https://sabirkhanpathanp.blogspot.com/2019/01/7.html
(પાછળના ભાગમાં આપણે જોયું કે અંગ્રેજ યુવતી ને પ્રેતાત્મા ના રૂપમાં જોઇ પોતાનો જીવ બચાવી પિટર ભાગે છે જ્યાં તે એક અજાણી રહસ્યમય ગુફામાં જઈ પહોંચે છે હવે આગળ)
અંગ્રેજી યુવતી અને યુવકને આંખો ફાડી ફાડીને જોઈ રહેલો પીટર ત્યારે ઉછળી પડ્યો જ્યારે કાચની કરચો ખૂપી જવાથી પેલી યુવતીનો બિહામણો લાગતો લોહિયાળ ચહેરો જોયો.
પીટરે ફટાફટ મેન ગેટ ખોલી બહાર છલાંગ લગાવી દીધી.
પિટરે રસ્તાની પરવા કર્યા વિના અણધારી દિશામાં દોટ મૂકેલી. કાજળ કાળીરાતની વગડો ગજવી મૂકતી ફાહુડી અને શિયાળવાંની ચીસો પિટરના બહેરા બનેલા કર્ણને ભેદી શકવા સક્ષમ નહોતી.
પિટરે જીવ બચાવવા ખાડા-ટેકરા ઝાડી જાંખરાં , વાડ કાંટા જોયા વિના આંધળી હરણ ફાળ જેવી રફ્તાર પકડેલી..
અધ્ધર જીવે ભાગી રહેલા પીટરનો અચાનક પગ કોઈએ પકડ્યો.
એ સાથે જ દારૂના નશામાં ધૂત પીટર ભૂમિ પર ચત્તોપાટ લાંબો થઈ ગયો.
કોઈ અણિયાળા પથ્થરની પગના અંગૂઠા પર ઠેસ લાગી હતી. અંગુઠા નો નખ નીકળી ગયેલો અસહ્ય પીડા થઈ રહી હતી. થોરના ધારદાર કંટકમા જકડાઈ ગયેલું શરીર ઘણી મથામણ પછી એને છોડાવ્યું. પીટરનો શ્વાસ ધમણની માફક ચાલી રહ્યો હતો.
પોતાની જાતને સંભાળી પીટર જેવો ઉભો થવા ગયો કે ત્યાં જ એના કાન પાસેથી તીવ્રતાથી કોઈનો શ્વાસોચ્છ્વાસ સંભળાયો.
કોઈ જંગલી પ્રાણીનો અણસાર જતાં પીટરે ડરતાં-ડરતાં પાછળ નજર કરી.
એક મોટો ડાઘિયો કૂતરો એની છાતી પર ઉભો રહી લાળ પાડી રહ્યો હતો. એની આંખો અંધકારમાં ચળકી રહી હતી.
એકાદ ક્ષણ માટે પીટરની આંખે અંધારા આવી ગયાં.
ગજબની ચપળતાથી એણે મુઠ્ઠીમાં માટી ભરી કુતરાની આંખો પર ભૂરકી દીધી.
કુતરો હુમલો કરે એ પહેલાં પીટરે બીજી દિશામાં દોટ મૂકી. જગ્યા-જગ્યાએ એના શરીરમાં થોરના કાંટા વાગવાથી લોહી નીકળી રહ્યું હતું બળતરા ઉઠી હતી.
પીટર વંટોળિયાની જેમ અનિશ્ચિત ભાગી રહ્યો હતો. કપડાં વારંવાર કાંટાઓમાં ભરાવાના કારણે જગ્યા જગ્યાએથી ફાટી ગયાં હતાં. ઠંડી હવા ના સૂસવાટા વચ્ચે પલાશ અને વાંસની લીલપ રહી રહીને વરસતા વરસાદના ઝાપટા જેવો અવાજ કરી રહી હતી.
અણધાર્યો પીટર એવી જગ્યાએ આવીને ઊભો રહ્યો જ્યાં ચટ્ટાન જેવી કાળી વિશાળ શિલાઓ ની વચ્ચે ગુફા આકારનો રસ્તો હતો. ગુફામાં છુપાઈ જવાના ઇરાદે ક્ષણનાય વિલંબ વિના પીટર પથ્થરના પટ પર દોડતો રહ્યો.
જગ્યા અવાવરું અને વીરાન હતી.
મોબાઈલની ટોર્ચ વડે એને આગળનો અંંઘકાર ઉજાળ્યો.
આગળથી રસ્તો ખૂબ જ પહોળો અને ખુલ્લો દેખાયો. પથ્થરના બે શિલાલેખ જેવા સ્તંભ બંને બાજુ ઉભા હતા.
પીટરને લાગ્યું કોઈ જૂના મંદિરનુ ગર્ભગૃહ હોવું જોઈએ.
ઉત્સુકતાવશ એ ગર્ભગૃહ તરફ આગળ વધ્યો. ગુફામાં ઠંડા પવનનો મારો નહિવત્ હતો.
