Aankhmathi nikadato ek aanshu in Gujarati Moral Stories by Bhoomi Shah books and stories PDF | આંખમાંથી નિકળતો એક આંસુ.....

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આંખમાંથી નિકળતો એક આંસુ.....


      કોઈ દિવસ વિચાર કર્યો છે કે આંખમાંથી નિકળતા આંસુનો મતલબ શું?!...એ ચીસો પાડી પાડીને કંઈક કહેવા માંગે છે સંભળાય છે ખરું?!!!!.....
       હા, છે આ દુનિયાની રીત કે નથી સમય કોઇની વાત સાંભળવાનો.... છતાં આજે કંઇક કહેવા માગે છે સાંભળી લો ને! ..
         શિયાળાની એક સવાર, કડકડતી ઠંડી વરસી રહી છે. સ્વેટર,મફલર,ટોપી અને મોજાને પહેરી જૉગીંગ માટે લોકો આવી રહ્યા છે.  પાછળથી અવાજ આવ્યો" ઓય આળસુ માણસ... કેટલી મોડી પડી,  ક્યારની રાહ જોવ છુ તારી!" એક 17 વર્ષની છોકરી હતી. "ચુપ રે ડાયી, મને ખબર છે તુ મારાથી પણ મોડી આવી છું"... વળતો જવાબ આપ્યો. અસમના એક નાના ગામની આ બે બાળકીઓ હતી. રોજની એક દિનચર્યા ઘડાઈ ગયેલી. સવારે જૉગીંગ, ઘરે જતા રામુકાકાની દૂકાનમાં મળતી લાલ-પીળી ગોળીયો, પછી સ્કૂલ અને સાંજે પાછા ફરતા વાતો અને મસ્તીના પૂર!.... એકનું નામ મનસ્વી એને બીજીનું નામ રાધિકા.
         "યાર રાધિકા, આપણું ભવિષ્ય શું હવે?!....સ્કૂલ તો પૂરી થવા આવી. આપણા સમાજ માં તો સ્કૂલ પૂરી એટલે હાથ પીળા નો રીવાજ છે. પણ મારે નથી કરવું લગન...." મનસ્વી એ ધીમા અવાજે સેજ અટકતા કહ્યું. " મારે પણ એ ગુલામીની જીંદગી નથી ભોગવવી..." રાધિકાએ થોડો વિચાર પછી જવાબ આપ્યો. પણ આ જવાબ પાછળ કંઇક મોટી યોજના સંભળાય રહી હતી. કેમકે રાધિકા એક ઉગ્ર પ્રકારનો સ્વભાવવાળી હતી,  જલદી ગુસ્સો અને પળમાં શાંત. નિર્ણય લેવામાં જરા પણ ખચકાટ નહિ.
        થોડા દિવસ વીત્યા પછી આ વાત ફરીથી વિચારમાં આવી. પેલા સમયે તો મનસ્વી એ તેની વાત પર ધ્યાન ના આપ્યુ પણ હવે કોઈ રસ્તો દેખાતો ન હતો. સ્કૂલ પુરી થવામાં ખાલી પરીક્ષા જેટલી દૂરી હતી. એક બે વાર તો તેમના માંગા પણ આવી ગયા હતા. " હવે મારી વાત સાંભળ! " રાધિકાએ જરાક ગુસ્સામાં અને ભાર મૂકતા કહ્યું. "હવે મને કોઈ રસ્તો દેખાતો નથી સમાજથી છૂટવાનો, મારી પાસે એક યુક્તિ છે.  આપણે ઘર છોડીને ભાગી જઇએ! " પૂરૂ કરતા કહ્યુ.
            આ વાત સાંભળીને મનસ્વી અચંબામાં પડી ગઈ.  તેની આંખો પહોળી થઈ ગઈ. અને કેમ ના થાય! કોઈ દિવસ પોતાના ઘર પરિવારના માન- સન્માન તોડવાનું સપનામાં પણ વિચાર નહિ. પણ ઘણું સમજાવવા પછી બંને આ વાત પર રાજી થયા. પણ પ્રશ્ર્ન એ હતો કે જશે ક્યાં અને જીવન જરૂરી વસ્તુઓ સંતોષે કેમના?!....
