Saagrita - Ek Premkahani in Gujarati Love Stories by Pallavi Gohil books and stories PDF | સાગરિતા - એક પ્રેમકહાની

Featured Books
Categories
Share

સાગરિતા - એક પ્રેમકહાની

                    સર પી. ટી. સાર્વજનિક કોલેજમાંથી સાપુતારા પ્રવાસ માટે વિદ્યાર્થીઓની એક બસ સાપુતારા જવાના એ વાંકા-ચુકા રસ્તા પરથી પસાર થઈ રહી હતી.આપણી સ્ટોરીનો હીરો સાગર પણ આ જ બસમાં કોલેજની પીકનીકમાં ફ્રેન્ડ્સ સાથે જઈ રહ્યો હતો.સાગર... ઊંચો , રંગે ગોરો , દેખાવડો કોલેજની નેવું ટકા છોકરીઓ જેની પાછળ પાગલ હતી એ... પણ સાગર તો એની ડ્રીમગર્લની રાહ જોતો હતો કોલેજની એક પણ છોકરી સાથે હજી સુધી ફ્રેન્ડશિપથી આગળ એ વઘ્યો જ નહતો.બસ સાપુતારા આવી પહોંચી.બધા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતર્યા.સાગર પણ નીચે ઉતરી બંને હાથ ખુલ્લા કરી ઠંડીની મઝા માણી રહ્યો હતો. સૂર્ય ઉગવાની તૈયારી હતી સવારનું એ આછું અજવાળું અને એમાં વળી સાપુતારાનું એ રમણીય વાતાવરણ. જ્યાં જુઓ ત્યાં બસ હરિયાળી જ હરિયાળી...એમાંય તે ચોમાસામાં તો જાણે ધરતી અહીં લીલી ચાદર ઓઢી સોળે કળાએ ખીલી ઉઠે છે.
                         બધા આ દ્રશ્યને માણી રહ્યા હતા.સાગર પણ આ કુદરતી સૌંદર્યને નિહાળી રહ્યો હતો એવામાં જ તેની નજર એક જગ્યાએ સ્થિર થઇ ગઈ.સૂર્યનું પહેલું કિરણ જાણે એને ચુમતું હોય એવી રીતે એના મુખ પર પડ્યું.કથ્થાઈ આંખો,ગોરા ગુલાબી ગાલ , લાલ રંગથી રંગેલા હોઠ , કપાળ પર નાનો ચાંદલો , લાંબા લીસા વાળ , મંદ મંદ વાતો પવન પણ જાણે એનો દીવાનો હોય એમ ઈર્ષ્યાથી ભરેલો એના વાળથી મ્હોંને ઢાંકી રહ્યો હતો. આ કુદરતી સૌંદર્યને પણ ઝાંખું પાડી રહી હોય એમ એ સૌંદર્યનો ખજાનો હતી.જાણે ભગવાને એને બનાવવા પાછળ પોતાની બધી કળાને કામે લગાડી દીધી  હોય.સ્વર્ગની અપ્સરા પણ જેના સૌંદર્યથી ઈર્ષ્યાને કારણે બળીને ભડથું થઇ જાય એવી સૌંદર્યની મૂર્તિ સમાન એ.... સાગર એને એકીટશે જોઈ રહ્યો હતો એટલાંમાં જ કોઈકનો અવાજ સંભળાયો સરિતા... સરિતા...અને એ સૌંદર્યની મૂર્તિએ હા...આવું છું કહી ઉત્તર આપ્યો.સાગરના કાને આ કોમળ અવાજ અથડાયો.જેવું સુંદર રૂપ એટલો જ મીઠો અવાજ.સાગર કઈ બોલે કે વિચારે એ પહેલા તો સરિતા બસમાં ચઢી ગઈ.સાગર બસ પાછળ ભાગ્યો પણ બસ તો જતી રહી...સાગર એની ડ્રીમગર્લ ને જતા જોઈ રહ્યો... બસ પાછળ લગાવેલ કોલેજના નામ પર તેની નજર પડી... શ્રીમતી જી.એન.પંડ્યા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરત.                               
