aabhash -1 in Gujarati Horror Stories by Rizzu patel books and stories PDF | આભાસ-૧

Featured Books
Categories
Share

આભાસ-૧

રાત ના ત્રણ વાગ્યાં હશે.શહેર ના છેવાડે કહી શકાય એવા એરિયા માં એક બેઠા ઘાટ નો બંગલો જે અત્યારે રાત્રિ ના અંધકાર માં કોઈ હોરર ફિલ્મ ના સીન જેવો લાગી રહ્યો હતો.ચારે તરફ અંધકાર ની ચાદર લપેટાયેલી હતી. એમાંય વળી કુતરાઓ ના ભસવાનો અવાજ અને તમરાઓ નો અવાજ રાત ને વધારે બિહામણી બનાવતો હતો. આ બંગલામાં ફક્ત બે જણ રેહતા હતા.સૌમ્ય અને રિયા.ગયા અઠવાડિયે જ રિયા ની આ શહેર માં ટ્રાન્સફર થઈ હતી.એના પિતા નો જ આ બંગલો હતો જે આજ સુધી બંધ જ રહેતો હતો.પિતા નું મકાન આ શહેર માં હોવાથી સૌમ્ય અને રિયા ને નવા શહેર માં મકાન શોધવાની ચિંતા ન હતી.રિયા એક નિષ્ઠાવાન IPS ઓફિસર હતી.જ્યારે સૌમ્ય એના સસરા ની ઓફિસમાં બ્રાન્ચ મેનેજર હતો.રાત ના ત્રણ વાગ્યે બન્ને પોતાના બેડરૂમ માં ઘસઘસાટ ઊંઘ તા હતા.અચાનક કિચન માં કઈક પડવાનો અવાજ આવતા સૌમ્ય ની નિંદ્રા તૂટી.એને ઉભા થઇ આજુબાજુ નજર ફેરવી.રિયા ઘસઘસાટ ઊંઘી રહી હતી.તેનું ગળું સુકાતું હતું એટલે પાણી પીવા કિચન માં ગયો.ત્યાં જતા જ કંઈક હલચલ લાગતા તે એકદમ ચમક્યો પણ હિંમત કરી અંદર ગયો જોયું તો એક કાળી બિલાડી કિચન ની ખુલ્લી રહી ગયેલી બારી માંથી બહાર કુદી.અંદર ગ્લાસ જમીન પર પડ્યો હતો.સૌમ્ય ને પોતાના ડરવા પર થોડીવાર માટે હસવું આવ્યું. એ પાણી પી ફરી થી સુઈ ગયો.હજુ આંખ બંધ કરી સુવા ની તૈયારીમાં જ હતો કે ફરી કંઇક આભાસ થયો .આ વખત અવાજ બેડરૂમની બંધ બારી પાસે થી આવ્યો.આમ તો સૌમ્ય હિમ્મત વાળો નવજુવાન હતો.એને લાગ્યું ક કદાચ પોતાનો વહેમ હશે પરંતુ થોડી વારે એની નજર બારી પર ગઈ એને કોઈ નો પડછાયો દેખાયો.એ ઉભો થઇ બારી પાસે ગયો.બારી નો પડદો હટાવી બારી ખોલી પરંતુ બહાર કોઈ દેખાયું નહિ ફરી પોતાનો વહેમ માની એ સુઈ ગયો.સવારે ઉઠતા જ એ રાત વારી વાત ભૂલી ગયો.દિવસભર ઑફિસના કામ માં આ વાત બિલકુલ ભુલાય ગઈ.રાત્રે જમતા જમતા અચાનક એની નજર બારી પર જતાં એને રાત વારી વાત યાદ આવી પરંતુ એને રિયા ને કહેવાનું યોગ્ય ન લાગ્યું એને ખબર હતી કે રિયા એની મજાક ઉડાવશે.આમ તો એ પણ ભૂતપ્રેત માં માનતો ન હતો.એણે એ વાત દિમાગ માંથી કાઢી નાખી.