Pehla pehla pyar hai - 6 in Gujarati Love Stories by Bhargavi Pandya books and stories PDF | પેહલા પેહલા પ્યાર હે!!! 6

Featured Books
Categories
Share

પેહલા પેહલા પ્યાર હે!!! 6

(આગળના ભાગ માં જોયુ કે પાયલ આકાશને એની બધી જ પરેશાનીઓ કહી દે છે.. હવે આગળ)

"હેલો.. હેલ્લો... આકાશ.. તું સાંભળે છે ને?" પાયલ
" હા..પાયલ..તું તો બહુ સ્ટ્રોંગ નિકળી ને..આટલું બધું થઈ ગયું..તારું નામ ખરાબ થયું સમાજ માં..અને તે હજુ સુધી કોઈને કીધું જ નહી કે તારા મન માં શું ચાલે છે.. વાહ યાર..માની ગયો તને..અને હવેથી તું કઈ ચિંતા નહીં કરતી..હું તારા સાથે  છું તું પોતાને એકલી ના સમજતી ..કઈ પણ હોય તું મને બેજીજક કૉલ કરી શકે છે..ચલ છોડ આ બધું.. એ બોલ કે હવે તે આગળ ભણવાનું શું વિચાર્યું છે?"આકાશ

" હમણાં તો મે BSC microbiology ના ફોર્મ ભર્યું છે..જોઈએ હવે કાલે મેરીટ આવી જશે.. અને 1st July થી કૉલેજ ચાલુ થઈ જશે.." પાયલ
.
" અને ફીસ..??" આકાશ
" એ તો હમણાં બ્યુટી પાર્લર ના અને સીવણ ના ક્લાસ કરીને થોડા ઘણા પૈસા ભેગા થયા છે એમાંથી ભરી દઈશ..અને કૉલેજ ચાલુ થાય પછી પણ ટ્યુશન તો ચાલુ જ રાખીશ..તો મારો ખર્ચો પૂરો થઈ જશે  એમ.."પાયલ

" ઓકે..ચલ સારું..કઈ પણ મદદ ની જરૂર હોય તો થોડું પણ વિચાર્યા વગર મને કહી દેજે..હું હમેશા તારી સાથે જ છું.." આકાશ

" હા ..સારું..અને thank you મારી વાત સાંભળવા માટે.. હવે થોડી શાંતિ થાય છે.." પાયલ

" તારે સૂવાનું નથી?" આકાશ

" હા સૂઈ જા તું.. મારા લીધે તારે પણ આજે ઉજાગરો કરવો પડ્યો..સોરી.." પાયલ

" અરે ના ના..એમાં શું..હોસ્ટેલ માં તો કોઈક દિવસ ઊંઘીએ..કોઈક દિવસ નહિ..કઈ ફરક નહિ પડે.. અને તું ઘરે આટલા મોડા સુધી મોબાઈલ પર વાત કરે છે તો કોઈને ખબર નહિ પડતી?"આકાશ
.
" ઘરે હોવ તો ખબર પડે ને..હું તો રોજ એકલી ટેરેસ પર સુવ છું.." પાયલ

" શું વાત કરે છે યાર..એકલી?? બીક નથી લાગતી..?? તું તો બિલ્ડિંગ માં રહે છે તો કોઈક બીજું આવી ગયું તો ઉપર?" આકાશ

" હવે તો આદત પડી ગઈ..કઈ વાંધો નહિ" પાયલ

" તું હવે વધારે હોશિયારી ના માર..અને કાલથી ચૂપ ચાપ ઘરે જ સૂવાનું છે..તને મારી કસમ છે.." આકાશ

" અરે પણ મને અહીંયા ફાવે છે યાર.. શું તું પણ" પાયલ

" મારે કઈ નથી સાંભળવું..તારે કાલથી ઘર માં જ સૂવાનું છે..એક વાર કહી દીધું ને બસ.." આકાશ

" ઓકે..બાબા.. સારું .. ઓર કોઈ હુકુમ? " પાયલ

"નહિ..બસ..આજ કે લિયે ઇતના કાફી હે..ચલ હવે સૂઈ જા.. એમ પણ 5 તો વાગ્યા.. એક કામ કર ઘરે જતી રહે..અને સૂઈ જા.. " આકાશ

