છેલ્લી મુલાકાત
આજની સવારે ઉઠ્યા ત્યારથી જ મારા મનમાં ને મનમાં એક પ્રશ્ન મને ગૂંચવી રહ્યો હતો કે આજનાં વેલેંન્ટાઈન ના દિવસે હું વિશાખાને કેવી રીતે પ્રપોઝ કરીશ. એ મને સમજાતુ ન હતું. વિચારમાં ને વિચારમાં મુલાકાતનો સમય નજીક આવી રહ્યો હતો. જીવનમાં પહેલી વખત મેં ઈનશર્ટ કર્યુ અને બેલ્ટ બાંધ્યો હતો એ પણ ખાસ વિશાખા માટે અને એવી એક મુલાકાતનો જેને જીવનભર યાદગાર બનાવવાનો એક સારો મોકો મળ્યો હતો. વર્ષો પહેલા કોલેજથી શરૂ થયેલી દોસ્તી કાયમનો સાથ નિભાવવાનો પ્રેમ બનવા જઈ રહ્યો હતો.
ઘરેથી નિકળી એક લાલ ગુલાબનું ફૂલ માળી કાકા પાસેથી ખરીદી અને એક પ્રપોઝલ કાર્ડ લઈને હું બગીચા તરફ આગળ વધ્યો. આજે હું ખુબ જ ખુશ હતો. બગીચામાં પહોંચી જઈને એક બેંચ પર બેઠો ત્યાં સામે જ એક કપલ એકબીજાનાં હાથોમાં હાથ નાખીને કંઈક વાતો કરતુ સામે બેઠુ હતુ. ખબર નહી શું વાત હશે પરંતુ એક એ ખુબ જ ખુશ લાગતુ હતું. એટલા માંજ સામે વિશાખાને આવતી જોઈ હું ખુબ જ અવાચક બની ગયો આવી સરસ તૈયાર થયેલી મે એને પહેલી વાર જોઈ હતી. જે જેમ જેમ મારી નજીક આવી રહી હતી તેમ તેમ મારી હાર્ટ બીટ વધતી જતી હતી અને આખરે એ સમય આવે ગયો જેની હુ ધણા વર્ષોથી રાહ જોતો હતો.
વિશાખા:- હાય! આદિત્ય. યોર લુક ઈઝ વેરી ગુડ ટુડે. આજે તે મારી વાત માની એમ ને...ઈનશર્ટ કરીને આવ્યો. થેંક્સ
આદિત્ય:- યસ, તારી વાત તો માનવી જ પડે ને.. એમાં પણ આજે ખાસ દિવસ છે. આજે તારી વાત ન માનું એ કેમ બને..
વિશાખા આજે મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. જે હું કેટલાય સમયથી કહી શક્યો નથી.
વિશાખા:- હા, તો બોલને એમાં શું, એમ પણ.. તારી વાતો સાંભળવા મારા સિવાય ક્યા કોઈ દોસ્ત છે તારો.
આદિત્ય:- હું તને એમ કહેવા માંગુ છું કે....કે....વર્ષો પહેલાની દોસ્તીને જીવનભરનો સાથ મારે બનાવવો છે. મેં તને જ્યારથી
કોલેજમાં જોઈ છે ત્યારથી જ હું તને ખુબ જ પસંદ કરુ છુ પણ આજ સુધી ક્યારેય તને એ કહેવાની હિંમત કરી
શક્યો નથી પરતુ આજે હુ તને કહુ છુ કે હુ તને ખુબ જ પ્રેમ કરૂ છું અને તારી સાથે મારી પોતાની આખી જીંદગી
વિતાવવા માંગુ છું. તુ મારી સાથે લગ્ન કરીશ ?????
