Bhuro ne baali ek prem katha in Gujarati Love Stories by vishnusinh chavda books and stories PDF | ભુરો ને બાલી એક પ્રેમ કથા

Featured Books
Categories
Share

ભુરો ને બાલી એક પ્રેમ કથા

  સાજન એડા કિજીયે ,સારસ જેડા હોય ;
        એકલડા જીવે નહિ , સાથે મરતાં હોય ...
    
        
ઉપર ના દૂહા ને સાચો કહેવાતી આ પ્રેમ કથા છે.
આપણી સંસ્કૃતિમાં નદીનુું અદકેરું મહત્વ છે.માનવસંસ્કૃતિ
નદી કાંઠે જ વસી-વિકસી છે.આથી જ તો નદી સરિતા ને
લોકમાતા કહેવામાં આવે છે.ગામ ની મહામૂલી સંપત્તિ કહેવાય છે.
           નદી કાંઠે પ્રકૃૃૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે.
તેમાંય વહેલી પરોઢે નદીનું સૌન્દર્ય અનોખું‌. ઊગતા સૂર્યના
બાલકિરણો નદીના ખળખળ વહેતા પાણીમાં સોનેરી પટ્ટા
પાડતાં હોય‌. ત્રાંબા પિત્તળના ઝગમગતા બેડલા લઈને આવજા કરતી પનિહારીઓએ પહેરેલ ભાતભાતના રંગબેરંગી વસ્ત્રોથી નદીકાંઠે ફૂલગૂૂથણીની અવનવી ભાત
પડતી હોય.નદીને કિનારે વેકરાના વિશાળ પટમાં ગામનું ધણ
ધીરે ધીરે ભેેેંળુ થઈ રહ્યું હોય.જુદી જુદી દિશાઓમાંથી 
દોડી આવી ઉતાવળે ઉતાવળે દરિયાને મળી જતી નદીઓની જેમ જ ગામ ની જુદી-જુદી શેરીઓમાંથી
નીકળેલા ગામના ઢોર નાચતાં, કૂદતાં, તોફાન કરતાં,
શીંગડાં નચાવતાં, ઉતાવળાં ઉતાવળાં  આવીને ધણમાં 
ભળી જાય. ભરત ભરેલ અને આભલાં જડેલા બોશલા ઓઢીને નાની નાની છોડીઓ છાણ વીણવા માટે ધણની
વચ્ચે દોડાદોડ અને ઘૂમાઘૂમ કરતી હોય.
             આવું જ એક  વાત્રક કાંઠા નું બાલપુર   નામ ના ગામની આ વાત છે.ગામથી થોડાં અંતરે થી પસાર થતી વાત્રક નદી ખુબ જ રળીયામળી લાગે બારે માસ નદી ચારે
કાંઠે વહેતી રહે. નદી ના કિનારે પૌરાણિક મહાદેવ નું મંદિર
જ્યાં ગામની વસ્તી પૂંજા દર્શન આવ જાવ કરે તેમાંય
શ્રાવણ મહિનામાં તો આ જગ્યાએ આજુબાજુ ના ઘણા
ગામડાં ના લોકો આવે અને મેેેળા જેવો માહોલ સર્જાય‌.
અહીં થી થોડા અંતરે કુદરતી ધરો (ધોધ) જ્યાં ગામ નું
માણસ નવરાશની પળોએ બેસવા જાય.દર ઉનાળામાં તો ખુબ લોકો અહીં ન્હાવા આવે. લોકો શહેરમાંથી પણ અહીં
ન્હાવા આવે અને મોજ મસ્તી કરે.
