Bade Papa - 4 in Gujarati Fiction Stories by Ramesh Desai books and stories PDF | બડે પાપા - 4

Featured Books
Categories
Share

બડે પાપા - 4

 
અવનિ સત્યમની  ખબર કાઢવા નહોતી અાવી . તે 
  વાતનો તેને ખૂબ જ અફસોસ થતો હતો.    
નાજુક સ્વભાવ એક ઘાતક બીમારી છે . માનવી જિંદગીભર તેની અાગમાં બળતો રહે છે ! 
  તે સમયે તેને કોઈ સમજનાર ન હોય તો ? તેના મનને કદી શાંતિ   મળતી નથી . 

ડો કારીન હાઈનના કથનનું જીવતું જાગતું ઉદાહરણ સત્યમ હતો . ગીતા બહેન પણ તે જ કક્ષામાં ફીટ થતા હતા .

એક વાર કોઈ વાત પર મા દીકરા વચ્ચે ખટપટ થઈ હતી . ગીતા બહેન નાના છોકરાની માફક રિસાઈને બપોરના  બાર વાગ્યે જ કયાંક ચાલી ગયા હતા .! સત્યમ અાખો દિવસ ઘરમાં એકલો જ
 હતો . તેના પિતા છેક અાઠ વાગે ઓફિસેથી ઘરે અાવ્યા હતા ! પોતાની પત્નીને ઘરમાં ન જોતા તેમણે પૂછપરછ કરી હતી અને સત્યમે બધી જ વાત  કરી દીધી હતી ! 

તેઓ કયાં ગયા હતા ?  સત્યમ અા વાત જાણતો હતો ! તેના કહેવાથી તેના પિતા તેને માસીને ઘરે લઈ ગયા હતા તેની માસીએ પણ તેનાં  પિતા સમક્ષ  તેની વિરુદ્ધ ફરિયાદ  કરવા  માંડી . તે જોઈ ગીતા   બહેન  પોતાની  બહેનનો સાથ મળતા જોશમાં  આવી  ગયા .  તેમણે પણ સત્યમ  અવિશે  પોતાના  પતિ આગળ  રોદણા રડવા માંડ્યા 
  . તેથી સત્યમને અચરજની  લાગણી નીપજી .તેણે પિતાને ભોળા  ભાવે  અરજ કરી . 
 ' પપ્પા ! તમે મને ખીજાશો  
  નહીં ,  મારશો નહીં ત્યાં  સુધી  આ લોકોને ટાઢક નહીં વળે. 
પુત્રની  વાત સુણી તેનાં પિતાજી  છક્ક થઈ ગયા . આટલા નાનકડા  છોકરાને આવી રીતે વાત  કરતો નિહાળી તેઓ . બધું  જ  સમજી ગયા . દોષ કોનો  હતો ? તેઓ પોતાની પત્નીનો  સ્વભાવ  જાણતા   હતા . તેઓ  પોતાની કોખનું સંતાન ચાહતા હતા .  . પણ  નસીબે તેનું આ સુખ છીનવી લીધું  હતું . હકીકત માં તેની બહેને  જ ગંદુ રાજકારણ રચી કોઈ ગમ્ભીર બીમારીનો હાવ  ઊભો  કરી તેમનું  ગર્ભાશય કઢાવી નાખ્યું  હતું . ખુદના સંતાનની  ચાહતે ગીતા  બહેનને ચિઢિયાપણુ બક્ષ્યું હ
તું .ઓ નાની  નાની વાતોમાં સાવ બાળક  જેવો . વ્યવહાર  કરતા હતા  

સત્યમ અત્યંત શાંત સ્વભાવ ધરાવતો હતો . તેનું બૂરું  ચાહનાર,   પરેશાન  કરનાર લોકોને  પણ  કંઈ  કહેતો  નહોતો  હતો .તેની પાછળ  તેનું સંવેદનશીલ   નાજુક દિલ જવાબદાર  હતું .l 

એક  જ્યોતિષિએ તેના  વિશે આગાહી કરી હતી .