વિશાખા:- માઈન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર આદિત્ય !! તેં આવુ વિચારી પણ કેમ લીધુ કે હુ તારી સાથે લગ્ન કરીશ. હું જાણું છું કે
તુ દેખાવમાં સારો છે અને મેં તને હંમેશા એક મિત્ર તરીકે જ ગણ્યો છે એ પણ તારો કોઈ મિત્ર નથી એટલે. પણ
તારે એ હંમેશા યાદ રાખવાની જરૂર જ છે કે તું પૈસાદાર નથી. તારી એવી હાલત જ નથી કે તુ લગ્ન પછી મારા
દરેક સપનાઓ અને મારી દરેક જરૂરિયાત પુરી કરી શકે. લગ્ન કરવાનો વિચાર તો ભુલી જ જજે.
આદિત્ય:- પણ.. વિશાખા મેં હંમેશા તને ચાહી છે અને તું ખાલી પૈસા માટે મને તરછોડી રહી છે. પૈસો તો આજે નથી તો કાલે
આવી જશે. પણ એક વાત નક્કી છે કે હું હંમેશા તને ખુશ રાખીશ. હું એમ નથી કહેતો કે હું તારા માટે પરફેક્ટ
વ્યક્તિ છું પરંતુ એક વાત ચોક્કસથી કહીશ કે મારા જેટલો પ્રેમ તને દુનિયામાં કોઈ નહી આપી શકે. પ્લીઝ
આના વિશે વિચારજે જો તારે સમય જોઈતો હોય તો હું તને વિચારવાનો સમય આપી શકુ.
વિશાખા:- સમય...સમય તો હું આપુ તને મારી જીંદગી માથી જતા રહેવા માટે..મિસ્ટર આદિત્ય. ભુલી જા કે મારે વિશાખા
નામની કોઈ છોકરી સાથે મુલાકાત પણ થઈ હતી. મને ખબર છે કે પૈસો ભગવાન નથી પણ ભગવાનથી કંઈ
કમ પણ નથી.
આદિત્ય:- એટલે તું ખાલી પૈસા માટે થઈને મને છોડી દઈશ. ભુલી જઈશ એ ૫ વર્ષની મિત્રતા.
વિશાખા:- હા. અફકોર્સ..જો સાંભળ મારા પપ્પાએ એક છોકરો શોધ્યો છે વિવાન નામનો અને તેને જલ્દી જ મલ્ટી નેશનલ
કંપનીમાં નોકરી મળવાની છે.. હાયર પોસ્ટ પર. એને ૨ બંગલા અને ખુબ પૈસો છે અને વળી પાછો તારી કરતા
વધારે હેંડસમ પણ છે તો શા માટે હુ તારી સાથે લગ્ન કરૂ? મને કોઈ શોખ નથી એડ્જસ્ટમેંન્ટ કરવાનો....સો
પ્લીઝ....હવે આ આપણી કદાચ છેલ્લી મુલાકાત છે. આપણે હવે ક્યારેય મળવાના નથી. મને ખબર જ હતી કે
આપણે છુટા પડીશુ. પણ આવી રીતે પડીશુ એ કયારેય વિચાર્યુ ના હતું.
આદિત્ય:- સારૂ હું ભગવાન તો નથી કે તને રોકી લઉ..પરંતુ એક દિવસ જરૂર એવો આવશે કે જ્યારે તને લાગશે કે મેં એક
સારો વ્યક્તિ મારી જીંદગી માંથી જતો કર્યો છે. મને એટલી ખબર છે કે લગ્ન એની સાથે કરાય કે જે આપણને
પ્રેમ કરે એની પૈસાને નહી. મારી લાઈફમાં બીજી કોઈ છોકરીને હું સ્વીકારુ કે ના સ્વીકારુ મારા મનનાં કોઈ એક
ખુણો એવો હશે જ્યાં તારી સિવાય કોઈને જવા નહી દઉ. હું પણ આજથી ભગવાન પાસે એવીજ પ્રાર્થના કરીશ કે
આ આપણી છેલ્લી મુલાકાત હોય. એવો પ્રયત્ન પણ કરીશ કે જે મને પ્રેમ કરે છે એને ક્યારેય પૈસાના લીધે મને
છોડવો ન પડે...ગુડ બાય મિસ.વિશાખા.. પોતાનું ધ્યાન રાખજે...
