Diwangi - 13 in Gujarati Love Stories by Pooja books and stories PDF | દિવાનગી - ભાગ ૧૩ ( અંતિમ પ્રકરણ)

The Author
Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

દિવાનગી - ભાગ ૧૩ ( અંતિમ પ્રકરણ)

    સમીરા નવાઈ થી સાહિલ સામે જોઈ રહી. સાહિલ એ કહ્યું," જાનુ, હું તને આખી વાત સમજાવું. તે રાત્રે જ્યારે હું તને મળવા તારા ઘરે આવ્યો હતો ત્યારે પહેલો કાગળ વાંચીને મને નવાઈ લાગી. મને ત્યારે થયું કે આ કામ વિનીત નું જ હોવું જોઈએ. મેં બીજે દિવસે તેના ઘરે તપાસ કરી પણ ત્યાં તાળું મારેલું હતું.

       પછી મને તારા અને પ્રતીક ના ફોટા મળ્યા. એ જ સાંજે મારા પર હુમલો થયો. તે બાઈક વાળા એ મારા પર હુમલો કર્યો. પણ મારી પાસે રિવોલ્વર હતી જે કાયમ હું મારી પાસે મારી ગાડી માં રાખું છું. તે બાઈક વાળો રિવોલ્વર જોઈને ગભરાઈ ગયો તે ભાગવા જતો હતો. પણ મેં તેને પકડી લીધો ને તેની પાસે થી બધી વાત જાણી. તે બાઈક વાળો કાલુ હતો જેને વિનીત એ તારી પાછળ લગાડ્યો હતો. કેમ સાચું ને વિનીત?"
   સાહિલ વિનીત પાસે જઈને તેની સામે જોતા કહ્યું.

   વિનીત એ પસ્તાવા સાથે કહ્યું," સોરી સમીરા, હું બદલો લેવા માંગતો હતો. મને ખબર પડી કે તારા અને સાહિલ ના ડીવોસૅ થવાના છે તો હું બહુ જ ખુશ થઈ ગયો. આ શહેર માં પાછો આવ્યો. મને ખબર પડી કે તું સાહિલ થી અલગ એકલી રહે છે તો તને ડરાવવા માટે મેં આ પ્લાન બનાવ્યો. મેં કાલુ ને તારી પાછળ લગાડી દીધો. મારી બાઈક પણ મેં તેના દ્વારા ખરીદી હતી. હું ઇરછતો હતો કે તને ખબર પડે કે આ બધું હું કરાવી રહૃાો છો પણ મને પોલીસ ના હાથે પકડાવુ ન હતું. એટલે હું આ જ શહેરમાં છુપાઈ ને રહતો હતો ને કાલુ ના દ્વારા બધું કામ કરાવતો હતો જેથી પકડાય તો કાલુ પકડાય. મેં તેને રૂપિયા ની લાલચ આપી હતી એટલે તે મારુ નામ બોલવાનો ન હતો."

       " તે રાત્રે જ્યારે તું ડરીને પ્રતીક ને ભેટી પડી હતી તેના ફોટા પણ મેં જ પાડયા હતા. તે રાત્રે હું તને મળવાનો હતો પણ મારી પહેલા અકસ્માતે તને પ્રતીક મળી ગયો. તે એકવાર મને પ્રતીક વિશે વાત કરી હતી આથી મને અંદાજો આવી ગયો કે આ જ તારો જુનો પ્રેમી પ્રતીક છે. તમારા બંને ના ફોટા પાડી મેં તમને ત્રણેય ને મોકલાવી દીધા. પ્રતીક ને જોયા પછી મેં નવો પ્લાન બનાવ્યો. મારા પ્લાન મુજબ કાલુ ને મેં સાહિલ પર હુમલો કરવાનુ કહ્યુ ને તેનો બધો આરોપ પ્રતીક પર આવે  તેમ હું  ઇરછતો હતો. કાલુ જાણીજોઈને પકડાઈ જાય ને બધો આરોપ પ્રતીક પર લગાવી દે એવો મારો પ્લાન હતો. પણ કાલુ એ મારા થી દગો કર્યો." 