' તમે અત્યંત શાંત છો . કોઈને માટે ઘસાતું બોલતા નથી  .બધું જ  પોતાના  પર લેવાની  ,  બધું  સહન કરી  જવાની  ક્ષમતા  ધરાવો છો . પણ એક વાર ખોપરી સનકી  જતા ભગવાનને પણ નહી ગણકારો . આ વાત સત્યમ  માટે સોળે આની સાચી નીવડી હતી .
ગુસ્સો આવતા  સત્યમ બધાનો બાપ બની જતો હતો  .
ગુસ્સો માનવીનો  સૌથી કટ્ટર દુશ્મન છે . સત્યમ આ વાત જાણતો હતો . છતાં પણ તે ગુસ્સા પર કાબૂ  રાખી  શકતો નહોતો .
એક વિધ્વાન ની વાત વારમવાર તેના દિમાગ પર  દસ્તક દેતી હતી .
' શબ્દમાં ઘણી બધી તાકત હોય છે . તીખા ઝેરીલા , ઝેરીલા શબ્દ માનવીને બીમાર , કમજોર કરી નાખે છે   પૂરી તાકાત  છિનવી લે છે  .
એક ઘટના આજે પણ તેની આંખો સામે નર્તન કરી રહી હતી  .
તે દિવસોમાં ઉનાળાની છુટ્ટીમાં આઠમા ધોરણની પરીક્ષા  આપીને  સત્યમ માતા પિતા સાથે  ફોઈના ઘરે જામનગર ગયો હતો . ત્યાંનું સ્મશાન  ગ્રુહની મુલાકાત લઈ બધા બસમાં ઘરે પાછા ફરી રહ્યા હતા . તેની સાથે  માત પિતા ,  ભાવિકા ઉપરાંત તેના બે ફૈબા  પણ  સાથે હતા  .બસમાં ભીડ ઘણી હતી  પગ રાખવાની પણ જગ્યા નહોતી .બધા સાંકડે માંકડે ગમે તેમ  ઉભા હતા ..સત્યમના  પિતાજી દરવાજા બાજુની છ સીટ વાળી બેઠકમાં  આગળ ઉભા હતા .ઉબડખાબડ રસ્તા પર બસ ખુબજ  ઝટકા ખાઈ રહી હતી  .જેને કારણે સંતુલન જાળવવું અત્યંત મુશ્કેલ પ્રતીત થઈ રહ્યું હતું .
વચ્ચોવચ ગાય ભેંસોનું ધણ આવી ગયું હતું જેને  કારણે ડ્રાઈવરને  .સંકટ કાલીન  બ્રેક મારવી પડી હતી . બસ એક જોરદાર ઝટકા  સાથે ઊભી  રહી ગઈ તો ખરી . પણ સત્યમના પિતાજી સંતુલન ખોઈ બેઠા . પરિણામે તેમનો પગ પાછળ બેઠેલી રબારણ બાઈના પગ પર પડી ગયો . આ એક મહજ અકસ્માત હતો  . તે વાતને અવગણી તે બાઈ નાહક સત્યમના પિતાજી પર વરસી  પડી  .તે ગાળાગાળી પર ઊતરી આવી  .
તેનો વ્યવહાર અસહ્ય બની જતાં મીના ફૈબાએ તેને સમજાવવાની કોશિશ કરી .. પણ તે કોઈ વાત માનવા  સમજવા તૈયાર નહોતી. તેની જીભ સતત ઝેર ઓકી રહી હતી . તે જોઈ મીના ફૈબા પણ ભડકી ગયા . તેમણે બાઈને ખખડાવી નાખી  ..' જૈસે કો તૈસે '  વાળો રસ્તો અપનાવ્યો . વાત વણસી રહી હતી .અધૂરામાં પૂરું એક અન્ય શખ્સ '  માન ન માન મૈં તેરા મેહમાન બની વચમાં કૂદી પડ્યો  . 

