bhopi - jagati aankho na sapna in Gujarati Short Stories by Balak lakhani books and stories PDF | ભોપી - જાગતી અંખો ના સપના

Featured Books
Categories
Share

ભોપી - જાગતી અંખો ના સપના

જ્યારે પ્રેમ એક તરફી હોય છે ને મિત્રો ત્યારે જાગતી અંખો થી જ સપના જોવાય છે એવીજ કાંઈક વાત રજૂ કરી છે 

     ❤️જાગતી અંખો ના સપના❤️

    તે મોં પર દુપટ્ટો નોહતી બાંધતી, કયારેય પણ નહીં. હું જ્યારે પણ પુછતો તો કહેતી, કાળી પણ થઈ જાવ તો શું ફરક પડવાનો, તું તો મળી ગયો જ છો! ગોગલ્સ હંમેશા મેચીંગ ના જ પહેરતી હતી! ગોગલ્સ ની પાછળ અણિયાળી માંઝરી આંખો જેની ચારો બાજુ કાજલ કાયમ લાગેલી હોય છે અને ખાસ ડાબી આંખ ની નીચે લાઇનર પર આંગળી નું નાનું અમસ્તું ટપકુ કાજલ નુ તેની સુંદરતા ને વધુ મોહક બનાવતું. ખુબ બોલકી આંખો કેટલી વાર સાંભળી છે તેને કહેતી હોય છે, મને લઈ જા તારી દુનિયામાં, મારે નથી રહેવું અહીંયાં, હું ખુશ છું તારા તે ખયાલી પુલાવ મા!

       તે મુલાકાત યાદ છે તને મળવા તારા શહેરમાં આવીયો હતો અને તારી એકટિવા પર તે તારું આખું શહેર ભૃમણ કરાવ્યું હતું! વર્ષો પછી કોઈ બીજા ની ડ્રાઇવીંગ ની મજા માણી હતી. હશે તું તારી તે પાર્લે પોઈંટ ની રેસ્ટોરેંટ ની બદલે બાજુ ની ગલી વાળા હુક્કાબાર માં લઈ જઈ ચડી હતી, કેટલી હેબતાઈ ગઈ હતી તું, તે મુલાકાત સૌથી યાદગાર હતી મારી! તે દરેક ક્ષણ ને સંભાળી ને રાખી છે મારી હૃદય ની ડાયરીમાં મારી રચનાઓ મા! તે આપડા હાથ વાળી પિક્ચર યાદ છે જેમાં અપડે એકબીજાનાં અંગૂઠા ને મુઠ્ઠી માં દબાવી રાખેલા, તેને જોઈ ને એક ચહેરા પર એક રંગત છવાઈ જાય છે ગાલો પર! તે ૧૫ - ૨૦ સેકન્ડ મા હૃદય ના ધબકારા જ થંભી ગઈ હતી અને સમય પણ ઉભો રહી ગયો હતો! એ. સી રેસ્ટોરન્ટ મા પણ તારો હાથ ખુબ ગરમ હતો અને મારો હાથ ઠંડોગાર!

 
    આપણી કોઈ પણ પસંદ (સીવાય એકબીજા ની) મેળ નોહતી ખાતી! દરેક વસ્તુ મા તફાવત! દરેક સલાહ મા મતભેદ છે! ઝગડા ની શરુવાત તો ખબર નોહતી હોતી પણ અંત માં તો માફી મારેજ માંગી ને પૂર્ણ વિરામ કરવું પડતું, પેલી મુલાકાત પણ આપડી એક ટ્રેજાડી જ હતી, સારું લાગે છે આ બધું જોયા પછી પણ બંને સાથે રહીએ છીએ, તને જેટલી નફરત મારી દાઢી થી એટલો જ પ્રેમ મને મારી દાઢી થી, સમજ્યા કર યાર આ દાઢી માં વગર દાઢી ની તુલના માં ઓછો બેવકૂફ દેખાતો છું

       તને ખબર છે તારા ગાલો પર હલકાં પીપલ્સ ઉભરતા છે, તારા તે ગુલાબી હોઠ જ્યારે એટલી પહાડી અવાજ કાઢે ત્યારે તો હેરાન જ થઇ જાવ છું, તારી પસંદગી ના ગીતો સાંભળું છું તો મન મા એક અજબ ની સરવણી ફુટે છે કે છે કોઈ હજી પણ મને મારા થી પણ વધુ મને પ્રેમ કરે છે, યાદ છે ને તે ગીત "લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ન હો.." તે મને ગળે વળગાડી લીધો હતો, ત્યારે જ નક્કી કરી લીધું હતું તને ક્યારેય ના છોડું. તે સમયે આખી જિંદગી જીવીયા નો અનુભવ થયો હતો. તુ જીદ્દ્દી છો ખૂબ જિદ્દી પણ તારા થી અલગ થવાનો ડર ક્યારેય નથી લાગ્યો, ભરોસો છે તારા પર તેટલો જ જેટલો મારા પોતાના પર કરું છું.

       તારું જિંદગી માં આવવું, સાથે હોવાનું, સાથ આપવો તો જાણે અણધારીયા જેવુ પણ ક્યારેક ક્યારેક કંઈક પ્લાન જેવુ લાગે, તારી સાથે તે લોંગ ડ્રાઈવ હોય કે મારા ઓરડામાં આવી તેની હાલત જોઇ તારું બડબડવુ,દરેક પળ મારા માટે ખાસ હોય છે, સાંભળ, હું આવીશ એક દિવસ! બધા વાયદા પુરા કરવા, તે ખયાલી પુલાવ જે આપણે પકાવેલા તેને પછા ગરમ કરવા!

    મારી આ વાર્તા જેની નાયિકા તું અને નાયક પણ તું બંને, તારી આંગળી મા વીટીં પહેરાવવા, તાર શૂટ ની દોરી બાંધી આપવા, તારા પગ મા પાયલ પહેરાવવા, તને આલિંગન મા લેવા, તારી આંખો ને વાંચવા, તે લોંગ ડ્રાઈવ ને માણવા જે મારી બાઇક ની સ્પીડ વધવા પર તુ મને જકડી લેતી હતી, મારા બેસુરા અવાજ થી ગીત ગાતો તો વચ્ચે ટોકી ને ગીત ને તારા મધુર અવાજ મા સાંભળવા, હૂ આવીશ તને સાથે લઈ જવા, મારી દુનિયા મા, તારી દુનિયા મા, આપણી દુનિયામાં જ્યાં પ્રેમ ને કોઈ ઉમર, કોઈ જાત ધર્મ કે કોઈ બંધન કોઈ મજબૂરી, લક્ષ્મણ રેખા ની જરૂર ના હોય આ સાવ અગલ જ હોય છે બધાં થી ઉપર, જેમ કે આપાણી લાગણીયો

❤️?. બાળક