   સાહિલ એ હસતા હસતા કહ્યું," તે મને કમજોર સમજ્યો તે તારી ભુલ હતી. કાલુ એ મોત ના ડર થી તારો બધો પ્લાન મને કહી દીધો ને તે જ સમયે મારા મન માં પણ એક વિચાર આવી ગયો. જાનુ, તુ મારા થી દુર જાય તે હું સહન ન કરી શકું. એટલે મેં તારી સહાનુભૂતિ મેળવવા અને આપણા ડીવોસૅ ની તારીખ પાછી ઠેલવવા કાલુ પાસે થી માર ખાધો ને હુમલો થયા નો ખોટો નાટક કર્યોં. પછી મેં કાલુ ના દ્વારા આ વિનીત ને પકડીને અહીં કેદ કરીને રાખ્યો.
     પણ જાનુ, તું તો બહુ જિદ્દી નીકળી. મારી પાસે આવવા જ તૈયાર ન હતી એટલે પછી મને મજબુરી માં મારા સાળા મનીષ નું અપહરણ કરવું પડ્યું."
   સમીરા બોલી," શું ? સાહિલ, મારા ભાઈ ને કંઈ થયું તો તને હું જીવતો નહીં છોડુ"
      સાહિલ એ સમીરા ના ચહેરા પર હાથ ફેરવતા કહ્યું," રિલેકસ જાનુ, તે તો મારો સાળો છે. હું તેને કંઈ જ કરવાનો ન હતો. બસ તને ડરાવવા ને પાછી મારી લાઈફ માં લાવવા જ મેં તેનો અપહરણ કર્યું હતું. પણ તારી આ ફ્રેન્ડ શાલિની બહુ હોશિયાર બનવા ગઈ તેમાં તે મરી ગઈ."

    સમીરા એ આધાત થી કહ્યું," એટલે શાલિની નુ મર્ડર તે કર્યું હતું?"
સાહિલ એ હસતા હસતા કહ્યું," હા, બહુ હિંમતવાળી હતી. છેક સુધી મારી સાથે લડતી રહી મારા શર્ટ ને પણ ફાડી નાખ્યો. પણ અંતે તે ભગવાન ના ઘરે પહોંચી ગઈ. તે સમયે તારો આશિક પ્રતીક પણ ત્યાં જ હતો. તારા ભાઈ ને બચાવવા તે બલિ નો બકરો બનવા તૈયાર થઈ ગયો. કાલુ એ પણ બધો આરોપ તેના પર લગાવી દીધો. બસ આ મારી વીંટી ન પડી ગઈ હોત તો  હું ક્યારે પણ ન પકડાત."

   સમીરા એ ગુસ્સામાં કહ્યું," રાક્ષસ છે તું રાક્ષસ. તારા જેવા વ્યક્તિ સાથે હું ક્યારેય નહીં રહું. પ્રેમ તો શું તું નફરત કરવાને પણ લાયક નથી. તારા લીધે મેં મારા પ્રતીક પર શંકા કરી. મને ખુબ પસ્તાવો થાય છે."