 '  તમે લોકો બધા ભેગા થઈને એક અટૂલી બાઈ પર  દાદાગીરી  શીદ  કરો  છો ?
વાત વિના કારણ વણસી રહી હતી . આ હાલતમાં સત્યમે શાંતિથી તે શખ્સને સમજાવતા કહ્યું .
'  આમાં દાદાગીરીનો કોઈ સવાલ જ નથી 
 . આ મહજ  એક અકસ્માત છે . ઉબડખાબડ રસ્તા પર બસ સતત આંચકા ખાઈ રહી છે . ગાય ભેંસોને બચાવવા ડ્રાઈવરને ઓચિંતી બ્રેક મારવી પડી છે . '
તે સુણી તેની પાછળ ઊભેલા બીજા માણસે સીધી જ સત્યમની બોચી પકડી લીધી . વાત આટલી હદ સુધી વકરી જશે તેની સત્યમને  પણ કોઈ ભનક આવી નહોતી . તેની બોચી પકડતા સત્યમનું લોહી ઊકળી  ગયું . તેણે એ માણસ પર વળતો પ્રહાર કરતા તેના પેટ પર લાત  ઝીંકી દીધી . અને  અને  પેલા માણસે સીધું ચાકુ કાઢ્યું .
એક નાની અમથી વાતે વાતવરણમાં ખોફ પેદા કરી દીધો હતો  .. તે જોઈ પેલી બાઈમાં  જાણે ભગવાન વસ્યા . .શાયદ તેને  પોતાની ભૂલનો એહસાસ થઈ ગયો  હતો .. તેણે  જ પેલા માણસને મજબૂત રીતે પકડી લીધો અને વાત અહીં જ અટકી ગઈ  .
જામનગરમાં રોજબરોજ હિંસા , મારામારી અને ખૂંખાર જંગ ખેલાતા રહેતા હતા . તેણે લક્ષમાં  રાખી  ડ્રાઈવરે બસ ઊભી રાખી દઈ બધાને નીચે   ઉતારી દીધા  . 
સત્યમને ખુદ ખબર નહોતી તેને આટલો બધો ગુસ્સો કઈ રીતે આવી ગયો  ? તેનામાં  આટલી બધી તાકાત ક્યાંથી આવી ગઈ ? પણ  એક વાત  હતી  . આ ઘટનાએ તેની ઈશ્વર પ્રત્યેની આસ્થામાં  અનેક ઘણો વધારો કરી દીધો હતો .રામ રાખે તેને કોણ ચાખે આ વાતનો તેને પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો . 
બીજે દિવસે એક ગોઝારા સમાચારે જામનગરના લોકોને હચમચાવી દીધા . પેલા  શખ્સે ગુસ્સાના આવેગમાં પોતાના મોટા ભાઈને મોતના ઘાટ ઉતારી દીધો હતો . આ વાત જાણીને સત્યમના દિમાગમાં એક અજાણ્યો ભય ઘર કરી ગયો  .ઘરના  લોકોએ પણ  તેને ખુબજ ટોક્યો હતો . ઠપકો આપ્યો હતો ..આને લઈને તેનો ભય પણ  બમણો કરી નાખ્યો હતો . તેણે હોંશમાં નહીં પણ જોશમાં આ હરકત કરી હતી .પણ  એક વાત ફલિત થતી હતી . ભગવાનની પણ  તેના માટે મંજૂરી આપી હતી  તે બદલ  તેણે ભગવાનનો પાડ માન્યો હતો .
ગુસ્સો ઘણોજ ઘાતક હોય છે .
સમય વીતવાની સાથે સત્યમને પોતાની નબળાઈ સમજાઈ  ગઈ  .છતાં પણ તે પોતાના  ગુસ્સા પર કાબૂ રાખવામાં અસફળ રહ્યો હતો . 

