રોહને રિવોલ્વર શુભમની તરફ તાકી રાખી હતી અને એનો હાથ ટ્રિગર પર હતો..રુહી અત્યારે શુભમ અને રોહનની રિવોલ્વર ની વચ્ચે દીવાલ થઈને ઉભી હતી.રુહી હજુપણ શુભમનો પક્ષ ખેંચી રહી હતી એ જોઈ રોહન પારાવાર ગુસ્સામાં હતો..અને આ ગુસ્સામાં જ એને રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી શુભમને વાગશે કે રુહીને એનો વિચાર કર્યાં વગર રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું.
ગોળી છુટવાનાં લીધે શાંત વાતાવરણમાં એક જોરદાર ધડાકો સંભળાયો..જેનો અવાજ સાંભળી આજુબાજુ વૃક્ષો પર સૂતાં પક્ષીઓ પણ ઉડવા લાગ્યાં.રુહી એ અનાયાસે જ ડરથી પોતાની આંખો મીંચી લીધી.રોહને જોયું તો એની રિવોલ્વરમાંથી છુટેલી ગોળી ન શુભમને વાગી હતી ના રુહી ને..આમ થતાં રોહનને આશ્ચર્ય થયું અને એને બીજી બે ગોળીઓ ઉપરાછપરી ચલાવી દીધી.
પોતે છોડેલી ત્રણેય ગોળીઓ શુભમ ની તરફ જવા નાં બદલે હવામાં જ વચ્ચે સ્થિર થઈ ગઈ અને પછી નીચે જમીન પર પડી ગઈ.આ બધું દ્રશ્ય રુહી,રોહન અને શુભમ ફાટી આંખે જોઈ રહ્યાં હતાં.આ બધું કેમ થઈ રહ્યું હતું અને કોણ કરી રહ્યું હતું એ એમાંથી કોઈને સમજાઈ નહોતું રહ્યું.
અચાનક ગોળીઓ જે જગ્યાએ સ્થિર થઈ હતી ત્યાં એક માનવાકૃતિ પ્રગટ થઈ..એને પોતાનાં હાથ ને ગોળીઓની દિશા તરફ કરી એમને હવામાં જ અટકાવી દીધી હોવાનું લાગી રહ્યું હતું.એ માનવાકૃતિ એક યુવતી ની હતી જેને જોતાં જ શુભમ આનંદ નાં અતિરેક માં બોલી ઉઠ્યો.
"નીલમ.."
રોહન અને રુહી પણ ત્યાં હાજર યુવતીનો ચહેરો જોઈને વિચારમાં પડી ગયાં હતાં..જો નીલમ મૃત પામી હતી તો ત્યાં જે હાજર હતી એ યુવતી એનાં જેવી કેમ દેખાઈ રહી હતી એ એ બધાં માટે આશ્ચર્ય નો વિષય હતો.
"રોહન..તે અને મારાં મિત્રોએ મને તો મોત ને હવાલે કરી દીધી અને એનાં સબુત પણ મિટાવી દીધાં.. આજે મારાં ભાઈ શુભમે એક સગાં ભાઈ કરતાં પણ વધુ સ્નેહ અને બહેન તરફની ફરજ બજાવીને મારાં દરેક હત્યારા ને મોત ને હવાલે કરી દીધાં.."નીલમ નો પડઘાતો અવાજ લોકોનાં કાને પડ્યો.
"નીલમ..પણ તું અહીં કઈ રીતે..??એનો મતલબ તારી આત્મા ને સદગતિ પ્રાપ્ત નથી થઈ લાગતી.."શુભમ નીલમ ની નજીક જઈને બોલ્યો.
