યાદો નાં ઝરુખે :
માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી પહોંચતા માધવની અલગ જ છે કાંઈ વિટંબણા
યાદવાસ્થળી સુધી પહોંચતા છૂટી માધવની દરેક અનુકંપા
આજની સુંદર સવારે :
માધવાસ્થળી એટલે કાના નું વૃજ છૂટ્યું, સાથે સાથે જાણે સર્વસ્વ છૂટયું. જીવન માં કાંઈક મેળવવા ક્યારેક ઘણું બધું ગુમાવવું પણ પડે છે અનેં ગમતાં નો ત્યાગ પણ કરવો પડે છે. કૃષ્ણાઅવતાર માં મનુષ્યો નાં ઉધ્ધાર માટે સર્વસ્વ જ્યારે માણ્યું છે,ત્યારે સર્વસ્વ ગુમાવ્યું પણ છે જ. આપણનેં એમની અવનવી લીલાઓ થી આ જ બોધપાઠ આપવા માટે જ યાદવાસ્થળી નું આયોજન માધવે કર્યુ. એ પણ, પોતાનાં દિલ પર પથ્થર મૂકી ને!!!!
કેમકે, માધવાસ્થળી છૂટવાની સાથે કાનાનું સર્વસ્વ છુટી ગયું!!
છૂટયું વૃજ નેં છૂટી બધી નટખટ નંદકિશોર ની લીલાઓ!!!
રમતો ની સાથે સાથે સર્વોધ્ધાર ની બધી ક્રિડાઓ!!
યશોદામૈયા નાં પ્રેમ ની છૂટી ગઈ જાણે સીમાઓ!!!
ગોપીઓ થી છૂટ્યાં મહીં માખણ!!
છૂટી ગયાં ચોરી નાં કામણ!!!
છૂટી ગઈ રાધા ની પ્રીતલડી!!
વ્હાલી એ મીઠી છૂટી વાંસલડી!!!
ગંગલી એ ગાય ની ગાયન વાળી ભાંભરડી!!!
અનેં મોરલાની સંગ નાચતી સુંદર એ ઢેલરડી!!
યમુના નાં નીર ની કોમળ એ લહેરખી!!!
છૂટી ગયાં નંદબાબા નાં હેત !!
ગોપગોવાળો ની સંગ છૂટી સંતાકૂકડી!!!
છૂટયું વૃજ નેં છૂટી ગઈ મારી વ્હાલી પ્રીતલડી!!!
આમ, યાદવાસ્થળી નકારાત્મકતા ની પ્રતીતિ, એની શરુઆત થી જ કરાવે છે.
જેનાં આગમન થી સર્વકાંઈ છૂટે છે, એનું આગમન ઘણું ડંખે છે,પણ,ઈશ્વરસહજ વ્યકિતત્વ નેં પણ, તેનો આદરસત્કાર હસીને, પ્રેમથી કરવો પડે છે તો આપણે તો એનાં બનાવાયેલ કાચી માટીનાં માનવ છીએ.
વૃજ છોડીને લાલો મથુરા ગયો. બડેભૈયા બલરામ બહું શક્તિશાળી છે એવું એમનેં બહું જ ગર્વ છે અનેં લાલા માટેની એમનેં ભરપૂર લાગણી પણ છે. એટલે લાલાની સુરક્ષા માટે એ યાદવાસ્થળી સુધી એમની સાથે રહે છે.
લાલો તો પોતે ઈશ્વર છે, એનેં કોઈની સુરક્ષાની શું આવશ્યકતા? પણ, એને સર્વ નું માન રાખતા આવડે છે અનેં આમ કરી એ આપણનેં આ બોધપાઠ આપે છે.
મથુરાગમન પછી કંસવધ સુધી બંને ભાઈઓ સાથે બધી લીલા નાં ભાગ બને છે. વૃજની રેતી માં રમેલો લાલો હવે, રાજમહેલ નાં મલ્લકુસ્તી ની માટી નેં પવિત્રતા અર્પે છે.
માતા દેવકી અનેં પિતા વસુદેવ ની ખુશીનું કારણ બને છે. મામા કંસનો વધ કરવાનું એકમાત્ર કારણ લઈ મથુરા આવેલો કાનો સમગ્ર મથુરા નગરી નો આ પ્રકારે લાડકો બની જાય છે.
ગોકુળ નો એ ગોવાળિયો મથુરા માં કંસ નો કાળ બને છે. હંમેશા સહું નેં તક આપી સાચા રસ્તે વળવા શીખવતો આ વ્હાલો કંસ નું અભિમાન તોડવા ઘણી તકો આપે છે.
પણ, અભિમાનનો અંધાપો એની અલ્લડ માનસિકતા પર હાવી બની એનાં જીવન નો નાશ કરી નાખે છે. અનેં મામા કંસ નો આયોજીત મોક્ષ વ્હાલાં નાં હાથે થાય છે.
મથુરા માં આટલી ટૂંકી સમય અવધિ માટે રહેનાર માધવ મથુરાનાં રાજા કંસનાં વધ પછી એનાં પુત્રનેં મથુરાની રાજગાદી સોંપી મામા કંસનો પૂર્ણસ્વરુપે ઉધ્ધાર કરે છે.
અનેં આમ, કૃષ્ણાવતાર ની એક અણગમતી લીલા આટોપી માધવ યાદવાસ્થળી તરફ પદાર્પણ કરે છે.