વિશાખાને જતા જોઈને જ મારા હ્રુદયમાં આંચકો લાગ્યો આટલા વર્ષોની રિલેશનશીપ પછી કોઈ મનગમતી વ્યક્તિને ભુલી જવી એ મારા માટે સહેલી વાત નથી પરંતુ જીંદગી ચાલતી રહે છે. તે કોઈની રાહ જોતી નથી પણ એક વસ્તુ ચોક્ક્સ છે કે પહેલો પ્રેમ ક્યારેય ભુલાતો નથી. એ હંમેશા મનનાં કોઈક ખુણામાં યાદ બનીને પડ્યો રહે છે. ..આવા સમયે કોઈક અજાણ કવિએ લખેલી એક પંક્તિ યાદ આવે છે.
બરસો ગુઝર ગયે, કભી રો કર નહીં દેખા.
આંખોમે નીંદ હૈ, મગર સો કર નહીં દેખા.
વો ક્યા જાનેગી દર્દ મોહબ્બત કા,
જીસને કભી કીસીકા, હોકર નહીં દેખા.
(12 વર્ષ પછી......વિશાખાનું ધર)
વિવાન:- (ગાડીનો હોર્ન મારતાં) અરે..યાર વિશુ..ચલને જલ્દી, આરોહીનો શો મીસ થઈ જશે...પ્લીઝ જલ્દી કર...
વિશાખા:- આવી...બસ જો તાળુ મારીને નીચે જ ઉતરૂ છું...
વિવાન:- બહુ મોડુ કરે છે. યાર તું.. આરોહીના ગીતો સાંભળવા માટે તો મેં આટલી મોંધી ટિકીટ લીધી છે. મેં તને કહ્યુ તુ ને
કે હું ઓફિસથી આવુ એટલે તૈયાર રે જે.....
વિશાખા:- હા તો હવે ગાડી થોડી ફાસ્ટ ચલાવો એટલે ટાઈમ પર પહોંચી જવાય...આટલા હજારો માણસોની પબ્લીકમાં તમે
કહીં જ નથી દેખાવાના તમારી એ આરોહીને....(હસતાં હસતાં)
વિવાન:- તને ખબર છે. ને કે હું આરોહીનો શો ક્યારેય મીસ નથી કરતો બધા જ શો જોઉ છું...
વિશાખા:- હા ખબર છે. હવે ગાડી ચલાવો.. પછી પાછો મારો જ વાંક કાઢશો....તમને ખબર છે આજે આરોહીનો શો છે ત્યાં
બાર વર્ષ પહેલા આવેલી છું એ દિવસ મારો બહુ જ ખરાબ દિવસ હતો..એક ફટીચર વ્યક્તિએ મને પ્રપોઝ કરી
હતી..
વિવાન:- હા. ખબર છે. આદિત્ય આ બાર વર્ષમાં તે આ મને બારસો વખત કીધુ છે. મને લાગે છે કે હજુ ભુલી નથી તુ એને...
વિશાખા:- ના, ના હવે એવુ કઈ નથી.
વિવાન:- ચાલો ત્યારે...પહોંચી ગયા આખરે.. આરોહીની એંન્ટ્રી હજુ બાકી છે. ખુબ જ માણસો છે. એક કામ કર મને લાગે છે
કે તુ પાણીની બોટલ ભુલી ગઈ છે તો હુ એક પાણીની બોટલ લઈ આવુ તુ અહી ઊભી રહેજે.. હું લઈને આવુ છું..
વિશાખા:- બટ...જલ્દી આવજે..ઓકે.. હું અહી જ સામે બેંચ પર બેઠી છું..ઓકે.
