Successful Medicines Part 3 in Gujarati Motivational Stories by Shaimee oza Lafj books and stories PDF | સફળ થવાની દવા ભાગ 3

Featured Books
Categories
Share

સફળ થવાની દવા ભાગ 3

સફળ થવાની દવા ભાગ 3

સમસ્યા અને સમાધાન જુદા નથી,કોઈ પણ દર્દ ની દવા હોય જ છે,

કાગળીયા જ નક્કી કરે સફળતા આવું હોય તો પહેલા નંબર વાળા અભણ ના હાથ નીચે કામ કરે, આ તે કેવી સફળતા ની વ્યાખ્યાઓ આપો છો તમે?,દરેક માણસ પોતાની મહેનત અને આત્મવિશ્વાસ થી આગળ આવે છે,કેમ કે કોઈ પુરે પુરો સફળ તો નથી, ગુજરાતી માં એક કહેવત છે,રાંડેલી ને માંડેલી બે રોવે છે.અલા કોઈ નક્કી કરશે મારી કેટેગરી. કોઈ મન રાહ બતાવે,જે રસ્તે પોતે ખોટવાતો ચાલે તે મને સલાહ આપે ને હું એના કહેવાથી ગાંડી કે ગાંડો, અને કોઈ નું સાંભળીને ચાલ્યા તો જાણે તમે ગયા,જીવન આપણા નિયમ થી જીવાય છે,કોઈ પુરે પુરો સફળ તો નથી, ને કોઈ પુરે પુરો નિષ્ફળ પણ નથી.

     બધું ભણવા થી થતું નથી બાહ્ય જ્ઞાન પછી જરુરી છે,ધ્યેય તો એવો રાખવો જે કઠીન હોય, મહેનત માંગી લે પછી જોવો તમે કેવા આગળ આવો છો,અને એક વાર જો તેનો જવાબ મળી જાય પછી તો બાપુ મજા જ મજા છે, સપનાં કદી ન મારવાં, ઊંચા જ જોવા કેમ કે એમાં કોઈ પૈસા નથી થતા, શંકાબાપા એ અનલિમીટેડ ડેટા આપ્યો છે.લક્ષ્ય પણ આપણું શુદ્ધ 24કેરેટ સોના જેવું હોવું જોઇએ.

     શ્રીમદ્ ભગવત ગીતા માં કહ્યું છે, આપણો ધર્મ ગ્રંથ પ્રમાણે અમેરિકા ના લોકો જીવન જીવે છે, તેવો આપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે જીવન જીવે છે, તે લોકો સુખી અને સમૃદ્ધ છે, જેને જીવન જીવવા નો રસ્તો બતાવ્યો તે આપણે ભારતીયો દુઃખી છીએ, પણ આપણે તે લોકો ની નકલ કરવા માં અને ત્યાં થી વસ્તુ ઓ લાવી ને 'મેડ ઈન ઈન્ડિયા'ના ખાલી ટેગ જ માર્યા. આપણા ત્યાં બધાં દેશ વિદેશ ના લોકો નાલંદા,વલ્લભી,તક્ષશિલા,અભ્યાસ માટે આવતાં હતા,કે આ દેશ પાસે કંઈક તાકાત છે,ને આપણે અત્યારે જેને પુછીએ કે ક્યા જાવો બાબા નો વીઝા કઢાવવા તેને અમેરિકા જર્મની, ઇટાલી,કેનેડા, ચાઇના મોકલવાનો,ને દિકરી નું નક્કી કર્યું તે એન.આર.આઈ. છે.

    ટાઇમ મેનેજમેન્ટ પણ એટલું જ જરુરી છે. માટે નક્કી હોવું જોઇએ, કે મારે આટલા ટાઇમ માં આટલું કરવું ને પાસું કરીને રહેવાનું, મારે બુક નો 1ભાગ લખવો હોય તો હુ જ્યાર સુધી પુરો ના થાય ત્યાં સુધી હું સુતી જ નથી ભલે ગમે તે થાય.ને સ્ટડી નું કામ પુરું કરીને પછી હું મારો ભાગ પુરો કરું પણ કર્યા વગર સુવુ નહીં.

   સુંદરતા તો ભગવાને આપેલી ભેટ છે, અમુક ને હોય ને મારા જેવા ને ન પણ હોય, પણ આજ કાલ સફળતા ની વ્યાખ્યા ઓ માં સુધરેલા લોકો એ હવે સુંદરતા અને પૈસા ને ઉમેરી નાંખ્યા.એમાં ને એમાં મન થી આપણે ઠુંઠા થઈ ગયા,ને ડગલે ને પગલે આપણે ભગવાન સામે ભીખારી ની જેમ હાથ ફેલાવવા માંડ્યા. બાહ્ય જ્ઞાન પણ જરૂરી છે.
મિત્રો વાંચન કરો, ટીવી સીરીયલો અને ફિલ્મો તમને ક્યારે કામ નહીં લાગે.વાંચન કરો તમારા હ્રદય નો વિકાસ થશે.તમને બધીજ સમસ્યા નું સમાધાન મળી રહેશે તેમાંથી ઘર માં પુસ્તકો ન ખરીદી શકો તો તમે બુકો ની એપ આવે તે ડાઉનલોડ કરી ને વાંચો પણ વાંચો ખરા.કેમ કે ફિલ્મો તમારા મગજ ને હેંગ કરશે.અને પોતાની કમાણી કરશે, ને તમે ખોટા નશા માં ફરશો.ને તમારો ટાઈમ બગડશે, જોવા જેવી ફિલ્મો હોય છે.10% જેવી ના નથી પણ બીજી બધી ડબ્બા જેવી ને કચરા જેવી છે. માટે તમે કાળજી રાખજો.પછી જોજો હા સમય હાથ માં થી સરકી ન જાય,કેમકે ગયેલો સમય કદી કોઈ નો પાછો આવ્યો નથી. જે ઘર માં પુસ્તકો ન હોય તે ઘર ઘર જ નથી.સ્મશાન સમાન છે, સ્મશાન તો થોડુક સારું ત્યાં કમસે કમ શ્લોકો તો બોલાય છે,તેના થી પણ ખરાબ છે,તે ઘર. પુસ્તક પણ એવાં જ ઘર માં હોય જે કોઈ ભાગ્યસાળી નાજ ઘર માં હોય.જે ઘરમાં પુસ્તકો નથી તે પહેલું કારણ છે, નિષ્ફળતા નું.

