Kaash, Mobile na hota - 3 in Gujarati Moral Stories by Ashq Reshammiya books and stories PDF | કાશ, મોબાઈલ ન હોત! ૩

Featured Books
Categories
Share

કાશ, મોબાઈલ ન હોત! ૩

           કાશ, મોબાઈલ ન હોત! ૩

       પ્રવાસ એટલે કુદરતમાં મન મૂકીને નહાવાનો સુંદર લ્હાવો. પ્રવાસ માનવમનને આહલાદકતાથી નવરાવી મૂકતો અણમોલ અવસર છે. પ્રવાસની બસ ઉપડવાના આગલા દિવસની વાસંતી સવારે અંજલિએ રૂપિયા દશ હજારની કડકડતી નોટોની થપ્પી અવિનાશના હાથમાં સોંપી દીધી. આ જોઈ અવિનાશની આંખો આકળવિકળ થવા લાગી. એ સાવ બાઘા જેવો બનીને અંજલી ને તાકી રહ્યો. એ એટલા માટે કે અવિનાશના હાથોએ આજ દિન સુધી દશહજાલના બંડલને સ્પર્શ નહોતો કર્યો. અવિનાશે પોતાના  તરફની અંજલીની લાગણીને સદાય સ્વીકારી લીધી પરંતુ એ રૂપિયાની સ્વીકારવા તૈયાર નહોતો જ. આખરે અંજલીના પ્રેમાળ આગ્રહને કારણે પાછા આપવાની શરતે એણે એ રૂપિયા ગજવે કરીને કોલેજમાં ભર્યા.
 પ્રવાસ પૂરો થયો. કોલેજો પૂરી થઈ. તાલીમ પૂરી થઈ, ને પછી એક નવી ને જિંદગીની શુભ શરૂઆત થઈ. કિન્તુ બિચારો અવિનાશે આજ લગી અંજલિના એ અપ્રતિમ પ્રેમને ભૂલી ન શક્યો. અરે ઉપકારની વાત તો ઠીક છે પરંતુ એ દિવસે અંજલીએ આપેલી હૈયાધારણાને એ સહેજે ભૂલી શક્યો નહિ. કારણકે એ વખતની વાતોની વેળાએ અંજલીની આંખોમાંથી એના પ્રત્યે સ્નેહ અને પોતાપણાની લાગણી ઘોડાપૂર બનીને વહી રહી હતી એ અવિનાશે પોતાની સગી આંખે જોઈ હતી. પછી એ ભાઈ કેમ કરીને અંજલિને ભૂલે! પરંતુ આટલા વર્ષો બાદ અચાનક અંજલિમા આવેલા પરિવર્તન વિશે એ ક્યારેય તેણીને પૂછી ન શક્યો અને અવિનાશના હૈયા તરફ ઢળી ગયેલા પોતાના હૈયાની વાત અંજલી પણ કોઈ દિવસ અવિનાશ ને કહી ન શકી. પરંતુ એ દિવસથી અવિનાશ અને અંજલિ બંને એકબીજાના એટલા તો નજીક આવી ગયા હતા કે આખી બી.એડ કોલેજમાં એમના વિશે જાતજાતની વાતો થવા લાગી હતી. જેનાથી એ બન્ને તદ્દન અજાણ હતા.
