દિવસો કેવા ઝડપથી પસાર થઈ ગયા,
બે અજનબીઓ આજે એકબીજાના થઇ ગયા,
ન જાણ હતી એકબીજાના નામની,
આજે બને એકબીજાના સાથી થઇ ગયા,
શબ્દોમાં એક્બીજાનો રંગ ચડ્યો એવો,
કે કવિતાઓમાં પણ એકબીજાને પ્રેમ કરતા થઇ ગયા,
વચન આપ્યા કે હંમેશા સાથ આપસે એકબીજાને,
પણ દિલથી તો બે શરીર ને એક રુન્હ થઇ ગયા,
ઉંમર,ધર્મ ને સંસારની ચિંતા છોડીને,
બંને પારેવડાઓ એક માળાના મહેમાન થઇ ગયા,
ભૂતકાળની વાતોમાં ક્યારેક ખોવાયા,
તો ક્યારેક મસ્તીના મૂડમાં રમતાં થઇ ગયા,
બાકી છે હજી હંસોની યાદગાર મુલાકાત,
પણ ખુલ્લી આંખે મળવાના સ્વપ્ન જોતા થઇ ગયા,
નથી ભરી બાથ કે નથી કર્યા અધરના રસપાન,
પણ એકબીજાના સંબંધના સ્વાદને એ માણતા થઇ ગયા,
નિરાલી થઇ ગઈ એના આવવાથી આ જિંદગી,
ને મારા શ્વાસ પણ અમીથી છલકાઈ ગયા,
લખતાં લખતાં એ પ્રેમનો એહસાસ આજે,
ઈરફાન તારા શબ્દો પણ કદાચ હવે ખૂટી ગયા..
શરૂઆત
વ્હાલથી ભરેલા સંબંધની આજે એક શરૂઆત થઇ,
તારા રૂપની સાથે તારા મધુર શબ્દોની અનુભૂતિ થઇ,
ગૂંચવાયેલી આ જિંદગીમાં એક દોસ્તની મુલાકાત થઇ,
થીજી ગયેલા હૈયે પ્રેમના ભાવની અનુભૂતિ થઇ,
ખાલી પડેલી ડાયરીમાં આજે એક કવિતાની શરૂઆત થઇ,
તારી છબીઓમાં મને પોતીકાની અનુભૂતિ થઇ,
લખવાના શોખની આજથી જાણે વૃદ્ધિ થઇ,
વાર્તાઓ મૂકીને કવિતામાં ખુદને પરોવવાની શરૂઆત થઇ,
મીઠાં તારા ભાવ મેળવી તૃપ્તિની અનુભૂતિ થઇ,
જીવન મારુ આજ અમી થયાની દિલને જાણ થઇ,
માતૃભારતીના સહારે એક પવિત્ર આત્માની મુલાકાત થઇ,
ઈરફાન તારી જિંદગીમાં એક નવા એહસાસની શરૂઆત થઇ..
સતત એકબીજા માટે લખતા રહીએ
સતત એકબીજા માટે લખતા રહીએ,
આમ જ પ્રેમ જતાવતા રહીએ,
કોઈ મળે ન મળે જીવન પંથે,
એકબીજાનો સહારો બનતા રહીએ...
હું લખું ભાવ થી, ને તું લખે ઉમંગ થી,
ચાલ ને આમ જ સ્નેહ પાથરતા રહીએ,
સખી બન તું મારી કલમ ની, ને હું બનું તારો શબ્દ,
રચનાનાં એ ભાવમાં એકબીજા ની મીઠાસ બનતા રહીએ...
તું લખે કવિતા અને હું લખું વાર્તા,
ઉદ્દેશ એક જ , એકબીજા ને સારું લગાડતા રહીએ,
તું કહે મન થી ને હું કહું અંતરથી,
પ્રણય ને આમ જ ફેલાવતા રહીએ...
સતત એકબીજા માટે લખતા રહીએ,
આમ જ પ્રેમ જતાવતા રહીએ,
કોઈ મળે ન મળે જીવન પંથે,
એકબીજાનો સહારો બનતા રહીએ...
તારા શબ્દો મધુર , ને મારા શબ્દો સોહામણા,
માનવતા ની રાહે આમ જ દિલ જીતતા રહીએ,
પ્રેમ , ક્રોધ ને માણસાઈ,
આપણી રચનામાં કંડારતા રહીએ...
લોકો ગમાંડે આપણી રચના,
એવા શબ્દોના પ્રહાર કરતા રહીએ,
તું ચાલે જીવન માં આમ જ સાથે,
તો ગુજરાતી ને મહેકવતાં રહીએ...
સતત એકબીજા માટે લખતા રહીએ,
આમ જ પ્રેમ જતાવતા રહીએ,
કોઈ મળે ન મળે જીવન પંથે,
એકબીજાનો સહારો બનતા રહીએ...
ભળે જો ભાવ પ્રેમનાં..
ભળે જો ભાવ પ્રેમનાં,
જિંદગી રંગત બની જશે,
જીવવું એક આશા અને,
દિવસો ઉત્સવ બની જશે,
દરેક સંબંધમાં મધુરતાં,
સ્નેહની ભળી જશે,
ખુશહાલ તમારું મન અને,
આત્મશાંતિનો એહસાસ થઇ જશે,
દરેક માનવના મોઢે તમારી,
વાવાહીના ચર્ચા થઇ જશે,
ખીલી ઉઠશે સ્મિત ચહેરાનું અને,
દિલમાં ગર્વ ઉભરાઈ જશે,
મીઠું બોલો અને લોકોને જમાડો,
જીવનફેરો સફળ થઇ જશે,
જીવનમાં આવશે સુંદર બદલાવ અને,
ખુદાની જન્નતમાં તમારું સ્થાન થઈ જશે..
કોણે કહ્યું તારી ઉંમર થઇ?
તારી આંખોની ચમક બરકરાર છે,
તારા હોઠોની લાલી લાજવાબ છે,
કોણે કહ્યું તારી ઉંમર થઇ?
હજી તો તું જુવાન છે..
તારા પ્રેમની ધારા અપરંપાર છે,
તારા શબ્દોની મહેક આબાદ છે,
કોણે કહું તારી જિંદગી બેરંગ થઇ?
હજી તો તું પ્રેમાળ છે..
તારા વચનોની અહીં ભરમાર છે,
સાચવીને ચાલવાની હજી વાર છે,
કોણે કહ્યું તારી ઉંમર થઇ?
હજી તો જીવવાની શરૂઆત છે..
તારી જવાબદારીઓની એક દુકાન છે,
તારી જિંદગીમાં એ એક તુફાન છે,
કોણે કહ્યું તું નવરી પડી ગઈ,
હજી તો ફિલ્મની શરૂઆત છે..
તારી દોસ્તીની મને હવે દરકાર છે,
તારી સાથે રહેવાની એક ચાહ છે,
કોણે કહ્યું તારી ઉંમર થઇ?
હજી તો મારા દિલની તું મુમતાજ છે..