    સાહિલ જોર થી એક  તમાચો સમીરા ને મારી દીધો. સમીરા ને તમ્મર આવી ગયા ને તેના હોઠ માંથી લોહી નીકળવા લાગ્યું.
    વિનીત એ ગુસ્સામાં કહ્યું," સાહિલ, સમીરા ને ન મારીશ."
સાહિલ એ ગુસ્સામાં વિનીત ના પગ પર લાત મારતા કહ્યું," ચુપ રહે. તે મારી વાઈફ છે. મને જેમ કરવું હશે તેમ કરીશ."
   સાહિલ સમીરા તરફ ગુસ્સામાં ઘસી આવ્યો ને તેને ખભા થી હચમચવતા કહ્યું," તારા માટે થઈને મેં આટલું બધું કર્યું ને હવે તું મને આવું બધું કહે છે. શું કમી છે મારા પ્રેમ માં ? તને રાણી ની જેમ રાખી હતી તો પણ તને ડીવોસૅ જોઈએ છે."
    સમીરા ના હોઠ માંથી લોહી નીકળી રહ્યું હતું તેને ચક્કર આવી રહૃાા હતા. તે મહાપ્રયત્ને બોલી," પાણી.."
   સાહિલ નો ગુસ્સો આ જોઈ ઉતરી ગયો. તે જલ્દી થી બહાર ગયો ને પાણી ની બોટલ લઈને આવ્યો ને સમીરા ને પાણી પીવડાવ્યું.
        સાહિલ એ સમીરા નો મોઢું સાફ કર્યું ને તે આંખો માં આંસુ સાથે બોલ્યો," સોરી જાનુ, તું ઠીક તો છે ને !! આઈ લવ યુ "
   સમીરા એ કહ્યું," તારો પ્રેમ સ્વાર્થી છે. તું મને કેદ કરીને રાખવા માંગે છે. તને મારી ખુશી ની પરવાહ નથી. તારા માટે હું એક રમકડું છું જેને તું ચાહે એ રીતે રમાડી શકે. મારી ખુશી અને મારી ઈચ્છાઓ ની તે પરવાહ જ નહીં કરી."
    સાહિલ એ ગુસ્સામાં સમીરા ની હડપચી જોર થી પકડીને કહ્યું," તારા માટે થઈને કોઈ નો જીવ લઈ લીધો ને હજી પણ તું કહે છે કે મને તારા થી પ્રેમ નથી. આ આંખો માં તને પ્રેમ નથી દેખાતો." સાહિલ એ તેની હડપચી છોડતા કહ્યું.
   સમીરા એ કહ્યું," ના, મને તારી આંખો માં ફક્ત જુનુન જ દેખાય છે. પામવાનો જુનુન. પ્રેમ તો ત્યાગ અને સમર્પણ માં હોય છે."
   " બસ મને તારી ફીલોસોફી નથી સાંભળવી. આજે જ રાત્રે આપણે આ શહેર છોડીને જતા રહીશું. મુંબઈ જતા રહીશું. ત્યાંથી બહુ જ દુર જ્યાં આપણા બે સિવાય કોઈ નહીં હોય." સાહિલ એ કહ્યું
  
   " હું તારી સાથે ક્યાંય નહીં જાઉં." સમીરા એ ગુસ્સામાં કહ્યું.