અને બન્ને સુવા ચાલ્યાં ગયા.આજે રાતે પણ એજ ખખડાટ થયો પરંતુ આજે રિયા ની આંખ ખુલી.એને પણ ગઈકાલ ની જેમ બારી પર એજ પડછાયો જોયો પરંતુ નિશા એક IPS હતી.એને આ બધી વાત પર વિશ્વાસ જ ન હતો.એને પણ વહેમ માની વાત ને દિમાગ માંથી કાઢી નાખી.બન્ને માંથી એકેય એકબીજા ને રાતવાળી વાત કરી નહિ.બન્ને પોતપોતાના જીવન માં પરોવાય ગયા.આ બનાવ લગભગ રોજ બનવા લાગ્યો કોઈક વખત રિયા ને તો કોઈક વખત સૌમ્ય ને આ અનુભવ થતો.ઘર માં રહેવા આવ્યા પછી એક પછી એક કઈક અલગ જ અનુભવ થવા લાગ્યા.કોઈ વખત વસ્તુ આમતેમ થઈ જતી,ખોવાય જતી બીજા દિવસ એની જગ્યાએ મળતી.ઑફિસ માં પણ હવે તો સૌમ્ય ને વિચિત્ર અનુભવ થવા લાગ્યા હતા.કોઈ ફાઇલ અચાનક ખોવાય જતી તો ફરી એજ જગ્યા એ જોવા મળતી.એક દિવસ તો રિયા કિચન માં કઈક કામ કરતી હતી એવામાં.કિચન ના પાછળ આવેલા બગીચા માં એને કોઈ છોકરી નો રડવા નો અવાજ સંભળાયો.એ બગીચા માં ગઈ તો એને કોઈ દેખાયું નહીં.હવે બન્ને એ એક દિવસ પોતાને થયેલા અનુભવ ની વાત એકબીજાને કરી.આખરે રહસ્ય શુ છે એ શોધવા માટે રિયા એ પોતાનું મન મક્કમ કરી લીધું અને તે રાત્રે એ શાંતિ થી સુઈ ગઈ.બીજા દિવસ સૌમ્ય ને ઓફિસે કામ વધારે હોય એણે રિયા ને પોતે ઘરે મોડો આવશે એ જણાય દીધું.ઓફિસમાં છ વાગતા જ બધા એમ્પ્લોઈ એક પછી એક ચાલ્યા ગયા હતા ફક્ત સૌમ્ય અને ઓફિસના સિક્યુરિટી ગાર્ડ જ હાજર હતા.સૌમ્ય પોતાના કોમ્પ્યુટર પર વ્યસ્ત હતો.બહાર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આકાશ માં વિજળી ના ચમકારા અને વાદળો ના ગડગડાટ વાતાવરણ ને વધારે બિહામણું બનાવતા હતા.ત્યાંજ અચાનક પાવર કટ થઈ ગયો.અંધારું થઈ જતા સૌમ્ય એ સિક્યુરિટી ને બુમ પાડી. પરંતુ કાઈ અવાજ આવ્યો નહિ.એ પોતાની જગ્યા પરથી ઉભો થયો સામે ના ડેસ્ક માં મૂકેલું લાઇટર લેવા માટે આમતેમ અંધારા માં ફાંફા મારવા લાગ્યો. એટલા માં જ એને રૂમ માં કોઈ હોવાનો આભાસ થયો,"કોણ છે?" એણે બુમ પાડી. પણ કોઈ અવાજ આવ્યો નહિ.ત્યાંજ વીજળી નો ચમકારો થયો ચમકારા માં સૌમ્ય ને એક ચેહરો દેખાયો એની નજર એ ચેહરા પર પડતા જ એનું લોહી થીજી ગયું,એનું શરીર ધ્રુજવા લાગ્યું, પરસેવો થઈ ગયો, માંડ શોધેલું લાઇટર એના હાથ માંથી પડી ગયું.એને લાગ્યું અત્યારે જ એનો જીવ નીકળી જશે.
(ક્રમશઃ)