પંખી પોતાના માળે પાછા ફરી રહીયા હતા .ગામે ને પાદર ઘણ પાછુ ફરી રહયું હતુ. સુરજ જાણે ચાદર ઓઢી ને સુવાની તૈયારી કરી રહયું હતુ.
.મનસુખલાલ સીમે થી પાછા ફરી રહીયા હતા .કાયમી કરતા આજે થોડોક ટેમ વધારે થઇ ગયો હતો .એના ગાડા ચલાવા ની ઝડપ પર થી સમજાઈ રહયું હતું, બળદ ની ડોકે બાંધેલ ધૂખરા જાણે અદભૂત સંગીત ની રચના રચી રહીયા હતા. ગાડુ ઝડપ થી ચાલવા ને કારણે પાછડ ધૂળ ની ડમરી ચળી રહી હતી.અને એક અનોખું દ્રશ્ય સર્જાય રહીયુ હતુ.મનસુખલાલ સીમ થી ગામ ને પાદર પોહાચવા આવિયા હતા .ત્યારે લગભગ દી આથમી ગયો હતો .મનસુખલાલે ઝાંપા પાસે આવી ને ગાડુ ધીમુ પાડીયું .નીચે ઉતરી ને ઝાંપો ખોલ્યો ને ગાડુ ફરીયા વચ્ચે છોડયું.બળદો ને ગમાણે બાંધી ને નીણ નાખી. હાથ – પગ ધોઈ ને. સાદ પાડીયો નંદુ આજે ચોરે ઝાલર વગડી ગઈ છે.રામ મંદિરે માથું ટેકાવી આવુ પછી વારુ કરવા બેસીશુ.નંદુ એ પોતાની મન ની વરાળ ઠાલવતા રસોડા માંથી બૂમ મારી મંદિરે માથું ટેકવવા જાવ છો .તો તમારા ઠાકરધણી ને પૂછતા આવજો હજી કેટલા દિ ઢસડા કરવા નું આ કપાર પર લખાવી ને આવિયા છીએ ? રાત –દિ કમર તોડ મહેનત કરીએ છતા આની આજ દશા આમા રાય ના દાણા જેટલો પણ ફેર નહિ .મનસુખલાલ નંદુ ની વાત ગણકારીયા વગર પોતાના રસ્તે ચાલવા લાગ્યા. રામ મંદિરે માથું ટેકવાની બહાર નીકળે છે ત્યાજ ચોરે ભેગું થયેલ ૧૦- ૧૨ પુરુષો ના ટોળા પર ધ્યાન જતા તે બાજુ જાય છે. રતનભાઈ જોધાર આંસુ એ રડતા હતા.મનસુખલાલે તાગ મેળવવા બે- ત્રણ વાર પૂછયું શું થયુ ભાઈ ? કઈ અનહોની ધટના ધટી છે ? રતનભાઈએ તો જવાબ ના આપીયો પણ તે ટોળા માંથી હરીઓ બોલ્યો . ભાઈ વાત એમ છે કે ગઈ કાલે રતનકાકા અને ખોડાકાકા શહેર મા સીમ નો માલ વેચવા ગયા હતા .ત્યાં મોડું થાય એમ હતું .એટલે રતનકાકા એ કીધું આપણે બન્ને મારા અશોક ને ત્યાં રાત રોકાઈ જયશું .અને સવારે નિરાતે નીકળી જશું. માલ વહેચી ને બન્ને અશોક ના ઘરે પોહચીયા.ખોટાકાકા તો અશોક નું ઘર જોયને ચકિત થઇ ગયા .આલીશાન બંગલો અને બંગલા ની અંદર પ્રેવશતા જ ચાર આંખો થઇ ગઈ .બેઠક ખંડ મા એક થી એક ચડિયાતી વસ્તુ થી સુશોભિત હતું. વાહ રતનીયા તે તો બહુ બધું ભેગું કરી ને છોકરા ને બંગલો બનાવી દીધો.
પુત્રવધુ ટ્રે માં પાણી લઇ ને આવી પણ એના હાવ-ભાવ પર થી સાફ અનુમાન લગાવી શકાતું હતું .કે અણધાર્યે આવિયા તે ના ગમ્યું .
