યાદો નાં ઝરુખે :
માધવાસ્થળી છે માધવ નાં જીવન નાં અવનવાં રંગ
યાદવાસ્થળી છે એમનાં ઈચ્છા વિરુદ્ધ નો યદુકુળવંશ નો અંત
આજ ની સુંદર સવારે :
આ રચના નેં રસપ્રદ માણવા માટે પહેલાં તો માધવાસ્થળી અનેં યાદવાસ્થળી વિશે આપણનેં ખરાઅર્થં માં જાણકારી હોવી ખુબ જ જરુરી છે.
માધવાસ્થળી એ માધવ નાં જીવન ની ખરેખર બહું જ સુંદર શરુઆત ની સુવર્ણમય, અવર્ણનીય, અલૌકિક ક્ષણો નેં તેનાં થી બનતાં નિતનવા પ્રસંગો જેને આપણેં માધવ ની લીલાઓ તરીકે સારી રીતે જાણીએ છીએ.
માધવાસ્થળી એટલે, માધવ ની સ્થળી એટલે કે જ્યાં માધવ નું જીવન વીત્યું એ સ્થળી ,એ સ્થળ ,એ જગ્યા.
અને યાદવાસ્થળી એટલે યદુકુળવંશજ માધવ નું જીવન જ્યાં વીત્યું એ સ્થળી, એ સ્થળ, એ જગ્યા.
માધવાસ્થળી નાં ઘણાં બધાં પ્રસંગો કાના ની લીલારુપે ભારતવર્ષના ઘેર ઘેર પ્રખ્યાત છે.
મથુરા માં કૃષ્ણ જન્મ પછી પિતા વસુદેવ એમનેં મામા કંસ થી બચાવવા માટે યમુના નદી પાર કરી એ જ રાત્રે ગોકુળ માં નંદજશોદા નાં ઘેર મૂકી આવ્યા અનેં એમની દિકરી નેં જે માયા નું જ સ્વરૂપ હતું એને મથુરા લઈ આવ્યા. અનેં મથુરા માં આવ્યા પછી મામા કંસની સામે એ માયા અદ્રશ્ય થઈ ગઈ. અનેં અહીં ગોકુળ માં લાલો સુરક્ષિત થઈ ગયો.
કૃષ્ણાઅવતાર માં મનુષ્યરુપે પોતાની જાત નેં બચાવવા માટે આ એમની સૌ પ્રથમ લીલા હતી.
આ પછી, અગણિત અલૌકિક લીલાઓ નો મહાસાગર જે અવિરત વૃજ ઉપર ઉભરાતો,છલકાતો,મલકાતો રહ્યો એનાં કુશળ વહીવટી તરીકે કૃષ્ણ નેં આપણેં જેટલું પણ, સમજીએ અનેં વિચારીએ એટલું ઓછું છે.
પોતાનાં મુખ માં બ્રહ્માંડ નાં દર્શન થી માંડી ખાંડણિયે બંધાવું!!
એકપછી એક પ્રચંડ રાક્ષસો નાં વધ કરી એમનો ઉધ્ધાર કરવો!!
ગોપીઓ નાં ઘેર માખણચોરી !!
કાલીયદમન!!
ગિરિરાજધરણ ની લીલાની સમગ્ર વૃજ નું રક્ષણ!!
કંસ નાં ત્રાસ થી અનેં એનાં દૂધ,દહીં,માખણ પર નાં કર માં થી મુક્તિ!!
ગોપીઓ સાથે રાસલીલા!!
રાધાજી સાથે પ્રેમ સાધના!!
બલરામ નેં પણ સમજાવવા ની પરાકાષ્ઠા!!
ગંગલી ગાય ની સાથે જીવનભર નાં હ્રદયંગમ જોડાણ!!વાંસળી નાં નાદે આખા વૃજ નેં ઘેલું કરી નચાવવું!!
ગૌચારણ માં ઈશ્વર હોવા છતાં ગોપબાળકો સાથે રમતો માં જીતવું.....!!!!?????
આવી, અસંખ્ય અલૌકિક લીલાઓ કરનાર કાનો વૃજ ની રજેરજ, કણકણ અને ક્ષણેક્ષણ માં આવિર્ભુત જ્યારે થઈ જાય છે ત્યારે જ કંસ નું તેડું આવે છે અનેં બાર વર્ષ ની ઉંમરે લાલો વૃજ છોડી મથુરા તરફ કંસવધ માટે પ્રયાણ કરે છે.