             આજ ગામ માં લાલુજી નામ નો વૃધ્ધ ખેડૂત રહેતો. તેણે ચાર છોકરા તેમાં ત્રણ પરણેલા અને સૌથી નાનો છોકરો ભુરો   જેની ઉંમર વીસ વર્ષની હમણાં હમણાં જવાની આવી હતી.મૂછ  નો દોરો ફુટયો હતો.ઉચી કદકાઠી
અને ઉજડો વાન,ભુરી આંખો, એવો તો શોભે જાણે કોઈ રાજકુમાર તે  વધુ ભણેલો તો નહીં. પણ બુધ્ધી માં બળમાં ખુબ જ હોંશિયાર આખાં ગામ માં ભુરા નો પડતો બોલ         ઝીલતો તેની  ખેતી પણ આગળ પડતી ભુરા નો જીવ
ખેતી સિવાય બીજે ક્યાંય ચોટતો નહીં જે પોતાની ખેતીમાં
તલ્લીન હોય એ ખેડૂત તેને દુનિયાદારી ની પડી નહોતી.
ભુરા ને મન તો પોતે  ભલો અને તેેેની ખેતી ભલી.ભુરો ઘણો ભોળો હતો.તેના કારણે એના ઘણા ભેરુબંધો હતાં.એમા એનો ખાસમખાસ ભેરુબંધ બાબર ભાઈ હતા.પણ ભુુુરો
તો બાબર કહીને બોલાવતો હતો. દિલ નો ભોળો અને કદકાઠીએ અફઘાનિ સિપાહી જેવો દેખાતો.ગઉવર્ણો અને ઊંચો તાડ જેેેવો પાછો લાબી અને ભરાવદાર મૂછો રાખે જાણે કોઈ બહારવટિયો. ભુરા ને બાબર ની મિત્રતા તો 
આખાં એ મલકમાં વખણાતી.બંનને ના ખોળીયા અલગ હતા. પણ પ્રાણ એક હતાં‌‌. ભુુુુરા ને બાબર વગર ના ચાલે અને  બાબર ને ભુરા વગર બંને ના  ઝુંપડા સામ સામે ના
ખેતરોમાં ભુરોને ભેંસો જાજી અને બાબર ને ઘેટાં બકરાં જાજા બંને રોજ સંગાથે માલઢોર ચારવા સાથે જાય છે.
વાત્રકના કાંઠે ના જંગલ માં માલઢોર ચરવા મુકિને પાસેની
વાત્રક નદીમાં ધૂબાકા મારે તે તેમનો રોજ નો નિયમ‌. સાંજે ઝાલર ટાણે પાછાં વળે અને પછી રાતનું જમવાનું પતાવી ભુરો ખાટલા માં આડો  પડે.એટલા માં તો બાબર હોકો પીતો પીતો આવે અને ભુરા ને હોકો ધરીને બોલે લે આ પીલે શરીર નો થાક દૂર થાશે. પછી તો ભૂૂળ.... ભૂળ... ભૂૂળ...
કરતો હોકા માથી ધૂમાળા ના ઘોટે ઘોટા નિકળતા. સાથે બાબર અલકમલકની વાતો માંડે કોઈ વખત રાજા રાણીની તો કોઈ વખત ભાથીજી મહારાજ ની, વિક્રમ વેતાળ, ભુજીયા નાગ ની,. લાલિયા લુહાર, વગેરે ની વાત માંડે 
આવી તો ઘણી લોકવાતો બાબર જાણતો હતો. તેની કોઠા સૂઝની લોકવાર્તાઓ સાંભળીને ભુરાને ખુબ જ મજા આવતી અડધી રાતે બાબર ભુુુરાને કહેતો લે હેડ ભુરા
હું તો આ ઉપડ્યો તારે મારા છાપરે તું તારે નિરાંતે ઊગ એ જે માતાજી બોલીને  એ પોતાના છાપરા તરફ હેડવા માંડતો.
બોલતો જતો ભઈ કોઈ જનાવર આવે તો મને ઓકારો કરજે પાછો એકલો શુરો ના થતો. તારો આ ભાઈબંધ પણ કાંઈ કમ નથી હમ જયો એમ બબળતો તે જતો રહેતો.ભુરો
તો કયાર નોય નાહકોરા બોલાવતો ઘોરતો હતો.