બીમારગ્રસ્ત હાલતમાં કમ સે કમ સત્યમને પથારી પકડવી પડી હતી . તે દરમિયાન અતીતની યાદો તેને સતત પરેશાન કરી રહી હતી  .
સત્યમ ભણવામાં ખુબજ નબળો હતો છતાં તે દર વર્ષે પાસ થઈ જતો હતો . આ એક જ  તેને માટે મસમોટું આશ્વાસન હતું . આગળ  વધવા માટે પ્રેરક બળ  હતું . 
એસ એસ સી માં તેને પાસિંગ માર્ક્સ આવ્યા હતા . આગળ શું કરવું ? તેની સત્યમને જાણ નહોતી .અન્ય મિત્રોને પગલે તેણે આર્ટ્સમાં એડમિશન લીધું હતું. ત્યાર બાદ સત્યમમાં  ઘણોજ બદલાવ આવી ગયો હતો ..
નવા મિત્રો પણ મળ્યાં હતા .
અવનિ બાદ તેની જિંદગીમાં ઘણો સમય કોઈ છોકરીનો  પ્રવેશ થયો નહોતો .અવનિ સાથેના અનુભવને કારણે તેને હર એક છોકરીને બહેન માનવાની આદત પડી ગઈ હતી .
છતાં તેણે મનોમન વારાફરતી બે ત્રણ છોકરીઓ પ્રત્યે આકર્ષણ અનુભવ્યું હતું .પણ શરમ અને ભયને કારણે તે કદી આગળ વધી શક્યો નહોતો . બે ત્રણ છોકરી સાથે વાતચીતનો સમ્બંધ  બંધાયો હતો . આ કેવળ ઔપચારિક ઓળખાણ પરિચયનો પ્રકાર હતો . તેના સિવાય એક અન્ય છોકરી આરતી તેના પરિચયમાં આવી હતી . જેને માટે તેના દિલમાં પ્રેમની  લાગણી જાગી હતી . તે અલાવા એક અન્ય છોકરી તેનાં પરિચય માં  આવી હતી . તેનાં  દિલમાં સત્યમ વિશે  કોઈ વિશેષ છાપ હતી . તે સત્યમનું એક સ્કૉલર તરીકે સન્માન કરતી હતી . સત્યમ  પણ તેને સન્માનતો હતો .તેનું નામ પ્રિયંકા હતું .પહેલી છોકરી જે આરતી ને સત્યમ મનોમન ચાહવા લાગ્યો હતો . તેનો મંગેતર સ્કૂટર અકસ્માતમાં મ્રુત્યુ પામ્યો હતો . તેના અવસાનનો સત્યમને ભારે ઝટકો લાગ્યો હતો .તે સ્ટૂડેંટ વેલફેર અસોસિયેશનનો અધ્યક્ષ હતો .સત્યમ તે છોકરીને સાંત્વન દેવા માંગતો હતો .પણ તેની સાથે સત્યમની કોઈ વાત થઈ નહોતી ..તે સત્યમને ઓળખતી પણ નહોતી . આ કારણે તે કંઈ જ  કરી શક્યો નહોતો . 
ત્યાર બાદ તેના ક્લાસમાં ભણતી સ્નેહા દેસાઈમાં  તેનું દિલ લાગી ગયું હતું . બંને ક્લાસમાં આગળ પાછળ બેસતા હતા . બંન્નેના રોલ નંબર પણ આગળ પાછળ હતાં .સત્યમનો રોલ નંબર 27 હતો અને સ્નેહાનો 28 . બંને વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ નહોતી . બસ પરીક્ષા ટાણે એક વાર તેણે સ્નેહાને જવાબ લખવામાં મદદ કરી હતી  . તે બદલ તેણે સત્યમનો આભાર માન્યો હતો . કૉલેજનું પ્રથમ વર્ષ પૂરું થઈ ગયું અને સત્યમ હંમેશની માફક પાસ થઈ ગયો  .