" તારા ભાઈ ને જીવતો જોવો હોય તો હું કહું છું એમ કરજે." સાહિલ સમીરા પાસે ખોટું બોલ્યો. સાહિલ ને ખબર હતી કે મનીષ ને ઇન્સ્પેક્ટર એ બચાવી લીધો હતો કારણકે તેણે તેના માણસો ને ફોન લગાવ્યા પણ તે લોકો ફોન ઉઠાવતા ન હતા. સમીરા પાસે પોતાની વાત મનાવવા તે ખોટું બોલ્યો.
      સાહિલ આટલું કહીને રૂમ ની બહાર જતો રહ્યો. સમીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
          ****************************
     રમાબહેન અને શ્રીકાંત ભાઈ ઇન્સ્પેક્ટર અને પ્રતીક સામે જોઈ રહ્યા.
  ઇન્સ્પેક્ટર એ કહ્યું," સાહિલ સમીરા ને કીડનેપ કરીને લઈ ગયો છે પણ અમે જલ્દી તેને શોધી લઈશું. કાલુ એ કહ્યું તે પ્રમાણે અત્યારે વિનીત પણ સાહિલ ના કબજામાં છે."
    રમાબહેન રડી પડ્યા ને શ્રીકાંત ભાઈ ની આંખો પણ ભીની થઈ ગઈ. પ્રતીક એ કહ્યું," પ્લીઝ, તમે લોકો હિંમત રાખો. હું સમીરા ને પાછી લઈ ને આવીશ."
   રમાબહેન એ પ્રતીક સામે જોઈ ને કહ્યું," બેટા, મારી સમીરા ને બચાવી લે."
   પ્રતીક એ કહ્યું," હિંમત રાખો , આંટી."
     ઇન્સ્પેક્ટર ના ફોન ની રીંગ વાગી ને તેમણે ફોન ઉઠાવ્યો ને પછી વાત કરીને પ્રતીક સામે જોતા કહ્યું," સાહિલ ની ગાડી મળી ગઈ છે. કાલુ એ બતાવેલા એડ્રેસ પર જ સાહિલ સમીરા ને લઈ ગયો હશે. આપણે જલ્દી જવું જોઈએ."
    મનીષ એ કહ્યું," હું પણ આવું છું.દીદી ને બચાવવા"
પ્રતીક એ કહ્યું," નહીં તું અહીં જ રહે ને અંકલ આંટી ને સાચવ.‌ મારા પર ભરોસો રાખ સમીરા ને કંઈ નહીં થાય."
     ઇન્સ્પેક્ટર અને પ્રતીક બને ઘર ની બહાર નીકળી ગયા.
     **********************
   સાહિલ ના બહાર ગયા પછી વિનીત એ કહ્યું," સોરી સમીરા, મારા લીધે આ બધું થયું. મને હવે સમજાય છે કે સાચો પ્રેમ કોને કહેવાય. પ્લીઝ, બની શકે તો મને માફ કરજે."
    સમીરા એ કહ્યું," કાશ તને આ બધું પહેલા સમજાયું હોત."
વિનીત એ કહ્યું," તું આ રાક્ષસ સાથે ન જતી. મોકો જોઈને ભાગી જજે."
     ત્યાં સાહિલ રૂમ માં પાછો આવ્યો. તેણે કુર્તો અને જીન્સ  પહેર્યા હતા. તેના  ચહેરા પર નકલી દાઢી લગાવી હતી. તેને ઓળખવો બહુ મુશ્કેલ હતો . તેણે વિનીત ની વાત સાંભળી ને તેના ચહેરા પર મુક્કો મારી દીધો. ને કહ્યું," તારું મોઢું બંધ રાખ."
     સાહિલ એ વિનીત સામે જોતા કહ્યું," તને તો હું રીબાવી રીબાવીને મારીશ." સાહિલ ની આંખો માં જુનુન ઉતરી આવ્યું હતું.
   વિનીત બહુ ગભરાઈ ગયો. સમીરા એ કહ્યું," પ્લીઝ, તેને છોડી દે."
  સાહિલ કોઈ ની વાત સાંભળવા ના મુડ માં ન હતો. તેણે પોતાના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને એક પછી એક એમ ચાર ગોળી વિનીત ના બંને ખભા અને બંને ઢીંચણ માં મારી દીધી. રિવોલ્વર નો અવાજ અને વિનીત ની ચીસો રૂમ માં ગુંજી ઉઠી.
     વિનીત ની ખુરશી પડી ગઈ. તે જમીન પર પીડા થી રાડો પાડી રહ્યો હતો. સમીરા પણ વિનીત ની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેને સાહિલ ના પાગલપન નો અંદાજ આવી ગયો. વિનીત ના શરીર માથી લોહી નીકળી રહ્યું હતું. તે પીડા થી રાડો પાડી રહ્યો હતો.
