Paanch minitna saheb in Gujarati Comedy stories by Shakti Pandya books and stories PDF | પાંચ મિનિટના સાહેબ!

Featured Books
Categories
Share

પાંચ મિનિટના સાહેબ!

              એકદિવસ હું મારા બે મિત્રો અને મારા માસી નો દિકરો જતીન, ચારે જણ ફરવા માટે અમદાવાદ જતા હતા.જતીન વિશે વાત કરું તો એને મારા વગર અને મને એના વગર મોજ ના પડે. અમે બન્ને દુનીયા ના આઠમા અજુબા હતા.બહાર જઈએ તો કોઈક કાંડ કરીને જ આવીએ! ઝઘડા પણ એટલા જ અમારા વચ્ચે અને પ્રેમ પણ સામે એટલો જ. ઝઘડો થાય ક્યારેક અમારા બન્ને વચ્ચે તો ગાળો બોલી દહીએ એકબીજાને. પછી તો ૩ ૪ દિવસ સુધી એકબીજાને હળકાવીએ પણ નહી! પણ પાંચમે દિ' ફોન કરી જ નાખીએ એકબીજાને! મારી આમ ૬ માસીઓ છે મારી મમ્મી સહિત મારા નાના નો એક દિકરો એટલે મારા મામા ને એમના ધર્મપત્ની મારા મામી ને એમની બે નાની સુંદર ઢીંગલીઓ! ટુંક મા નાના-નાની,મામા-મામી ને એમની દિકરીઓ અને માસા-માસીઓની પ્રજા એટલે એમના છોકરાઓ સહિત કુલ ૩૮ જણનું મારા નાના નુ રાજપાઠ! સમગ્ર રાજપાઠની પ્રજા કયારેક જ ભેગી થાય. મારી અને જતીન ની જોડી ની વાત ઉપડે એટલે બધાં એમજ કહે," આ બે ભેગા થયા નથી ને કાંડ કર્યા નથી!" એટલી સરસ અને સંસ્કારી અમો બન્ને ભાઈઓ ની છાપ હતી!

         મારો અને જતીન નો સ્વભાવ અતિહદ સુધી મજાકીયો અટલે સખણા ના રહીએ! અમદાવાદ જતા રસ્તા પર માળીયા પાસે એક હોટલ હતી શાનદાર ત્યા અમે પેટ નો ખાડો પુરવા ઊભા રહ્યા. હોટેલ મા જઈ હાથ ધોઈ બેઠા જમવા. નાટક શરૂ થયો મારો ને હું ફિલ્મી સ્ટાઇલ મા બોલ્યો વેઇટર ને,"એ ગનપત ચલ ઈધર આ!"

જાણે ગીત ગાતા હોઈએ એમ જતીન પાછળ બોલ્યો,"થોડા ટેબલ-વેબલ સાફ કર દેના યાર,થોડા ટેબલ-વેબલ સાફ કર દેના યાર!"

મારો વારો આવ્યો ને બોલ્યો,"કુછ તડકતા-ફડકતા ખાના લેકે ઈધર રખ દેના યાર,કુછ તડકતા-ફડકતા ખાના લેકે ઈધર રખ દેના યાર!"

વેઈટર પણ ધમધોકાર હસી પડ્યો ને જોડે ત્યા ખાવા બેઠેલા માણસો પણ હસી પડ્યા! વેઈટર જમવાનું લઇ ને આવ્યો અમારી મસ્તી ની અસર એના ચહેરા પર હજી દેખાતી હતી,હસતું મુખડુ! થોડી વાર થઈ નહોતી ને ત્યા મારો ભાઈ જતીન બોલ્યો મને,"શક્તિડા મે ક્યારેય હોટલ ના રસોડા નથી જોયા આજ ઇચ્છા થઇ છે,કાંઇક ફિલ્મ હલાવ!

મેં કીધું,"કરી લઈએ આજ કંકુના!"

મેં ફરી પાછો ગનપત (વેઈટર) ને બોલાવ્યો ને કહ્યુ બાવા હિન્દી માં,"અપુન કો તુમારે રસોડે કા ચક્કર મારનેકા હૈ! ઈગરેજી મે બોલે તો આઈ ઇસ ધ સી યોર હોટેલ કીચન!

વેઈટર મુજાળો ને બોલ્યો,"એક મિનિટ સર,મે મેનેજર કો પુછ કે આતા હું.

વેઈટર ગ્યો ને મેનેજર ને વાત કરી તો અમે જાણે કે એનો જીવ માંગી લીધો હોય એમ અમને જોવા લાગ્યો!
ઈચ્છા વગર વેઈટર ને માથું ધુણાવી હા પાડી.

    વેઈટરએ અમો પાસે આવી કહ્યુ,"ચાલો!" વેઈટર આગળ અમે પાછળ.કિચન મા એન્ટર થયા ને અંદર ઉભેલા રસોઈ બનાવનાર કારીગરે અમને ફુડ ચકાસણી ના સાહેબ સમજી ને સેલ્યુટ મારી ઉભો રહ્યો. મને ફુલ હસુ આવતુ હતુ પણ કન્ટ્રોલ કર્યુ. એ રસોઈ બનાવનાર માણસ ને જોઈ બીજા બધા પણ સેલ્યુટ મારી ઉભા રહી ગયા. આ બાજુ હરખપદુડો જતીન જાણે સાચે પોતે સાહેબ હોય એમ બનેલી વાનગીઓ પાસે જઇ જઇને,"વેરી ગુડ,વેરી ગુડ ફુડ!" બોલ્યા રાખે! મે જઈને ચોટીયો ભરી કીધું,"મિત્ર શા માટે આટલું મોટું ચિત્ર? પડી જો ખબર આમને તો બગાડશે આપણા મો નુ ચિત્ર! જતીન હસી પડયો! અમે લોકો બહાર આવ્યા અને જમીને પૈસા આપવા હું ગ્યો તો પેલો મેનેજર પણ અમને સાહેબ સમજી બોલ્યો," ના ના સાહેબ અમારી પાસે તમારી કને થી પૈસા નો લેવાય બસ ખાલી અમારુ ખ્યાલ રાખજો,કોઈ સાહેબ ચેકિંગમા ના આવે એનું!"

હું અંદર ને અંદર હસી પડ્યો ને બોલ્યો,"જલ્સા કરને વાલા કોઈ ના આવે!"

       અમે લોકો ગાડી મા જઈ બેઠા ને ત્યા ધબાધબ હસી પડ્યા ને બોલ્યા,"અરે હોટલવાલો અપના કિચન સંભાલો,અરે હોટલવાલો અપના કિચન સંભાલો!

- શક્તિ અનુપમભાઈ હરસુખલાલ પંડયા