કૉલેજના બીજા વર્ષે તેના ગ્રૂપના મિત્ર ભિખેશની બહેન રંજિતાના પરિચયમાં આવ્યો હતો . તે પણ ન  જાણે કેમ પ્રિયંકાની માફક તેને સ્કૉલર કહીને સન્માન આપતી હતી  . ગમે તે હોય  પણ આ વાત તેને માટે પ્રેરણારૂપ સાબિત થઈ હતી . તે જિન્દગીમાં  પહેલી વાર અને તે પણ અઘરા ગણાતાં વર્ષમાં સેકેંડ ક્લાસમાં પાસ થયો હતો  . તે જોઈ ભિખેશ બળીને ખાખ થઈ ગયો હતો .રંજિતાની સગાઈ થઈ ગઈ હતી છતાં તેના દિલમાં પ્રણયના અંકુર ફૂટ્યાં હતા પણ તેણે બહુ જલ્દી ભિખેશને સચ્ચાઈ બયાન કરી રંજિતા પાસે રાખડી બંધાવી પોતાના પ્રેમનું વહેણ પલટી નાખ્યું હતું ! 
રંજિતાથી અલગ થતાં પહેલાં સત્યમે રંજિતાને તેના મંગેતર સાથે ઘર આવવાનું .આમંત્રણ આપ્યું હતું . રંજીતાએ  તેનો અસ્વીકાર કરતા કહ્યું હતું  .
'  લગ્ન પહેલાં અમે કોઈના ઘરે ન જઈ શકીએ . ' 
ભિખેશ તેના બનેવીને લઈ સત્યમના ઘરે ગયો હતો . સત્યમે બંન્નેની આગતા સ્વાગતા કરી હતી .તેમની વિદાય ટાણે તેણે અપીલ કરી હતી  .
'  આ નાચીજને ન ભૂલશો ! ' 
અને તેણે વાયદો પણ કર્યો હતો . તે જ  દિવસોમાંસત્યમની જિંદગીમાં  એક અવનવી વાત બની  હતી  . એક દિવસ લગભગ બપોરના બે વાગ્યાનાં સુમારે સત્યમ તેના મિત્રો સાથે ઘરે જવા માટે બસ સ્ટોપ પર  ઊભો હતો  . દૂરથી 47 નંબરની બસને આવતી જોઈ સત્યમના  મોઢામાંથી અનાયાસ શબ્દો સરી પડ્યા હતા . 
'  47 નંબર આવી ગઈ .

તે જ વખતે કાગનું બેસવું અને ડાળનું પડવા જેવો ઘાટ થયો . તે વખતે એક છોકરી તેની સહિયર તેમજ ભાઈ સાથે બસ સ્ટોપ પર ઊભી હતી જેનો રોલ નંબર 47 હતો .સત્યમે આ i
અગાઉ તેને કદી જોઈ પણ નહોતી . તે પોતે ભણતો હતો તે કૉલેજની પણ નહોતી . છતાં તેના ભાઈના સવાલે તે સ્તબ્ધ થઈ ગયો  .
'  તમે મારી બહેનની મશ્કરી કેમ કરી? ' 
સત્યમ કફોડી હાલતમાં મુકાઈ ગયો .તેની પાસે કોઈ જવાબ નહોતો ..આ હાલતમાં તેણે નિર્દોષ હોવા છતાં પણ માફી માંગી પોતાની જાતને બચાવી હતી . અજબની વાત એ હતી કે સત્યમના બધા મિત્રોમાંથી કોઈને પણ તેનો અણસારો સુદ્ધાં આવ્યો નહોતો ..સત્યમે તેમને વાત કરી નહોતી .તેના મિત્રો પણ તેની વાત નહીં માને તેની દહેશત હતી આજ કારણે તેણે ચુપકીદી ધારણ કરી હતી .

સત્યમ ખરેખર નિર્દોષ હતો . તેણે તો એ છોકરીને કયારે જોઈ પણ નહોતી .બંને અલગ કૉલેજમાં ભણતા હતા .  આવા સંજોગોમાં  તેને છોકરીના નંબરની જાણ હોવાની કોઈ સંભાવના નહોતી . આ મહજ એક આકસ્મિક વાત હતી . બાકી તેણે કયારેય કોઈ છોકરીને છેડવાની કે મશ્કરી કરવાની કલ્પના પણ કરી નહોતી  . 