      સાહિલ એ સમીરા ના હાથ પગ ખોલ્યા ને તેને બુરખો આપતા કહ્યું," આને પહેરી લે. કોઈ હોશિયારી ન કરતી. નહીં તો તારા ભાઈ ની જાન ગુમાવી દઈશ."
    સમીરા એ બુરખો પહેરી લીધો.સાહિલ તેનો હાથ પકડીને ખેંચીને રૂમ ની બહાર લઈ ગયો. તે જુના મકાન ની બહાર એક બાઈક હતી. તેના પર બંને બેસી ગયા. સાહિલ એ બાઈક રેલ્વે સ્ટેશન એ જવા દીધી.
         *********************
    ઇન્સ્પેક્ટર , પ્રતીક અને તેમની ટીમ જીપ અને બાઈક માં તે જુના મકાને પહોંચી ગઈ. બધા સાવધાની પુર્વક મકાન ની અંદર દાખલ થયા. અંદર ના રૂમ માં દાખલ થતાં બધા ચોંકી ગયા. વિનીત ખુરશી થી બંધાયેલો જમીન પર લોહી લુહાણ હાલતમાં બેભાન હતો.   
       તેણે પોતાના લોહી થી જમીન પર લખ્યું હતું. ," રેલ્વે સ્ટેશન મુંબઈ."
     બધા ને લાગ્યું કે તે મરી ગયો હતો પણ ઇન્સ્પેક્ટર નજીક જઈને જોયું તો તેનો શ્વાસ હજી ચાલી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર એ કોન્સ્ટેબલ ને વિનીત ને તાત્કાલિક હોસ્પિટલમા લઈ જવાનું કહ્યું ને તે અને પ્રતીક બાઈક પર રેલ્વે સ્ટેશન જવા નીકળી ગયા.
            ********************
    રેલ્વે સ્ટેશન પહોંચી ને ખબર પડી કે મુંબઈ ની ટ્રેન મોડી હતી. એટલે સમીરા અને સાહિલ ને વેઈટિગ રૂમમાં રાહ જોવી પડે એમ હતી. સમીરા ગમે તેમ કરીને ભાગવાનો રસ્તો વિચારી રહી હતી.
       તેણે સાહિલ ને કહ્યું," મને વોશરૂમ જાવું છે."
સાહિલ એ કહ્યું," ઠીક છે. પણ કોઈ ચાલાકી ન કરતી." તે બંને વોશરૂમ તરફ જઈ રહ્યા હતા.‌ ત્યાં પ્લેટ ફોર્મ પર કોઈ નું પર્સ ચોરી થઈ ગયું. ચોર પકડાઈ ગયો હતો. બધા ભેગા થઈને તેને મારી રહ્યા હતા.
        તે ચોર ભાગવા ગયો. ભીડ બેકાબુ થઈ ગઈ. આ ભીડ માં સમીરા અને સાહિલ પણ ફસાઈ ગયા. સમીરા નો હાથ સાહિલ ના હાથ માંથી છુટી ગયો. સમીરા જલ્દી ચાલવા લાગી. સાહિલ એ સમીરા ને શોધવાની કોશિશ કરી પણ ત્યાં બે ત્રણ બુરખાવાળી સ્ત્રી હતી. સાહિલ મુંઝવણ માં મુકાય ગયો ને તે વાત નો લાભ લઈને સમીરા આગળ નીકળી ગઈ.
   બીજી તરફ ઇન્સ્પેક્ટર અને પ્રતીક બંને રેલ્વે સ્ટેશન પહોંચી ગયા. ઇન્સ્પેક્ટર અને પ્રતીક અલગ અલગ થઈને સમીરા ને શોધી રહૃાા. સમીરા ભાગતી ભાગતી રેલ્વે ના પાછળ ના ભાગ માં આવી ગઈ. તે પરસેવા થી નાહી ગઈ હતી ને ખુબ ગભરાયેલી હતી.
       તે જગ્યા એ ટ્રેન ના ખાલી  ડબ્બા ઓ પડ્યા હતા. તે જગ્યા એકદમ સુમસામ હતી. અંધારું પણ ધણું હતું. ઠંડી પણ ખુબ પડી રહી હતી. સમીરા એ બુરખો કાઢી નાખ્યો ને તે ચાલવા લાગી. તેને સમજાતું ન હતું કે તે કંઈ તરફ જાય. ત્યાં તેના ખભા પર કોઈ એ હાથ મુકયો. સમીરા ખુબ ડરી ગઈ ને તેણે ગભરાતા પાછળ જોયું તો પ્રતીક ઉભો હતો.
        સમીરા પ્રતીક ને ભેટી પડીને રડવા લાગી. પ્રતીક એ કહ્યું," બધું બરાબર થઈ જશે."
   સમીરા એ કહ્યું," મનીષ ની જાન ખતરા માં છે."
