગયા હોવાથી આગળની સીટ ઉપર જઈને બેસી ગયા. થોડી વાર આરામ કર્યા પછી અમને રેવાયું નહી .એ લોકો અંતાક્ષરી રમે છે અને આપણે બેસીએ થોડું ચાલે એટલે અમે એકલા એકલા ગીતો ગાવાનું ચાલુ કર્યું.મારવાડી, ગુજરાતી, હિન્દી જેવા ગીતો ગાઈ લીધા મોજ આવી ગઈ. હવે અમે પાલનપુર થી થોડેક દૂર હતાં એટલે મેં સાહેબને એક પ્રશ્ન પૂછયો કેવો રહ્યો પ્રવાસ ? સાહેબ કહે બહુ સરસ અને "અમી" મજા આવતી ન હોય મજા આપણે લેવી પડે છે. મેં કહ્યું બહુ સરસ સાચું સાહેબ. આમ અમારી મુસાફરી સાથે પ્રવાસ ની અંતિમ ક્ષણો નજદીક આવી રહી છે. 
      અમારા મોંઘેરે પાલનપુરમાં આવતાં  વચ્ચે વચ્ચે આવતા સ્થળોએ મિત્રોને પરિવાર જોડે ઉતારીને અમે અમારી કોલેજ આગળ પાવન પગલા કર્યાં.અહીં આવ્યા બધાં મિત્રો નીચે ઊતર્યા વાલીઓ પણ આવી ગયા અને પોતપોતાના બાળક ને ઘરે લઇ ગયા.બધાં મિત્રો ઘર તરફ પ્રયાણ કર્યાં પછી હું પણ મામા સાથે ઘર તરફ  પ્રયાણ કર્યુ. હું  લગભગ રાત્રીના બાર વાગ્યે ઘરે પહોચ્યો.આમ અમારો પ્રવાસ શાંતિમય રીતે પૂર્ણ થયો. પ્રવાસ દરમિયાન બહુ મઝા આવી.મારી સાથે આવેલ મારા મિત્રો જેવાકે આરીફભાઈ , ઋષભ, ઋતુલ , અજય ,કિરણ , હિરેન ,વિપુલ ,ધવલ ,રાકેશ, એજાજ મિયા,અકીલ ,શિવમ ,અનિલ ,અનિલ ડાભી ,નિકુલ ,ચેતન, રવિ ,નિકુલ (આર.કે.) ,નરેશ ,વિક્રમ , સુનિલ ,પારસ , હરેશ ,ઋષભ નાયક વગેરે અમારી વ્હાલી બહેનો જેવીકે નીશા, ઋત્વી પ્રિયાંંશી, સેજલ, ફાલ્ગુની, દર્શના, હિના, જયોતિ, અર્ચના, રશ્મિ, અંજલિ, મિત્તલ, અંજલિ પટેલ, રીટા, શિલ્પી, મનીષા, દિશા, જીનલ, સૂચિ, દેવાંગી, હેમલતા બાયડ, હિરલ,ઉર્વી, ભાટી રશ્મિ, નીલમ, માયા, અલ્યા, સોનમ, શ્રેયા જાદવ, સુહાની અને નિધિ વગેરે નામી અનામી મિત્રો સાથે પ્રવાસ કરવાની બહુ મઝા આવી અને આ આનંદનો શ્રેય અને હું એ મિત્રોનો આભારી છું એવા મિત્ર આરીફભાઈ, સેજલબેન તથા દર્શનાબેન નો ખૂબ ખૂબ આભાર જેમણે આપણને આનંદ અને સાથે  સાથે જોવાલાયક સ્થળો બતાવીને આપણને સ્થળોથી અવગત કર્યા.આમ,અમારો પ્રવાસ સુખમય રીતે પૂરો કર્યો.અહીં મારો પ્રવાસ અહીં પૂરો કરું છું. હું અમૃત પાતળિયા "અમી" કોઈ પણ પ્રકારની નામીઅનામી પ્રવાસ દરમિયાન ભૂલ થઈ હોય અથવા લખાણમાં ક્યાં વધુ લખાઈ ગયું હોય અને તમને ખોટું લાગ્યું અથવા ભૂલ થઈ હોય તો તમારો મિત્ર ગણી માફ કરજો. મારા તમામ મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર સહકાર આપી પ્રવાસ સફળ કરવા બદલ. આભાર....આભાર.....!

(નોંધ :- આ મારા અંગત વિચારો છે માટે કોઈએ વધુ વિચારવુ નહિ. મેં મારી પ્રવાસ યાત્રાનું માત્ર વર્ણન છે.)

લિ…
તમારો પ્રિય મિત્ર
અમૃત પાતળિયા "અમી"
૯૯૦૯૧૧૦૯૪૮