"ઓકે..ચાલો bye.." પાયલ

આકાશ પણ મોબાઈલ મૂકીને સૂઈ જાય છે અને પાયલ પણ એના ઘરે જઈને સૂઈ જાય છે.. હવે બન્ને રોજ રાત્રે સવારે જ્યારે ટાઈમ મળે ત્યારે વાત કરી લે છે..અને એકબીજા પ્રતયે લાગણી નો અનુભવ કરે છે.. હવે પાયલ પણ કૉલેજ જવા લાગે છે અને આકાશ નું છેલ્લા વર્ષ નું result આવી જાય છે.. 1 મહિના પછી આકાશ પણ નોકરી અમદાવાદ લાગી જાય છે..બેંક માં.. પાયલ પણ હવે કૉલેજ માં બરાબર સેટ થઇ જાય છે.. 6 મહિના ની વાત ચીત પછી આકાશ પાયલ ને એના પ્રતૈ ની લાગણી કહે છે અને પાયલ પણ તેનો સ્વીકાર કરી લે છે..હવે ગામમાં એક સંબંધી ના લગન હોવાથી પાયલ અને એનો પરિવાર ત્યાં જાય છે..પાયલ ને ખબર હતી કે આકાશ પણ આવવાનો હોય છે.. આકાશ ના ઘર ના બાજુ માં જ એ સંબંધી નું ઘર હોય છે.. 3 દિવસ પાયલ ત્યાં જ રેહવાની હોય છે..એ અને આકાશ ખૂબ જ ખુશ હોય છે કે કેટલા વર્ષો પછી એકબીજા ને મળશે ..
પાયલ અને એનો પરિવાર ત્યાં આવી પોહચે છે.. પાયલ એ ત્રાંસી નજરે આકાશ ને શોધી રહી હોય છે અને આકાશ પણ પાયલ ને જ શોધી રહ્યો હોય છે.. પાયલ બધા ને મળતા મળતા આગળ વધે છે ત્યાં એની નજર આકાશ પર જાય છે અને આકાશ ની નજર પણ પાયલ પર જાય છે..બન્ને એકબીજા ને જોઇને સ્માઈલ આપે છે અને પછી બન્ને પોત પોતાના કામમાં લાગી જાય છે.. સાંજે રાસ ગરબા હોય છે.. પાયલ એના ઘરેથી સરસ તૈયાર થઈને આવે છે..આકાશ પાયલ ની જ રાહ જોતો હોય છે..પાયલ ને રાસ ગરબા નો ખૂબ જ શોખ હોય છે..એ આવે ત્યાં સુધી ગરબા ચાલુ થઈ ગયા હોય છે અને આવીને તરત ગરબા ગાવા લાગી જાય છે..આકાશ પણ પાયલ ને જોઇને ખૂબ ખુશ થઈ જાય છે..એ પણ ગરબા ગાવા જાય છે.. 2 કલાક રમ્યા બાદ બધા થાકી ગયા હોવાથી બેસી જાય છે..ગરબા હવે અમુક જ લોકો રમે છે ..અને પાયલ અને આકાશ નસીબથી એકબીજા ના બાજુ માં ગરબા રમે છે.. છેલ્લે ગરબા પૂરા થતા આકાશ અને પાયલ એકબીજા ને આંખો થી bye કહીને પોત પોતાના ઘરે સુવા જતા રહે છે..

