Ek vichar mathi pangalyo bijo vichar ! in Gujarati Magazine by Maitri Barbhaiya books and stories PDF | એક વિચારમાંથી પાંગર્યો બીજો વિચાર !

Featured Books
Categories
Share

એક વિચારમાંથી પાંગર્યો બીજો વિચાર !

અનાદિકાળથી સાંભળેલું વાક્ય:'માણસના પારખાં ન હોય'.  આ આધુનિક યુગમાં સહુ માટે એજ પ્રશ્ન હોય છે કે માણસને પારખવો કેમ, એના હાવભાવ ક્યારેક આપણી સમજ બહાર હોય છે.  તો ચાલો આજે થોડો પ્રકાશ નાખીએ એને પારખવાની રીતો ઉપર.

એક મનોવિજ્ઞાન ભણેલી વિદ્યાર્થીના નિરીક્ષણ પરથી એણે તારવેલા મુદ્દાઓ:-

૧) માણસનેે જો પારખવો હોય તો પહેલાં એને 
જવાબ આપવા માટે ન સાંભળીને એના હાવભાવ સમજવાનો પ્રયત્ન કરો.
૨) ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિની 
દેેેેહભાષા(body language) અને એના બોલાયેલા શબ્દો સમાન નથી હોતા, માટે એની દેહભાષાનુ નિરીક્ષણ કરવું જરૂરી બની રહે છે.
૩) વાતચીત દરમિયાન માત્ર વ્યક્તિના હોંઠ જ વાર્તાલાપ કરતા હોય છે એવું નથી હોતું, પરંતુ એની આંખો પણ વાર્તાલાપ કરતી હોય છે.
માટે વાર્તાલાપ દરમિયાન શક્ય હોય તો વ્યક્તિની આંખોં પણ જોવી.
૪) આંખો,દેહભાષા આ બધાને પરે રાખીને ક્યારેક વ્યક્તિને નિરક્ષી શકાય છે-જેમકે એનું સ્મિત જોઇને, હવે બને છે એવું કે સ્મિત, હાસ્ય જેવા શબ્દોની પરિભાષા અલગ હોય છે અને એના પ્રકારો પણ  જુદા હોય છે.
જો વાત કરતી વખતે વ્યક્તિ હળવું સ્મિત આપે તો એવું સમજી શકાય તેેેને તમારી વાત ગમી અથવા તો એને તમારી વાતમાં રસ છે.
૫) જો વાત કરતી વખતે વ્યક્તિ ખડખડાટ હસે તો એવું માની શકાય કે તેને તમારી સાથે રહેવું , વાત કરવી ગમે છે, કારણ કે આ માનવીની આદત છે:
     
            એ હસે ત્યાં જ મનમૂકીને,
               જ્યાં એને ગમતી વ્યક્તિ સાથે વાતો                                         કરવી ગમે!! 


On This Note: કદાચ વ્યક્તિના મુખેથી બોલાયેલા શબ્દો ખોટા હોય શકે,
પરંતુ એની દેહભાષા,આંખો, સ્મિત/હાસ્ય,હાથના એ ઇશારાઓને જાણ નથી ખોટું બોલવાની...
                    ****************


   WE ARE MORE DEPRESSED AT OUR TEENAGE, AREN'T WE??

આપણે  જો ક્યારેય સૌથી વધારે હતાશ હોઇએ છીએ તો એ આપણી સગીર વયમાં, તો કેમ એવું છે તો ચાલો જાણીએ થોડાક આપણા અનુભવ દ્વારા..

૧) બધાંજ જોગાનુજોગ સગીરાવસ્થામા જ થતાં હોય છે,જેમ કે કોઈ જોડે આકર્ષણ થવું અને એજ આકર્ષણનું પ્રેમમાં ફેરવાઈ જવું.
પછી,આ ઉમર જ એવી હોય છે જ્યાં સતત એવું લાગ્યા કરે કે આપણે સાચા છીએ અને બીજુ એ કારણ પણ જવાબદાર હોય છે કે આ ઉમરમાં જ આપણે બધું પામી લેવા માંગતા હોઇએ છીએ, અને એજ તાણમાં આપણે હતાશા અનુભવતા હોઇએ છીએ.
૨)આ ઉંમર જ એવી હોય છે જ્યાં આપણને હૂંફની, ઉષ્માની જરૂર હોય છે અને ઇચ્છતા હોઇએ છીએ કે કોઈ આપણી ઉપર ભરોસો રાખે, પણ બીજા લોકો ઝંખે છે કે આપણે એમના ઈશારાઓ‌ પ્રમાણે ચાલીએ પણ એ શક્ય નથી કેમ કે આ ઉમરમાં hormones એટલા બદલાતા હોય છે જેને કોઈ સમજી નથી શકતું અને આ ભારતીય માનસિકતાને સમજાવતા વાર લાગી જાય એમ હોય છે.
ચાલો આ  આપણી ઉંમર જ એવી છે એટલે આ રીતે વર્તવું બરાબર છે પણ આપણાથી મોટા લોકોની, વડીલની ફરજ છે કે એ આપણને સમજે પણ જ્યારે આપણે ઉપરની તમામ વસ્તુથી વંચિત રહીએ છીએ ત્યારે હતાશા અનુભવીએ છીએ.
૩) પાછું, થાય પણ એવું કે આ જ ઉમરમાં આપણા ચાહનારો આપણો સાથ છોડીને જતા રહેતા હોય છે અને આપણને એમની જોડે વિતાવેલી ક્ષણો યાદ આવે છે અને જ્યારે આપણને ખબર પડે છે કે એ નથી આવી શકવાના ત્યારે આપણે હતાશ થઈ જઇએ છીએ.

On This Note:સૌ આ અવસ્થામાંથી થયા છે પસાર,
તો પણ નથી સમજતા આપણે આપણા સંતાનને!!
                        ************
                        ************
                        ************
                        ************