તમે 50વર્ષ ની ઉંમર માં તમે જો મસ્ત ચાલી શકો,એક પગ નો ટેકો લીધા વગર તો તમે સફળ માનવી છો,તમે જો 80વર્ષે પણ તમે એવું બોલી શકો કે મોત ભલે આજ આવે મારે જે મેળવવાનું હતું, તે મે મેળવી લીધું,અને લાગે કે હુ મસ્ત જીવ્યો કે જીવી જે માણસ મોત ને પણ વધાવી લે કોઇ જ મોહ વગર તે પણ સફળતા ની બીજી વ્યાખ્યા છે,તમે ખુલ્લા મને હસી શકો,તે ત્રીજી વ્યાખ્યા છે.
      
જે માણસ સમજી જાય કે આપણા હાથ માં મહેનત જ છે,તેનો ભગવાન શિવ મિત્ર બની જાય છે, તક કોઇ દિવસ આવતી જ નથી એ ઝડપવી પડે છે. તક આવે ને સમય આવે આતો બધી તમને કાલ્પનિક નશા માં રાખવા ની અને પોલીસ ની ભાષા માં ડફોળ બનાવવાની વાત છે,બીજુ કહી નથી.

   જે માણસ મહેનત થી દુર ભાગે મફ્તીયુ શોધવા મથે શોર્ટ કટ ની ભાવના માં ડુબી ને ફરતો રહે તો ,તેનો પણ શોર્ટ કટ જ થઇ જાય કુદરત પણ તેને આપવા માં શોર્ટ કટ જ શોધે,માટે તન તુટી જાય તેવી મહેનત કરો સફળતા તમારી કદમો માં જ છે.પણ આતો કોઇ સાલુ કહેતુ જ નથી,બધું બુદ્ધિ નું વિકાસ હવે,તો નોકરી ઓમાં પણ હવે સાઇકોલોજીકલ ટેસ્ટ. જોવો તમારી કેવી પથારી ફરેવે છે,અને જેનાથી આપણું જીવન ચાલે છે,જે બંધ થઇ જાય તો માણસ નકામો થઇ જાય, અને માણસ ને પ્રભુ  ના આદેશો ને તેને ફોલો કરવામાં આવે,તેનું તો કોઈ કશું જ શીખવતુ જ નથી,મેં તો કોઇ દિવસ એવું નહીં સાંભળ્યું કે કોઈ જગ્યા એ એવો ટેસ્ટ લીધો હોય આ માણસ દિલ થી કેટલો બુદ્ધિશાળી છે, એનો તો કોઈ ટેસ્ટ લીધો હોય તેવું.

     દરેક ને સફળ થવું છે, તેનો સાચો મતલબ જાણસો તો તમે પાગલો ની જેમ તેના પાછળ નહીં ભાગો તેજ તમારી ગુલામ બની જશે,

     આપણે જ બધા ને સફળ થવાના અને હતાશા મુક્ત રહેવા ના ઉપાયો બતાવતા હતા ને આપણે જ દયનીય હાલત માં મુકાઈ ગયા,આના માટે જવાબ દાર છે, જે સમાજ વ્યવસ્થા એજ્યુકેશન સિસ્ટમ, પોતાના સ્વાર્થ માટે રચાતી પોલીટિક્સ માં આવતું પરીવર્તન અને આવતી ફિલ્મો  જેના લીધે લોકો ના માનસ પર ગંભીર અસર પડી છે.અને બધાજ હતાસ અને ચિંતા માંથી મુક્ત થઇ શકે તેમ જ નથી.

   જયારે હતાશા એતો સફળતા માં આવતું અવરોધક પરિબળ છે. જ્યારે હતાશા રુપી હવા જ્યારે ભરાઈ જાય છે, ત્યારે તેને સ્પેશ મા રાખવામાં આવે,છે અને હવા જગ્યા કરતાં વધું ભરાય તો તે  એક દિવસ  વિસ્ફોટ બની ફુટે છે, ને પછી તે હતાશા નો ભોગ બને છે, ક્યારેક આત્મહત્યા નો ભોગ બને છે.માટે બાળક ને હુંફ આપવી "બેટા મહેનત કર તું પછી જે પણ પરિણામ આવશે, પછી અમે તારા સાથે છીએ,પણ મા બાપ પણ ઈજજત નાં નામે બાળકો ની કલાઈ કરવા માડ્યાં,જેથી બાળકો પણ અસલામતી ની લાગણી અનુભવવા લાગ્યાં દરેક પોતાની સાથે સફળતા લઈ ને જ જન્મયાં છે, પણ જરુર છે તેને જાગવા ની તમને કોઈ નહીં જગાડે તમારે જ જાગવું પડશે, જલ્દી કર મોડુ ન થઇ જાય દોસ્ત.
 
શૈમી પ્રજાપતિ