Evergreen Friendship - 2 in Gujarati Short Stories by Gopi Kukadiya books and stories PDF | એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2

Featured Books
Categories
Share

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2

                  એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2
            સવારે ઉઠીને રેડી થઈને મેં અને નીકકીએ સાથે નાસ્તો કર્યો, નીકકીએ મારા ફેવરિટ બટેટાપૌઆ બનાવ્યા હતા.

"સોરી નીક્કી, તે એકલા બધું કામ કરી નાખ્યું, મેં તને કોઈ હેલ્પ પણ ના કરી."

"કઈ વાંધો નહિ, ધીરે ધીરે તને પણ આદત પડી જશે."

નાસ્તો કરીને હું  કોલેજ જવા નીકળી ગઈ, કોલજનો પહેલો દિવસ હોવાથી હું ખૂબ જ એક્સાઇટેડ હતી કોલેજ જવા માટે, નવી કોલેજ જોવા માટે, હું બીઆરટીએસ માં યુનિવર્સિટી પોહચી ગઈ, મારો ડિપાર્ટમેન્ટ અને કલાસ શોધીને હું ક્લાસમાં જઈને બેઠી, ધીરે ધીરે બીજા સ્ટુડન્ટ્સ પણ આવવા લાગ્યા.

           દરેક સ્ટુડન્ટસ અલગ અલગ કોલેજમાંથી આવ્યા હતા, આથી બધા એકબીજા માટે નવા હતા, હું સેકન્ડ રો માં બેઠી હતી, મારી બાજુમાં એક છોકરી આવીને બેઠી, મેં તેને સ્માઈલ આપી, તેણે પણ મને સ્માઈલ આપી," હાઈ, આઈ એમ સ્વીટી, વોટ્સ યોર નેમ?." 

"પ્રગતિ."

તેણે મને મારી આગળની કોલેજ વિશે પૂછ્યું, મેં તેને કહ્યું,"હું ભાવનગરથી આવી છું."

"મેં અહીં સુરતમાં જ કોલેજ કરી છે." થોડીવારમાં એની બીજી ફ્રેન્ડ્સ સ્મિતા, કિંજલ અને નિશા પણ આવી ગઈ, તેણે મને તેમની સાથે ઈન્ટ્રો કરાવ્યો, સ્વીટી, સ્મિતા અને નિશા એક જ કોલેજમાંથી અહીં આવ્યા હતા. કિંજલ મારી જેમ થોડીવાર પહેલા જ તેમના ગ્રુપને મળી હતી, તે બધાએ મારી સાથે ફ્રેન્ડશીપ કરી આમ પહેલા જ દિવસે મારુ ફ્રેન્ડ્સ ગ્રુપ બની ગયું.

પહેલો દિવસ તો ન્યૂ પ્રોફેસર સાથેના ઈન્ટ્રોમાં જ પતી ગયો, કોલજથી નીકળી હું બપોરે ઘરે આવી ગઈ, ઘરે આવીને કામ પતાવી મેં આરામ કર્યો, સાંજે નીક્કી આવી ત્યારે એની સાથે આખા દિવસની ચર્ચા કરી, હું ખૂબ ખુશ હતી.

મારો કોલેજનો બધો ટાઈમ સ્વીટી, સીતુ, (સ્મિતાને અમે સીતુ જ કહેતા), નિશા અને કિંજલ  સાથે ધમાલ મસ્તી કરવામાં પસાર થતો, અમે ખૂબ મસ્તી કરતા, ક્લાસમાં અમારું ગ્રુપ મસ્તીખોર કહેવાતું, અમે સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપતા એટલે એમને કોઈ બીજો પ્રોબ્લેમ નૉહતો.

