(ગતાંક થી શરુ)
"એવી તો શુ વાત છે જે તે મને આપણા લગ્ન થઇ ગ્યા છતાં નથી કહી...??"
"હા, પણ પહેલા તું પ્રોમિસ કર કે ગુસ્સે નહિ થા..."
"હા, મારી જાન નહિ થાવ ગુસ્સે કે ચાલ શુ એવી વાત છે કે, તે મને કહી નહિ..."
"હા, એ બુક મેં જ તારા બેગ માં નાખી હતી... કારણ એ જ હતું કે સીધી કોઈ છોકરી વાત કરે છોકરા સાથે અને કોઈ જોવે તો કેવું લાગે એટલે અને મારે તારી હેલ્પ ની જરૂર હતી... પ્રોજેક્ટ માં હું તને સીધી કહી શકું એમ નહતી એટલે આ બધું... સોરી ફોર ધેટ..."
(હાહાહા) "અચ્છા!! મેડમ એવુ બધું હતું... એટલે મને થયુ કે મારું બેગ અહીં જ હતું એ અચાનક જતું ક્યાં રહ્યું અને ક્લાસમાંથી કોઈ જવાબ પણ નહતું આપતું... હા, એ વાત સાચી કે, તારા જેવી 'સુંદર છોકરી'... આ બધું એ તો હું વિચારી પણ નથી શકતો અને તને બધા સાથ આપે એ બધું વ્યાજબી જ છે... એમ પણ મેં તને કોલૅજ માં પહેલી વાર જોઈ ત્યારે જોઈ જ રહ્યો હતો... કે આ છોકરી ને પટાવવી તો પડશે જ" (હાહાહા)
"શુ!! તું ય પણ નીશું... સોરી હા"
"હા, દીકુ કોઈ વાંધો નહિ પણ એમનમ કીધું હોત તો પણ હું તને ક્યાં ના પાડવા નો હતો તને હેલ્પ કરવા ની... કઇ વાંધો નહિ જે કર્યું એ એમ પણ મારે પણ તારી સાથે ફરેન્ડશીપ તો કરવી જ હતી ને... (હાહાહા) ક્લાસ ની સૌથી સુંદર છોકરી હતી કોઈ પણ છોકરો ઈચ્છે કે તું એની ફ્રેન્ડ બને..."
"બસ!! નીશું એ તો તું પણ કઇ ઓછો "હેન્ડસમ" નહતો... બાકી શુ કામ તારા સાથે લગ્ન જ કરું... સાચું કહું તો પહેલી વાર જોયો ત્યારે જ એટલો ક્યૂટ લાગ્યો હતો અને તારા ગાલ ના ડિમ્પલ જોઈ ને તો તારા ગાલ ખેંચવા નું મન થઇ ગયું હતું..." (હાહાહા)
"ઓહહ... મેડમ એવુ બધું હતું એમ ને... પહેલી જ વાર જોયા માં પાગલ થઇ ગ્યા!!!"
"હા, નીશું પછી તને યાદ છે? બીજા જ દિવસે મારી બુક તારા બેગ માં હતી એ જોઈ ને તે મારી ફ્રેન્ડ પાસે થી મારાં નંબર લઇ ને મને સવાર માં હજુ હું ઉઠી નહતી ત્યાં જ કોલ કરવા નું સ્ટાર્ટ કરી દીધું હતું... કોલેજ ના ટાઈમ નો વેઇટ પણ નહતો કર્યો..." (હાહાહા)
"કઇ રીતે ભૂલી શકું એ દિવસ ને !!! પહેલા તો એ વાત નો ડર કે બુક ક્યાં થી આવી... બીજું બુક મારાં પાસે છે છતાં હું ખોટું બોલ્યો એવુ લાગે તને... ત્રીજું બુક જોઈ ને ગુસ્સે થઈસ કે ખુશ એ વાત નું ટેન્શન... બહુ જ હિંમત કરી ને સવાર માં કોલ કર્યો હતો.. આગલા દિવસે એટલું તારા મોઢે સાંભળ્યા પછી બીજા દિવસે હિમ્મત જ નહતી કે કોલ કરું પણ એ વિચારી ને જ કોલ કર્યો હતો કે એ બુક ની તારે ખૂબ જરૂર હશે..."
"એટલો બધો ડર!!!" (હાહાહા)
"હા, લાગે જ ને!!! પણ જે વિચાર્યું નહતુ એવુ બન્યું હતું ને... તું તો ગુસ્સે જ ના થઇ ને એમ જ ઇટ્સ ઓકે કહી ને બધું જવા દીધું... બધું અજીબ કંઈક અલગ જ લાગ્યું હતું મને કે આ મેડમ કેમ આટલા શાંત થઇ ગયા!!"