પ્રતીક એ કહ્યું," તે ઠીક છે. ઘરે આવી ગયો છે. આપણે પણ જલ્દી અહીં થી નીકળી એ."
     સમીરા એ કહ્યું," તે મનીષ ની જાન બચાવવા બધો આરોપ તારા પર લઈ લીધો."
     પ્રતીક એ કહ્યું," બીજો કોઈ રસ્તો પણ ન હતો."
સમીરા એ કહ્યું," મારા પ્રેમ એ તને ખાલી દુઃખ જ આપ્યું છે નહીં." સમીરા એ રડતા કહ્યું.
    પ્રતીક એ કહ્યું," નહીં સમીરા, આવું ન વિચારીશ. તારો પ્રેમ હંમેશા મારી હિંમત બનીને રહૃાો છે. હવે જલ્દી આપણે અહીં થી નીકળી એ. આ બધી વાત કહેવાનો આ યોગ્ય સમય નથી." તેણે સમીરા નો હાથ પકડ્યો.
       બંને જેવા પાછળ ફરયા તો  સામે સાહિલ ઉભો હતો. તેના હાથ માં રિવોલ્વર હતી. તે બોલ્યો," સમીરા, તું મારી સાથે નહીં આવે તો હું પ્રતીક ને ગોલી મારી દઈશ."
    સમીરા અને પ્રતીક એકબીજા સામે જોઈ રહૃાા. સમીરા નીચે જમીન પર બેસી ગઈ ને બોલી," પ્લીઝ, સાહિલ. પ્રતીક ને કંઈ ન કરીશ." તે રડવા લાગી. સાહિલ નું ધ્યાન થોડું હટયુ ત્યાં સમીરા એ જમીન પર પડેલો એક નાનકડો પથ્થર સાહિલ ના હાથ પર માર્યો ને રિવોલ્વર જમીન પર પડી.
      તે સાથે પ્રતીક એ સાહિલ પર હુમલો કરી દીધો. બંને વચ્ચે હાથાપાઈ થવા લાગી. સાહિલ ના હાથ માં એક લાકડી આવી ગઈ છે તેણે પ્રતીક ના માથા માં જોર થી ફટકારી. જેથી પ્રતીક ને ચક્કર આવવા લાગ્યા ને તે જમીન પર પડી ગયો. સાહિલ પ્રતીક પર ચઢી ગયો ને તેનુ ગળું દબાવવા લાગ્યો.
     સમીરા એ જમીન પરથી રિવોલ્વર ઉઠાવી લીધી ને સાહિલ ને તરફ રાખતા કહ્યું," સાહિલ, પ્રતીક ને છોડી દે. નહીં તો હું ગોળી મારી દઈશ."
   સાહિલ પર જુનુન સવાર હતું. તે પ્રતીક નું ગળું જોર થી દબાવી રહ્યો હતો. સમીરા એ ઉશ્કેરાઈને રિવોલ્વર ચલાવી દીધી. એક ગોળી સીધી સાહિલ ના ખભા માં લાગી ગઈ.
     સાહિલ ની પકડ પ્રતીક પર થી છુટી ગઈ. તે જમીન પર પડી ગયો. તેના ખભા માંથી લોહી વહેવા લાગ્યું. સમીરા દોડતી પ્રતીક પાસે ગઈને તેણે પ્રતીક નું માથું પોતાના ખોળામાં લીધું. તે બોલી," પ્રતીક, તું ઠીક તો છે ને?" તેણે રિવોલ્વર જમીન પર મુકી દીધી.
    ઇન્સ્પેક્ટર પણ ત્યાં પહોંચી આવ્યા હતા. સાહિલ ને સમીરા નો પ્રતીક માટે નો પ્રેમ જોઈને આધાત લાગ્યો. તેણે ત્વરા થી સમીરા એ જમીન પર રાખેલી રિવોલ્વર લઈ લીધી. તે ઉભો થઈ ગયો.
    ઇન્સ્પેક્ટર એ કહ્યું," સાહિલ , રિવોલ્વર નીચે મુકી દે. હવે તું પકડાઈ ગયો છો."
   સાહિલ એ સમીરા અને પ્રતીક તરફ રિવોલ્વર રાખી હતી.
સમીરા એ કહ્યું," તું પ્રતીક ને મારી દઈશ તો પણ મને નહીં મેળવી શકે. તારા જેવા માણસ સાથે રહેવા કરતાં હું મરવાનું પસંદ કરીશ. તારા અને પ્રતીક માં આ જ ફરક છે. પ્રતીક મારા માટે થઈને પોતાનો જીવ પણ આપી શકે છે જ્યારે તું બીજા નો જીવ લેવા અને તેને નુકસાન પહોંચાડવામાં જ માને છે. તારો પ્રેમ સ્વાર્થી છે. જ્યારે પ્રતીક નો પ્રેમ શુદ્ધ અને નિમૅળ છે. તે મારા માટે અને મારા ભાઈ માટે જેલ માં રહેવા પણ તૈયાર હતો. જ્યારે તું તો બીજી નો જીવ લેવા તૈયાર થયો. મને નફરત છે કે હું તારા જેવા માણસ ની પત્ની છું."