"હા ભાઈ..મારાં અમુક સપના હતાં જે પૂરાં નહોતાં થઈ શક્યાં.હું ભણી ગણી પપ્પા ની ફર્મ ને એક અલગ ઊંચાઈએ પહોંચાડવા માંગતી હતી..પણ એ રાતે મારી ભૂલ થઈ અને એ પાર્ટી માં મળેલાં આ લોકો પર વિશ્વાસ કરી દીધો.એ રાતે કોમલ નાં કહેવાથી હું ક્લબ હાઉસ માં ગઈ જ્યાં રોબિન,જેડી અને રોહને મારી સાથે આવીને જબરજસ્તી નો પ્રયાસ કર્યો..હું થોડી નશામાં ભલે હતી પણ મને મારી ઈજ્જત વ્હાલી હતી."
"મેં એ લોકોને તાબે થવાનો ઈન્કાર કરતાં મદદ માટે ચીસાચીસ કરવાની શરૂ કરી..મારી બુમાબૂમથી ડરીને એ બધાં એ મારું હળબળી માં ગળું દબાવતાં મારો શ્વાસ ત્યાં જ રૂંધાઇ ગયો..મારુ મૃત્યુ થઈ ગયું હતું એ જોઈને એ બધાં ખૂબ ગભરાઈ ગયાં અને પછી મેઘા અને પૂજાની મદદ લઈને એમને મારી મોત ને અકસ્માત પુરવાર કરી..મેઘા,પૂજા અને કોમલ એક સ્ત્રી હોવાં છતાં એમને પણ આ લોકોનો અપરાધ છુપાવવામાં મદદ કરી."
"બધાં એ મારુ મૃત્યુ આકસ્મિક છે એમ સમજી લીધું અને મારી આત્મા અહીંતહીં ભટકવા લાગી..મારી રૂહ પવિત્ર હોવાથી હું કોઈની હત્યા કરી શકું એમ નહોતી.એટલે એ લોકો એમની જીંદગી માં મશગુલ થઈ ગયાં..શુભમ ભાઈ જ્યારથી આવ્યાં ત્યારથી મારી મોત પર એમને શંકા જતાં એમને પોતાની રીતે તપાસ શરૂ કરી અને અંતે એમને મારી મોત જોડે જોડાયેલું સત્ય જાણી લીધું."
"તમે લોકો જ્યારથી આ આઈલેન્ડ પર આવ્યાં ત્યારથી હું તમારાં લોકો ની જોડે જ હતી..રોબિન ની લાશ નું બહાર આવવું,કોમલ નું કાર ની સાથે સળગી જવું,દામુ ને ડરાવીને અહીંથી ભાગવા મજબુર કરવો,રોબિન ની કપાયેલી ગરદન મેઘા નાં રૂમમાંથી મળવી અને મેઘા ની સાથે અજીબોગરીબ ઘટના બનવી તથા તમારાં લોકોનાં ત્યાંથી નીકળ્યાં બાદ હવેલીમાં લાગેલી આગ આ બધી વસ્તુઓ પાછળ હું જ હતી.."
"શુભમ ભાઈ હવે તમે આ રોહનને પણ એનાં સહી અંજામ સુધી પહોંચાડી દો એટલે મારી આત્મા સદગતિ પામે."શુભમની તરફ જોતાં નીલમ બોલી.
નીલમ દ્વારા બધી હકીકત જાણ્યાં બાદ રુહી ને શુભમ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ કંઈક અંશે યોગ્ય લાગવા લાગી હતી..એનાં દિલમાં હવે શુભમ માટે કોઈ પણ જાતની નફરત નહોતી.એ સિવાય હવેલીમાં જે કંઈપણ રહસ્યમયી ઘટનાઓ બની હતી એની પણ સમજણ બધાં ને પડી ગઈ હતી.
"નીલમ..હું આ રોહનને એનાં પાપ ની સજા આપીને જ રહીશ.."આટલું કહી શુભમ નીલમની પાછળથી નીકળી રોહનની તરફ અગ્રેસર થયો..આ દરમિયાન રુહી પણ નીલમની જોડે આવીને ઉભી રહી ગઈ.
ત્યાં ઘટિત ઘટનાઓ બાદ આમ નીલમની આત્મા ને જોતાં જ રોહન ફફડી ગયો હતો..એ શુભમ પર ગોળી ચલાવવા જતો હતો પણ એનો હાથ ધ્રુજી રહ્યો હતો..ટ્રિગર પર હાથ દબાવવાની કોશિશ એની સફળ નહોતી થઈ રહી.