"હા!!" (હાહાહા)
"પછી તો રોજ ના મૅસેજ રેગ્યુલર આપણી વાતો ને મારી દીકુ નો લવ... જે મેં નહતું ધાર્યું એટલો લવ તે આપ્યો..."
"હા, તે પણ મને એટલો જ લવ આપ્યો છે ને... બહુ જ ખુશ નસીબ છું કે તું મારી જીંદગી માં આવ્યો..."
(હાહાહા) "બસ બસ... હવે આટલા બધા પણ વખાણ ના કર... ઊંઘ નથી આવતી તને? જો ઘડિયાળ માં કેટલા વાગી ગયા છે..."
"ના, નીશું ભલે બે વાગી ગયા મને નહિ ઈચ્છા આજે સુવા ની... આજે તારા જોડે વાતો કરવી બહું જ ગમે છે..."
(બંને જણા એક બીજા નો હાથ પકડી ને)
"નીશું તને યાદ છે... બીજા દિવસે તે હું કૉલેજ આવી એ સાથે જ મને બોલાવી ને હાથ માં બૂક આપી અને કોઈ પણ વાંક વગર સૉરી કહી દીધું હતું..."
"હા, મૅડમ તમે આગલા દિવસે ગુસ્સે જ એટલા હતા કે, મારે બીજું કઇ બોલવા નો મોકો મળે એવુ લાગતું નહતું..."
(હાહાહા) "હાસ્તો!!! નીશું શુ કામ મોકો આપું??? મને તો બધું જોઈ ને મજા જ આવતી હતી..."
"શું? દીકુ હેરાન કરે મને!!"
(હાહાહા) "છોડ ચાલ... હવે નહિ કરું હેરાન... બસ!! માય ડાર્લિંગ... સાચું કહું નીશું મેં તને એટલે જ ફ્રેન્ડ બનાવ્યો હતો કે હું તારા પાસે મારાં બધા કામ કરાવી શકું..."
"હા, મને ખબર છે... તું કઇ ચિંતા ના કર... જે થયુ એ મને કઇ મન માં નહીં..."
"ઓકે... થૅન્ક યુ... એ ડે મારો ખૂબ જ યાદગાર હતો જયારે મેં તને બહુ જ હિંમત કરી ને પ્રપોઝ કર્યું હતું... કારણ કે, એક છોકરી બહુ જ ઓછું બને કે, છોકરા ને પ્રપોઝ કરે..."
"હા, દીકુ પણ સારુ જ થયુ જે થયુ એ... લાગતું નહતું કે તું મને પ્રપોઝ કરીશ..."
"સાચું કહું નીશું મેં તને સાચે પ્રપોઝ નહતું કર્યું..."
"એટલે? શું કહેવા માંગે છે સરખું કે..."
"એટલે એમાં એવુ હતું કે અમે ટ્રુથ એન્ડ ડેર રમતા હતાં... અને બધાં ને ખબર હતી કે તને હું ગમું છું.. એટલે... "
"એટલે તે આ બધું ડેર ના લીધે કર્યું હશે ને?"
"હા, નીશું આઈ એમ સૉરી..."
"તો મૅરેજ શુ કામ? બધું સમજાવ મને કે છે શુ બધું? હજુ રમત રમે છે મારાં સાથે? સાચું કે જે હોય એ... કારણ કે હું કઇ જ સમજી શકતો નથી... "
"હા, નીશું કહું છું... તું થોડી શાંતિ રાખ બધું શાંતિ થી સમજાવું છું..."
(દીક્ષા પાણી લેવા જાય છે)
"દીક્ષા જલ્દી આવ... દીક્ષા... દીક્ષા... જલ્દી... મને બહુ જ છાતી માં દુખે છે... દીક્ષા... "
"શું થયુ નીશું? નીશું પાણી પી લે... શું થયુ અચાનક?? નીશું જવાબ આપ... નીશું..."
"દીક્ષા... દીક્ષા... બહુ જ દુખે છે યાર... દીક્ષા... દીક્ષા... "
-----
"દીક્ષા ઉઠ... દીક્ષા બેટા ઉઠ... "
"હા, મમ્મી ઉઠું છું. પાંચ મિનિટ મમ્મી"
"દીક્ષા... ઉઠ દિકા... તારા કોલૅજ જવા નો ટાઈમ થઇ ગયો છે... અને કોઈ નિશાંત તારો ફ્રેન્ડ છે એનો ફોન આવ્યો હતો કે તારી બુક એની પાસે છે!! "
"ઓહહ(મન માં)... આ સાચું નહતું... થેન્ક ગોડ ઇટ વોઝ માય ડ્રિમ... "