karamat kismat tari - 4 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | કરામત કિસ્મત તારી -4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કરામત કિસ્મત તારી -4

અસિત મોડા સુધી આમ તેમ ફરી રહ્યો છે. તેને મનમાંથી નવ્યા ખસતી નથી. તે રૂમમાં થી બહાર આવે છે તો નવ્યા બહાર ગેલેરી માં હિચકામાં બેઠી બેઠી સુઈ ગઈ છે. તેની આંખો માં આસું છે.

અસિત આવીને જુએ છે. તે ધીમેથી આવીને નવ્યા ને ઉઠાડે છે કે તે કેમ અહીંયા આમ સુતી છે. અને કેમ રડે છે. તને કોઈએ કંઈ કહ્યું??

નવ્યા આસુ છુપાવવાનો પ્રયત્ન કરીને કહે છે કંઈ નહી એમ વીરા શિવાય સાથે વાત કરતી હતી તો હુ બહાર બેઠી મને આમ પણ ઉઘ નહોતી આવતી.

અસિત તેના રડવા નુ કારણ પુછે છે તો કહે છે મને મારો ભુતકાળ યાદ નથી આવતો. હુ ક્યાં સુધી તમારી પર બોજ બનીને રહીશ. હવે તો વીરા પણ મેરેજ કરીને એના સાસરે જતી રહેશે. પછી હુ અહીંયા શુ કરીશ???

અસિત આજે પહેલી વાર તેની બાજુ માં બેસે છે અને કહે છે હુ તો છુ જ ને તુ મને કંપની આપજે...!!

નવ્યા : તુ મારી વાત સમજતો નથી....તુ તો છે જ મારો દોસ્ત .પણ તુ એક છોકરો છે હુ તારી સાથે એમ કેવી રીતે રહી શકુ ? તારી સાથે બધુ કેવી રીતે શેર કરી શકુ?? લોકોને ખબર પડશે તો કેવી વાતો કરશે??

અસિત :હુ તારી વાત સમજુ છુ બકા પણ ધીરે ધીરે બધુ સેટ થઈ જશે . અને લોકોની તુ ચિંતા ના કર.

અસિત ( મનમાં વિચારે છે) : એટલે જ તો મે હમણાં મેરેજ માટે ના પાડી જ્યાં સુધી તારું કંઈ સેટ ના થાય ત્યાં સુધી... કારણ કે નવ્યા ને ઘરમાં રાખી ને કોઈ પણ છોકરી આ ઘરમાં મારી પત્ની બનીને આવવા તૈયાર નહીં થાય. અને હવે તો વીરા પણ સાસરે જશે....

                  *      *       *      *      *

આજે વીરાની સગાઈ નો દિવસ છે તેને મહેદી થી લઈને મેકઅપ સુધી બધુ જ નવ્યા કરે છે. વીરા ને તેને સુંદર તૈયાર કરી છે.

એક હોલમાં બધો પ્રોગ્રામ રાખ્યો છે. બધા ગેસ્ટ આવી ગયા છે એટલે અસિત વીરા ને લેવા રૂમમાં જાય છે. તે વીરા ને જોઈને કહે છે "નજર ના લગે કીસી કી...." કહીને હસીને વીરાનો કાન ખેચે છે.

એટલે વીરા નવ્યા ને બુમ પાડે છે. તે અસિત ને સમજાવા કહે છે ત્યાં જ નવ્યા બહાર આવે છે તેને અસિત એકીટશે જોઈ રહે છે.

તે રેડ એન્ડ ગ્રીન  ચોલી પહેરીને  સિમ્પલ તૈયાર થઈ છે પણ તે સુંદર લાગી રહી છે. આજે તે નવ્યા ને જોઈ અજીબ ફીલિંગ અનુભવી રહ્યો છે. તે નવ્યા  ને,??? કહે છે.એટલે નવ્યા શરમાઈ ને નીચુ જોઈ લે છે.

વીરા આ બધુ જોઈ રહી છે અને હસી રહી છે. પછી બધા સગાઈ માટે જાય છે. સગાઈ ને , રિગ સેરેમની પતે છે પછી બધા લન્ચ લે છે. શિવાય નવ્યા ને થેન્ક્સ યુ કહે છે તેમના રિલેશન માટે બધાને મનાવવા માટે.

આવેલા બધા રિલેટિવ માંથી અમુક અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આ છોકરી કોણ છે?? નવ્યા ના મમ્મી અત્યારે તો વીરા ની ફ્રેન્ડ છે એમ કહીને વાત ટાળી દે છે...પણ હવે તને નવ્યા વધારે ઘર માં રહેશે તો લોકો શુ કહેશે  એનુ ટેન્શન થાય છે.

એટલે એ અસિત અને તેના પપ્પાને વાત કરે છે. અસિત ને તો બહુ ફરક નથી પડતો લોકોની વાતો થી પણ તેના મમ્મી પપ્પા ની ચિંતા દુર કરવા કહે છે વીરાના એકવાર મેરેજ થઈ જાય પછી આપણે નવ્યા માટે કંઈ રસ્તો કરીશું. એમ કરીને વાત જવા દે છે.

વીરાના લગ્ન પછી અસિત નવ્યા ને ક્યાં મુકી આવશે?? હજુ શુ બાકી છે આટલી નાની વયમાં નવ્યા ને સહન કરવાનુ??
શુ થશે આગળ જાણવા માટે વાચો આગળ નો ભાગ , કરામત કિસ્મત તારી -5

next part........... publish soon.........................