રોહન કંઈ કરે એ પહેલાં શુભમે એનાં પેટમાં આવીને માથું અથડાવ્યું જેથી એ નીચે જમીન પર પડી ગયો..રોહન અને શુભમ વચ્ચે ત્યારબાદ લાંબો સમય સુધી હાથપેચ ચાલ્યાં.. લડતાં લડતાં રોહનનાં હાથમાંથી રિવોલ્વર પણ પડી ગઈ હતી.
શુભમનાં એકપછી એક થતાં જોરદાર ઘા ને લીધે રોહનની હાલત પાતળી થઈ ચૂકી હતી..એની આંખે અંધારા આવી ગયાં હતાં.અચાનક રોહનનાં હાથમાં શુભમ નું મીટ કટર આવી ગયું જેનો વાર એને શુભમ પર કરતાં શુભમ નાં છાતી પર એક ચિરો પડી ગયો..ઉપર જેકેટ હોવાથી વધુ તો ના વાગ્યું પણ શુભમ થોડો પાછો જરૂર પડી ગયો.બાજી હવે રોહનનાં હાથમાં હતી.
રોહન બીજો ઘા કરવા શુભમ તરફ આગળ વધ્યો ત્યાં એક જોરદાર ધડાકો થયો અને રોહન એ સાથે જમીન પર પછડાયો અને ગણતરી નાં બે-ત્રણ શ્વાસ લઈને એ મોતને ભેટ્યો.અવાજ ની દિશામાં શુભમે જોયું તો રુહી હાથમાં રિવોલ્વર લઈને મોજુદ હતી.આ રોહનની જ રિવોલ્વર હતી જે રુહીએ તક મળતાં ઉપાડી લીધી હતી.શુભમનાં જીવ તરફ આવતું સંકટ જોઈને રુહી એ અનાયાસે જ ટ્રિગર પર આંગળી રાખી દીધી અને રોહન તરફ ફાયર કરી એને પૂરો કરી દીધો.
શુભમે જઈને રુહીને ગળે લગાવી લીધી..બંને અમુક સમય સુધી આમ જ એકબીજાની બાહોમાં સમાયેલાં રહ્યાં. ત્યારબાદ બંને નીલમની પાસે આવ્યાં.
"શુભમ,તું મારો સગો ભાઈ નહોતો પણ એક સગાં ભાઈથી પણ વધુ પ્રેમ અને સ્નેહ તારાં તરફથી મને મળ્યો..મારી મોત નો બદલો લેવા તે પોતાનો જીવ જોખમમાં મુક્યો જે દર્શાવે છે અમુક સંબંધ ભલે લોહીનાં ના હોય છતાં લોહીનાં સંબંધ કરતાં વધુ મૂલ્યવાન હોય છે.."નીલમ શુભમ તરફ જોતાં બોલી.
"પણ લાડકી..તારાં વગર અંકલ આંટી બહુ દુઃખી છે.."શુભમ રડમસ સ્વરે બોલ્યો.
"હા ભાઈ મને ખબર છે..પણ હું હવે કંઈ કરી શકું એમ નથી.મને વિશ્વાસ છે કે તું સગા દીકરાની માફક એમની સેવા કરીશ..અને રુહી પણ એમાં ખભેથી ખભો મિલાવી તારો સાથ આપશે."શુભમ અને રુહી તરફ જોઈને નીલમ બોલી.
"હા એ હવે મારાં મમ્મી પપ્પા જ છે.."શુભમ બોલ્યો.
ત્યારબાદ થોડી ઘણી વાતો કર્યા બાદ નીલમે કહ્યું એનાં જવાનો સમય આવી ગયો છે અને એ સાથે જ એક દિવ્ય પ્રકાશ પુંજ પેદા થયો અને નીલમની આત્મા એક તીવ્ર રોશની સાથે હવામાં વિલીન થઈ ગઈ.