સત્યમ  સદાય દરેક છોકરીને પાવક , પવિત્ર માનીને ચાલતો હતો .તેમની છેડછાડ કે મસ્તી કરવાનો સપનામાં પણ તેણે ખ્યાલ કર્યો નહોતો .
એક વાર તે પોતાના ક્લાસમાં ભણતી છોકરી જોડે રસ્તો પાર કરતા ભટકાઈ ગયો હતો .બંને એકમેકને ઓળખતા હતા .તેમની વચ્ચે વાતચીતનો પણ નાતો હતો  .આ એક મહજ અકસ્માત હતો .છતાં સત્યમે તેની માફી માંગી હતી . પણ તે તો જાણે કંઈ જ ના બન્યું હોય તેમ ખડખડાટ હસતી આગળ વધી ગઈ હતી .
સત્યમ માટે આ વિરલ અનુભવ હતો .
તેને છોકરીઓ વિશે કોઈ જાણકારી નહોતી .
છોકરીઓને પતાવતા છોકરાઑને પણ સત્યમે નિહાળ્યા હતા . જયારે  તે આ મામલામાં બિલકુલ અજાણ અબુધ હતો .આજ કારણે નિશા અને નીલાએ તેને બુદ્ધુ હોવાનો શિરપાવ આપ્યો હતો  .
તેણ સમગ્ર નારી જાત વિશે ઘણું બધું વાંચ્યું હતું .
તે કદી પ્રેમનો એકરાર કરતી નથી .
ઇન્કાર પણ કરતી નથી .
તેની ખામોશી જ તેની અનુમતિ માનવામાં આવે છે .
સત્યમને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો .
તેમની ચિત્રવિચિત્ર હરકતો સત્યમના દિમાગમાં તોફાન જગાડતા હતાં . 
તે કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો . તે દરમિયાન વિધવિધ માધ્યમો થકી તેને નારી જાત વિશે ઘણી માહિતી મળી હતી . નિશા અને નીલા આ મામલામાં તેનાં ગુરુ સાબિત થયા હતા .
તેણે લોકો દ્વારા , વાર્તા તેમજ સિનેમાના માધ્યમ થકી એક તારણ કાઢ્યું હતું  .
પ્રેમની શરૂઆત ભલે છોકરાથી થતી હોય પણ સ્પર્શની , હાથ લગાડવાની પ્રક્રિયા વિશેષતઃ છોકરી તરફથી થતી હોય છે .
તેનાં અનેક દાખલા સત્યમે સગી આંખે નિહાળ્યા હતા . અવનિ ખુદ આ વાતનું ખુલ્લું ઉદાહરણ હતી .  આ વાતનો વિચાર કરતા સત્યમની આંખો સામે  એક દ્રશ્ય ઉભરી આવતું હતું  .
તે એક વાર સત્યમની કેડે હાથ મૂકી તેને કિચનમાં લઈ ગઈ હતી  .
oooooo
જુનિયર બી એ નુ  સત્ર શરૂ થયું હતું .જુલાઇ મહિનો બેસી ગયો હતો વર્ષા રાણી ફૂલ ફોર્મમાં પોતાનું સ્થાન જમાવીને બેસી  ગયા  હતાં . સત્યમના  અનુરોધ પર  તેનાં પિતાજી તેને માટે નવી  છત્રી  લઈ આવ્યા હતા  .
રીશેષ દરમ્યાન સત્યમ પોતાની નવી છત્રી બેંચની પાછળ લટકાવી મિત્રો  સાથે  કૉલેજ કેન્ટીનમાં ગયો હતો  .ચાય નાશ્તા પછી ક્લાસમાંપાછો ફર્યો ત્યારે ? તેની નવી છત્રી તેની જગ્યા પર નહોતી . તે જોઈ સત્યમના  હોંશ ઊડી ગયા . તેનાં મોઢામાંથી શબ્દો સરી પડ્યાં .

' ઓહ ગોડ મારી છત્રી ક્યાં ગઈ ? '
છત્રી ખોવાઈ જવાના ખ્યાલ માત્રથી સત્યમ ઉદાસ થઈ ગયો .
તે જ વખતે એક કોયલ જેવો મીઠો અવાજ તેનાં કર્ણપટે અથડાયો .
' આ છત્રી તમારી છે ? '
તેની આગલી બેંચ પર બેઠેલી છોકરી તેને સવાલ કરી રહી હતી .તેનાં હાથમાં પોતાની છત્રી નિહાળી સત્યમે રાહતનો શ્વાસ લેતા કહ્યું .
.યસ ! મેડમ તે છત્રી મારી છે . ' .તેવું કહી છત્રી પોતાના કબજે કરતા તેનો આભાર માની છત્રી પોતાની બેંચ પાછળ  ટાંગી દીધી .