સવારે 6 વાગે જાન ઉપડવાની હોય છે એટલે પાયલ અને એનો પરિવાર જલ્દી જલ્દી ત્યાં આવી પોહચે છે.. પાયલ એની મોટી મમ્મી જોડે આકાશ ના ઘરે જાય છે..આકાશ હજુ તૈયાર થતો હોય છે પાયલ એને પાછળથી મલકતી મલકતી જોઈ રહી હોય છે આકાશ ને ખબર નથી હોતી કે પાયલ એની પાછળ ઊભી છે..પાયલ થોડું નજીક જઈને કહે છે.. " આજ કાલ તો છોકરીઓ કરતા છોકરાઓ વધારે ટાઈમ લગાડે છે..નહિ અપેક્ષા.." પાયલ

આકાશ પાછળ ફરીને જોવે છે તો થોડી વાર માટે તો એના દિલ ના ધબકારા વધી જાય છે.. એ ખાલી પાયલ ને જ જોવા માં વ્યસ્ત થઈ જાય છે..(પાયલ બ્લૂ ડ્રેસ માં કોઈ અપસરથી ઓછી નથી લાગતી હોતી..અને એના ભીનાયેલા વાળ જેમાં ખાલી એક બકલ ભરાયેલું હોય છે..અને વગર મેકઅપ  એ પણ એ ખૂબ જ સુંદર લાગતી હોય છે...)પાયલ ચપટી વગાડી પરિસ્થિતિ નું ભાન કરાવે છે.. અને આકાશ એને ઈશારામાં જ કહી દે છે કે એ ખૂબ જ સરસ લાગે છે.. બધા હવે બસ માં બેસવા નિકળી જાય છે..
બે લગસરી બસ તૈયાર કરવામાં આવી હોય છે..કેમ કે જાન અમદાવાદ સુધી જવાની હોય છે.. પાયલ એના પરિવાર સાથે એક બસ માં બેસી જાય છે.. અને આકાશ નો પરિવાર બીજી બસ માં હોય છે.. છતાં આકાશ પાયલ ની બસ માં આવે છે..બહાનું કાઢીને કે બધા ભાઈબંધો  એ જ બસ માં છે..પાયલને તો એમજ હતું કે આકાશ પેલી બસ માં બેસી ગયો છે..કેમ કે એને આકાશ ને એની બસ માં આવતા જોયો નહતો.. પાયલ સીટ પર આંખ બંધ કરીને બેસી હોય છે ત્યારે આકાશ આવીને એના પાછળ વાળી સીટ પર બેસી જાય છે.. આકાશ અને વિશાલ એક જ સીટ પર બેઠા હોય છે.. આકાશ નો અવાજ સાંભળતા જ પાયલ આંખ ખોલે છે અને પાછળ આકાશ ને જોઇને ખુશ થઈ જાય છે..  પછી બધા અંતાક્ષરી રમવાનું ચાલુ કરે છે..
girls vs boys
પેહલા વારો ગર્લ્સ નો આવે છે.. અને પાયલ ગાવાનું શરૂ કરે છે
" મેરે ખ્વાબો મે જો આયે..
આકે મુઝે છેડ જાયે...
ઉસે કહો કભી સામને તો આયે..."
પાયલ આકાશ ની તરફ જોઇને આંખ મારે છે.. હવે boys no વારો.. આકાશ ગાવાનું શરૂ કરે છે
" યેહ જો હલકા હલકા સુરુર હૈ..
યેહ તેરી નજર કા કુસુર હૈ...
કે શરાબ પીના સિખા દિયા..."
આકાશ એક મસ્તી ભરી નજર થી પાયલ સામે ઈશારો કરે છે..
આમ જ ગાતા ગાતા બધા થાકી ને સૂઈ જાય છે..હજુ અમદાવાદ આવવાની 1 કલાક વાર હતી.. પાયલ મોબાઈલ કાઢીને આકાશ જોડે વાત કરવા લાગે છે.. અને જાન અમદાવાદ પોહચી જાય છે.. બધા માટે અલગ અલગ રૂમ આપ્યા હોય છે..બધા ત્યાં જઈને ફ્રેશ થાય છે.. ત્યાં જ પાયલ ની મમ્મી એને કહે છે કે આજે એના માટે છોકરો જોવાનો છે..જેના લગન છે એનો સાડો છે.. પાયલ ને આં સાંભળીને જટકો લાગે છે..
.
શું પાયલ એ છોકરા ને જોવા જશે? શું આકાશ આં વાત ની ખબર પડશે? શું કરશે પાયલ? આકાશ પાયલ જોડે વાત કરશે કે નહિ?
.
ક્રમશઃ