( નમસ્કાર, આશા છે આ કહાનીનો પહેલો ભાગ આપ સૌને પસંદ આવ્યો હશે.આ સાથે બીજો ભાગ રજૂ કરું છું. આ સાથે એમા લખેલ શાયરી કે કાવ્યપંકિત રજૂ કરી છે. એ મારી રચેલ નથી. જયારે પણ વાંચતી વખતે મને ગમી ગયેલી અને યાદ રહી ગયેલ શાયરી અને કાવ્યપંકિતની અહીં રજૂઆત કરેલ છે.)
રાહુલ પવનની માસીનો છોકરો છે.એ એના મમ્મી પપ્પા સાથે દિલ્હી રહે છે. આમ તો એ લોકો મૂળ ભાવનગરના, પરંતુ રાહુલની એક રાષ્ટ્રીય બેંકમા મેનેજરની પોસ્ટ પર દિલ્હીની શાખામાં નિમણૂક થઈ હોવાથી છેલ્લા બે વર્ષથી એ દિલ્હીમાં સ્થાયી થયો હતો. એના પપ્પા એક વર્ષ પહેલા જ રિટાયર્ડ થયા છે. દિકરાને ખાવા- પિવામા તકલીફ ન પડે માટે બન્ને જણા દિકરા સાથે દિલ્હી રહેવા માટે આવી ગયા.
રાહુલ પણ એકદમ શાંત સ્વભાવનો. ના કોઈ મોટા શોખ, ના કોઈ ખોટી આદત. પરંતુ વાંચન અને મુસાફરીનો એને ઘણો શોખ. જયાં પણ કોઈ નવી નોવેલ કે સાહિત્ય જોવા મળે કે તરત ખરીદી લે. તેના બેડરૂમમાં પણ બુક માટે એક સ્પેશિયલ બુકકેશ તૈયાર કરાવ્યું છે. વરસમાં એક વખત તો નવી નવી જગ્યાએ ફરવા જાય જ. પ્રકૃતિનું સાનિધ્ય એના મનને પ્રફુલ્લિત કરતુ.
ગણેશપૂજનની વિધી પૂરી થઈ ગઈ હતી. બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. મામીએ દિવ્યા માટે સંગીત અને મેરેજના કપડાં સિવડાવેલા હતા. મામીએ દિવ્યાનેકપડાંનું ફીટીંગ ટ્રાઈ કરીને લઈ આવવાનું કહ્યું. બપોરે દિવ્યા સપના સાથે જવા તૈયાર થાય છે. દિવ્યાને કે સપનાને ગાડી ચલાવતા નથી આવડતું હોવાથી તેઓ રાહુલ ને કહે છે.
સપના: રાહુલભાઈ તમે અમારી સાથે માર્કેટમાં આવશો?
રાહુલ: હા,જરુર બોલ કયારે અને કયાં જવાનું છે.
સપના: બસ અમે તૈયાર થઈએ એટલી વાર.
દિવ્યા અને સપના તૈયાર થઈને આવે છે. ત્રણે જણા ગાડીમાં બેસે છે. સવારના ફૂલવાળી ઘટના પછી દિવ્યા અને રાહુલ એકબીજાથી નજર મેળવતા નથી. રાહુલ ડ્રાઈવ કરેછે. દિવ્યા અને સપના બન્ને પાછળ બેસે છે. મીરરમાથી રાહુલની નજર વારંવાર દિવ્યા પર જાય છ. જે સપનાના ધ્યાનમાં આવે છે. અને એને એક વિચાર આવે છે. જેને એ અમલમાં મૂકવાનું નક્કી કરે છે. દિવ્યા મનમાં વિચારે છે કે સવારે એટલી પણ મોટી વાત નહોતી થઈ હતી, તો મારે રાહુલ સાથે શા માટે બોલવું ન જોઇએ. આ બાજુ રાહુલ પણ એમ જ વિચારે છે કે મારા આવા વર્તનથી દિવ્યા કદાચ ઊંધું ન સમજે. મારે એની સાથે નોર્મલ રહેવું જોઈએ.
દિવ્યા: thanks Rahul, તમે અમારી સાથે આવવા માટે રાજી થયા.
રાહુલ: oohh no thanks, infect I really want to come with both of u. એમ પણ એકલા એકલા બેસીને હું કંટાળી ગયો હતો. પવન પણ મેરેજની તૈયારીમા બીઝી છે.by the way, હું કંઈ તમારાથી એટલો પણ મોટો નથી કે તમે મને તમે તમે કરો છો.