                         સુરત..... નામ વાંચતાની સાથે જ સાગરની આંખોમાં  ચમક આવી ગઈ.પછી તો શું બધા સાપુતારામાં બોટીંગની મઝા માણી રહ્યા હતા અને આપણો સાગર પ્રેમસાગરમાં ડૂબી રહ્યો  હતો.આખી પિકનિકમાં સાગરનું મન ક્યાંય ના લાગ્યું એ તો બસ એ મનમોહક ક્ષણને ક્ષણે ક્ષણ યાદ કરી રહ્યો હતો કે જયારે એનું હૃદય એણે સરિતાને નામ કરી દીધું.પાછા વળતા બસમાં પણ એ કોઈની સાથે વાત નહતો કરતો અને મનમાં જ હવે સરિતાને શોધવાનું પ્લાંનિંગ કરી રહ્યો હતો.બસમાં બધા અંતાક્ષરી રમી રહ્યા હતા .એક મિત્રએ તેની તરફ આંખનો ઈશારો કરતા 'પહેલી નઝર મેં એસા જાદુ કર દિયા....તેરા બન બેઠા હે મેરા જીયા' ગીત ગાયું અને પછી બસમાં બધા જ સાગરની મશ્કરી કરવા મંડ્યા અને સાગર કપાળ પર હાથ મૂકી હસવા લાગ્યો.                                                  ઘરે ગયા પછી બીજે દિવસે તેને તેના મિત્રોને આખી વાત કહી. તેના મિત્રો સાથે મળી તેણે સરિતાને શોધી લીધી.આમ તો એની કોલેજનું નામ ખબર હતું એટલે એને સરિતા સહેલાઈથી મળી ગઈ. પછી તો કોલેજના આંટા શરુ...સરિતાની એક ઝલક માટે તે આખો દિવસ ગેટ બહાર બેસી રહેતો. પણ સરિતા તેની સામું નજર ઊંચી કરીને જોતી પણ નહિ.સરિતા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી સીધી છોકરી હતી.તે ક્યારેય કોઈ છોકરા તરફ ધ્યાન નહતી આપતી.
                         સાગર ને સમજ નહતી પડતી કે હવે શું  કરે...??? કઈ રીતે સરિતાને પોતાના મનની વાત કહે...???સાગરના એક મિત્ર ની સલાહથી સાગરે હવે સરિતાની વધુ નજીક રહેવા માટે એની જ કોલેજમાં એડમિશન લઇ લીધું.બંનેનો કેમેસ્ટ્રી સબ્જેક્ટ હતો તેથી એક જ ક્લાસ માં હતા પણ સરિતા તો ભાવ જ ન આપે. નસીબજોગે બન્યું એવું કે બંનેને કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ સાથે જ કરવાના આવ્યા .પહેલા તો સરિતા વધુ બોલતી નહિ પરંતુ ધીરે ધીરે ફ્રેન્ડશીપ થઇ અને કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ કરતા કરતા એમની પણ કેમેસ્ટ્રી ખુબ સરસ જામવા લાગી.હવે સરિતા પણ સાગરના પ્રેમમાં સમાવા લાગી હતી.પછી તો સુરતની ચોપાટી હોય કે ડુમ્મસ , સુંવાળી બીચ હોય કે પછી કોઈ પણ મોલ... સાગર અને સરિતા હાથમાં હાથ નાખી ફરતા થઇ ગયા.એવામાં ને એવામાં કોલેજ પુરી થઇ ગઈ અને એ સોનેરી દિવસો પુરા થઇ ગયા.
                         સાગર હવે સેટ થવા માંગતો હતો અને સરિતાને આગળ માસ્ટર ડિગ્રી કરવી હતી તેથી સાગરે એના પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો અને સરિતાએ એમએસસી જોઈન કરી લીધું.બંને એકબીજા માટે સમય કાઢતા અને સાથે કરીઅર પર પણ ધ્યાન આપતા.બંનેનો પ્રેમ દિવસે ને દિવસે પાંગરતો જ જતો હતો.બંનેના પ્રેમસંબંધની વાત ઊડતી ઊડતી સરિતાના પપ્પાના કાને ગઈ અને એ ખુબ ગુસ્સે થયા.એ સરિતાને ખુબ લડ્યા , સરિતાની કોલેજ બંધ કરાવી દીધી , ફોન પણ લઇ લીધો અને સરિતાના લગ્નની વાતો કરવાની ચાલુ કરી દીધી. એક મેરેજબ્યુરોમાં સરિતાનો બાયોડેટા પણ આપી દીધો અને સરિતાને કહી દીધું કે હવે આગળનું ભણવાનું તારે ઘરે જઈને ભણજે.મેરેજબ્યુરોમાંથી એક માંગુ આવ્યું ને સરિતાના લગ્ન ધામધૂમથી થઇ ગયા.બિચારી સરિતા... એના પ્રેમીથી દૂર થવાનું દુઃખ એના મ્હોં પર અને એના પપ્પાને પોતાની આબરૂ બચાવ્યાની ખુશી એમના મ્હોં પર સ્પષ્ટ જોઈ શકાતું હતું.                
