Credit Card in Gujarati Motivational Stories by VIKAT SHETH books and stories PDF | ક્રેડિટ કાર્ડ

Featured Books
Categories
Share

ક્રેડિટ કાર્ડ

તમને બધાને વિકટ શે‌ઠ ના જય શ્રી કૃષ્ણ.
માંડીને વાત કરીએ ‌‌‌તો નિત્ય ક્રમ છાપું વાંચું છું એમાં રોજ-બરોજ ખબર આવતી હોય છે કે નીરવ મોદી એ આટલા રૂપિયાની કર્યું વિજય માલ્યાએ આટલા બધા રૂપિયા નું કરી નાખ્યું અરે એટલું જ નહીં પેપરમાં દર બીજા દિવસે ક્રેડિટ કાર્ડ ના ડિફોલ્ટરો ના નામ પણ આવતા હોય છે, આ બાબતે મારે મનમાં થોડા પ્રશ્ન છે એનો જવાબ સાંભળવાની મારે કંઈ જરૂર નથી પણ તમે પોતાની જાતને પોતાના માટે અથવા તો બીજા કોઈના માટે આ પ્રશ્નો પૂછી જોજો અને જાતે એનો સાચો જવાબ વિચારી લેજો કારણ કે ઘણી વાર એવું થતું હોય છે મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે આવા બધા કરેલા વિચારો તમને સાચો નિર્ણય કરવા માટે પ્રેરણા આપે છે. લખાણ બહુ લાંબુ થઈ જાય છે માટે સીધા પ્રશ્ન રજૂ કરું છું એ પ્રશ્ન છે કે તમે અત્યારે એક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ફાઇનાન્સ કંપની મા લોન લઈને પરચેસ કર્યું, ટુકડે ટુકડે આ રૂપિયા ચૂકવી દીધા આ વસ્તુ તમારી થઇ ગઇ તમે એના માલિક થઈ ગયા એના પછી બીજી કોઈ વસ્તુ ફ્રીજ,એર કન્ડીશનર,ઘરઘંટી,વોશિંગ મશીન,કલર ટીવી, ટુ વ્હીલર ,ફોર વ્હીલર , ફર્નિચર વારાફરતી દરેકે દરેક પરચેસ કરી રહ્યા છો મુદ્દાની વાત એ છે કે ઉપર ની બધી જ વસ્તુઓ ના આયુષ્ય પાંચ થી દસ વર્ષ અને એમાંય જો  અપગ્રેડ અને લેટેસ્ટ ટેકનોલોજી વાળી વસ્તુઓ આપણને ગમતી હોય તો વર્ષે વર્ષે નવી નવી ટેકનોલોજી આવે છે આ સિલસિલો એકવાર ચાલુ થાય પછી ક્યારે પૂરો થતો નથી. અને આ બધું પરચેસ કર્યા પછી ઘર નુ લાઇટ બિલ અને મેન્ટેનન્સ તો ભરવુ જ પડે. પછી જો તમે દુઃખી આત્મા ની જેમ રડ્યા કરો કે સેલેરી ઓછી પડે છે એવું થોડી ચાલે? તમે 25000 ની વસ્તુ લો છો અને ટુકડે-ટુકડે બે-ત્રણ વર્ષ પછી એના હપ્તા પૂરા કરો છો તરતજ બીજી કોઈ વસ્તુ પરચેસ કરો છો એવી જ રીતે ત્રીજી વસ્તુ પછી ચોથી વસ્તુ ના હપ્તા પૂરા થાય એટલામાં પહેલી વસ્તુ  જુની થઈ ગઈ અથવા તો પછી એમાં કોઇ લેટેસ્ટ ટેકનોલોજી વાળી વસ્તુ માર્કેટમાં આવી ગઈ હોય. બસ.... તમે રિટાયરમેન્ટની ઉંમરે પણ તમારા આવા નાના નાના ઇન્સ્ટોલમેન્ટ તો ચાલુ જ હશે. રિટાયરમેન્ટ માં ખાવું હશે તો આ બધી વસ્તુઓ વેચીને કેટલું ખાઈ શકશો?કેટલું ફરી શકશો?
આ તો બધું તમારે સમજવું જ રહ્યું પણ આ બધા ઇન્સ્ટોલમેન્ટ ભરતા ભરતા કોઈ ઇન્સ્ટોલમેન્ટ ભરવાનો ચૂકી જવાય તો 300 રૂપિયા 500 રૂપિયા જેવી પેનલ્ટી આપણે ભોગવવી પડે છે જે એક લાખના અડધા ટકા બરાબર છે જો આવી ચાર-પાંચ પેનલ્ટી ભરીએ તો સરવાળે આપણને મોંઘું પડે છે વળી અમુક  માં તો એન.ઓ.સી  પણ ચાર્જેબલ હોય છે અવારનવાર પ્રોસેસિંગ ફી પણ આપવી પડે છે આ બધી બેંકોની અને કંપનીઓની પૈસા કમાવાની રીત છે જે આપણે ગણત્રીમાં લેતા નથી. બેંકો એવી રીતે એડવર્ટાઇઝ કરતી હોય "દિવસના 30 રૂપિયા ભરી એક લાખ રૂપિયાની personal loan instantly મેળવો" ગુણાકાર ભાગાકાર તમે જાતે કરી લેજો. ક્રેડિટ કાર્ડ નો સાચો ઉપયોગ એ છે કે જ્યારે તમારો પગાર સમયસર તમારા ખાતામાં જમા થાય ત્યારે પગાર આવે ત્યાં સુધી ઘર ખર્ચ કાઢવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ અથવા ઘરમાં ઇમર્જન્સી મેડિકલ આવી જાય ત્યારે ઉપયોગ કરવો જોઈએ કરવો જોઈએ બાકી જો આ નાની-નાની લોન લેવા માટે ઉપયોગ કર્યો ને તો આપી ક્રેડિટ કાર્ડ માં જ પુરી થઇ જશે.