વિશાખા: (મનમાં) આ એ જ બેંચ છે જ્યા વર્ષો પહેલા હું આદિત્યને મળી હતી..કેવો પાગલ વ્યક્તિ હતો એ કે જે અમારી બે
પળની દોસ્તીને પ્રેમનું નામ દઈ બેઠો..સ્ટુપીડ...પણ હું શા માટે એના વિચાર કરૂ છું..અત્યારે મારી પાસે મારો
વિવાન છે સારી લાઈફ છે. પૈસો છે.. બધુ જ છે જ મેં ઈચ્છેલું.. અને એ પાગલ હજી પણ ૫૦૦૦ રૂપિયાની
નોકરીમાં ખુશ હશે..અને ભટકતો હશે એની ટેવ હતી એમ..
અરે..સામેથી કોઈ આવે છે. એનો ચહેરો તો જાણીતો લાગે છે. અરે નહી, એ જ ઈન્શર્ટ કર્યા વગરનો, વિખરાયેલા
વાળ અને પગમાં ચપ્પલ. આ તો એ જ છે. આદિત્ય...!!!મનમાં આંચકો લાગે છે. શું કરૂ એને બોલાવુ કે નહી એની
અસંમજસમાં મોં માંથી શબ્દો નીકળી ગયા......આદિત્ય....આદિત્ય...
આદિત્ય:- અરે વિશાખા....વેરી લોંગ ટાઈમ....હાઉ આર યુ? કેમ ચાલે લાઈફ....
વિશાખા:- બસ.. મારે તો ખુબ જ સારૂ છે. પણ તુ હજી એવો જ છે જ્યારે મેં વર્ષો પહેલા મુકી ને ગઈ હતી એવો જ....
આદિત્ય:- હા.. સમય જતાં માણસો બદલાઈ જાય છે. એ તારી પાસેથી જ શિખ્યો છુ. પણ મે મારા જીવનને એવુ જ રાખ્યુ છે
જેવો હું પહેલા હતો...
વિશાખા:- કંઈ કામ ધંધો કરે છે કે પહેલાની રખડવાની આદત અને વહેમમાં રહેવાની આદત હજી છુટી નથી. શું કામ કરે છે.
તું આજ કાલ?
આદિત્ય:- રખડવાનું તે જ તો કહ્યુ હમણાં જ...
વિશાખા:- હા. મેં પણ કઈંક એવુ જ વિચાર્યુ હતું. હવે તુ જા અહીંથી મારા પતિ આવતા જ હશે..અને એ જોશે તો પાછા મને
એ જ સવાલ પુછશે કોણ હતો એ ફટિચર વ્યક્તિ...અને આબરૂ જશે એની...
આદિત્ય:- હમ્મ. સાચી વાત તારી...ચલ તો આવજે..એ જ કહીશ જે ૧૨ વર્ષ પહેલા કીધુ હતું,..પોતાનું ધ્યાન રાખજે ....
એમ પણ તારી સાથે બહુ ઊભો રહીશ તો તરી ઈજ્જત જશે...(હસતાં હસતાં)
એટલાં માં જ વિશાખાને જણાયું કે વિવાન પાણીની બોટલ લઈને દુરથી આવતો દેખાયો. પરંતુ અચાનક તે મને અને આદિત્યને જોઈને થોડી વાર ઊભો રહી ગયો અને અમને બંને ને નિરખીને જોવા લાગ્યો. એ અમને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે એ કોઈ અજાણ્યા ચહેરાને ઓળખવાની મથામણ કરી રહ્યો હોય.. અચાનક જ તેમણે અમારા તરફ દોટ મુકી. મેં તરત જ આદિત્યને કહ્યુ વિવાન આવે ત્યા સુધીમાં તુ જતો રહે..પરંતુ એટલી જ વારમાં વિવાન આવી પહોંચ્યો અને આદિત્ય તરફ હાંફતા હાંફતા આવીને બોલ્યો....