           વાત વિવાદ અને વિચારણા ચાલતી જ હતી કે એ દિવસોમાં એક ચમત્કાર થઈ ગયો. મુંબઈથી કેટલાક લોકો આ બંનેની શાળામાં આવ્યા. વાત એમ હતી કે પ્રોડક્શન હાઉસના મેનેજરને એક ફિલ્મ માટે અલગ અલગ વસ્તુમાં નિષ્ણાત માણસો જોઈતા હતા. અને આ વાતની ખબર પડતા ઘણા રસ્તા ખૂલતા નજર આવી રહ્યા હતા . મનસ્વી સારી વાર્તાઓ લખી શકતી અને રાધિકા સારો અભિનય કરતી. બસ હવે જરુર હતી માત્ર મુંબઈના લોકોને રાજી કરવાની.
         મહા પ્રયત્નો પછી બંનેની ઇચ્છા પૂરી થઈ અને એક સુરક્ષિત ભવિષ્ય નક્કી કરી પોતાના ઘરેથી ભાગી નીકળ્યા. રાતના ગાઢ અંધારે આંખોમાં પાણી સાથે અને દિલમાં એક ખચકાટ સાથે પોતાની મરજી તરફ આગળ વધવાની શરૂઆત કરી.  મુંબઈ ગયા પછી પણ ઘણા સંઘર્ષ પછી થોડી સફળતા દેખાય રહી હતી. જ્યારે બીજી તરફ એક નવા સંબંધની હૂંફ વર્તાય રહી હતી.
          નવી નવી અને અદભુત વાર્તાઓ લખી રહેલી મનસ્વી એ નહતી જાણતી કે ભરેલુ દરેક પગલુ તેને કોઈની તરફ લઈ જઈ રહ્યુ છે.  સારા કે નરસા ઈરાદાનું તો ખબર નહિ પણ અજાણ્યા અણસાર દેખાય રહ્યા છે.  જેટલુ શહેર મોટુ હોય ને સાહેબ એટલી જ મનની કચવાટ હોય. ધીરે ધીરે આ વાત મનસ્વી અને રાધિકા વચ્ચે દેખાવા લાગી. પોતાના કામના વધતા બોજ સાથે એકબીજાની સામે જોવાનો સમય પણ ખૂટવા લાગ્યોતો. 
        મનસ્વીની લખેલી વાર્તા કે કવિતા રાધિકા અભિનયથી પ્રસ્તુત કરતી અને આ ક્રિયા રોજ ને રોજ રાધિકાને સફળતાનું નવુ પગથિયું ચઢાવતી. જોતજોતામાં રાધિકા ખ્યાતનામ અભિનેત્રી તરીકે ઓળખાવા લાગી. જ્યારે સમય અને નસીબ કરતા વધારે મળે તો માણસમાં અભિમાન જાગવું વ્યાજબી છે. જેની અસર માત્ર  સંબંધ તોડી નાખે છે.  અહીંયા પણ બંને મિત્રો વચ્ચે ઊચનીચ આવી ચુકી હતી. એટલી હદ સુધી કે મિત્રતા જ તુટી ગઈ. 
         થોડા વર્ષો વીતી ગયા,  એક દિવસ વહેલી સવારે એક પત્ર મનસ્વી ના ઘરની બહાર પડ્યો હતો. કોઈકની લાગણીઓની સુગંધ ફેલાઈ રહી હતી. જેમા લખ્યુ હતુ કે
   "તારી વાતોનો,  તારી હસીનો;
તારા સ્વભાવનો હું છુ બંધાણી;
 તારા સપનાં સુધી, તારા મન સુધીની હું છુ નીસરણી;
  એક વાર જો હક આપે તો કરવી છે તારા આંસુની મારા ખુશી સાથે અદલાબદલી. ...."
