harsh ane vidhi in Gujarati Love Stories by Ansh Khimtavi books and stories PDF | હર્ષ અને વિધિ

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

હર્ષ અને વિધિ

હર્ષ અને વિધિ ...(એક અધૂરી પ્રેમ કહાની)

   હર્ષની ભીની આંખ બહાર આવેલા મહેમાન જોઈ ન જાય એ માટે બે મિનિટ ડોરબેલ વાગી છતાં પણ એને દરવાજો ન ખોલ્યો. બરાબર મોઢું પાણીથી ધોઈને એકદમ સ્વસ્થ થઈ એને દરવાજો ખોલ્યો.
જોયું તો એનો મિત્ર સૂરજ આવ્યો હતો. આવ ,બેસ સૂરજ .હર્ષે મીઠો આવકારો આપ્યો. અંદર નજર પડતા બધું વેર વિખેર પડેલું હતું. ચાના કપ પણ ધોયા વિના પડ્યા હતા.આ બાજુ અનેક પુસ્તકો પણ વેર વિખેર પડેલા, આ બધું આડું અવળું જોઈ સૂરજ બોલ્યો ," મેં તને કેટલી વાર કહ્યું દોસ્ત! તું માનતો કેમ નથી તું લગ્ન કરીલે પ્લીઝ ! 

    ના હાલ નહિ ,એમ કહી વળતો પ્રશ્ન
કર્યો ,દોસ્ત ઘરે બધા કેમ છે ?મજામ છે ને ? 
સૂરજે હા કહી.એ મનમાં સમજી ગયો કે હર્ષ પોતાની વાત પર અડગ જ રહેશે એ માનશે નહિ. ચાલ દોસ્ત આવજે , એમ કહી ને સૂરજે તરત જ રજા લીધી. 

   સૂરજ ચાલતો થયો પણ એના મનમાં અનેક વિચારોના વાયરા ફૂટવા લાગ્યા. હર્ષ ને 40 વર્ષ થવા આવ્યા પણ કેમ આ ઘર વસાવતો નથી. એવી તો શુ વાત છે જે મને પણ કહેતો નથી. આમતો એવું કશું લાગતું નથી એના ચહેરાપર હમેશા ખુશીઓ જ રમતી હોય છે . ખેર જે હોય એ તો એ જ જાણે ! 

   આ બાજુ હર્ષ રૂમમાં ગયો .એક એક જગ્યા પર વિધિના ફોટાઓ લગાવેલા હતા.એક પણ જગ્યા એવી નહોતી જોવા મળતી જ્યાં વિધિનો ફોટો લગાવેલો ન હોય.આખો દિવસ એ આ ઓરડામાં પુરાયેલો રહેતો અને વિધિના દર્દમાં ઝૂરતો. એને મનમાં વિચારી લીધું હતું કે હવે કોઈને પ્રેમ નહિ કરે, કે ઘર પણ નહિ વસાવે . એને આખી જિંદગી વિધિના વિરહમાં ઝૂરવામાં કાઢવી એવો મનસૂબો ઘડી નાખેલો. આ વાતની કોઈને પણ જાણ થવા દીધી નથી. 

   ઘણા વર્ષો પછી વિધિનો કોલ આવ્યો એને હર્ષને મળવા આવું છું એમ કહી કોલ કટ કરી નાખ્યો. હવે તો એને નવી જિંદગી જીવવાનું શરૂ કરી દીધું હશે. એની પત્ની કેવી હશે? અને હા કદાચ હવે તો એના છોકરાઓ પણ મોટા થઈ ગઈ ગયા હશે વિધિ વિચારોમાં ખોવાઈ ગયેલી. 

   બીજે દિવસે જ્યારે વિધિ એના ઘરે મળવા આવી ત્યારે મેંન દરવાજે લોક મારેલું હતું. પાસે પડોશમાં રહેતા સવજીભાઈને પૂછ્યું તો કહ્યું કે એનો મિત્ર સૂરજ આવેલો અને કસમ આપીને એના માટે છોકરી જોવા ગયા છે. " બેટા ,બેસ તું થાકીને આવી લાગે છે એ સાંજ થતા આવી જશે. " સવજીભાઈએ કહ્યું. વિધિને મનમાં ધ્રાસકો પડ્યો શુ હજી એ હર્ષે લગ્ન નહિ કર્યા ! અને એ ઝડપભેર આંસુઓને દબાવીને ચાલી ગઈ. વિધિ ઘેર જઈ ધ્રૂ 
સકે ધ્રૂસકે બહુ રડી એને વિચાર્યું કે એની જિંદગી મારા કારણે બગડી છે ,પણ હું ય શુ કરું આ સમાજ ક્યાં અમને એક થવા દેતી હતી અને પછી અમે બેય અંતે પરિવારની ખુશીઓ માટે મજબૂરીમાં દૂર થવાનું સ્વીકારેલું. આ બાજુ હર્ષ અને એના મિત્રો પણ ઘરે આવી ગયા હતા.ઘેર આવતા જ સવજીભાઈ એ કહ્યું કે તમને કોઈક મળવા આવેલું. હર્ષ સમજી જ ગયેલો કે વિધિ એના પરિવાર સાથે મને મળવા આવી હશે . તો એ ક્યાં છે ? હર્ષે ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો.

   " એ ખબર નહિ, અચાનક એ ક્યાં ગઈ મેં એને કીધું કે હર્ષ એના મિત્રો સાથે પગ તાણી તાણી ને છોકરી જોવા ગયો છે ,એના મિત્રો એને પરાણે લઈ ગયા છે બસ પછી હું ઘરમાં ગયો ને બહાર આવ્યો તો એ ગાયબ ! "
   "ભલે ને એ એના પરિવાર સાથે સુખેથી રહેતી ,એ પણ અહીં ખોટી આવે છે. હર્ષે મનમાં જ સ્વંયની સાથે વાત કરી." 

   હર્ષે તો મનમાં ગાંઠ વાળી જ દીધેલી કે એ ક્યારેય લગ્ન નહિ કરે એ તો એના મિત્રોની વાત રાખવા ખાલી અમસ્તો ગયો હતો એને ક્યાં કોઈ છોકરી ગમાડવી હતી ! 
પણ એ બધી વાત માં હર્ષ એ ભૂલી જ ગયો હતો કે એ જેટલો વિધિને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ વિધિ એને કરે છે જેટલો એ એના વિયોગમાં ઝૂરે છે એટલી જ વિધિ એના વિયોગમાં એક એક પળ ઝૂરે છે . એને ક્યાં ખબર છે કે વિધિ એ પણ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે એ પણ હર્ષ સિવાય કોઈનીય નહિ થાય ! બસ આમ જ બન્ને પ્રેમીઓ પોતાની જિંદગી અશ્રુઓભરી વિતાવે છે! સમય એનો સાક્ષી છે ....

અંશ ખીમતવી