The prize of a wallets ... .actual inspirational story ... in Gujarati Moral Stories by Ahir Bhargav books and stories PDF | એક પાકીટ નું ઇનામ” ….સત્યઘટનાત્મક પ્રેરક વાર્તા

Featured Books
  • Krishna

    **The Story of Krishna: The Divine Play of Life**In the vast...

  • Rain Flower - 20

    Rain Flower Kotra Siva Rama Krishna After that she had seen...

  • Too Much is Too Bad

                                               Too Much is  Too...

  • You, Me and Desert - 4

    There were no remnants of the past left here anymore. Neithe...

  • Struggle of Life

    Struggle of Life  In a small, dusty village nestled amidst r...

Categories
Share

એક પાકીટ નું ઇનામ” ….સત્યઘટનાત્મક પ્રેરક વાર્તા

“એક પાકીટ નું ઇનામ” ….સત્યઘટનાત્મક વાર્તા ...

રેલવેની પ્લેટ ફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો….કારણ કે મારી પાછળ એક સાત આઠ વર્ષનો ભિખારી જેવો બાળક..
‘’એ સાહેબ….એ સાહેબ…’’ કહી પાછળ દોડતો હતો….
હું મારી સ્પીડ વધારતો જતો હતો તેમ તે બાળક પણ ‘’..ઓ.ઓ સાહેબ ઉભા તો રહો..’’ કહી બુમ પાડે જતો હતો.
હું મનમાં ખિજાતો ગાળો આપતો હતો…’’આ ભિખારીની જાત…એક ને આપો તો દસ પાછળ પડે…’’
હું થાકી ને ઉભો રહી ગયો,અને જોર થી બોલ્યો… ‘’ચલ અહીંથી જાવુ છે કે પોલીસને બોલાવું.ક્યારનો સાહેબ..સાહેબ કરે છે….લે 10 રૂપિયા.. હવે જતો રહેજે.’’
મેં પોકેટમાંથી પાકીટ કાઢી 10ની નોટ કાઢવા પ્રયત્ન  કર્યો..પાકીટ ગાયબ….હું તો મૂંઝાઈ ગયો..હમણાં જ ATM માંથી ઉપાડેલ 20 હજાર રૂપિયા… ડેબિટ કાર્ડ..ક્રેડિટ કાર્ડ..ડ્રાઇવિંગ લાઇસન્સ….બધું અંદર….
‘’સાહેબ’’ પેલો બાળક બોલ્યો.
‘’અરે ..સાહેબ…સાહેબ શું કરે છે ક્યારનો ?’’ મેં ઊંચા અવાજે કહ્યું.
બાળક એ એક હાથ ઊંચો કર્યો સાહેબ….
તેના..હાથ તરફ મારી નજર ગઈ…પછી તેની નિર્દોષ આંખો  તરફ….
બે ઘડી તો…મને મારી જાત ઉપર,મારા ભણતર ઉપર,મિથ્યા અભિમાન અને અધ્યત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ.
માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યરે જ આંખ મેળવીને વાત કરે છે,બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલીને ભાગી જનાર વ્યક્તિઓ પણ સંસારમાં છે.
એ બાળકની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતાં ખબર પડી.. મારૂં ખોવાયેલ “પાકીટ” તેના નાજુક હાથમાં  હતું !
‘’લો સાહેબ …તમારૂં પાકીટ…સાહેબ,ટિકિટ બારી ઉપર પાકીટ ખિસ્સામાં મુકતાં.. પાકીટ સાહેબ…તમારૂં નીચે પડી ગયું હતું…’’
મારી આંખો ભીની થઈ ગઈ.રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળકના માથે હાથ ફેરવ્યો….’’બેટા….. મને માફ કરજે .’’
આ જુલમી સમાજ ગરીબ માણસને હંમેશાં ચોર અને ભિખારી જ સમજે છે.
‘’આજે પાકીટ આપતો તારો હાથ ઉપર છે ,મારો હાથ નીચે છે…સાચા અર્થમાં ભિખારી કોણ?’’
આજે મને સમજાયું ઈમાનદારી એ ફક્ત રૂપિયાવાળાની જાગીર નથી.