             સવાર ના પહોર માં ભુરો તો વહેલાં ઊઠી ને સવારનું કોમ પતાવી ને બાબર ને ઓકારો કરતો અલ્યા હેંડ 
ઊંગે છે કે શું અને સામે થી બાબર પોતાના ઘેટાં બકરાં લઈ ને ભુરા જોડે આવતો. બંને પોતાના માલઢોર ચરાવવા જંગલ તરફ જતા તે વખતે બાબર બોલ્યો અલ્યા કાલે તો
શિવરાત નો મેળો. મેળામાં તો એ મજા ના રંગબેરંગી રમકડા, ફુગ્ગા,બંગળીઓ,પાવા, જુદા જુદા નાસ્તા ભજીયા,ચવોણું,ચેવડો, જલેબી, શિંગચણા, ચકળોર, અને પાછી છોડીઓ વગેરે ઘણું બધું હશે.પાછો વેલા ઉઠજે હો કાલ મોડું નો થાય.પણ ભુરો તો એની જ ધૂન માં ખોવાયેલ હતો. એમ કરતાં કરતાં બીજો દિવસ શિવરાત નો આવી ગયો મેળો જોવા તો  લોકો સવાર થી જ  દોડા દોડ કરતું હતું.અહી ભુરો, બાબર અને બિજા ઘણા ભેરુબંધો વાત્રક 
કાંઠે ના મહાદેવ ના મંદિરે મેળો જોવા હેડ્યાં.અહી નદી કિનારે ઉંટ ની સવારી પણ લોકો કરે છે. જોવાનો લાહવો છે.આજે તો કાંઈ ભુરા એ નવા લુગડા પહેલાં હતાં. બાબર અને ભેરુબંધો ભુુુરાને જોતાં જ રહી ગયા.શું વાતશ ભુરા આજ તો વરરાજા જેવો લાગશે.કાંઈ  ભુરો શરમાઈ જયો.બધા હેડતાં હેેેેડતાં મેેેેળા માં આઈ ગયા પહેલાં મહાદેવ ના મંદિરે દર્શન કરવા ગયા.દર્શન કરી ને બહાર નીકળ્યા ત્યાં તો બાબર બોલ્યો ભુરા મહાદેવ પાંહે હું માગ્યું બોલજો. ભુરો કોય બોલ્યો નઈ એટલે બાબર ને ખબર પડી ગઈ કે ભુરા એ ભાભી માંગ્યા હ એવું બોલતા તો ભુરો શરમાઈ ગયો.બધા ભેરુઓ મેળો જોવા માંડ્યા.કયાક
ઢોલીડાના ઢોલ નો અવાજ સંભળાતો.તો વળી ક્યાંક શૂૂરીલો પાવો વાગતો સંભળાતો. કોઈ કોઈ સ્થળે મેળો મહાલવા આવેલી હરખઘેલી જુવાનડીઓ તાણી તાણી ને
લોકગીતો ગાતી ક્યાંક પાનાંના શૂૂરે ધ્રબૂકતાં ઢોલ ને તાલે દાંડીયા રાસ લેવાતો, રાસ, ગરબા દુહા છંદ ની રમઝટ બોલાતી હતી.મેળામાં મનના માણીગર ને પામવા મથતી કુંવારી કન્યાઓ નમણા શરીરની સુંદરતા વધારવા શરીર પર 
છૂંદણાં છૂંદાવતી છોકરીઓ મેળા માં જોવા મળતી.ભુરો અને બાબર ફરતાં ફરતાં નાસ્તા ની હાટડી આગળ આયા.નાસ્તો કરવા બેઠા ગરમા ગરમ ભજીયા અને ચા પીધી એટલાં માં બાજુ ની હાટડી પર બંગડીઓ લેતી છોડીઓ પર ભુરાની નજર પડી. એમાંથી એક છોડી ભુરાની નજરો માં વસી તે છોડી એટલે એક ગોવાલણ હતી.પોતાની સખીઓ સાથે ઊભી હતી.રૂપ ની ખીલતી વંસત સમી તે નવયૌવના તાસીર માં વ્રજ જેવી કઠોર નિર્ભયતા, ગંગાજળ સમી પવિત્રતા અને પ્રભાતે ખીલેલા પારીજાત ના ફુલ જેવી નિર્દોષ મહેકતી હતી. આનંદની પળે અનુપમ લહેરમાં લહેરાતા વિધાતાએ સાવ નવરાશની પળોમાં નવ નવ મહિના ના સમય સુધી અખંડ ને એક ધારી કલા સાધનાની સિધ્ધીપામવા ન ઉમંગ તલતલ માટી લઈને જેમની કાયાના 
કલેવર ઘડ્યાં હતાં.માનવ દેહનો ઘડવૈયો વિધાતા અહીં અપચળો કળા કસબી બની જઈ ગુલાબી રંગના મીણ માથી આ કન્યાની કાયાઘડી કાઢીને તેના ઉપર પોતાની આવડત ને નીચોવી નાખી હતી.કંકુ ની લોળ્યું જુની વાડનો ભડકો સોને
મઢી રૂપમશાલ શી અનુપમ રૂપગર્વિના ગોવાલણને જોવામાં
ભુરો ભાન ભૂલ્યો હતો.ત્યારે બાબરે ભુરાને ઈસારો કર્યો અલ્યા હેંડ છોડીઓ ભાળી નથી હારા...