વિવાન:- અરે! સર આપ.. આપ અહીંયા.....મેં આપને મળવા માટે ધણી કોશીશ કરી પણ તમારી મિટીંગ્સ ના લીધે હું આપને
મળી જ નથી શક્યો.. હું બહુ સદનસીબ છું કે આજે ધણા સમયનાં પ્રયત્ન પછી મને આપના દર્શન થયા. થેંક્સ તમે
મને તમારી કંપનીમાં આટલી સારી જગ્યા પર નોકરી આપી... હું આપનો ખુબ ખુબ આભારી છું...સર. પ્લીઝ આપ
અમારા ધરે પધારો..આવો સારો સમય અમને ક્યારેય નથી મળવાનો.. આજે જે કંઈ પણ હું છું એ ફક્ત આપની જ
મહેરબાનીથી છું...અમને થોડો ખાતેરદારીનો મોકો આપો સર..હું આપનો હંમેશા આભારી રહીશ....(વિશાખા તો
અચંબીત થઈને જોઈ જ રહી તેને તો કશું સમજાતું ન હતુ કે આ બધુ શું થઈ રહયુ છે.) વિશાખા આ અમારા સર
છે..મિસ્ટર આદિત્ય મહેતા. જે મારા માટે તો ભગવાન સમાન છે જેણે અમારી જેવા કેટલાય શિક્ષિત બેરોજગારોને
પોતાની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પર રાખ્યા છે. થેંક્સ કે એમને હું આજે જે કંઈ છું એ એના કારણે જ છું.
વિશાખા:- થેંક્સ સર..
આદિત્ય:- ના...ના.....થેંક્સ કેવાની કોઈ જ જરૂર નથી...આમ પણ હું જે કઈ છું એ મારા સંબંધોના લીધે જ છું.આમ પણ પૈસા
કરતા મારી લાઈફમાં મેં રિલેશનને જ વધારે મહત્વ આપ્યુ છે અને નોકરી પર ભલે હું લોકોને રાખુ છું પણ એ જ
લોકો પોતાની મહેનતથી આગળ આવે છે અને મને પણ આગળ લઈ જાય છે. એનું નામ જ સંબંધ. ઓકે.. મારે
હવે જવુ પડશે...
વિવાન:- સર...હવે તમે આવ્યા જ છો તો પછી...આરોહીનો શો જોઈને જાવ ને....બહુ જ સરસ ગીતો હોય છે. એનાં...બેસ્ટ
ફિમેલ સિંગર છે. આપણા દેશની..મને તો એના ગીતો બહુ જ ગમે છે..રિયલી
આદિત્ય:- હા... મને પણ એના ગીતો બહું જ ગમે છે. એટલે જ આજે હું અહીયા છું નહીતર હુ પણ ધણા વર્ષો પછી આજે
અહી પાર્કમાં આવ્યો છું. આજે વેલેંટાઈન ડે છે. એટલે આવા ગીતો ગમે સાંભળવા....બાય...વિવાન અને
વિશાખા..ગુડ ડે...
વિશાખાના મોં માંથી એક પણ શબ્દ નીકળ્યો નહી..એ ચુપચાપ થાંભલાની જેમ ઉભી રહી અને કંઈ પણ બોલ્યા વગર આદિત્ય અને વિવાનની વાતો અંગે વિચારતી રહી. જ્યાં સુધી આરોહીનો શો ચાલ્યો એટલી કલાકો માત્ર એ આદિત્યના વિચારોમાં જ ખોવાઈ રહી..અને પછતાવો કરવા લાગી કે પૈસા...પૈસા કરતા કરતા એ એક એવા વ્યક્તિને ખોઈ બેસી કે જેનું ખાલીપણું મોત સુધી પણ પોતે ભરી શકશે નહી. બહુ મોટી ભુલ કરી નાખી...પૈસા અને એશો આરામ મેળવવાની લાલચમાં એ એવા પ્રેમાળ વ્યક્તિને ખોઈ બેઠી કે જેનો પછતાવો એને કાયમ રહી જવાનો....એટલામાં જ શો પુરો થવાની તૈયારી હતી અને સ્ટેજ પરથી અનાઉન્સમેન્ટ થયું..