‘’બેઈમાનીના રૂપિયાથી ધરાઈ ને ઈમાનદારીનું નાટક કરતા બહુ જોયા છે….પણ..ભૂખ્યા પેટે ..અને ખાલી ખીસ્સે ..ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો. બહુ સહેલી  વાત નથી..બેટા.. લક્ષ્મીજી જોઈ ભલ ભલાની વૃત્તિ અને એની નીતિઓ બદલાઈ જાય છે…’’
‘’બેટા…. હું ધારૂં તો આ પાકીટ તને ઇનામમાં આપી શકું તેમ છું…હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારૂં ખિસ્સું  કાતરી ગયું….બેટા,તારૂં ઈમાનદારી નું ઇનામ તને જરૂર મળશે.
‘’બેટા…..તારા મમ્મી ..પપ્પા..ક્યાં છે….?’’
મમ્મી..પાપા નું નામ સાંભળી…તે બાળક ની આંખ મા આશું આવી ગયાં.
હું તેના ચેહરા અને વ્યવહાર ઉપર થી એટલું સમજી ગયો હતો… કે આ વ્યવસાય તેનો જન્મ જાત નહીં હોય…કોઈ હાલતનો શિકાર ચોક્કશ આ બાળક બની ગયો છે.
મેં..તેનો…હાથ પકડ્યો…’’ ચલ બેટા… આ નર્કની દુનિયા માંથી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે.’’
હું સીધો..નજીકના પોલીસ સ્ટેશને જઈ બધી હકીકત જણાવી.
પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો,’’આપને કોઈ સંતાન છે?’’
મેં કહ્યું,’’છે..પણ USAમાં છે.અહીં મારો પોતાનો બિઝનેસ છે.આ બાળકને ઘરે લઈ જવાની વિધી સમજાવો.. તો ..આપનો આભાર.’’
‘’મારી પત્ની પણ ખુશ થશે…સાથે..સાથે…અમે તેને ભણાવી….એક તંદુરસ્ત સમાજનો હિસ્સો બનાવશું.’’
અમે કોઈ મંદિર કે આશ્રમમાં રૂપિયા કદી આપ્યા નથી….એક સતકાર્ય અમારા હાથે થશે.કોઈ રસ્તે રખડતા બાળક ની જીંદગી બની જશે તો એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે.’’
પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખુશ થતાં બોલ્યા…
‘’સાહેબ…ધન્ય છે તમારા વિચારોને…તમારી કાયદાકીય પ્રોસેસ હું પુરી કરી આપીશ.હું પણ એક સારૂ કાર્ય કર્યાનો આનંદ લઈશ.કોઈ લુખ્ખા તત્વો..બાળકનો કબજો લેવા આવે તો મને ફોન કરી દેજો.’’
આજે આ બાળક…ભણી ગણી..ને સરકાર ની ટોપ કેડેર ની IPS કક્ષાની પરીક્ષા પાસ કરી…મને પગે લાગી રહ્યો છે.
દોસ્તો…
કોઈ જન્મજાત ભિખારી,ચોર કે ડોન નથી હોતું…. સંજોગો…અન્યાયનો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે…તેને હાથ પકડી ફરીથી સંસ્કારી સમાજ વચ્ચે મુકવાની જવબદારી સમાજ અને સરકાર ની છે.
મેં કહ્યું ‘’બેટા, હું સમજુ છું..તારા મા બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત…..પણ અમે ખુશ છીએ તારા અકલ્પનીય પ્રોગ્રેસ થી.’’
બેટા અહીં મારા “એક પાકીટ નું ઇનામ” પુરૂ થાય છે તેવું
સમજી લેજે.
એ બાળકનું નામ અમે સુરેશ રાખેલ અને એ એટલું જ બોલ્યો..
त्वमेव माता च पिता त्वमेव ।
त्वमेव बन्धुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणम् त्वमेव ।
त्वमेव सर्वम् मम देव देव ॥
‘’તમે મને કોઈ વાતની કમી રહેવા નથી દીધી.”
”મેં નથી ભગવાનને જોયા.કે નથી મારા મા બાપ ને…મારા માટે..આપ જ સર્વ છો.’’
‘’તમારૂં ઇનામ પુરૂ થાય છે..ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે…પહેલાં તમે જ્યાં જતા ત્યાં હું આવતો,હવે હું જ્યાં જઈશ ત્યાં …તમે…હશો.’’
સુરેશ પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી બોલ્યો, ‘’પાપા…આ સેલ્યુટ ના ખરા હક્કદાર પેહલા તમે છો.’’
આને કહેવાય લેણદેણના સંબંધ…

સૌને
ભાર્ગવ આહીર ના
જય શ્રીકૃષ્ણ