Taro saggo banva mangu in Gujarati Moral Stories by Writer Dhaval Raval books and stories PDF | તારો સગ્ગો બનવા માંગુ

Featured Books
Categories
Share

તારો સગ્ગો બનવા માંગુ



લાગણીના કર્યા છે વાવેતર સાચા
બોલ્યા નથી ક્યારેય અમે ખોટું
સાચું સાચું કીધું છે બધાનું 
એટલા માટે નહીં કે સ્વાર્થ છે,
પણ તારો સગગો બનવા માંગુ.

      જીવનમાં કોઈ પણ વ્યક્તિ હમેશા સાચો બનીને નથી રહેતો પણ વ્યક્તિ ની વચ્ચે ઘણી વખત ત્રીજી વ્યક્તિ આવી જતી હોય છે અને એમના લીધે જ સબંધ તૂટતાં હોય છે પણ જેની લાગણી સાચી છે પ્રેમ સાચો છે તે હંમેશા તમારું માન જ રાખશે એ તમને હેરાન નહિ કરે, એ તમને ક્યારેય રડાવશે નહિ,ખુદ રડીને એકલો પડી જશે પણ તમારી આંખમાં આંસું નહિ આવવા દેય,સમજવાની કોશિશ એમની કરજો જેમની લાગણી સાચી હોય બાકી ખોટી લાગણી પણ ઘણી વખત જીતી જતી હોય છે.

ભરોસો રાખી હું આગળ વધુ છું
તમારા પર હું ખુદથી વધારે પ્રેમ કરું
એવું નથી કે હું મારું સારું ઈચ્છું છું
પણ તારો સગ્ગો બનવા માંગુ છું.

ક્યારેક જીવનમાં પરિસ્થિતિ એવી નિર્ભર થાય છે કે બે લાગણી હોય છે બે સબંધ હોય છે જે બને બાજુ થી નિભાવે છે પણ અમુક સમયે બને માથી એક ને પસંદ કરવાનું થતું હોય છે ત્યારે ગભરાવવાની જરૂર નથી બસ પલ પલ યાદ કરો કે કોણ કેટલું સત્ય છે કારણ કે સાથ હંમેશા સત્યનો અપાઈ છે 
મનની અંદર વહેમ થાય છે કે પહેલેથી જે સાથે છે એમનો સાથ જ અપાઈ છે કેમ કે જ્યારે કોઈ ના હતું ત્યારે એ હતા પણ શું ખબર કે જે મૂકીને ગયા છે એમને જુદા કરવામાં પણ તેમનો હાથ હોય ?
એટલે સત્યને હંમેશા આગળ રાખી કદમ ઉભરાવજો.

સત્ય કહી કહીને હું ખોટો પડ્યો
છતાં ડર નથી મને એકલું રહેવાનો
ભલે અપાવતા લોકો ખોટું કહી ભરોસો
પણ મારો ધર્મ છે હમેશા સત્ય બોલવાનો

કોઈ માણસ જ્યારે સત્યના રસ્તા પર હોય છે ત્યારે તેમને સમજનાર ઓછા જ મળે છે કારણ કે સત્ય હમેશા એકલું જ હોય છે કોઇના સગ્ગા બનવું  મોટી વાત નથી પણ સાચી રીતે સત્ય બોલીને સગ્ગુ બનવું એ ખૂબ  મોટી વાત છે 
કોઈ તમારા પર ભરોસો કરે છે તો તેમનો ભરોસો તૂટે નહિ  જવાબદારી તમારી પર આવી જાય છે માટે સત્ય હમેશા સગ્ગા ની આજુ બાજુમાં રાખજો.

બીજા સાથે ભલે રહિયા તારા સબંધ,
વિશ્વાસ છે ગળા સુધી તારી પર,
હું ક્યાં કહું છું કે તું વિશ્વાસ કર મારા પર,
સપનું છે હું બનું માત્ર તારો સગ્ગો.

માણસ એક પાસે થી બીજો સિખે છે માટે કોઈ માણસને સમજવો હોય ને તો એની લાગણી થી જ સમજજો બાકી દુનિયા તો લાગણીની પણ કોપી મારતા સિખી ગઈ છે
માટે સ્વાર્થ વગર ક્યારેય ના કર્યો હોય ને એવા સબંધો ને માન આપજો એમને ઈજ્જત આપજો બાકી સ્વાર્થ આજે કર્યો છે તો પછી આગળ જઈને પણ કરી શકશે માટે સગ્ગા ની જગ્યા તેમને જ આપવી જેમણે ક્યારેય સ્વાર્થ ના કર્યો હોય.

દિલથી આજે એક વાત કહું છું,
રડું જ્યારે હું ત્યારે પ્રેમથી નહિ,
પણ,
ખીજાતા ખીજાતા મનાવજો
કેમ કે હું પરાયો નથી
હું તો તમારો સગ્ગો છું ને.

રડી શકાય માત્ર પોતાના સામે પણ અત્યારે લોકો મનાવવા માટે જ રડતા હોય છે પણ સાચી લાગણી હમેશા તમે એમને થોડી ખુશી આપશો ને તો પણ એમને જળ જળિયા આવી જશે અને એક વાત હજી પણ કહી દવ છું કે લોકો ખોટી રીતે પણ અત્યારે રડે છે એટલા માટે જ નહિ કે એ મનાવવા માંગતા હોય છે પણ એટલા માટે કે તમે એના આશું ને જોઈ ના શકો અને તમે એને છોળી ના શકો જે એમને ખબર પડી એટલે એ તમારો ફાયદો ઉપાડશે માટે એક વાત યાદ રાખજો સાચી લાગણી ને સમજવામાં ભૂલ નહીં કરતા..

લેખક ધવલ રાવલ