Dikari divy varso - 5 in Gujarati Moral Stories by Shah Nidhi books and stories PDF | દીકરી દિવ્ય વારસો ભાગ ૫

Featured Books
Categories
Share

દીકરી દિવ્ય વારસો ભાગ ૫

( મલય અને  વીર ને પિતા પુત્રી હોવાની જાણ થાય છે. જાણ થતાં વીર પોતાને રૂમ માં બંધ કરી દે છે. મલય વીર ની રાહ જોતો ત્યાં જ બેસી જાય છે. હવે આગળ....)

દીકરી એક દિવ્યતા ભાગ 5

"ટક.... " દરવાજો ખૂલ્યો  અને વીર બહાર આવી. મલય વીર ને જોતા જ ઉભો થઇ ગયો. આજીજી કરીને માફી માગે છે વીર ને પોતાની સાથે આવવા મનાવવા પ્રયત્ન કરે છે. વીર ચૂપચાપ ઊભી રહી બધું સાંભળી રહી છે. પરંતુ તેના મોઢા માંથી એક પણ શબ્દ નીકળતો નથી. અંતે પિતાને એક પ્રશ્ન કરે છે" પપ્પા , શું ખરેખર તમે મારા પપ્પા છો?" બસ આટલી વાત કહી ત્યાંથી નીકળી જાય છે.

મલય પાસે દીકરીના પ્રશ્નો નાં જવાબ તો હોય નહિ એટલે  એ પણ ત્યાંથી માનસી સાથે પોતાના ઘરે આવે છે. રાત દિવસ કાનમાં વીર નાં પ્રશ્નો નાં ભણકારા વાગે છે  પરંતુ પશ્ચાતાપ સિવાય એની પાસે કરવા માટે કંઇ જ નથી.વચ્ચે ઘણીવાર આશ્રમ માં જાય છે વીર ને મળવા નો પ્રયત્ન કરે છે. પણ વીર મળવા માંગતી જ નથી.

આ બાજુ, વીરની મનોદશા પણ એવી જ છે જેવી મલયની છે. પોતાના પિતા સાથે રહેવાની ઈચ્છા એને પણ છે. પરંતુ આજે વીર જીવન નાં એવા પગથિયાં પર આવી છે કે તેને મનમાં નક્કી જ કરી નાખ્યું કે" તે સાબિત કરીને જ રહેશે કે દીકરી પણ દિવ્ય વારસો સાચવી શકે છે"  એટલે જ કદાચ પિતાને અહેસાસ કરાવવા એ મલય થી ઘણી બધી દૂર જતી રહે છે. ક્યાં જાય છે? શું કરે છ?  એતો ખાલી આશ્રમ નાં ટ્રસ્ટી ને જ ખબર હતી. મલય વીરના ભણવાનો ખર્ચ પણ ઉપાડવા તૈયાર થાય છે પરંતુ એનો પણ અસ્વીકાર જ થાય છે.

આ તરફ સ્મિત ને એના સપના પૂરા કરવા માટે વિદેશ જવાની ઈચ્છા હોય છે. પરંતુ મલય ઈચ્છે છે કે તેનો પુત્ર વારસો સંભાળે પણ આજની યુવાન પેઢી પર ક્યાં કોઈનું ચાલશે? વિદેશ જવાની જીદ કરે છે અને કઠણ હદય એ મલય અને માનસી પણ પરવાનગી આપે છે.

સ્મિત ભણવામાં ખૂબ જ હોશિયાર છે.પરંતુ કહેવાય છે  ને કે સંગ તેવો રંગ . આખરે સ્મિત પણ રંગાઈ જ ગયો વિદેશી સંસ્કૃતી નાં રંગે. કઈ જ નથી પડી હવે એને  નાં તો પોતાની  નાં તો પોતાના પરિવાર ની  . રોજ ફોન કરે છે મલય અને માનસી પરંતુ સામેથી એક જ જવાબ આવે છે. "હું મારી રીતે બરાબર છું . તમે તમારું ધ્યાન રાખો." આવા શબ્દો સાંભળી તેમના
મન માં ઊંડા ઘા પડે છે. જે દીકરા નાં સપના માટે આટલા વર્ષો થી મહેનત કરી. પુત્ર ઘેલછા નાં કારણે દીકરી ને પણ તરછોડી પરંતુ શું મળ્યુ? કઈ જ નહિ ને.... આમ ને આમ ત્રણ વર્ષ નીકળી ગયા..

અચાનક એક દિવસ સવાર નાં 7 વાગ્યા છે . રવિવાર નો દિવસ છે. શનિવાર આખી રાત કલબ માં પાર્ટી કરી મલય ઘરે સૂતેલો છે.ત્યાં અચાનક ફોન આવે છે. મલય નો જ હોય છે. અવાજ સાવ ધીમો પડી ગયેલો છે. થોડાક શબ્દો માડ માડ નીકળે છે. અને કહે છે" બેટા, તારી મમ્મી ને કેન્સર નું છેલ્લું સ્ટેજ પર છે. તું જલ્દી આવી જા . બેટા બસ એકવાર આવી જા. "

"બેટા પ્લીઝ , તને બહુ યાદ કરે છે . એકવાર મળી જા. " ત્યાં જ સામેથી કોઈ છોકરી નો આવાજ આવે છે. " સોરી અંકલ સ્મિત બહાર ગયા છે. હું તેની ગર્લ ફ્રેન્ડ છું.  એ હમણાં ઇન્ડિયા નહિ આવી શકે . તેને હેરાન નાં કરો "

આટલું સાંભળતા જ મલય નાં પગ નીચે થી જમીન સરકી ગઈ અને સરકે પણ કેમ નહિ. પોતાનો જીવનનો આટલો મોટો નિર્ણય દીકરા એ માં બાપ ને પૂછ્યા વગર જ લઈ લીધો . મલય તો માનસી ની સેવા મા લાગી ગયો . ખરેખર વિચારતો આ દિકરો તો મારો જ છે ને?

" મલય , સ્મિત ક્યારે આવશે ? વાત થઈ તમારી?" " માનસી , તું ચિંતા નાં કર વિઝા ની પ્રોસેસ ચાલુ છે જલ્દી આવશે.." હવે તો સ્મિત નો ફોન પણ નથી લાગતો. માનસી અને મલય ખોટા દિલાસા સાથે જીવન જીવી રહ્યા છે.  મલય ને વીર ની ખુબ જ યાદ આવે છે. પણ શું કરે? વીર ના કોઈ સમાચાર જ નથી.

આખરે ક્યાં છે વીર ? મલય ની મદદ માટે વીર આવશે? મલય ક્યારેય પોતાની ભૂલ નો પશ્ચાતાપ કરી શકશે? સ્મિત ને પોતાની ભૂલ સમજાશે ? -  by Nidhi Shah

વાંચો દીકરી એક દિવ્યતા ભાગ 6 માં..

( વાર્તા વાંચી આપના પ્રતિભાવ અવશ્ય આપશો જી .  thank you.)