આરોહી:- હેલો.. ઓડિયન્સ.. મને ખબર છે. કે તમે ગીતો સાંભળીને ખુબ એન્જોય કર્યુ હશે...અને કરવુ જ જોઈએ... આજે
ખાસ દિવસ જો છે. ઈટ્સ વેલેન્ટાઈન ડે...આજનો દિવસ મારી માટે પણ ખાસ છે. કારણ કે આજે હું એવા વ્યક્તિને
પ્રપોઝ કરી રહી છું કે જેને હુ ખુબ જ પ્રેમ કરૂ છું..
આદિત્ય મહેતા...આઈ લવ યુ....વીલ યુ બી માય વેલેંન્ટાઈન...મારી સાથે લગ્ન કરીશ.....??? પ્લીઝ કમ ઓન
સ્ટેજ...
આદિત્ય:- યસ....આરોહી...આઈ લવ યુ ટુ...હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું...
(આ સાંભળતા જ હજારો લોકોનું ટોળું સીટીઓ મારવા લાગ્યુ)
શો પુરો થયો અને આરોહી અને આદિત્ય ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા..લોકોનું ટોળું વિખરાવા લાગ્યુ...એ ડ્રેસિંગ રૂમ તરફ્ર પહોંચતા જ હતા ત્યાં તેને વિશાખા અને વિવાન મળ્યા.
વિવાન:- વેરી..વેરી કોન્ગ્રેચ્યુલેશન્સ સર અને આરોહી મેમ...
આદિત્ય:- થેંક્સ વિવાન. હવે ઓફિસમાં મળીશુ...તું અને વિશાખા આવજો હવે મારા ધરે..આમ પણ અમારા ગરીબખાના માં
તારી જેવા લોકોની બહુ જ જરૂર છે. જે સંબંધોનું મહત્વ સમજે છે. અને ધણા લોકો (વિશાખાની સામે જોઈને) એવા
પણ હોય છે. જે ખાલી પૈસાને મહત્વ આપતા હોય છે. એની...વે ...બાય પછી મળીશુ...
વિવાન:- સર.. મારે આરોહી મેમ નો ઓટોગ્રાફ જોઈએ છે. હું લઈ આવું...
આદિત્ય:- શ્યોર...(આદિત્ય ઓટોગ્રાફ લેવા જાય છે...)
આદિત્ય:- વિશાખા..પ્લીઝ આટલા વર્ષો વિતી ગયા છે. મેં તને ત્યારે પણ કહ્યુ હતુ..જો આજે હું એ મુકામ પર છું કે કોઈ
છોકરી મને પૈસાને ખાતર તો નહી જ છોડે..અને આરોહી એ પણ મને મારા આ મુકામ પર પહોંચ્યા પહેલા જ મને
પસંદ કરેલો...મારી એ ખુશનસીબી છે. કે તે આજે મારી સાથે છે. જીંદગી ચાલતી રહે છે. કોઈના માટે રોકાતી
નથી.. આજે તારી પાસે વિવાન છે અને મારી પાસે આરોહી...હું પણ એવુ જ ઈચ્છું છુ કે આજે આપણી છેલ્લી
મુલાકાત હોય...પણ જીંદગીમાં છેલ્લી મુલાકાત આવતી જ નથી કોઈને કોઈ સમયે ભગવાન આપણને ભેગા કરી
જ દે છે. અધુરુ કામ પુરુ કરવા માટે....
વિશાખા:- સોરી...આદિત્ય....હું તને સમજી શકી નહી.....વેરી સોરી....
આદિત્ય:- મારી પાસે બીજુ કંઈ નથી તારા માટે ફક્ત બે વાક્યો છે...
૧. પોતાનું ધ્યાન રાખજે..અને
૨. (છેલ્લી મુલાકાત)........
વિશાખા-વિવાન અને આદિત્ય-આરોહી છુંટા પડે છે. એ બન્ને જોડીઓ વચ્ચે પડી રહે છે એ પાર્કની એ બેંચ કે જ્યાં છેલ્લી મુલાકાતની શરૂઆત થઈ હતી.......
*Kavi7788*