પીટર ગર્ભગૃહમાં પ્રવેશી ગયો એની આંખો અચંબાથી પહોળી થઈ ગઈ. રેડ કલરના પથ્થરો પર કોતરાયેલા વિભિન્ન દેવોના શિલ્પ જોઈ પીટરને ખાતરી થઈ ગઈ કે પોતે કોઇ એવા મંદિરની ચોખટ પર ઉભો હતો જે વર્ષોથી લોકોની નજરથી અલિપ્ત થઈ ગયેલુ.
મંદિરની ચારેબાજુ ટોર્ચનો પ્રકાશ નાખી પીટર જોતો હતો. ઘણી ખરી પ્રતિમાઓ ભૈરવની હતી.
મધ્યમાં એક હવન-કુંડ હતો ઠીક સામેની દીવારને ટચ કરી ભૈરવને વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત હતી. એ મૂર્તિથી પાંચ કદમ દૂર બગલાની પાંખની જેવો તપસ્વી સમાધિગ્રસ્ત બેઠો હતો. એના માથે થી વાળની સફેદ જટાઓ ભૂમિ સુધી વિસ્તરી હતી. કાન પાછળ સફેદ વાળનો ગૂચ્છો ખરગોશની પૂચ્છ જેવો લાગતો હતો.
કમરથી નીચેનો બધો ભાગ ઊધઈના રાફડામાં દટાઈ ગયો હતો. ઉઘાડા જીર્ણ શરીર ની ત્વચા કંકાલ પર જાણે ચોંટી ગઈ હતી.
પીટરને લાગ્યું. નિર્જીવ દેખાતા કંકાલના કાટમાળ જેવા શરીરમાં છાતીના ભાગમાં હલનચલન થઈ રહ્યું છે.
પીટરનું હ્રદય બમણા વેગે ધડકી રહ્યું છે. કંઈક અંશે પોતે ભય મુક્ત બની ગયો હતો. જાણે કોઈ અભેદ સુરક્ષા આવરણ એના ફરતે ફરી વળ્યું હતું.
નજીક ગયેલા પીટરે તપસ્વીમાં જીવન નો અણસાર જોઈ એના ચરણ સ્પર્શ કર્યા.
"તુ વાપસ આ ગયા..?"
મંદિરના ભૂગર્ભમાં પડઘાયેલા એક ભારેખમ અવાજથી પીટરના કાન સતર્ક થઈ ગયા.
પીટરે ભયભીત નજરો તપસ્વી સામે જોયું. ઊંડી ઊતરેલી આંખોના ડોળા ઘુવડની આંખો જેવા લાગતા હતા.
ગુસ્સાથી લાલ થયેલી આંખો જાણે આગ વરસાવી રહી હતી.
"બાબા.. મુજે બચાલો બાબા...! પુરાની હવેલી સે નિકલી પ્રેતાત્મા મુજે માર ડાલેગી..!"
પાદરી કે બચ્ચે તો ને ફિર સે બહોત બડી ગલતી કરતી હૈ..!"
"મેં પાદરી નહીં હું બાબા મેરા નામ પીટર હે..!"
પીટરની વાત નાદાની ભરી લાગી હોય એમ તપસ્વીના જર્જરીત ચહેરા પર રહસ્યમય મુસ્કાન હતી.
તુજે અપની મોત સે બચાના મેરે બસ કી બાત નહી હૈ..! જાનબુજકર તૂને અપને કાલ કો લલકારા હૈ!
હવેલી કી અસ્કયામત ફિરંગીઓ કો બેચને કા ફેસલા તેરા અપના નહી થા..!
તું તો કઠપૂતલી હૈ તેરે દિમાગ મેં ઘુસ કે ઈસ્તમાલ કિયા ગયા હૈ તૂજે..! ક્યોકી ઉન શૈતાની આત્માઓ કો ફિર સે આઝાદ હોના થા..!
"કિસકી આત્માને હૈ વો..? ઔર ઉન્હોને મેરા ઈસ્તમાલ ક્યો કિયા..?"
નવાબ જાદા ઔર ઉસકી મંગેતર શાહિન કી આત્માએ હૈ..! તુ વહી પાદરી હૈ જો ઉન દોનો કી મૌત કા જિમ્મેદાર હૈ..!
"ઓહ..! "
પીટરના કૃશ શરીર પર પરસેવો નીતરી ગયો.
"વો ચારો મેરે હી દોસ્ત થે.. જિનકો મૈને હવેલી કી કિમતી ચીજે ફિંરગીઓ કો સેલ કરકે કેશ કવર કરને કો ઉકસાયા..!
તુ જે ક્યા લગતા હૈ હવેલી કે અનસુલજે રહસ્યો સે ભરે પડે બંધ કમરોં કી ચાબીયાં તૂજે યુ હી રાસ્તે સે મિલ ગઈ થી..? નહી પાદરી વો આત્માએ ગ્લાસ કી બંદ બોતલ મેં કેદ જરૂરથી પર ઉનકી તાકત ઈતની બઢ ચૂકી થી કી વો કિસીકા ભી દિમાગ ગુમાકર કુછભી કરવાને મે સક્ષમ થી.. વહ ચાબીયાં ભી કિસી ગુપ્ત સ્થાનસે ઉઠાકર તેરે સામને રખને કી પહલી શુભ ચાલ ચલી. જીસમે તુ ફસ ગયા..!