              ભુરો તો હજુ પેલી છોડીને જોવામાં જ મશગૂલ હતો. ધીરે ધીરે સાંજ થવા આવી મંદિર ની ઝાલરો વાગી.ભુરો અને પેલી છોડી એક બીજાની હામુ જોઈને હસવા લાગ્યા.ભુરાને આજે કાંઈક નવું લાગતું હતું તે વિચારતો હતો.પહેલા આને કોઈ વખત જોઈ નથી.થોડુ અંધારું થઈ ગયું બધા લોકો મેળામાંથી સૌ સૌ ના ઘરે જઈ
રહ્યા હતા.ત્યારે ભુરાએ હિંમત કરીને પેલી છોડીને તેનું નામ પુછ્યું. પહેલાતો પેલી ગુસ્સે થઈ પછી હસીને તેનું નામ કહ્યું.
બાલી ભુરા એ પોતાનો પરિચય આપ્યો.અહી પાસેના જ ગામમાં રહું છું.બાલીએ કહ્યું હું હમણાંજ આ ગામના નદી કાંઠે ખેતર માં મારા કુટુંબ સાથે રહેવા માલઢોર લઈને દુર ના પ્રદેશમાંથી  આઈએ છીએ.બન્ને ના છાપરાનો રસ્તો એક જ હતો.બધા વાતો કરતા કરતા ઘેર જવા હેડ્યા.બાલી અને બિજી છોડીઓ પણ સાથે હેડી.ભુરાને બાલી ગમી ગઈ હતી અને બાલી ને ભુરો ગમ્યો હતો.ભુરો હતો જ એવો ગોકુળ ના કાનુડા જેવો. બધા પોત પોતાના છાપડે આવી ગયા.બાલી પણ પોતાના છાપડે ગઈ કાલે મલે એવું બોલી ને છુટી પડી.બાબર પોતાના છાપડે ગયો.આજે એને નવાઈ લાગી હતી કે ભુરો કાંઈ બોલ્યો નહિ જતી વખતે એને એમકે તે થાક્યો હશે એટલે.પણ ભુરો તો ઈન્દ્રર ની અપસરા સમાન બાલીના સપનાઓમાં ખોવાયો હતો.રાતે જમી પરવારી  ભુરો ખાટલા માં પડ્યો પડ્યો. બીડી પીતો હતો અને વિચાર તો હતો કે મોડી રાત થઈ તોય બાબર આયો નઈ. આજે રાતે ભુરાને ઉંગ જ નતી આવતી તેને બાલી ના જ વિચાર આવ્યાં કરતાં હતાં.સામે બાલી ને પણ ભુરાના જ વિચારો આવ્યા કર્યાં છે.હવારે  ભુુુરો મોડો ઉઠ્યો.આજે એને કાંઈ ગમતું નહોતું.ઘેટાબકરા લઈને બાબર આવ્યો તો ભુરાએ તેેેની તબીયત સારી નથી એમ કહી ને જવાનું કહ્યું 
બાબર ને પણ અજુગતું લાગતું હતું તે  બબળતો બબળતો
જંગલ તરફ ગયો.બપોરના સમયે ભુરા ના કુંવે બાલી ઘેટાંબકરાં લઈને પાણી પીવડાવવા આવી.ત્યારે ભુરો છાપરા માથી બહાર નીકળ્યો ત્યારે સામે કુંવે બાલી ને ભાળી તે જોતો જ રહ્યો.પણ હામે ભુરા ના બાપુ હાજર હતા એટલે ભુરો બહુ જોઈ ના શક્યો.પણ બાલી એ ભુરાને જોઈ લિધો તે ઘેટાંબકરાં ને લઈને જંગલ ના રસ્તે ઉપડી.પાછળથી ભુરો પોતાની ભેંસો લઈને જંગલ તરફ ચરવા લઈને રસ્તે હેડ્યો.