જમવા માં બત્રીશ ભાત ના ભોજન હોવા છતાં આજે ભોજન ફિક્કું લાગ્યું કેમ કે એમાં કોઈ લાગણી નો ભાવ ન હતો . બન્ને ના મેલા કપડા જોય ને વહુ ને સુગ ચડતી હતી પણ તે કઈ બોલી શકી નય..પણ જિંદગી ના તમામ રંગ જોય ચુકેલા ને આ સમજતા વાર ના લાગી. બન્ને અહી આવવા નો ખુબ પસ્તાવો થાતો હતો પણ હવે શું થાય ? આમ તેમ પડખા ફેરવી ને રાત વિતાવી. સવાર પડતા જ ગામડે જવા નીકળી ગયા .તેને વહુ અને છોકરા ના વર્તન પર થી ખુબ લાગી આવ્યું છે.એટલે રડે છે છે કહે છે કે પેટે પાટા બાંધી ને ભણાવીઆ શું આ દિ જોવા માટે ?તેમને તમામ સુખ –સુવિધા આપવા આપણી જાત ને ઘસી નાખી છતાં પણ એ લોકો ને તો કઈ જ પડી નથી.મનસુખલાલ રતનભાઈ ને આશ્વાસન આપી ને પોતાના રસ્તે મીટ માંડી.આ ધટના એ મનસુખલાલ મન માં એવા તો બીજ રોપીયા કે વિચારો નુ તુફાન રોકવા નુ નામ જ નોતુ લેતું.
વારુ કરી ને ફરિયા વચ્ચે ખાટલો ઢાંળી ને લંબાવે છે .છતા આજે એનુ મન ક્યાય માનતુ નોતુ.નંદુ મનસુખલાલ નુ આ વર્તન જોતી હતી છતા આંખ આડા કાન કરી દેતી હતી.૨ -૩ દિવસ થઇ ગયા છતા પણ મનસુખલાલ ના વર્તન મા બદલાવ ના આવીયો એટલે નંદુ ને ઉપાધિ થવા લાગી .નંદુ લાગ જોય ને પૂછી જ લીધુ કઈ મુજવણ છે રધુ ના બાપુ ?મનસુખલાલે ચોરે બનેલી ધટના વિગત વાર વર્ણાવી.અને દુઃખ વ્યક્ત કર્યું .રતનકાકા એતો તેના પુત્ર ને તમામ સુખ સુવિધા સાથે ઉછરેલો અને વારસા માં પણ અઢળક સંપતિ મળેલ છે છતા પણ રતનભાઈ ની આ દશા જોય ને મારા મન માં વિચારો નુ વાવાઝોડું રોકવા નુ નામ જ નથી લેતુ.મારી પાસે તો ફૂટી કોડી પણ નથી હું શું આપીશ મારા રધુ ને વારસા માં કે મારે આ દિ ના જોવા પડે .આટલી નાની વાત માં તમે ચિંતા માં પડી ગયા.આપણે આપણા રાધવ ને સંસ્કારો નો વારસો આપીશુ .તે રાધવ ની સાત પેઢી ને ઉજાગર કરશે .આ સાંભળી ને મનસુખલાલ નુ મન હળવુ ફૂલ જેવુ થઇ ગયું.નંદુ તારી વાત સાથે હુ સો ટકા સહમત છુ.પછી ના દિવસો માં મનસુખલાલ વિચારોમાં પડી જાય છે.શરૂવાત કયાથી કરું ? ઘણા દિવસો ના મંથન બાદ મનસુખલાલ ને ઉપાય મળી ગયો.કુંભાર ની ઘરે જઈ ને એક નાનકડું માટલુ લઇ આવિયા અને તેમાં માટી ભરી દીધી .ગામ ના માસ્તર પાસે જયને એક ચીઠી લખાવી ને આવિયા .તેમાં લખાણ લખાયું તારી જાત ને આ માટલા ની જેમ ટીપી ટીપી ને આકાર આપજે .આપણે કણબી છીએ કણ વાવે ને મણ લે એ કણબી કહેવાઈ મેહનત કરવામાં કયારેય પાછીપાની ની નઈ કરવાની .નંદુ ના આંખ માં આંસુ આવી ગયા .તમે તો ખરેખર રાધવ માટે સંજીવની લઇ ને આવિયા છો .નંદુ એ હાથ માંથી માટલુ લઇ ને પટારામાં સાચવી ને મૂકી દીધુ.જયારે મારો રાઘવ સમજુ થાશે ત્યારે એના હાથ માં સોપી દઈશ .રાઘવ આજે પ્રખ્યાત બાળકો નો ડોક્ટર છે.જયારે પણ કોઈ કઠિન પરિસ્થિતિ આવે છે ત્યારે પોતાના પિતાજી પાસે થી આપવામાં આવેલ અમુલ્ય માટલું એના હાથ માં આવતા જ તે પોઝીટીવ ઉર્જા નો અનુભવ કરે છે .અને પરિસ્થિતિ નો સામનો કરવા ની હિંમત મળે છે.આજે ચીઠી ને લેમીનેસન કરાવી ને લોકર માંજગ્યા મળી છે.રાધવ ખુબજ સુખી છે.પોતાના પિતાજી દ્રારા આપેલ વારસા નુ જતન કરે છે અને ગર્વ અનુભવે છે મને માં-બાપ ના રૂપે સાચા ભગવાન મળીયા.
*સમાપ્ત*