   પ્રતીક એ સમીરા સામે જોયું ને તેના ચહેરા પર હાથ રાખતા કહ્યું," હવે મને મૌત પણ આવે તો પણ કોઈ અફસોસ નથી." આ સાંભળી ને સમીરા રડી પડી.

સાહિલ એ હસતા કહ્યું," વાહ, શું પ્રેમ છે!! સમીરા આજે હું સાબિત કરીને રહીશ કે મારો પ્રેમ અને મારી દિવાનગી કેટલી ચડિયાતી છે!! હું તને કોઈ બીજા ની થતાં ન જોઈ શકું એટલે હું જાઉં છું. તારી લાઈફ માંથી અને આ દુનિયામાંથી .હું તારા માટે થઈને કોઈ નો જીવ લઈ શકું તો મારી જાન પણ દઈ શકું છું. હું જાઉં છું પણ મારી દિવાનગી હંમેશા તને યાદ રહેશે. " તે સાથે તેણે રિવોલ્વર પોતાના કપાળ પર મુકી ને આંખો બંધ કરીને  ચલાવી દીધી. રિવોલ્વર ના જોરદાર અવાજ સાથે  સાહિલ નું શરીર જમીન પર ઢળી પડ્યું.

        થોડી જ ક્ષણોમાં આ ઘટના બની. થોડીવાર તો ઇન્સ્પેક્ટર , સમીરા અને પ્રતીક સ્તબ્ધ થઈ ગયા. સમીરા અને પ્રતીક ઉભા થયા. સાહિલ ની લાશ પાસે ગયા. સાહિલ ના કપાળ માંથી લોહી વહી રહૃાું હતું ને તેના ચહેરા પર સંતોષ નું સ્મિત હતું. સમીરા ની આંખો માંથી આંસુ નીકળી ને સાહિલ ના ચહેરા પર પડવા લાગ્યા. સમીરા ત્યાં જ જમીન પર ફસડાઇ ને રડી પડી.
       *********************
       વિનીત ને બચાવવાની ડોક્ટરે ખુબ કોશિશ કરી પણ તેને બચાવી ન શક્યા . સમીરા ના મમ્મી એ પ્રતીક ને અપનાવી લીધો ને સમીરા અને પ્રતીક ના લગ્ન માટે હા પાડી દીધી. સમીરા અને પ્રતીક એ સાદગી થી લગ્ન કરી લીધા. સાહિલ ના મમ્મી પપ્પા કાયમ માટે ભારત છોડીને વિદેશ માં પોતાના સગા પાસે રહેવા જતા રહ્યા.
        આજે સમીરા અને પ્રતીક ના લગ્ન ને એક વર્ષ થઈ ગયું હતું. શાલિની, વિનીત અને સાહિલ ને પણ આ દુનિયા છોડે એક વર્ષ થઈ ગયું હતું. સમીરા અને પ્રતીક અનાથાશ્રમ માં સાંજે બાળકો ને ગિફ્ટ દેવા ગયા હતા. ત્યાં એક નાનકડી બાળકી અનાથાશ્રમ ના બગીચા માં બેઠા બેઠા કંઈક વિચારી રહી.
    સમીરા એ તેની પાસે જઈને તેને ગિફ્ટ આપી ને પુછ્યું," શું વિચારે છે?"
   તે બોલી," આન્ટી, આ પ્રેમ શું છે ?"
સમીરા એ હસતા કહ્યું," જો તને કોઈ ફુલ પસંદ આવે તો તું તેને તોડી લે અને પોતાની પાસે રાખે અને કરમાઈ જાય ત્યારે ફેંકી દે પણ જ્યારે તને એ ફુલ થી પ્રેમ થઈ જાય ત્યારે તું તેને પાણી આપે તેની કાળજી લે અને માવજત કરે તેને તોડવાનો પ્રયત્ન ન કરે. તેને નુકસાન પહોંચાડવાનો  પ્રયત્ન ન કરે તે પ્રેમ છે.‌"
   
   તે બાળકી હસી પડીને બોલી," સમજી ગઈ, આંટી. થેંક્યું" તે દોડતી જતી રહી.
       સમીરા એ પ્રતીક સામે જોયું ને બંને ના ચહેરા પર સ્મિત આવી ગયું ને બંને એકબીજા નો હાથ પકડીને એક બેન્ચ પર જઈને બેઠા. સમીરા એ પ્રતીક ના ખભા પર માથું ઢાળી દીધું ને પ્રતીક એ સમીરા ના ખભા પર હાથ રાખ્યો. બંને ઢળતા સુરજ ને જોઈ રહ્યા.

  ********************
    સમીરા ના જીવન ની રોલર કોસ્ટર રાઈડ જેવી સફર અહીં પૂર્ણ થાય છે. તમને આ સફર કેવી લાગી તે જરૂર થી જણાવજો. આ સફર માં સમીરા સાથે રહેવા માટે ખુબ આભાર. તમારા પ્રતિભાવો જરૂર થી આપજો...