અનેં બસ ત્યારે જ આ માધવાસ્થળી નું સમાપન થાય છે.અનેં યદુકુળવંશજ હોવા નાં લીધે યાદવાસ્થળી ની શરુઆત થાય છે.
માધવાસ્થળી માધવ ની ગમતી લીલાઓ નું જીવન ગણાય છે.
જ્યારે યાદવાસ્થળી એ અણગમતી છતાં પણ કરવી પડતી લીલાઓ જે સમાજ નાં ઉધ્ધાર માટે જરૂરી હતી. અનેં યદુકુળવંશ નાં અંત માટે પણ, જવાબદાર હતી.
મથુરા થી જ્યારે કંસનું તેડું આવ્યું ત્યારે સમગ્ર વૃજ નેં એની મુઠ્ઠી માં બાંધનાર કાનો આજે નિરસ અનેં નિરાશ થયો છે!!
પોતાની જ લીલા નાં આ ભાગનેં જાણે રોકવા વળ્યો છે!!
વૃજ નાં આંસુડે એવો ભીંજાઈ ગયો છે,કે જાણેં યશોદામૈયા નાં પાલવે કોરો થવા નિકળ્યો છે!!
ગોપીઓ ની પ્રીત માં પાગલ કાનો ભક્તિ નાં ભવસાગર નેં હૈયે ભરવા નીકળ્યો છે!!
રાધા નાં પ્રેમ માં પડેલો આ કાનો એનાં અસિત્તત્વ નેં જાણે બાથ માં ભરવા દોડ્યો છે!!
વૃજની વનરાજી નેં વિવાદો માં પણ વાયદો કરવા નિકળ્યો છે!!
રમણરેતી માં લોટી આળોટી ગોવાળિયા ઓ ની ચરણરજ નેં વાંકડિયા વાળ માં ખોબે ખોબે ભરવા મળ્યો છે!!
ગાડાંમાં મથુરા જવા નિકળેલો કાનો એ બળદ નાં કાનો માં કંઈક કહેવા મથ્યો છે!!
વાંસળી નાં એ છેદ માં પોતાની વાચા ભરવા વિનવ્યો છે!!
માખણ નેં મહી ની મટુકી માં સમગ્ર વૃજ ની મીઠાશ નેં માણવા નીકળ્યો છે!!
નંદબાબા નેં યશોદામા ની આંખો નાં આંસુ માં પોતાનું સ્થાન બનાવવા એ ખુબ રડ્યો છે!!
વિદાય ની આ વસમી વેળાએ પણ, હસતો હસતો કાનો રડતાં વૃજ નેં જાણે મનાવવા નીકળ્યો છે!!
માધવાસ્થળી ની મધુરતા નેં આપણાં સૌનાં જીવન માં આજીવન જાણે ભરવા નીકળ્યો છે!!
જીવન આવું જીવી જવું એ માણસાઈ માં એ ભરવા મળ્યો છે!!
તકલીફો ની બાદબાકી કરી ખુશીઓ નાં સરવાળા નેં જીવનનાં જમા પાસે મેળવવા નિકળ્યો છે!!
માધવાસ્થળી નેં અવિરત માણી જીવન નેં રંગોમય એ બનાવવા શીખવી ગયો છે!!
વિષાદ નાં ભવિષ્ય ની જાણકારી છતાં પણ, ખુશી નાં આ વર્તમાન નેં એ જીવતાં શીખ્યો છે!!
યાદવાસ્થળી ની શરુઆત ને શુભંભવતુ સુખદાયક કરવા નાં એ પ્રયત્ન માં જ સદા રહ્યો છે!!
આ રસપ્રદ ક્ષણો નેં આનંદ માં ઓતપ્રોત થઈ માણવા અનેં કૃષ્ણ નાં અલૌકિક જીવન નેં અનુભવવા માટે, આશા નાં આરે અનેં રાત્રી ની પેલી પારે, સુરજનાં સોનેરી કિરણો ની મીઠી મીઠી સુગંધમય ભીની સવારે આપસૌની અવિરત આસ્થામય હાજરી ની અપેક્ષા સાથે અહીં વિરમું છું.
જલદી મળવા નાં વાયદા સાથે છુટા પડવું અઘરું નથી!!
છૂટાં પડ્યાં પછી, મળવા નાં સ્વપ્ન માં મહાલવું ખરેખર એટલું સહેલું નથી!!!
મીસ. મીરાં
જય શ્રી કૃષ્ણ