અમારી કોલેજમાં ન્યૂ સ્ટુડન્ટસ માટે ફ્રેશર પાર્ટી હતી, અમારું મસ્તીખોર ગ્રુપ રેડી થઈને પાર્ટીમાં પોહચી ગયું હતું, અમે હાથમાં કોલડ્રિન્કસ ના ગ્લાસ લઈને ઉભા હતા, ડાન્સના શોખીન લોકો ડાન્સ કરતા હતા અને અમે તેમને જોતા હતા.

મારુ ધ્યાન સ્મિતા પર ગયું, તે સામેની તરફ એક છોકરાને જોઈ જોઈને સ્માઈલ આપતી હતી, પેલો પણ તેને સામે સ્માઈલ આપતો હતો, મેં સ્વીટી, નિશા અને કિંજલનું ધ્યાન પણ એ તરફ દોર્યું.

બધાએ એ તરફ જોયું પછી સ્વીટીએ ધડાકો કર્યો, "એ પ્રકાશ છે સ્મિતાનો બોયફ્રેન્ડ."

"તમને બધાને ખબર છે તો કોઈએ મને કીધું કેમ નહિ?"

"મને પણ નથી ખબર" કિંજલને પણ આ વિશે કઇ ખબર નોહતી.

"અરે અહીંયા કોઈને નથી ખબર એટલે તો તેઓ આમ દૂર દૂર ઉભા છે, મને અને સ્વીટીને જ ખબર છે કારણકે અમે કોલેજમાં સાથે હતા એટલે." નિશાએ ચોખવટ કરી.

"સ્મિતા ધીસ ઇઝ વેરી રોંગ, તારે અમને તો કહેવું જ જોઈએ." મેં અને કિંજલે મળીને સ્મિતા પર ગુસ્સો કર્યો.

"શુ પણ?" સ્મિતાને કઈ ખબર નોહતી કે નિશાએ અમને કહી દીધું કારણકે એનું ધ્યાન પ્રકાશ તરફ હતું.

"પ્રકાશજીજુ વિશે તે અમને કીધું કેમ નહિ."

"તમને કોણે કીધું?"

"આ તો મેં તને એની તરફ જોઈને સ્માઈલ આપતા જોઈ એટલે નિશાએ અમને કીધું, બાકી તું તો અમને કઈ કહેત જ નહીં." મેં સ્મિતા સાથે બનાવટી ગુસ્સો કરતા કહ્યું.

"સોરી યાર, હવે ખબર પડી ગઈને." સ્મિતાએ કાન પકડીને માફી માંગતા કહ્યું, હું અને કિંજલ એકસાથે હસી પડ્યા.

"જા માફ કરી પણ હા પાર્ટી તો જોઈશે જ હે."

"ચાલો જીજુને મળવા જઈએ." કિંજલે સ્મિતા તરફ જોઈને કહ્યું.

"અત્યારે નહિ હું પછી મળાવીશ તમને." સ્મિતાએ ના પાડી કારણકે પ્રકાશ ક્લાસના બીજા બોયસ સાથે ઉભો હતો.

અમને સ્મિતાના બોયફ્રેન્ડ વિશે ખબર પડતાં પછી અમે પાર્ટીમાં તેને ખૂબ ચીડવી અને મસ્તી કરી, પાર્ટી પુરી થતા અમે ઘરે પાછા આવ્યા, બીજા દિવસે અમે કોલેજમાં પ્રકાશને પણ મળ્યા, તે પણ અમારા ગ્રુપ સાથે મસ્તી કરતો. આમ જ મારી કોલેજના દિવસો પસાર થવા લાગ્યા.

કોલેજથી ઘરે આવીને હું થોડો ટાઈમ આરામ કરતી અને કોલેજનું વર્ક બાકી હોય તે કમ્પ્લીટ કરતી, અને બાકીનો ટાઈમ ટીવી જોવામાં પસાર કરતી, શરૂ શરૂમાં તો મને વાંધો ન આવ્યો પણ પછી મને ઘરે એકલા કંટાળો આવવા લાગ્યો, મેં નિકકીને આ બાબતે વાત કરી.

