"તમે ન હતા જિંદગીમાં તો એક-એક પળ ક્યાં કેવી રીતે પસાર કરુ એ સવાલ હતો,
તમે આવ્યાં જીંદગીમાં તો વર્ષો નાં વર્ષો કઇ રીતે પસાર થઈ ગયા કાંઇ ખબર જ ન રહી......"
(આગળ નાં ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને પૂછે છે કે તારે કોઈ gf છે કે નહીં એમ અને વૈભવ કહે છે કે હા મારે 2 gf છે. તો શુ ખરેખર વૈભવ સાચું બોલે છે કે નહી અને સાચું બોલતો હોય તો કોણ છે એ 2 gf ચલો જાણીએ આગળ નાં ભાગ મા)
નિરાલી: હે...????? કેટલી 2 gf છે હે તારે....???? જા જા કાંઈક સાચું બોલ અને હોય તો કોણ છે હે એ બન્ને gf...??? અત્યારે તારી સાથે છે કે પેહલા સાથે ભણતા...????
વૈભવ: (હસતા-હસતા) ઓય બસ બસ હવે શ્વાસ લઇ લે થોડો હુ કહું છું બધુ તને પણ શાંતિ થી સાંભળજે વચ્ચે બોલ બોલ ન કરતી હો એક તો જે gf છે એની સાથે જ હુ રહું છું એ છે મારા મમ્મી અને જઇ બીજી છે એ વાવાઝોડા જેવી છે અને એ ફ્રેન્ડ છે મારી gf નહીં પણ ગર્લ છે અને ફ્રેન્ડ પણ છે તો gf જ કેહવાય ને યે તુ જ છો ડોબું.
નિરાલી : હા ઓકે પણ gf-bf વાળી gf નહીં હો હુ ખાલી તારી ફ્રેન્ડ જ છું હો
વૈભવ: હા તો હુ તને gf બનાવું પણ નહી હો ને મારા કાંઇ એટલાં ખરાબ દિવસો નથી હો
નિરાલી: ઓ હીરો બહુ પાવર નહીં કર હો હુ પણ તને ઓળખું છું એટલે બોલાવું બાકી શુ કામ છે મારે તારું
સમીર: ઓ હેલો હુ છું હો અહિયાં જ અને હવે હુ ન આવુ તયારે લડી લેજો અત્યારે ચલો કાંઇક ખાવા જઇએ.
(આમ ને આમ લડતા ઝઘડતા મસ્તી કરતા 3 મિત્રો 11th-12th પુરુ કરે છે. વૈભવ અને નિરાલી કૉલેજ મા એડમિશન લે છે અને બન્ને સાથે રેહવા માટે એક જ કોલેજ મા જવાનું નક્કી કરે છે જ્યારે સમીર ને ભણવા મા મન નથી હોતું આથી એ કોલેજ કરતો નથી પણ હા એ લોકો ની દોસ્તી અકબંધ રહે છે અને બન્ને કોલેજ આવા જવાનું પણ સાથે રાખે છે એટલે વૈભવ અને નિરાલી ની દોસ્તી એકદમ પાક્કી થઈ જાય છે એ લોકો ને બીજા કોઈ સાથે બોલવાની પણ જરુર રહેતી નથી કોલેજ ના 6 મહિના બાદ ટૂર જાય છે એમા પણ બન્ને જવાનું નક્કી કરે છે અને વૈભવ અનુભવે છે કે નિરાલી એનાં માટે ખાસ બનતી જાય છે અને નિરાલી પણ વૈભવ ને પસંદ કરતી હોય છે પણ એ દોસ્તી નાં તૂટે એ ડર થી કહેતી નથી)
નિરાલી : ઓયય 2 દિવસ પછી અપણી ટૂર છે હો પાગલ કાઈ તૈયારી કરી કે નહીં...????
વૈભવ : તુ કરી લે ને તૈયારી એટલે મારે ચાલે
નિરાલી: નહી હો આ વખતે તુ લઇ ને આવજે બધુ આપણી છેલ્લી ટૂર મા ખબર છે ને ઓઢવા નું ભૂલી ગયો હતો એક તો ઠંડી સૌથી વધું લાગે પછી મારી પાસે એક ચાદર રાખી ને બધુ તુ ઓઢી ને સુઈ ગયો બેશરમ
વૈભવ: હા ઓકે મારી મા બધુ લઇ ને આવીશ હો ને
નિરાલી : હા બસ એમ
(આમ વાત કરતા કરતા બન્ને છુટા પડે છે પછી 2 દિવસ પછી ટૂર જવા માટે ઉપડે છે માઉન્ટ આબુ અને કોલેજ નાં બધાં ને પહેલા દિવસે ટૂર મા પોત પોતની રીતે જવા માટે કહે છે ત્યારે વૈભવ અને નિરાલી ફરવા સાથે નીકળે છે વૈભવ વિચારે છે આજે નિરાલી ને મારા મન ની વાત કહી જ દઉ.)
વૈભવ: ઓયય નિરાલી એક વાત કહું તને...????
નિરાલી: હા બોલ ને પણ સારી વાત બોલજે વાતાવરણ મસ્ત છે ને એટલે હો ને
વૈભવ: હા ઠીક છે પણ તુ ખોટું નાં લગાડે ને..???
નિરાલી: ના ના મૌસમ સારુ છે એટલે ખોટું નહીં લાગે બોલ ને
વૈભવ: અચાનક ગોઠણ પર બેસે છે અને હજુ બોલવા જ જાય છે ત્યા
નિરાલી: ઓય બેસી કેમ ગયો..??? ઉભા ઉભા બોલ ને
વૈભવ: તુ મને બોલવા દે ને ચુપ થોડી વાર તો રે
નિરાલી: હા બોલ
વૈભવ: આપણે બાળપણમા મળ્યા પછી છુટા પડી ગયા હવે આપણે 3 વર્ષ થી સાથે છીએ તો નિરાલી આ તારા બાળપણ ના સાથીની જ તુ જીંદગીભર ની હમસફર બનવાનું પસંદ કરીશ મારી દરેક ખૂબી ખામી તને જ ખબર છે તો નિરાલી શુ તુ એ ખૂબી અને ખામી સાથે મને જિંદગીભર સાથ આપીશ...?????
(સમાપ્ત)
નિરાલી શુ જવાબ આપશે વૈભવ ને....????
વૈભવ એ સાચું જ નિરાલી ને પ્રેમ કરે છે કે બસ ખાલી આ આકર્ષણ જ છે....????
અને નિરાલી કે વૈભવ જે સતત લડતા જ રહે છે યે શુ જીંદગીભર સાથે રહી શકશે...?????
(આ બધાં જવાબ જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ વૈભવ-નિરાલી ની અનોખી કહાની-5)