સવાર થતાં ની સાથે રુહી અને શુભમ એકબીજાનાં સથવારે દરિયાકિનારે પહોંચી ગયાં..થોડીવારમાં અન્ના પોતાનું જહાજ લઈને કિનારે આવી પહોંચ્યા.શુભમ અને રુહી ને એ જોઈ આશ્ચર્ય થયું કે દામુ પણ એ જહાજ પર હાજર હતો.
દામુ એ જણાવ્યું કે એ રાતે એની સાથે ભયાનક ઘટના બની અને ડરથી એ હવેલી છોડી ભાગી ગયો..દરિયાકિનારે એક તરાપો બનાવી એ સામા કિનારે પહોંચ્યો.અહીં અન્ના રોહનનાં કહ્યાં મુજબ નિયત સમયે જહાજ લઈને આઈલેન્ડ પર જતાં હતાં તો એમને સઘળી હકીકત જણાવી કે કોઈ રહસ્યમયી કારણોસર બધાં એકપછી એક હવેલીમાં મરી રહ્યાં છે.
શુભમે પણ પોતાની રીતે જેડી,મેઘા અને રોહનની હત્યા પણ કોઈ શૈતાની શક્તિ દ્વારા થઈ હોવાની અને એ તથા રુહી મહાપરાણે પોતાનો જીવ બચાવીને નીકળ્યાં હોવાની વાત જણાવી જે દામુ નાં ટેકાથી અન્ના નાં ગળે ઉતરી ગઈ.
અન્ના એ વધુ પૂછપરછ કર્યાં વિના શુભમ અને રુહીને જહાજમાં બેસાડી લીધાં અને જહાજનું લંગર ડેથઆઈલેન્ડ તરફથી ઉપાડી લીધું અને જહાજને સામી તરફ ચંદનપુરનાં કિનારા તરફ મારી મૂક્યું..!
શુભમ અને રુહી એ દામુ એ કહેલી વાતો અને એનાં ગયાં પછીની વાતો નું યોગ્ય મિશ્રણ બનાવી એક રહસ્યમયી સંજોગો ની વાત ઉભી કરી અને બધાં ને એ જ સંભળાવી.પોલીસ પણ તપાસ અર્થે ડેથ આઈલેન્ડ પર આવેલી હવેલી માં જઈ આવી પણ એમને હાથ કંઈ ના લાગ્યું એટલે એમને રોહન અને અન્ય પાંચ લોકોની હત્યા અને એમનાં મૃતદેહોનાં ગુમ થવાનાં કેસની ફાઇલ ક્લોઝ કરી તપાસ આટોપી લીધી.
રોહન નાં પિતાની કંપની અગ્રવાલ એન્ડ સન્સ દ્વારા પણ ડેથ આઈલેન્ડ પર રિસોર્ટ બનાવવાનો પ્રોજેકટ પડતો મુકાયો અને સરકાર દ્વારા એ ટાપુ હંમેશા માટે સીલ થઈ ગયો..!!
રુહી અને શુભમે આ ઘટનાનાં ચાર મહિના બાદ પરિવારની સહમતિથી લગ્ન પણ કરી લીધાં.. પૂજા જે વાનરરાજનાં પગ નાં આભૂષણ ચોરી લાવી હતી એ પણ શુભમે દામુ મારફતે જંગલી લોકોને પાછા મોકલાવી દીધાં.
★★★★★★★
સમાપ્ત
હોરર લખવાની સાથે સસ્પેન્સ નો મસાલો એડ કરવાનો આ મારો પ્રથમ અનુભવ આ હદે સફળ રહેશે એની આશા નહોતી.મારી આ નોવેલ ને તમારો પ્રેમ અને સુંદર પ્રતિભાવ આપવાં બદલ આપ સર્વે નો ખુબ ખુબ આભાર.ટૂંક સમયમાં આવી જ અન્ય એક હોરર સસ્પેન્સ નોવેલ આવી રહી છે.જેનું નામ શક્યવત Mr.shadow:ભયની દુનિયા હોઈ શકે છે.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