        બસ પછી શું!... મનમાં બંધાયેલા સપના અને સજાવેલી આંખો સાથે આ અજાણ્યા માણસ તરફ કદમ મુકી રહેલી મનસ્વી પોતાની વિચારવાની શકિત જાણે ખોયી બેઠી હતી. સારુ -ખરાબ,  સાચુ - ખોટુ કશું જ દેખાયુ નહિ.  રાધિકા સાથે બોલાચાલી બંધ હોવાથી કંઇ કેહવાયુ નહિ. નાના બાળકોને ચેતવવામાં આવે કે અજાણ્યા માણસો સાથે વાત કરવી નહિ. પણ બસ આ બધી શીખને પોતાના જીવનમાં ઉતારવા માટે તૈયાર ના હોય. આવી જ ભૂલનો અહેસાસ મનસ્વીને થોડા સમય પછી થયો.
 જ્યારે પોતાના જ મનમાં વસતા વ્યક્તિએ તરછોડી દીધી. પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવુ અનુભવ સાથે શું કરે, ક્યાં જાય કોની પાસે જઇને રડે કશું સમજમાં આવ્યુ નહિ. ઘરના દરવાજા હાથે કરીને બંધ કરેલા અને મિત્રની હૂંફ અભિમાને તોડી નાખી હતી. અથડાતી, કૂટાતી પોતાની જાતને હિંમતથી ઉઠાવતી ત્યાં તો એક બીજો ઝટકો મળ્યો.
       પોતાની જ સહેલી, બહેનથી પણ વધારે માનીતી ભલે પછી નારાજ જ કેમ ના હોય તેવી રાધિકાએ પોતાનો માણસ મોકલી રમત રમી હતી મનસ્વી સાથે!... કારણ માત્ર એટલુ જ કે બીજાનું સારુ થતા ના જોવાતી મનની ઉગ્ર ભાવના. સો માર કુંભારના અને એક લૂહારનો એવી વાતથી હવે સહનશક્તિ છૂટી રહી હતી. પોતાનુ ઘર યાદ આવી રહ્યુ હતુ. દુનિયાનો છેડો ઘર...બસ પોતાનુ નાનુ અમથું ઘર..... હા, ઘણા ધક્કા અને વાતોના માર ખાવા પડ્યા પણ છેવટે ઘરમાં અને દિલમાં જગ્યા બની ગયી. અને મનસ્વી પોતાના ઘરે પાછી આવી ગઈ.  હજુ રાધિકાની કોઈ ખબર ઘરે નહતી આવી. પોતાના કામમાં મશગુલ રાધિકાને કોઈની યાદ ના આવી. પણ કરેલા કર્મની ભોગવણી કરવી પડે. તેમ રાધિકા પણ પોતાના નામ અને પ્રતિષ્ઠા છૂટી રહી હતી. કંગાળ બનવાની હદ સુધી પોતે કશુ કરી ના શકી. અને છેવટે તેના ઘર તરફ વળી. પણ રસ્તામાં પણ પોતે કરેલા ખરાબ વર્તન અને કામ અને  મનસ્વી બધુ યાદ આવતુ. હવે પહેલું કામ મનસ્વીની માફી માંગવાનું વિચારી મનને શાંત કર્યુ. 
      પણ મનસ્વીને મળીને રાધિકા આશ્ચર્ય પામી. કોઈ ગુસ્સો, કોઈ મનભેદ કે કોઈ જાતની નારાજગી મનસ્વીએ ના બતાવી. બસ રાધિકાનો હાથ પકડી જૉગીંગ કરાવી જગ્યા, એ ઘરડા થઈ ગયેલા રામુકાકાની લાલ-પીળી ગોળીયો અને પોતાની સ્કુલ બતાવી માત્ર એટલુ બોલી" ફરી જીંદગીની શરૂઆત આપણા બાણપણથી કરીએ?!."
       અને એ રાધિકાની આંખમાંથી નિકળતો એક આંસુ ચીસ પાડી પાડીને પોતાનો પસ્તાવો અને મનસ્વી પ્રત્યેની લાગણી અને સન્માનની હાજરી પૂરી રહ્યો હતો.