ખુશ છું !!! ખરેખર આનંદ થયો !!! આજે તો મજા આવી ગઇ !!! બસ જલસા હો !!!
ખરેખર ?? શુ આપ ખરેખર ખુશ છો ??
એક દિવસની ખુશી , એક કલાકની ખુશી અને માત્ર એક જ પળની ખુશી માણસને સુખી કરી દે છે સાહેબ...
પણ શું એજ વ્યક્તિ એ જ દીવસ, એ જ કલાકો અને એ જ પળો ને યાદ કરીને જીવનભર ખુશ રહી શકે છે ??
કદાચ, કોઈ જ નહીં....
જીવનમાં હંમેશા ખુશ રહેવું એ કદાચ ખુબજ અઘરી બાબત છે. હા, બાળપણની વાત જ કંઇક જુદી હતી. પણ હવે તમામ જવાબદારીઓ સાથેને સાથે....
એ તો ઠીક પણ મહત્વનું એ છે કે, દરેક જવાબદારીઓ ઉપાડવાની સાથે ઘણાં બધાં સંબંધો પણ નિભાવવાનાં.
એક વ્યક્તિ કેટલું સંભાળી શકે. ખરેખર કઠીન છે આ દરેકની સાથે હાસ્ય મુખ પર અને ખુશી જીવનમાં હંમેશા રાખવી.
એક વ્યક્તિ કદાચ ઘણી જવાબદારીઓ ઉઠાવી શકે. પણ, સંબંધો સાચવવા એ ખુબજ અગત્યનું થઈ જાય છે. મિત્રતા હોય કે પછી માતા-પિતા સાથેના સંબંધ...ખોટુ ન બોલીને દરેકનો સાથ નિભાવનાર ખુબજ ઓછાં છે. કહેવાનો અર્થ એ નથી કે, આપણે હંમેશા ખોટું બોલીએ છીએ. પણ, જોઇ લેવું આપણાં જ વ્યવહારિક જીવનમાં કોઈ એક સંબંધ નિભાવવા કોઈ અન્ય સાથે કંઇક તો ખોટુ બોલાઈ જ જાય છે.અને હા કદાચ એ પણ જો બન્ને સંબંધ સચવાતા હોય તો સાચું જ કહી શકાય. પણ હા મુખ્ય વાત છે ખુશી અને સુખની. આપણે ત્યારે જ દુઃખી થઈએ છીએ જ્યારે આપણે કોઈની પાસે વધું અપેક્ષાઓ રાખીએ છીએ. એ પછી કોઈ પણ સંબંધ સાથે હોય પણ આ હંમેશા સત્ય છે. કોઈની વધું નજીક જઇએ એટ્લે એ જ વ્યક્તિ સારી લાગે. એનાં વિશે જાણવાની ઉત્સુકતા વધે. અને બધુ જાણી જઇએ એટલે લાગણીઓ બંધાય. એ સાથે જ હંમેશા વિચારતા રહીએ કે એ વ્યક્તિ દુર નાં થાય તો સારુ. સંબંધોની આવી માયાજાળમાં દરેક વ્યક્તિ ફસાય છે. અને આવી જાળમાં પહેલેથી ફસાયેલ વ્યક્તિ ખુશ થવા પ્રયત્નો કરતો જ રહે છે. એ જ વ્યક્તિ ખુબજ ખુશ હોય છે જ્યારે સામે સંબંધિત વ્યક્તિ એની સાથે થોડા દિવસ, થોડા કલાક કે થોડીક પળ માટે હોય છે. ખુબજ ખુશી મળે છે એમની સાથે વાતો કરીને કે પછી કોઈ પણ કાર્ય સાથેમળીને કરવામાં.
હવે આટલી બધી ખુશી સાથે આપણે હંમેશા જીવવું છે અને એવી અપેક્ષાઓ આપણે ફરીથી રાખીએ છીએ.
ખરેખર ખુશી શું છે ? એ તો, સાચો નસીબદાર જાણી શકે.
હવે વ્યવહાર સાથે સુખ અને ખુશીની ગાંઠને બાંધીએ....
વ્યવહારમાં વ્યક્તિને નફો મળે છે તો ખરો પણ સાથે ક્યારેક ખોટ પણ થાય છે. હવે જે વ્યક્તિ એ ખોટ વિશે વિચારે છે એ જીવનમાં હંમેશા માટે ખુશ ક્યારેય ન રહી શકે. પણ જે ખોટ ને ભૂલીને નફા વિશે વિચારે એ જ સાચો સુખી અને એજ હંમેશા ખુશ રહી શકે.
કહેવા માત્ર એ હતુ કે, જો કાર્ય હાથમાં લીધુ જ છે તો પછી એમાં જે મળે એ હંમેશા નફો જ છે એ વિચારનાર જ હંમેશા ખુશ છે. એજ રીતે સંબંધોમાં પણ કોઈની નજીક ગયા છીએ તો પછી જે છે એમાં સારુ અને શ્રેષ્ઠ જોવાનો પ્રયત્ન કરવો. તો જ ખુશ રહી શકાશે. અને એ નાં થઈ શકે એમ હોય તો પહેલાં જ મહત્વપૂર્ણ અને યોગ્ય સંબંધ સાથે જોડાવું એ જ યોગ્ય છે. ખુશી અને સુખ સાથે જેટલું વધું જીવવાની અપેક્ષા રાખશો એટલું સામે દુઃખ મળશે જ. પણ એ દુઃખ ને સુખ માની જીવી લેવું એ જ સાચી ખુશી છે. જીવનની એક સરળ અને સીધી વ્યાખ્યાને જીવનમાં ઉતારી લેવી કે, "આપણી જાતથી વધું વિશ્વાસ કોઈ પર ન કરવો. હંમેશા દુઃખ કરતાં વધું સુખને મહત્વ આપવું. અને કોઈ પાસે જરુર કરતાં વધું અપેક્ષાઓ ન રાખવી." આ ત્રણ બાબતો ખુશી જીવન જીવવા માટે પૂરતી છે. આપણી જિંદગીના નિર્ણયો જાતે લેતાં શીખી જઈશું અને સાથે એ સંબંધ પણ સચવાઈ જશે જે આપણે જાણતા પણ ન હતા. જીવનમાં ખુશી અને સુખ આ રીતે મળે છે એ જ સાથે દુઃખ તો ખરેખર છે જ નહીં એ સમજી જવું સર્વ શ્રેષ્ઠ સુખ છે......આભાર.