રસ્તામાં ભુરાની રાહ બાલી જોઈ રહી હતી.બન્ને હેડતા હેડતા જંગલમાં માલઢોર ચરવા મુકીને એક ઘટાટોપ વડની છાંયે બેસી ને અલકમલકની વાતો કરવા માંડ્યા.ઘણી વાતો કરી પોતાની પસંદ ના પસંદ બધું જાણી લિધું.એટલા માં બાબર આવી ગયો.અને ભુરા ને ઠપકો આપતા બોલ્યો ચમ
લ્યા તારી તો તબીયત હારી નો તી.ભુરો કોઈ બોલ્યો નહિ
એટલે બાબર ને ખબર પડી ગઈ અને બન્ને ને વાતો કરવા 
દેવા તોહી હેડયો.ભુરો બાલી ની માંજરી આંખો સામે એકીટશે જોઈ રહ્યો.બાલી પણ ભુરા સામે તાકી રહી હતી.
બંન્ને ને પહેલી મુલાકાત માં જ એવું લાગતું હતું જાણે તેઓ
હાત હાત ભવના પ્રેમીઓ હોય.ઘેર જવાનો વખત થયો બન્ને જુદા પડ્યાં.છાપરે આવીને ભુરો જમી પરવારી ને આડો પડ્યો એટલામાં બાબર હોકો લઈને  આવ્યો. ભુરો અને બાબર હોકો પીવા લાગ્યા.બાબર બોલ્યો ભુરા બે દન થી 
તું કોઈ જુદો જુદો લાગશે.તન થયું હુંશ એ તો બોલ ભુરાએ
માંડીને વાત કિધી કે મન પેલી બાલી હાળે પ્રેમ થયો શ આ 
હાભળીને બાબર તો દાંત કાઢવા લાગ્યો. દાંત કાઢવા એને ઉધરસ ચઢી ભુરો એના હોમે જોઈ રહ્યો. બાબર બોલ્યો 
અલ્યા તું ચો પ્રેમ બેમ માં પડ્યો. પણ ભુરો તો પહેલા નો ભુરો નોતો રહ્યો. રાત ઘણી થઈ એટલે કાલે મળું કહીં બાબર પોતાના છાપડે ગયો. ભુરો ખાટલા માં પડ્યો પડ્યો બાલીના વિચારો માં ખોવાઈ ગયો.અને સવાર થયું આજે તો ભુરો વેલા ઉઠીને તૈયાર થઈ ને બાલીની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે બાલી પોતાના ઘેટાં બકરાં લઈ ને નીકળી પાછડ
ભુરો અને બાબર પોતાના માલઢોર લઈને જંગલ તરફ ઉપડ્યા.હવે તો રોજ નું ભુરા નું અને બાલી નું મળવાનું થતું બન્ને પ્રેમીઓ એક બીજા વગર ચાલતું નહોતું. જો કોઈ વખત બાલી દેખાતી નહોતી તો ભુરો ઉદાસ થઈ જતો ભુરો અને બાલી એ વાત્રકના પાણી માં  નાહેલા અને ઘણી મોજ માણેલી જંગલ ના પેલા વડલા નીચે બાલીના ખોળામાં માથું મૂકીને ભુરો વિચાર તો કે હવે ચો હુદી ઓમ હંતૈને મળશું બાલી કહેતી કે હું આખું જીવન તને મળતી રહીશ.અને આમ વાતો કરતા તે છૂટા પડ્યા.