 અંજલી અગ્રવાલ દેખાવે ગુલમહોર જેવી અને સ્વભાવે ગુલાબના ફૂલ જેવી પ્રેમાળ હતી. એની કામણગારી કાયા જુવાની વટાવી ગયેલા નિવૃત્ત જુવાનિયાઓની વીસપચ્ચીસ વર્ષની ચડતી જવાનીમાં લાવી દે એવી હતી. પરંતુ તેની આ કાયા કોઈ એક સત્યનિષ્ઠ પ્રેમાત્મા માટે નહીં પરંતુ હજારો મેલી આત્માઓ માટે ભટકતી કૂતરીની જેમ રખડતી છોડી મૂકી હતી. પોતાની એક વર્ષની તાલીમ દરમિયાન ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થયો હશે કે જેમાં તેણે શરીરસુખ ન માણ્યું હોય. એ તેનો શોખ કે વ્યસન જે કહો તે બની ગયું હતું. લગ્ન તો નહોતા થયા પરંતુ કુવારી પણ ન કહી શકાય એવી એની કાયા ચાડી ખાઈરહી હતી. રૂપિયા કમાવવાની લાલચ અને શરીર સુખ માણવાની બેવડી ખુશીમાં એ  પોતાની જિંદગી અને જવાની ધૂળ કરી રહી હતી. જ્યારે સમજણ પડી ગઈ છતાંયે આ કાળમુખા વમળમાંથી ઉગરી શકી નહીં. આખરે જે દિવસે તેણે અવિનાશની કારમી ગરીબાઈની દશા અનુભવી તે દિવસથી નક્કી કર્યું કે રૂપિયાની નાહક મોહમાં મારે આ જે બચેલી જવાનીને બરબાદ કરવી નથી. મન મક્કમ કર્યું. નિર્ણય પર અફર કર્યો. કિંતુ આદત કેમ ભુલાય? એ પોતાના ઘરે પલંગમાં પડી હોય તો પણ એના પગ અને મન એ બ્યુટીપાર્લર તરફ  જાય, જ્યાંથી તેને બદનના બદલામાં બ્લેક બ્યુટી બ્લેક મની મળતા હતા. છતાં તેણે પોતાની બુરી આદત પર રોક જમાવી દીધી.
 બ્યુટી પાર્લરના જે કાયમી ગ્રાહક પાસેથી બીજા દિવસે બે નાઈટ વધારે કામ આપવાની શરતે નશ હજાર લઈ આવી હતી એ બીજો દિવસ આવે એ પહેલાં જ અવિનાશની સ્થિતિએ એને આ કાર્ય ન કરવા માટે અટકાવી દીધી હતી. બ્યુટીપાર્લર તો શું પણ એ તરફ જવાના વિચારો ને બાય બાય કરી ગઈ હતી.
 બી.એડ્ ની તાલીમ નો અભ્યાસ પૂર્ણ થઈ ગયો. કિન્તુ અંજલીની  નોકરીનું કોઈ જ ઠેકાણું નહોતું. એક દિવસ જ્યારે તેના અંગત કે અન્ય કોઇ કારણોસર પેલા બ્યુટીપાર્લર ના રસ્તેથી પસાર થઈ રહી હતી તે વેળાએ પેલા ગ્રાહકે એને જોઈ જેની પાસેથી એ રૂપિયા લઈ આવી હતી. સ્ત્રીદેહનો ભૂખ્યો એ પુરૂષવરુ પોતાની ટોળી દ્વારા અંજલીનું અપહરણ કરી ગયો. એ ટોળીએ અંજલીને ચીંથરેહાલ કરીને એના પર ભયંકર બળાત્કાર ગુજારીને એના જ હોશકોશ ઉડાવી દીધા. પછી અંજલી કોના માટે દશ હજાર રૂપિયા લઈ ગઈ હતી એનું નામ અને મોબાઈલ નંબર જાણીને એના પર ફોન કર્યો. એ ફોન અવિનાશને લાગ્યો.  અવિનાશે એ ફોન ઉપાડ્યો. અને ફોન ઉપાડતાની સાથે જ થોડી જ ક્ષણોમાં અંજલિ પર બળાત્કાર કરીને ખૂન કરવાનો આરોપ ઉપાડવો પડ્યો.
 જોકે પંદર વર્ષની જેલની જિંદગીનું અને રૂપિયા પાંચ લાખનું પાણી કરીને એ પાયમાલ રીતે નિર્દોષ જાહેર થયો.
* * *