હા, વો ચાબીયાં કા ગુચ્છા હાથમે આતે હી મૈને બંધ શાહી કમરે ખોલ દિયે.. ! બડે બડે પંચધાતુ કે ચરુઓ મે રખ્ખી ગઈ કિમતી ચીજે દેખી ઔર મેરા ઈમાન ડગમગાયા થા..!
'સબ તય થા પહલે સે પાદરી સબ તય કરદિયા ગયા થા..!
આજ વો આત્માએ આજાદ હૈ..! ઉનકે તાજ કો ફિર સે હાસિલ કરને ન જાને અભી કિતને લોગો કી જાને જાયેગી..!"
ઓહ.. વહી તાજ જો મૈને સબસે પહલે ચૂરાયે થે..!
"વહી..! દોનો તાજ..!"
માય ગોડ.. વો તો લ્યૂસી મેડમને અપની ગેંગ કે કમાન્ડર કો સોંપ દિયે હૈ..!"
તપસ્વીના ચહેરા પર સ્થિરતા હતી..!
"હમ ઉન્હે નહી બચા સકતે.. ક્યોકી જબતક મેરે પાસ આકર કોઈ અબની રક્ષા કી બીનતી નહી કરતા મૈ, ઉનકી રક્ષા હરગિજ નહી કર સકતા. મેરી શક્તિ કે ખિલાફ બાત હૈ વો..!"
"તો અબ ક્યા હોગા બાબા..?"
જો હોના થા વો હો ગયા અબ તો સિર્ફ મૌત કી પરંપરા બાકી હૈ..!
"મૈ અપની જાન બચાના ચાહતા હું..!"
પીટરે ભીતરે છૂપો ફફડાટ અનૂભવ્યો.
"એક ઉપાય હૈ..! બાબાએ પીટરને ધરપત બંધાવતાં કહ્યુ.
"તુ જે ફિરસે ઉસ મનહૂસ હવેલી મે જાના પડેગા..!"
હવેલીના નામથી જ પીટર ધ્રૂજી ઉઠ્યો.
"ફીરસે..?" એની આંખો ભયથી ફાટી ગઈ.
"તૂજે અપની જાન બચાને કે લિયે ઈતના તો કરના હી પડેગા..! વરના તેરી મૌત ભી નિશ્ચિત હૈ..!"
"ક્યા કરના હૈ મુજે..? પીટરે ઉત્સુકતા ભરી મીટ બાબા પર માંડી.
વૈસે તો હવેલી મેં કાફી કમરે હૈ..મગર સેન્ટર મે એક બડા ખંડ હૈ જિસકે દ્વાર પર ભૈરવ કા શિલ્પ બના હુવા હૈ..!
હા..! પીટરને યાદ આવી ગયુ એક કમરો મધ્યમાં એવો છે જેમાં ગેટની ઉપર ભૈરવનુ શિલ્પ દિવારમાં લગાવેલ છે.
તૂમ્હે ઉસ ખંડ મેં પ્રવેશ કરકે એક કોને મે પડે તાબુત કો ખોલના હૈ..!
"ક્યા હૈ ઉસ તાબૂત મે..?"
"તાબૂજ મૈ સિંદૂર લગાકર શિયાર સિંગી રખ્ખી ગઈ હૈ..! ઉસે તાબૂત સે ઉઠા લેના હૈ..!
"પર મૈ કેસે પહચાનુંગા ઈસ ચીજ કો..?"
"વો બિલકૂલ કિસી બડે સે મૂર્ગે કે સિર જૈસી હોતી હૈ..!"
"યે લો તાબૂત કી ચાબી..!" એટલું કહીને બાબા સુકાઈ ને કાળી પડી ગયેલી ચામડી વાળો હાથ લાંબો કર્યો.
સ્ટાર આકારની તાબૂતની કી જોઈ પીટરની આંખો ચમકી ઉઠી.
જબ તક વો શિયારશિંગી તેરે પાસ મોજુદ હૈ.. કોઈ તેરા કુછ નહી બીગાડ સકતા..!
જા તેરી મોત તુજસે પહેલે અપને ઈરાદો મે કામયાબ હો જાયે ઉસ સે પહેલે અપની જાન બચાલે.
પીટર બાબા ના ચરણ સ્પર્શ કરી.
મોબાઈલની ટોર્ચલાઇટને મંદિરના દ્વારને ઉજાળતો ભાગ્યો.
ત્યારે એક નોખા જ તેજથી ચમતકૃત થયેલી બાબાની બે આંખો પીટરની પીઠને તાકી રહી હતી.
***********
ગુફામાં જોયેલા બાબા કોણ હતા શું પીટર કોઈ નવી મુસીબતમાં તો નથી સપડાયો ને..?
( ક્રમશ)
જિંદગીમાં મુશ્કેલીઓ સામે એકલી ઝઝૂમતી સ્ત્રીની આંસુભરી દાસ્તાન વાંચો હિન્દી સ્ટોરી દાસ્તાન માં