             ધીરે ધીરે ભુરા અને બાલી ની વાતો ગામ માં થવા લાગી. પણ આ પ્રેમીઓ ને તો કોઈ ની નોતી પડી હવે તો
બાલી ઘેટાંબકરાં લઈને દેખાતી નો તી એના ઘરે ખબર પડી ગઈ હતી.એટલે એનો ભાઈ આવતો હતો એ ભુરા પર ગુસ્સો કરતો પણ બાબર અને ભુરા ના ભાઈ ના બીક ના લીધે કોઈ બોલી શકતો નો તો. બંન્ને નો સમાજ અલગ અલગ હતો ભુરાનો બાપ તો ભુરાને હંભળાવી દિધું. જો 
ભુરા હવ પેલી છોડી ની હારે તને ભાળ્યો તો તારા ટાંટીયા હાજા નહીં રે હમજ્યો.  પણ ભુરો હતો બીવે શાનો એક 
વખત ભુરો અને બાબર ભેગા મળીને બાલીના છાપરે ગયા.બાલીના બાપને મળવા ગયા બાબરે બાલીના બાપ ને માંડી ને વાત કરી કે ભુરો બાલીને ખુશ રાખશે એના લગન કરાવો તો એનો બાપો ગુસ્સામાં બાબર ને ગાળો ભાંડવા માંડ્યો.એટલે ભુરાએ બાલીના બાપને અવડા હાથની એક ધોલ આપી.એટલે પેલો ભુઈ ભેગો પડ્યો બધા કુટુંબ ના ભેગા થઈ ગયા પણ પારકું ગોમ અને બાબર ની બીક મજા નહીં આવે એમ હમજી ગયા.પછી બાબર અને ભુરો બબળતા બબળતા તોહી પોતાના છાપરે ઊપડ્યા.
                હવે ભુરાએ છેલ્લી આશા હતી એ પણ છોડી 
દીધી.આજ પેલી વાર ભુરો ખુબ જ રોયો પાગલ જેવો થઈ ગયો હતો.બાબરે ભુરાને છોનો રાખ્યો ભુરા હું કોક તો રસ્તો કાઢીશ તું શોનતી રાખ ભઈ. અઈ બાલીની પણ એવી જ હાલત થઈ ગઈ હતી. હવે બાલીના ઘરવાળાઓ એ બાલીના લગન  નક્કી કરવાનું કર્યું.ઘડીયા લગન લેવાયાં બાલીનો અને બાબર નો સમાજ એક હતો એટલે એને ઘણી સમજાવાની કોશિશ કરી પણ એનો બાપો અને ભાઈઓએ
વાત માની નહીં.હવે બાબરને પણ ગુસ્સો આવ્યો હતો કે કરો લગન હું ય જોવું હું ચમના લગન કરો હો હારાઓ.
અહીં છેલ્લી આશા છોડીને ભુરાએ ખાવા પીવાનું જાણે ભુલી ગયો હતો.ભેરુબંધ બાબરને પણ ભુરાની આવી હાલત જોઈને હું કરવું એ હમજાતુ નો તું.જેમ જેમ લગન નો દિવસ નજીક આવતો એમ ભુરા નું ગાંડપણ વધતું જતું.