"યાર નીક્કી, તું તો સાંજે સાત વાગે આવે છે, હું ઘરે એકલા બોર થઈ જાવ છુ."

"તું કોલેજથી કેટલા વાગે આવી જાય છે?"

"હું ત્રણ વાગે આવી જાઉં છું."

"તો તું કોઈ પાર્ટ ટાઈમ જોબ શોધી લે, તારો ટાઈમ પણ નીકળી જશે અને પોકેટમની માટે પૈસા પણ મળી જશે." નીકકીએ મને સલાહ આપી.

મને નિક્કીનો આઈડિયા સારો લાગ્યો," તું સર્ચ કરજે ને કોઈ જગ્યાએ પાર્ટ ટાઈમ માટે વેકેન્સી હોય તો, તું જોબ કરે છે તો તને ન્યૂઝ મળતા હોય એવા."

"Ok હું જોઇશ."

હું ડેઇલીના ન્યૂઝ પેપરમાં આવતી એડ પણ જોવા લાગી, બે ત્રણ જગ્યાએ કોલ પણ કરી જોયા પણ કોઈ મેળ ના આવ્યો.

"શુ થયું પ્રીતું, ક્યાંય જોબ મળી કે નહીં?" એક દિવસ જમતા જમતા નીકકીએ મને પૂછ્યું.

"ના યારર.. હજુ તો ક્યાંય મેળ નથી આવ્યો."

"મારી બાજુમાં ઓફીસ છે ત્યાં એક વેકેન્સી છે, તું મળી લેજે." નીકકીએ મને એડ્રેસ અને ટાઈમ આપ્યો.

હું બીજા જ દિવસે ત્યાં જઈને ઇન્ટરવ્યૂ આપી આવી, હું ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ અને મને જોબ મળી ગઈ, ત્રણથી સાંજે સાત સુધીનો ટાઈમ હતો, અને પાંચ હજાર સેલેરી હતી, હું ખુશ થઈ ગઈ.

ઘરે આવી નિકકીને મેં આ ખુશખબર આપ્યા, જોબ મળવાની ખુશીમાં મેં બહાર જમવા જવાનું નક્કી કર્યું, એ દિવસે હું અને નીક્કી બહાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા.

મારે આગળના દિવસથી જ જોઈન કરવાનું હતું, હું કોલેજથી સીધી ઓફીસ પોહચી ગઈ, જેણે મારુ ઇન્ટરવ્યૂ લીધું હતું તે સરે મને મારુ ડેસ્ક બતાવ્યું અને સામેની કેબીન તરફ ઈશારો કરીને કહ્યું,"એ તમારા સિનિયર છે, તમારે શુ કામ કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે તે બધું તે તમને શીખવાડશે, તેમને મળી લેજો."

સૂચના આપીને સર જતા રહ્યા, હું ઉભી થઈને સામેની કેબીન તરફ ચાલવા લાગી, ત્યાં જઈને મેં ડોર નોક કર્યો, "કમ ઇન" અંદરથી અવાજ આવતા હું અંદર દાખલ થઈ.

સામે ચેર પર એક વ્યક્તિ લેપટોપમાં માથું નાખીને કામ કરતો હતો.

"હું આજે જ ન્યૂ જોઈન થઈ છું, મારે શું કરવાનું છે એ તમારી પાસેથી શીખવાનું મને કહેવામાં આવ્યું છે." મેં મારૂ તેમની પાસે આવવાનું રિઝન આપતા કહ્યું.

તે વ્યક્તિએ તેનું માથું લેપટોપમાંથી બહાર કાઢ્યું અને મારી સામે જોયું, હું તેમને જોઈને ચકિત થઈ ગઈ...

(ક્રમશઃ)

તમને આ સ્ટોરી કેવી લાગી તેના પર કમેન્ટ્સ જરૂર કરજો..

Thenk you.
                   - Gopi Kukadiya.