દિવ્યા: તો હું પણ કયાં તમારાથી મોટી છું તમે પણ તો મને તમે તમે કરો છો.
સપના: યાર તમે બન્ને આ તમે તમે નો રાગ આલાપવાનુ બંધ કરો. અરે તમે બન્ને તો સેમ એજના છો. મને તમારા બન્નેની બર્થડેટ ખબર છે. હા પણ રાહુલ તમે દિવ્યાદીદી કરતા છ મહિના મોટા છો. તો તમે ચાહો તો દિવ્યાદીદી તમને તમે કહી શકે છે.
રાહુલ: ના હો,મારે આ ઉંમર માં કાકા નથી બનવું.
અને ત્રણે જણા હસવા લાગે છે.
દિવ્યા: સારુ તો આજથી આપણે એકબીજા ને નામથી બોલાવીશુ. done?
રાહુલ: done.
ત્રણે જણા ટેલરને ત્યાં જાય છે. દિવ્યા અને સપના પોતપોતાના કપડાંનું ફીટીંગ જોઈ લે છે. અને જરુરી ફેરફાર કરાવે છે. અને કપડાં લઈને આવે છે. મામીએ પૂજાનો સામાન,ફૂલ અને થોડી બીજી વસ્તુ પણ મંગાવી હતી. તે વસ્તુની પણ ખરીદી કરે છે. રાહુલ પોતાના માટે પણ થોડો સામાન લે છે. દિવ્યા અને સપના ની નજર ચૂકવીને રાહુલ એક બીજી વસ્તુ ખરીદે છે. રાહુલ બધો સામાન ડીકીમાં મૂકવા જાય છે. સપના ફૂલ ડીકીમા કરમાઈ જશે એમ બહાનું બનાવીને ફૂલ પાછળની સીટ પર મૂકવાનુ કહી દિવ્યાને રાહુલની બાજુમાં બેસવાનુ કહે છે.
રાહુલની બાજુમાં બેસતા જ દિવ્યાનું દિલ જોર જોરથી ધડકવા લાગે છે. આ બાજુ રાહુલ પણ દિવ્યાને પોતાની બાજુમાં બેસાડીને એક અલગ પ્રકારનો રોમાંચ અનુભવે છે. ગાડી ચલાવતા ચલાવતા દિવ્યાનો અછડતો સ્પર્શ રાહુલના દિલોદિમાગને રોમાંચિત કરી મૂકે છે. દિવ્યાના હાથની બંગડીઓના રણકારથી એના દિલમા સાત સૂરોનુ સંગીત રેલાય છે. અને અચાનક રાહુલના હોઠો પર એક પંક્તિ આવી છે.
"રૂપ તારા વગર ને પ્રીત મારા વગર,
જીવશે કેમ બન્ને સહારા વગર "
બઘો સામાન લઈ ત્રણે જણા ઘરમાં પ્રવેશે છે. બઘા પોતપોતાના રુમમાં થોડા સમય માટે આરામ કરવા જાય છે. દિવ્યાને સપનાના રુમમાં અને રાહુલને પવનના રુમમાં ઉતારો આપવામાં આવેલ હોય છે. બન્ને જણા રુમમાં જઈ ફ્રેશ થાય છે. પરંતુ રાહુલની નજરમાંથી દિવ્યાનો ચહેરો ખસતો જ નથી. એની બેચેનીનુ કારણ તો એને ખબર છે પણ,દિવ્યા પ્રત્યેનુ આ ખેંચાણ આકર્ષણ છે કે પ્રેમ, તે એ નકકી નથી કરી શકતો.
સાંજે જયારે બધાં હોલમાં બેસેલા હોય છે ત્યારે રાહુલ આવે છે. તે બધાં સાથે વાતો તો કરે છે,પણ તેની નજર દિવ્યા ને જ શોધી રહી હોય છે. અને એની નજર દાદર ઉતરતી દિવ્યા પર જાય છે. તેના હોઠો પર એક મીઠી મુસ્કાન આવી જાય છે તે પોતાની જાતને તપારે છે કે રાહુલ આમ વારંવાર કોઈને જોયા કરવું સારું નહીં કહેવાય તેની નજર વારંવાર દિવ્યા પર જ ઠરે છે. આ બાજુ સપના કયારની રાહુલ ને જોયા કરે છે. તે રાહુલ પાસે જઈને એના કાનમાં એક ગીત ગણગણે છે. " કહી પે નિગાહે કહી પે નિશાના " ગીતની પંકિત સાંભળતાં જ રાહુલ તેની તરફ ડોક ફેરવે છે. સપના આંખો નચવતી ફરીથી ગીત ગાતી ગાતી દિવ્યા તરફ ઈશારો કરે છે. રાહુલ એકદમ આશ્ચર્યચકિત થઈ સપનાને જોયા કરે છે. દિવ્યાનુ ધ્યાન એમના તરફ જતા રાહુલ સપનાના મો પર હાથ મૂકી દે છે અને એનો હાથ પકડીને ઉપર રુમમાં લઈ જાય છે.
