Kasuvavad in Gujarati Short Stories by Alpesh Barot books and stories PDF | કસુવાવડ

Featured Books
Categories
Share

કસુવાવડ



લગ્નજીવન સુખી હતું. અભિમન્યુ એક મલ્ટીનેશન કંપનીમાં જોબ કરતો હતો. મેં મારી એન્જિનયરિંગની ડિગ્રી માળીએ ચડાવી દીધી હતી, તેને પસંદ નોહતું હું જોબ કરું.મારા મમ્મી પપ્પાને  પસંદ નોહતું કે, હું અભિમન્યુની વાતોની અવગણના કરું, ઠીક છે! અભિમન્યુ કમાય છે.હું હાઉસવાઈફ છું. ઘરમાં અમે બે જ છીએ, એટલે સવારના ટિફિન સિવાય કોઈ ખાસ કામ હોતું નથી. સાસુ-સસરા રાજકોટ છે,અમે કચ્છ

કચ્છને જેટલું વિરાન, રૂઢિચુસ્ત માન્યું હતુ તેટલું પણ તે અરુચિકર નોહ્તું, ઊલટું અમે નલિયામાં ખૂબ ખુશ હતા. રેતાળ દરિયા કિનારે, ક્યારેક અભિમન્યુ સાથે હોય, તો ક્યારેક સ્વંયમ સાથે જ ગોષ્ટીઓ કરતી હું દૂર નીકળી જતી, ક્ષિતિજ રેખાને આંબવાના ઇરાદેથી.

પીંગલેશ્વર મહાદેવની ગોદમાં જ પીંગલેશ્વરનો દરિયા કાંઠો છે. કહેવાય છે,સમુદ્ર કુંવારો છે.એટલે ધુંધવાય છે. દુર-દુર સુધી તેનો અવાજ સંભળાય છે. અહીં કોઈ ભૂલથી પણ નાહવા નથી પડતું નહિતર સમુદ્ર તેને ભરખી લે છે. કુંવારા પુરુષનું પણ કઈ આવું જ હોય છે?


"અભિમન્યુ....અભિમન્યુ... બે યાર કેમ ચૂપ છે?"

"તું મારી મમ્મી સાથે આવુ વર્તન કેવી રીતે કરી શકે?"

"તને મારુ વર્તન દેખાય છે. તારા મમ્મીએ જે કહ્યું તે તું ભૂલી ગયો? "

"તે જે હોય તે... તારે મમ્મી જોડે આવી રીતે નોહતું વર્તવું..."

આજે અભિમન્યુનુ નવું જ રૂપ જોયું, મોટા ભાગે તે ચૂપ હોય છે. હું બોલું છું.આજે તે બોલતો હતો.હું ચૂપ હતી. મારા સાસુ-સસરાને ઈચ્છા છે. અમારા ઘરે પારણું બંધાય, જે દરેક માતા-પિતાની હોય છે. મને કસુવાવડ થવાથી મારી સાસુને ખૂબ ઝટકો લાગ્યો, ફરીથી મને પ્રેગ્નન્સી રહેતી નથી!તેણે ભૂવાઓ પાસે જોવડાવ્યું, માનતાઓ માની, પણ કઈ થયું નહિ, આટલું જલ્દી ? હું પણ  માણસ છું, બાળકો પેદા કરવાનું મશીન નહિ,પણ તે નથી સમજતા! નથી અભિમન્યુની હિંમત થતી,કે તેને કઈ કહી શકે.

અભિમન્યુ, ઓછો એક્સપ્રેસિવ છે. લાગણીઓ ક્યારેક જ બતાવતો, લગ્નના શૂરવાતના દિવસોમાં મમ્મી-પપ્પાની સામે મારી સાથે બોલવાનું પણ ટાળતો, તેના મેં બે રૂપ જોયા છે. બેડરૂમની અંદર અને બેડરૂમમી બહાર, બહુ માપી માપીને બોલાનાર અભિમન્યુનો વર્તન હવે સ્થાઈ રીતે આવો જ રહેતો, તે ઓફિસ માટે વહેલો નીકળી જતો. છેલ્લા કેટલાક દિવસોથી ટિફિનની  ના કહી દીધી હતી. મોડે આવતો, અને બસ પથારી પર પડતા જ ઉંઘી જતો. કે ઊંઘવાનો ઢોગ કરતો? અમે એક છત નીચે પણ અજાણ્યાઓની જેમ રહેતા, ઘણી વખત અજાણ્યાઓની જેમ હું તેને વોટ્સએપ કરતી તે રીડ કરીને પણ જવાબ ન આપતો, કોલ પણ ક્યારેક ઉપાડતો,તો ક્યારેક દિવસો સુધી વાત પણ ન કરતો. તેનો વર્તન ખૂબ રુડ થઈ ગયો હતો.

એકલતા મને કોરી ખાતી, આટલા નાના લગ્નજીવનમાં આટલો ભયાનક ઝગડો થશે મને ખબર નોહતી, જેના માટે ઘર તજ્યું, સપનાઓ તજ્યા તે મારા માટે આટલો સ્ટેન્ડ ન લઈ શકે? મને આટલી જલ્દી બેબી જોઈતા પણ નોહતા! ફક્ત અભિમન્યુના સમજવાથી હું તૈયાર થઈ હતી. મને માનવામાં માટે કેટલુ કર્યું? મારી ફેવરિટ ચોકલેટ, આઇસ્ક્રીમ, પિઝા જ્યાં સુધી મેં હા ન કરી ત્યાં સુધી રોજ લાવતો, તેની મનવાની કળા હું જાણું છું, શુ મમ્મીને પણ આ જ રીતે સમજાવી ન શક્યો હોત? તેને મને સાંભળવાની પણ  તસ્દી નથી લીધી! શૂરવાતમાં અમે કેટલા ખુશ હતા. હરવું-ફરવું, ખાવું-પીવું, દર શુક્રવારે ફિલ્મ જોવી..લાંબી વોક..બધું જ જાણે, હવે વિસરાઈ ગયું હતું. લાગે છે તે અભિમન્યુ કોઈ બીજો જ હતો.

મને બાળકો નથી થતા એવું તે કહે છે. એમાં મારું શું વાંક? મમ્મીએ કહ્યું, રિપોર્ટ કરવીએ, તે પણ નોર્મલ છે. રહી વાત મમ્મીની કે મને નજર લાગી છે.જોવડાવી લઈએ, આ કરાવીએ તે કરાવીએ, આ એકવીસમી સદી છે. હું આ બધા જમેલામા નથી ફસાવા માંગતી, અભિમન્યુ તો ભણેલો છે? તે કેમ તેની મમ્મીનો આંધળો વિશ્વાસ કરે છે. મને કંઈ થઈ ગયું તો?

હું થાકી ગઈ હતી. કે થકાવામાં આવી હતી. મેં ખૂબ વિચાર્યું પછી અંતે મારી પાસે એક જ રસ્તો હતો. જે દરેક સ્ત્રી અપનાવે છે. સમાધાન..

"અભિમન્યુ,  હું તાંત્રિક પાસે જવા તૈયાર છું..."

તેના મુર્જાયેલા ચેહરા પર હાસ્ય રેલાઇ ગયું. તે દોડીને મારી પાસે આવ્યો, મને ભેટી પડ્યો,મારા ગાલ પર હોઠો પર કમોસમી વરસી પડ્યો. લોકો કહે છે કાંચીડા રંગ બદલે છે. માણસને આજ દિન સુધી કેમ કોઈએ રંગ બદલતા નહિ જોયો હોય?

અલ્પેશ બારોટ