જંગલ માં જઈને પેલા વડલા નીચે પડી રહેતો હતો.તેને હવે દુનિયા નું ભાન રહ્યું નો તું.આમને આમ લગન નો દિવસ આવી ગયો ગમેતેમ કરીને બાબરે બાલીને મળી ને ભુરા જોડે મળવાનું ગોઠવ્યું.અને કહેરાવ્યું કે તમે ગોમ છોડી ને નાહી જજો અને બાલી ગમેતેમ કરીને ભુરાને પેલા જંગલ વાડા વડલા નીચે મળવા આવી એતો ભુરાની હાલત જોઈને ગભરાઈ ગઈ.ભુરો બાંલીને જોતો જ રહી ગયો.બન્ને મલ્યા બાલીએ ભુરા નું માથું પોતાના ખોળામાં લઈને સુવડાવ્યો. ભુરો અને બાલી ખુબજ રડ્યા બાલીએ ભુરાને રોતો ચુપ કરાવ્યો.અને બાબરે કહેલી વાત કરી કે હેંડ ભુરા આ ગોમ
છોડીને ભાગી જઈએ પણ ભુરો તો કેવા લાગ્યો કે આ ગોમ
આ ભેરુબંધો મારૂં ઘર બધું છોડીને ચો જઈશું અને આના વગર જીવી શકીશું.ભુરો ભાગી જવાની વાત માન્યો નહીં પછી બાલીએ કિધું કે તો પછી આપડે બંને અહીં જ મરી જઈએ. તોય ભુરો માન્યો નહીં જગતમાં મારી અને મારા તારા ઘરવાળાઓ ની બદનામી થાશે આવું નો કરીએ.બાલી ભુરાને છાતી સામો વળગીને રડવા લાગી.ભુરા હવે મારે ઘેર જવું પડશે.મારા લગન થઈ જશે અને હું બિજાની થઈ જએ
તારે મારા વગર રેવુ પડશે તું રએ ભુરો કોઈ બોલ્યો નહિ. છેલ્લી વારકાનુ મળી ને બંને છુટા પડ્યા.બાલી અંધારી રાતે છાપરે પાછી આવી. આ બાજુ બાબર નેતો એમ કે ભુરો અને બાલી તો રાતના જ ગોમ છોડી ને ભાંગી ગયાં હશે એટલે કોઈ ને ખબર ના પડે એટલે પોતાના છાપરે ઉગી ગયો હતો.બિજા દિવસે હવારે બાલીના લગન નો માંડવો રોપાયો
શરણાયો વાગી ઢોલ ઢબુકયાં બાલીએ મરવાનું વિચાર્યું પણ ભુરાને આપેલા વચને કારણે તે આત્મહત્યા કરી શકી નહીં.છેલ્લે મળતી વખતે ભુરાએ બાલી પાસે એક વચન માગ્યું હતું.કે તું હંમેશા ખુશ રહે જે તું ખુશ તો હું ખુશ અને મરવા ની વાત કોઈ દિવસ વિચારતી નઈ હમજી.આ વચન ને લિધે બાલી પરણી ગઈ ભુરો આ બધું જોઈ ના શક્યો હવે તો એ પુરે પુરો ગાંડો થઈ ગયો. અને આ કાળમુખી દુનિયા છોડી ને જતો રહેવા માગતો હતો.પેલા વડલા નીચે ભુરો ક્યાં સુધી રોઈ રહ્યો ભુરાની સાથે આખુંય જંગલ જાણે રોઈ રહ્યું હોય કાળજું કંપાવી મૂકે એવું ભુરો રોયો અને આ જગતના માણહ ને એ ગાળો ભાંડવા લાગ્યો. ભુરાને હવે
ખબર પડી ગઈ કે હવે આ જગતમાં હવે જીવવા જેવું નથી.આ જગત મને અને બાલીને હવે મળવા નહીં દે એટલે ભુરાએ આ ગોમ આ જંગલ, આ નદી,આ વડ અને પોતાના કુટુંબ કબીલા પોતાના ભેરુબંધોને પોતાના સગા ભઈ થી વધારે એવા બાબર અને બાલીને છેલ્લા રામ રામ કરી ને
