એ ચેહરો જોઈ સૌમ્ય બોલી ઊઠ્યો,"ત..ત...ત..તું?"આટલું બોલ્યો કે અચાનક પાવર ચાલુ થયો.અજવારુ થતા જ જોયું તો કઈ હતું જ નહીં.પરંતુ સૌમ્ય ને એ ચેહરો યાદ રહી ગયો હતો.એ ફટાફટ ઘરે જવા નીકર્યો. રસ્તા માં પણ એજ વિચારો એનો જ વિચાર આવી રહ્યો હતો.એનું શરીર કાર ના ફૂલ એસી માં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું."હા,એજ હતી..એ દિશા જ હતી..,એ મનોમન બોલ્યો.પણ આવુ કેવી રીતે શક્ય બની શકે.એને પોતાની કૉલેજ સમય ની છેલ્લી બર્થડે પાર્ટી યાદ આવી.રાત્રિ ના સમયે ઘરે જતા નશામાં ચકચૂર બનેલા મિત્રો અને પોતે.સુમસામ રસ્તા પર એકલી ઉભેલી દિશા ,અને પોતે આપેલી લિફ્ટ,નશામાં ભાન ભૂલી ગાડી માં બેઠેલી દિશા ને જોઈ ભાન ભૂલી તેણે મિત્રો સાથે મળી કરેલી જબરદસ્તી, અને પોતાની જાત ને હેવાન બનેલા પોતાનાજ મિત્રો થી બચાવવા ચાલુ ગાડીએ નીચે કુદી પડેલી દિશા,એનું રોડ ની બાજુમાં પડેલું લોહી લુહાણ શરીર.બધું જ એની આંખો સામે ફિલ્મ ની જેમ અત્યારે પસાર થઈ રહ્યું હતું.એના એક મિત્ર એ દિશા ની નજીક જઇ તપાસ કરતા એના શ્વાસ અટકી ગયા હતા.પોતાના થી નશા ની હાલત માં થયેલી મોટી ભૂલ થી બચવા રાતોરાત મિત્રો સાથે અન્ય શહેર માં જતો રહ્યો હતો.ઘરે પાછો આવ્યા પછી ખબર પડી કે એના પિતા ને ધંધામાં કરોડો નું નુકશાન જતા રાતોરાત તેઓ રોડ પર આવી ગયા હતા.પછી તો પિતાજી સાથે અન્ય શહેરમાં આવી ગયો.પિતાજી ના બાળપણ ના મિત્ર એ પોતાના મિત્ર ની સાથે કરેલા વાયદા મુજબ પોતાની એકની એક છોકરી સાથે લગ્ન પણ નક્કી કરી દીધા.હાલત અને સંજોગો જોતા પોતે પણ ના ન પાડી.પછી તો રિયા પણ IPS તરીકે જોડાઈ અને પોતે સસરા ની ઓફિસમાં લાગી ગયો.રિયા સાધારણ દેખાવ ની પ્રેમાળ પત્ની હતી.તે સૌમ્ય ને ખૂબ જ પ્રેમ કરતી હતી.પછી તો પોતે ઓફિસ અને રિયા માં પોતાનો ભૂતકાળ ક્યાંય ભૂલી ગયો.
આજે આટલા વર્ષો બાદ આમ અચાનક આ અનુભવ થતા તેને ડર લાગી રહ્યો હતો.દિશા તો મૃત્યુ પામી હતી તો પછી શુ આ તેનું ભૂત હતું!આમતો ભૂતપ્રેત માં માનતો ન હતો પરંતુ આજના અનુભવ પરથી હવે તે ડરવા લાગ્યો હતો.જો દિશા નું ભૂત તેની સાથે બદલો લેવા આવ્યુ હશે તો?આમ વિચારો માં ઘર ક્યાં આવી ગયું ખબર જ ન પડી.એણે રિયા ને કઇજ જણાવ્યું નહિ.રાત્રે કેમેય કરી સૌમ્ય ને ઊંઘ આવી નહિ.રાત માં પણ સૌમ્ય ને એ ચેહરો જ દેખાયા કર્યો.એ ખુબજ ડરી ગયો હતો.ઘણી મથામણ પછી ઊંઘ આવી.
બીજા દિવસે સવારે રિયા કિચન માં ચા બનાવી રહી હતી.સૌમ્ય હજુ ઉઠ્યો ન હતો.અચાનક બગીચા માં કંઈક ખખડવા નો અવાજ આવ્યો.ફરી એજ પડછાયો દેખાયો.તે જલ્દી થી બગીચા માં આવી જોયું તો કોઈ દેખાયું નહિ.પછી કઈક વિચાર આવતા તે જલ્દી થી પોતાની કાર લઈ કોઈ જગ્યાએ જવા નીકળી પડી.
લગભગ કલાક થયો હશે.સૌમ્ય જાગ્યો તો રિયા ઘર માં ન હતી.તેણે બૂમ મારી પણ રિયા ઘરમાં ના હતી.થોડીવાર માટે સૌમ્ય ના મનમાં કંઇક ખરાબ વિચાર આવી ગયો પણ તરત જ તેણે વિચાર દૂર કરી પોતે નકામું વધારે વિચારે છે એમ માની લીધું.તેને લાગ્યુ કદાચ જલ્દી ડ્યૂટી પર ગઈ હશે.પરંતુ હકીકત કઈક અલગ જ હતી.
(ક્રમશઃ)
રિયા ક્યાં ગઈ હશે?શું સૌમ્ય ના ભૂતકાળ વિશે તે જાણી શકશે?સૌમ્ય ને થયેલો અનુભવ ખરેખર તેનો વહેમ છે કે પછી કોઈ આત્મા?
રહસ્ય જાણવા માટે વાંચો આ વાર્તા નો આગળ નો ભાગ,આભાસ ભાગ-૩...
વાર્તા કેવી લાગી તે આપના પ્રતિભાવ માં જરૂર થી જણાવશો...ધન્યવાદ...