આ તમામ સમય અવધિ માં બડેભૈયા બલરામ એમની સાથે જ છે.
હકિકત એ છે કે બડેભૈયા નેં એમ લાગે છે કે હું કનૈયાનેં સાચવું છું. અનેં કનૈયો એમની આ માનસિકતા નેં માન આપવા બડેભૈયાથી સચવાવાની લીલા પણ, અવિરત ચાલું જ રાખે છે. ખરાઅર્થં માં તો ભગવાન ભક્ત ની રક્ષા કરે છે,પણ, જ્યારે ભક્ત નેં એમ લાગવા માંડે કે મારાં થી ઈશ્વર સચવાય છે ત્યારે માધવ ભક્તની એ વાતનું માન પણ રાખી લે છે. પણ, એ આત્મવિશ્વાસ જ્યારે અભિમાનનું રૂપ લેવા લાગે છે, ત્યારે સહન કરવાનો વારો ઈશ્વરનો પણ, આવે છે. છતાં પણ, લોકકલ્યાણ અર્થે પણ, વ્હાલો આખી બાજી અનેં ભક્ત નો બોલ સાચવવાનો છેલ્લે સુધી મરણિયો પ્રયાસ કરે છે. પણ, બદલાં માં ભક્ત નાં અભિમાન ની ભોગવણી ભક્ત સાથે ભગવાનને પણ માથે આવે છે અને ત્યારે સર્વનાશ સિવાય કાંઈ જ સાંપડતું નથી. ઈશ્વરનેં પણ અનેં ભક્ત નેં પણ.
બસ, આ જ છે યાદવાસ્થળી ની એક ટુંકી રૂપરેખા જે સર્વકાંઈ કાનારક્ષક બડેભૈયા બલરામ નેં આભારી અનેં આધારિત છે.
વૃજ છોડી મથુરાગમન પછી મથુરા નું કાર્ય આટોપી બંને ભાઈઓ નું હસ્તિનાપુર માં આગમન થાય છે.અનેં એ પણ, ફરી એક મોટાં જનસંહાર માટે. એટલે કે કુરુક્ષેત્ર નાં યુધ્ધ માટે.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કૃષ્ણાય ગોવિંદાય આગમનમ્
સર્વકાર્યે સમર્પણં,પાર્થસખા કૃષ્ણે ગીતાયાં વદનમ્
કૌરવો અનેં પાંડવો નાં ધર્મયુધ્ધ વખતે ચર્ચા માં આવી ગયેલાં માધવનેં મથુરા માંથી તેડું આવ્યું. અનેં કુંતાફોઈ અનેં ગાંધારીમા ની મર્યાદાનેં માન આપી માધવ તમામ એકસોપાંચ ભાઈઓ માટે હસ્તિનાપુર આવ્યા. અનેં સર્વપક્ષે સમાન વ્યકિતત્વ દાખવી ઈશ્વર ની ગરિમા સાથે એક મનુષ્ય તરીકે પોતાની દરેક જવાબદારી પૂરી કરવાનાં એ પ્રયત્ન માં રહ્યાં.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે થયું માધવનું આગમન !!!!
મથુરાક્ષેત્રે પૂર્ણ થયું છે કંસવધ નું આયોજન!!
યાદવાસ્થળી ની શરુઆત નાં આવ્યા છે અણસાર!!!!
કૌરવો ને પાંડવોની વચ્ચે માધવ નાં છે બૂરા હાલ!!
ગાંધારીમા ની ભક્તિ નાં છે અલૌકિક પ્રમાણ!!!!
કુંતાફોઈ ની મમતા માં વ્હાલો થયો છે ગરકાવ!!
સત્યના પક્ષે સજ્જડ પુરાવા !!!!
અનેં અસત્ય નાં પક્ષે નરી અલ્લડતા!!
કૂટનીતિ ને રાજનીતિ નો ખરોખોટો થયો છે મેળાપ!!!!
વ્હાલાં ની વાંસળી નું લીધું છે સુદર્શનચક એ સ્થાન!!
આંગળીઓ નાં પ્રતાપે વાગતી વાંસળી અનેં!!!!
એક અંગૂઠા થી વિશ્વ નેં ધ્રુજાવતું આ સુદર્શનચક !!
બંનેની વચ્ચે ફસાયો મારો વ્હાલો માધવ છે!!!!
યાદોનાં ઝરુખે થી વહેલી સવાર ની ગુલાબી મસ્તી નેં આનંદ થી માણતા મારાં પ્રિય વાચકો આપનાં સહકાર થી જ મારાં માધવ સાથે હું ખીલી છું, મહેંકી છું, અનેં સુગંધમય સર્વત્ર ફેલાયેલી છું.
માધવને ભક્તિ માં બાંધો નહીં,
એનેં પ્રાર્થનાઓ માં અનુભવો,,
સ્મરણનાં હિંડોળે હિંચોળો,,,,
તમારાં ચિંતન માં આપોઆપ આવી,,,,
એ તમનેં હરખ થી આલિંગન માં લેશે,,,,
અનેં એનો સહેવાસ,,,,
તમારી ભક્તિ નો અલૌકિક અહેસાસ ,,,,,,
બનતાં વાર નહીં લાગે.
મિત્રો અનુભવો મારાં માધવ નેં મારી રચનાઓ માં કેમકે, એ જ તો આપણાં અસ્તિત્વ નો આધાર છે.
મીસ. મીરાં
જય શ્રી કૃષ્ણ....