Chhar Aana in Gujarati Motivational Stories by Keyur Pansara books and stories PDF | ચાર આના

Featured Books
Categories
Share

ચાર આના

વર્ષો પહેલાની વાટ એક ગામ માં એક શેઠ રહે. ગામમાં શેઠને અનાજ-કારીયાનાની વર્ષો જૂની દુકાન.સંતાન માં એક સંસકારી દીકરી અને એક રખડું દીકરો શેઠે ઘણી વખત તેના દીકરા ને સમજવાનો પ્રયત્ન કર્યો પણ દીકરો દુકાન પર ક્યારેય બેસતો નઈ એ તો બસ પૈસા વાપરે ને ગામમાં આટા-ફેરા. એક વખત ની વાત શેઠે તેના દીકરા ને કહ્યું કે જો પૈસા કમાઈને આવીશ તો જ ઘરમાં આવવા દઈશ જાતમહેનત કરો અને રૂપિયા લઇ ને આવો.                                                                                                થોડીક વાર પછી તે બે રૂપિયા લઈને શેઠ પાસે ગયો અને શેઠ ને રૂપિયા બતાવ્યા.                                                                                                                              શેઠે પૂછ્યું કે જાત મહેનત ના રૂપિયા છે ? 
તેના દીકરા એ કીધું હા.
તો શેઠે કહ્યું સરસ હવે જા અને જઈને આ રૂપિયા સામેના કુવા માં ફેકતો આવ.અને પછી ઘરમાં આવી જા.

તે તો બે રૂપિયા કુવામાં ફેકતો આવ્યો અને ઘરમાં જતો રહ્યો.

શેઠે તપાસ કરી કે આ રૂપિયા આની પાસે ક્યાંથી આવ્યા.

તો જાણવા મળ્યું કે સાસરેથી ઘરે તેમને મળવા આવેલી તેમની દીકરીએ તેના ભાઈ ને રૂપિયા આપેલા છે.

તો શેઠે તેમની દીકરીને પાછી સાસરે મોકલી દીધી.

બીજા દિવસે ફરીથી શેઠે તેમના દીકરાને કહ્યું કે રૂપિયા કમાઈને આવીશ તોજ ઘરમાં પ્રવેશ મળશે.

થોડીક વાર પછી તેમનો દીકરો રૂપિયા લઈને આવ્યો.

શેઠે પૂછ્યું કે કમાઈને લાવ્યો છો?

તો તેમના દીકરાએ હા પાડી.

તો શેઠે તેમને કીધું કે વાંધો નહીં સામેના કૂવામાં ફેકતો આવ.

તે તો તરત જ ગયો અને તેની પાસે રહેલા રૂપિયા કૂવામાં નાખી દીધા અને શેઠે તેને ઘરમાં પ્રવેશ કરવા દીધો.

શેઠે તપાસ કરી તો ખબર પડી કે તેમની પત્ની એ તેને રૂપિયા આપ્યા હતા.

શેઠે તેની પત્ની ને તેના પિયર મોકલી દીધી.

બીજા દિવસે ફરી શેઠે તેના દીકરાને કહ્યું કે જાવ પૈસા કમાઈને આવો.

હવે શેઠનો દીકરો મુંજાણો કે હવે કોની પાસેથી રૂપિયા માંગવા.

આથી તે રૂપિયા ની તલાશ માં આંટા મારવા લાગ્યો.

બાજુના ગામમાં તે ગયો ત્યાં એક શેઠની દુકાને માલ ભરેલું ગાડું પડ્યું હતું.

તે ત્યાં ગયો અને શેઠને પૈસા આપવા કહ્યું.

શેઠને આમ પણ મજૂર ની જરૂરત હતી તેથી શેઠે તેને કહ્યું કે જો તે આ ગાડા માં ભરેલો માલ તેમની દુકાન માં રાખી દેશે તો શેઠ તેને પૈસા આપશે.

થોડુંક વિચારીને તેણે હા પાડી.

લગભગ દોઢ કલાક ની મેહનત પછી તેણે ગાડામાં ભરેલો માલ શેઠની દુકાન માં રાખી દીધો.

શેઠે તેને મેહનત ના બદલામાં ચાર આના આપ્યા.

જિંગદી માં પહેલી વાર આટલી મેહનત કરવાથી તે થાકી ગયો હતો.

તેથી તે પાછો પોતાના ગામ પાછો ફર્યો.

તેના પિતાજી પાસે જઈને તેને શેઠ ને ચાર આના બતાવ્યા.

શેઠે પૂછ્યું કે મહેનત કરીને લાવ્યો છો.

તો તેને હા પાડી તો શેઠે કહ્યું કે સામેના કૂવામાં નાખતો આવ.

તેતો પોતાના પિતાની સામે ગુસ્સાથી જોવા લાગ્યો અને કીધું કે આ પૈસા મારી દોઢ કલાકની મહેનત ના છે એને હું ક્યાંય નઈ ફેકુ તમારે ઘરે ના આવવા દેવો હોય તો કઈ નઈ.

ત્યારે શેઠે તેને કીધું કે હું તને આજ સમજાવવા માંગુ છું કે મહેનત વગરના બે રૂપિયા તે કંઈ પણ વિચાર્યા વગર કૂવામાં ફેંકી દીધા પણ મેહનત કરીને કમાયેલા માત્ર ચાર આના કૂવામાં નાખતા તને ગુસ્સો આવ્યો.

મહેનત કરવામાં જ મજા છે એ વાત મારે તને સમજાવવી હતી.

શેઠ ના આ શબ્દોની અસર તેના પર થઈ ત્યારબાદ તે તેના પિતાજી ના વ્યવસાય માં ધ્યાન આપવા લાગ્યો અને પોતાની મહેનત થી વ્યવસાય માં અનેક ગણો વધારો કર્યો.