                         સરિતા પરણીને સાસરે જતી રહી. એના પપ્પાને પોતાની આબરૂ બચાવ્યાની અને સરિતાને ખોટું પગલું ભરતા અટકાવ્યાની ખુશી હતી સાથે જ સરિતાને સારું સાસરું મળ્યાનો આનંદ.બીજી બાજુ સરિતા સાગરથી વિખુટા પડવાના દુઃખ સાથે સાસરે પહોંચી. પૂજાવિધિ પુરી થયા બાદ સરિતાને એના પતિના રૂમમાં મોકલવામાં આવી. લામ્બો ઘૂંઘટ તાણી સરિતા બેઠી હતી એના પતિએ ઘૂંઘટ ખોલ્યો એના પતિનો ચહેરો દેખાયો.અરે... એ તો સાગર હતો.સાગર.... હા હા સરિતાનો જ સાગર.વાત એમ બની કે જયારે સરિતાના પપ્પાને બંનેના સંબંધની ખબર પડી અને પછી એનું કોલેજ જવાનું બંધ થઇ ગયું , ફોન પણ બંધ થઈ ગયો.ફોન ન લાગતા સાગરને શંકા ગઈ તેથી તેણે તેની એક ફ્રેન્ડને સરિતાના ઘરે મોકલી.એની ફ્રેન્ડે એના ફોન પરથી બંનેની વાત કરાવી.સરિતાએ તો સાગરને ઘર છોડી ભાગવાની વાત કરી પણ સાગરે કહ્યુ કે તું ચિંતા ન કર હું બધું સોલ કરી દઈશ.
                         ઘણું વિચાર્યા પછી સાગરને જે મેરેજબ્યુરો માં સરિતાનો બાયોડેટા આપવામાં આવ્યો હતો ત્યાં તેનો એક ફ્રેન્ડ મેનેજર હતો એ યાદ આવ્યું પછી તો શું એના ફ્રેન્ડે બધું સંભાળી લીધું.સાગરનો બાયોડેટા બનાવી સરિતાના ઘરે સેન્ડ કરી દીધો.ત્યારબાદ મિટિંગ ગોઠવવામાં આવી.ભણેલો- ગણેલો વેલસેટ છોકરો અને પરિવાર પણ સરસ જોઈ સરિતાના મમ્મી- પપ્પા ખુશ થઇ ગયા અને બધાની વચ્ચે જ હા પાડી દીધી.સામે સાગરના મમ્મી- પપ્પા પણ સરિતાને જોતા જ ખુશ થઇ ગયા.ભણેલી , સુંદર અને ગુણવાન છોકરી મળતી હોય તો બીજું જોઈએ જ શું...???એમણે પણ હા પડી દીધી અને ચટ મંગની પટ બ્યાહ થઇ ગયા.સરિતા અને સાગરે એકબીજાથી અજાણ હોવાનો દેખાવ કરે રાખ્યો અને બધું સારી રીતે પાર પડી ગયું. મમ્મી પપ્પા અરેન્જ મેરેજથી ખુશ અને આપણા હીરો હિરોઈન લવ મેરેજથી.હવે સાગર અને સરિતા બંને સાગરીતા બની ચુક્યા હતા...લગ્ન પછી બંને હનીમૂન માટે સાપુતારા ફરવા ગયા જ્યાં સાગરે પહેલીવાર એની સરિતાને જોઈ હતી...હવે સરિતા એના સાગરમાં પૂર્ણપણે સમાઈ ગઈ હતી........

                     -પલ્લવી ગોહિલ ( Pal Rakesh)