આ વડની ડાળીએ દોરડું બાંધી ફાંસો ખાધો.અને આ ફાની, કાળમુખી દુનિયા છોડી ભુરો જતો રહ્યો.ઘણો વખત થ્યો તોયે ભુરો છાપરે આવ્યો નઈ એટલે એનો બાપ અને ભાઈઓ સૌ ભેગા થઈ ને શોધખોળ કરવા લાગ્યા.પણ ચોઈ મળ્યો નઈ એટલે એ બધા બાબર જોડે આવ્યાં. બાબર ને પણ કોઈ ખબર નોતી એને કિધું કાલે રાતે તો મે એને જોએલો મને પછી ખબર નથી.બાબર વિચાર તો હતો ભુરો તો ચોય ગોમ છોડીને ભાગી ગયો હશે.પણ એટલામાં તો એક માણસ જંગલ તરફ થી દોડતો આયો.અને જંગલ એક લાશ લટકતી જોઈ એવું બોલ્યો બધા જંગલ તરફ ના રસ્તે દોટ મુકી ને દોડ્યા વડ નજીક જઈને ભુરાની લટકતી લાશ જોઈ ને બાબર ના તો શરીર માંથી જાણે પ્રાણ ઊડી ગયો.જાણે પુતડું થઈ ગયો એટલામાં બધા આવી ગયા બધા રો કકડાટ કરવા લાગ્યા. લાશને છાપરે લાવ્યા બધા રોવા લાગ્યા અને બાબર  તો જાણે મરીજ ગયો એવું લાગતું ખાલી શરીર જ હોય જીવતી લાશ બની ગયો ભુરાને અગ્નિદાહ આપી બધા છાપરે આયા. ખાલી એક માણસ સળગતી ચિતા સામે બેઠેલો હતો.એ હતો બાબર જનમો જનમ નો ભેરુ બંધ આજે એકલો આ મલકમાં મુકીને છોડી ગયો હતો.તે કાળજું ફાટી જાય એવું રોતો રહ્યોં અને એક જ વાત બોલતો રહ્યો મારો ભુરો જતો રહ્યો...મારો ભેરુ બંધ ભુરો જતો રહ્યો આ કાળમુખી દુનિયા છોડી ને બાબર આવું રોજ રાતે ભુરાના છાપરે આવીને બધાની પાહે બેહીને રોજ રોતો અને મરશીયા ગાતો.એનુ જોઈને આખું કુટુંબ વિચારતું હાળું આવુતો પેલી વખત જોયું કે આવોય માણસ હોય એક ભેરુ બંધ હાટું આટલું બધું રોવે. આવુતો બાબરે બાર દિવસ લગી રોયો બધાને હવે એવું લાગતું હતું કે આ નક્કી ગાંડો થઈ ગયો છે.પોતાના ભેરુ બંધ હાટું બધા વાતો કરતા કે ભઈ ભેરુ બંધ તો બાબર જેવો હો.ધીરે ધીરે બાબર પણ દુઃખ ભુલવા લાગ્યો પણ હવે પહેલા જેવું હસતો નોતો કોઈ બોલતો નોતો. થોડા સમય પછી બાંલીને પણ આ ઘટના ની જાણ થતાં એ પણ આ કાળમુખી દુનિયા છોડી ને જતી રહી પોતાના પ્રિયતમ ભુરા સાથે
            હવે તો ખાલી બાબર એ જંગલમાં જઈને એ વડ નીચે બેસીને રોવે છે મારો ભુરો... મારો ભુરો... મારો ભેરુ બંધ... ચો જ્યોં. આ ઘટના ને ઘણાં વર્ષો થઈ ગયા તોય હજુ એ વાત્રક કાંઠેના એ જંગલમાં વડ નીચે ભુરો અને બાલીના આત્મા ભેગા થાય છે. અને નિરાંતે પ્રેમ ની વાતો કરે છે.એવુ ગામ લોકો નું કેવું છે.આજે પણ બાબર ભઈ
જીવીત છે આ વાત ના સાક્ષી પોતાના ભેરુ બંધ ને યાદ કરતા નાના બાળકની પેઠે રોવા માંડે છે. મારો ભુરો ચો જ્યોં ... મારો ભેરુબંધ ભુરો....

    સાજન એડા કિજિયે ,જેડા પંડમેં પ્રાણ ;
              જીવતાં લગ ભેળાં રહે , મૂવા પર્છી મસાણ ...


        મિત્ર કીજે મંગણાં અવરાં આળ પંપાળ ,
                જીવતડે જશ ગાવશે ,મૂવે લડાવણ હાર ...

                                  :અર્પણ :
                  ભુરા ના ભેરુબંધ બાબર ભઈને