Aryriddhi - 11 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૧૧

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૧૧

આગળ ના ભાગમાં આપણે જોયું કે વિપુલ મૈત્રી સાથે વર્ધમાન નું ઘર છોડી દે છે અને ત્યાં થી તે એક હોટેલ માં રોકાણ કરે છે. ત્યાં વિપુલ ન્યુયોર્ક ની ટિકિટ બુક કરાવે છે. અને ફ્લાઇટ નો સમય થતાં મૈત્રી સાથે જ હોટેલ છોડી ને એરપોર્ટ પર જાય છે. હવે આગળ...

વિપુલ અને મૈત્રી એરપોર્ટ પહોંચી જાય છે ત્યારે વિપુલ મૈત્રી ને એરપોર્ટ ના એન્ટ્રન્સ પર છોડીને તેની કાર ને એરપોર્ટ પાર્કિંગ માં મૂકી ને પાછો આવ્યો ત્યાં સુધી મૈત્રી એ એરપોર્ટ ની બહાર જ વિપુલ ના આવવાની રાહ જોઈ.

વિપુલ આવી ગયો એટલે એ ચારેય એકસાથે દાખલ થયા. સિક્યુરિટી ની પ્રોસેસ પુરી થઈ ત્યાં સુધી મૈત્રી કંઈ પણ બોલી નહીં. પછી વિપુલ મૈત્રી ને લઈને આગળ વધ્યો. પ્લેન માં બેસી ગયા પછી મૈત્રી એ વિપુલ ને પૂછ્યું કે હવે આગળ શું કરવા નું છે?

ત્યારે વિપુલ મૈત્રી ના પ્રશ્ન નો જવાબ આપતાં બોલ્યો હવે આપણે આખી દુનિયા થી છુપાઈ ને રહેવા નું છે. અને તેના માટે ન્યુ યોર્ક સીટી સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. 

વિપુલ ની વાત પૂરી થયા પછી મૈત્રી આગળ બોલી કે આપણે એટલા મોટા શહેર માં એકલા ક્યાં અને કઈ રીતે રહી શકીશું ? ત્યારે વિપુલે કહ્યું કે જ્યારે આ ફ્લાઇટ લેન્ડ થશે ત્યારે તને ખબર પડી જશે.

મૈત્રી અત્યાર સુધી ચુપચાપ એટલા માટે રહી હતી કેમ કે તે અત્યાર સુધી વિપુલ એ વ્યક્તિત્વ જોઇ જે અગાઉ આટલા વર્ષ દરમિયાન ક્યારેય જોયું ન હતું. 4 કલાક પછી તેમની ફ્લાઇટ જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ.

વિપુલ રિધ્ધી સાથે અને મૈત્રી પાર્થ ને લઈને લગેજ ચેકીંગ પતાવી ને એરપોર્ટ ની બહાર નીકળ્યા પછી વિપુલે એક ફોન કર્યો તેની પાંચ મિનિટ પછી એક કાર તેમની પાસે આવી ને ઊભી રહી ગઈ.

તેમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો. તે અને વિપુલ પહેલાં થોડી વાર ગળે ભેટી પછી અલગ થયાં. તે આગંતુક વ્યક્તિ મૈત્રી પાસે આવ્યો અને મૈત્રી ના હાથ માં એક ટ્રોલી બેગ પકડેલી હતી તે ધીરે લઈને કાર માં મૂકી અને પાછો આવ્યો.

પછી તે ધીરે થી બોલ્યો કે ભાભી મને ઓળખો છો ? ત્યારે મૈત્રી એનો ચહેરો ધ્યાન થી જોયો. તેને એ ચહેરો થોડો પરિચિત લાગ્યો પણ તે ઓળખી ના શકી એ કોણ છે?

મૈત્રી મૌન રહી એટલે તે વ્યક્તિ સામે થી બોલ્યો કે ભાભી હું નિમેશ છું. આપના પતિ વિપુલ નો નાનો ભાઈ. મૈત્રી માટે આ સૌથી મોટું આશ્ચર્ય હતું. તે અત્યાર સુધી એમ જ માનતી હતી કે વિપુલ અનાથ છે અને તેનો કોઈ પરિવાર નથી. તે બિલકુલ એકલો છે.

પણ આજે વિપુલ ની એ હકીકત તેની સામે હતી કે તેનો એક ભાઈ છે એટલે કે તે એકલો નથી. મૈત્રી અત્યારે સ્તબ્ધ હતી તેને શું કરવું એ સૂઝતું ન હતું. એવા માં વિપુલે મૈત્રી ને કાર ની પાછળ ની સીટ પર બેસી જવા કહ્યું.

અને વિપુલ નિમેશ સાથે આગળ ની સીટ પર બેસી ગયો. જયારે પાછળ ની સીટ પર મૈત્રી ની સાથે રિધ્ધી અને પાર્થ બેઠા હતા. અડધા કલાક પછી નિમેશ કાર ને એક બંગલો જેવા ઘર આગળ ઉભી રાખે છે.

નિમેશ બધા ને કાર માં થી ઉતરવાનું કહે છે. બધા કાર માં થી ઉતરી જાય ત્યારે નિમેશ તેમને કહે છે આ આપણું ઘર છે. નિમેશ વિપુલ અને મૈત્રી નો સામાન કાર માં થી બહાર કાઢે છે. અને તેમાં થી એક બેગ પકડી ને ઘર ના દરવાજા પાસે જઈ ને ડોરબેલ વગાડે છે.

થોડી વાર પછી ત્રીસ વર્ષ જેટલી ઉંમર ધરાવતી એક સ્ત્રી દરવાજો ખોલે છે. મૈત્રી ને એ સ્ત્રી ક્યારેક જોઈ હોય તેવું લાગે છે પણ તે કઈ કહેતી નથી. બધા એકસાથે ઘર માં જાય છે. નિમેશ વિપુલ અને મૈત્રી તેમનો રુમ બતાવે છે.

રિધ્ધી અને પાર્થ આ નવું ઘર જોઈને ખુશ થઈ ગયા હતા. જયારે તે બંને નિમેશ ની પાછળ જાય છે ત્યારે નિમેશ તે બંને ને તેડી લે છે અને પ્રેમ થી કહે છે રિધ્ધી અને પાર્થ નો રમ અલગ છે.

આમ કહીને નિમેશ રિધ્ધી અને પાર્થ ને બીજા એક નાના રૂમ માં લઇ જાય છે. બીજી બાજુ મૈત્રી વિપુલ ને કહે છે કે તે ખૂબ થાકી ગઈ છે એટલે તે થોડી વાર આરામ કરવા માંગે છે. 

એટલે વિપુલ મૈત્રી ને સુઈ જવા નું કહીં ને રૂમ માં થી બહાર નીકળી જાય છે. મૈત્રી ઊંઘવા માટે પ્રયત્ન કરે છે પણ તે ઊંઘી શકતી નથી. તે અત્યાર સુધી ના ઘટના ક્રમ ને યાદ કરે છે અને વિચારે છે કે હવે આગળ શું થશે.

મિત્રો આ વાર્તા નો આ ભાગ આટલો મોડો લાવવા માટે હું માફી ચાહું છું. કારણ કે મારા ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હોવાના કારણે હું કઈ પણ લખી શકતો નહોતો.

હવે થી પ્રયત્ન કરીશ કે આગળ ના ભાગ ઝડપથી લખાય અને વાર્તા તેના અંત તરફ આગળ વધી જાય. આ વાર્તા અંગે ના પ્રતિભાવ તમે મારા whatsapp નંબર 8238869544 પર આપી શકો છો.