તે છોકરી સાથે સત્યમની આ પહેલી જ મુલાકાત હતી . તેને જોઈ એક જ નજરમાં સત્યમના હૈયે પ્રણયના અંકુર ફૂટવા લાગ્યા હતા .તે જ વખતે તેણે  મનમાં ગાંઠ વાળી દીધી હતી .
 
'  આ વખતે . હું પાછો નહીં પડું !
તેને તો છોકરીના નામની જાણ સુદ્ધાં નહોતી .સત્યમ તેનું નામ જાણવા સતત આતુર હતો .પણ તે સંકોચ અનુભવી રહ્યો હતો .પ્રેમના મામલે તે ફિલ્મ '  ચલતી કા નામ ગાડી '  નો અનૂપ કુમાર સાબિત થઈ રહ્યો હતો . તેને છોકરી સાથે વાત કરતા ડર  લાગી રહ્યો હતો. શેક્સપિયર કહી ગયાં છે .
' નામમાં શું રાખ્યું છે ? '
છતાં પણ વ્યવહારિક જગતમાં ડગલેને પગલે નામની જરૂર પડેછે ..લોકો ઘણી આસાનીથી એકમેકના નામ જાણી લેતા હોય છે , પણ સત્યમ આ મામલે બિલકુલ અલગ હતો .તેણે નામ નામ જાણવા માટે લામ્બો 
રસ્તો અપનાવ્યો હતો .

'  એક્સ ક્યૂજ મી !  ' 
' યસ પ્લીજ઼ !  હું તમારી શી મદદ કરી શકું ? '
' તમે બધા સબ્જેક્ટસની નોટ્સ લખો છો ? '

' બધાંની તો નથી લખતી પણ ફિલોસોફી નિયમિત પણે લખું છું .' ધેટ્સ ગ્રેટ ! હૂઁ પણ તેનાં પર આવી રહ્યો હતો .લાગે છે આ તમારો મનપસંદ સબ્જેક્ટ છે ? '
'  બિલકુલ ! ' 
' વાહ આ તો ઘણી સારી વાત કહેવાય . આપણા બંનેની   ચોઈસ કૉમન છે . ફિલૉસોફી મારો મનગમતો સબ્જેક્ટ નહીં પણ મારું  obsession છે . .
'  આ તો ઘણી સારી વાત કહેવાય . મને તમારા નો નોલેજનો લાભ મળશે . ' 
'  હું તમારે કોઈ કામ આવ્યો તો મારું સદભાગ્ય ગણાશે .' 
બે દિવસ બાદ તેણે સામે ચાલીને પોતાની નોટ બુક સત્યમના  હાથમાં થમાવી દીધી હતી  .
સત્યમને નોટ બુકમાં કોઈ દિલચસ્પી નહોતી . તે તો બસ તેનું નામ જાણવા માંગતો હતો .આ જા કારણે તેણે સ્ટંટનો આશરો લીધો હતો  .
' પ્રેમ અને યુદ્ધમાં બધું જ માફ હોય છે .' 
સત્યમે પોતાની ચોરી છુપાવવા એક નજર નોટ બુક પર દોડાવી લીધી .
' ગરિમા દેસાઈ !  ' 
આ પણ એક જોગાનુજોગ હતો  .
શાળામાં તે એક વાત શીખ્યો હતો .
' હું ભારત દેશનો નાગરિક છું . મને ભારતીય હોવાનું ગર્વ થાય છે .' 
તેની આ વાત સુણી તેનાં પિતાજી ખૂબજ પ્રભાવિત થયા હતા..તેમણે દીકરાના નામ સાથે દેસાઈની  જગ્યાએ ભારતીય નામ જોડી દીધું હતું . તે પોતાની જાતને સત્યમ  ભારતીય તરીકે ઓળખાવતો હતો 
 oooooo