રાહુલ: આ નીચે શું ચાલતું હતું.
સપના: એ તો મારે પૂછવું જોઈએ કે શું ચાલે છે તમારા બન્ને વચ્ચે.
રાહુલ: શશશ... ધીરે બોલ. અને આ શું બકવાસ કરે છે તું ?કોની વચ્ચે શું ચાલે છે?
સપના: તમારા અને દિવ્યાદીદી વચ્ચે. હું સવારથી જોઉં છું. તમારી નજર દિવ્યાદીદી પરથી ખસતી જ નથી.
રાહુલ: અરે એવું કંઈ જ નથી. તને નાહકનો વહેમ થાય છે.
સપના: તમે મને બેવકૂફ ન બનાવો. મને બધી ખબર પડે છે. હું કાંઈ નાની કીકલી નથી. સારુ તમે નહિ કહો તો હુ દિવ્યાદીદીને જ પૂછી લઈશ.
રાહુલ: અરે ઊભી રે મારી મા,મને ખબર છે કે તું નાની કીકલી નથી. અહીં બેસ હું તને બધી વાત કરુ છું. પણ તુ મને પ્રોમિસ આપ કે તું કોઈને પણ આ વાત નહી કરે. દિવ્યાને તો બિલકુલ નહીં.
સપના: હા હું પ્રોમિસ આપું છું.
રાહુલ: તો સાંભળ અમારી વચ્ચે એવું કંઈજ નથી. પણ જયારથી દિવ્યાને જોઈ છે ત્યારથી મારા દિલમા એક અલગ પ્રકારની બેચેની મેહસુસ થાય છે. બસ મન કરે છે કે એને જ જોયા કરુ. મન થાય છે કે એ બોલે ને મે સાંભળ્યા કરુ. એનો હાથ હાથમાં લઇ દરિયા કિનારે ભીની ભીની માટીમાં કલાકો સુધી ચાલ્યા કરું. એનો અછડતો સ્પર્શ મારા રોમરોમને પ્રફુલ્લિત કરી જાય છે. મારુ મન હંમેશા એનુ સાનિધ્ય ઝંખે છે. એવું નથી કે મે દિવ્યા કરતા રૂપાળી છોકરી નથી જોઈ. પણ દિવ્યાની માસૂમીયત અને સાદગી મને આકર્ષિત કરી જાય છે. પણ હું એ નકકી નથી કરી શકતો કે આ આકર્ષણ છે કે પ્રેમ.!!!
સપના:
" બુધ્ધીને પણ વહેમ થયો છે
કહું, કોઈને કહેશો ના
પહેલી નજરનો પ્રેમ થયો છે. "
રાહુલ: શુંઉઉઉ....આ તુ શુ કહે છે ?
સપના: હા રાહુલભાઈ તમને દિવ્યાદીદી સાથે પ્રેમ થયો છે. પણ તમારુ દિમાગ તમને આ એહસાસ મેહસુસ નથી કરવા દેતુ. એકવાર તમે તમારા દિલથી આ વાત સ્વીકારી લેશો તો તમને તમારા પ્રેમનો એહસાસ થશે.
રાહુલ આંખો બંધ કરે છે તો તેને દિવ્યાનો હસતો ચેહરો દેખાય છે. તે આંખો ખોલીને સ્મિત કરે છે અને સપનાને કહે છે.
yes Sapna I AM IN LOVE . I LOVE DIVYA FROM BOTTOM OF MY HEART. thanks Sapna મારા આ છૂપા એહસાસ ને મેહસુસ કરાવવા બદલ thanks.
( રાહુલને તો તેના પ્યારનો એહસાસ થઈ ગયો. પણ શું દિવ્યાને પણ રાહુલ માટે આ જ લાગણી છે?શુ રાહુલ પોતાના પ્રેમનો એકરાર દિવ્યા સમક્ષ કરશે?આ બધુ જાણીશુ કહાનીના આગળના ભાગમાં. )