vaibhav-nirali ni anokhi kahani - 4 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 3

Featured Books
Categories
Share

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 3


     "તારી અને મારી વચ્ચે અનોખી દોરી થી બંધાયેલી છે દોસ્તી,
તુ રિસાય કે હુ રીસાવ તો પણ ન તૂટે એવી છે દોસ્તી..."

(આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને કાંઇક કેહવા જાય છે પણ કહી શકતી નથી અને નિરાલી થોડી અચકાય પણ છે હવે નિરાલી શુ કેહવા માંગે છે તે આગળ ના ભાગ મા જોઇયે)

વૈભવ : એ પાગલ તારે પૂછવાનું ન હોય બોલ ને શુ કેહવું છે...????

નિરાલી:(ગભરાતા સ્વરે) સાચું એક વાત પૂછું વૈભવ મારે તને કેહવું તો છે પણ તને ખોટું તો નહીં લાગે ને એ વિચારું છું.

વૈભવ:(વિચારે છે એવું તો શુ હશે આને..??? પછી સ્વસ્થ થતા) ના ના બોલ ને તારી વાત નું શુ ખોટું લાગવાનુ હોય હવે તુ ધબકારા વધાર મા મારા અને જે પૂછવું હોય એ પૂછી લે.

નિરાલી: (અચાનક જોર થી હસવા લાગે છે ) એ ઉલ્લુ તુ ઉલ્લુ બની ગ્યો હો તુ કાઈ જ વાત નથી લંબુ તુ મને ચોટી ચોટી કહે છો ને તો મે બદલો લીધો તારી સાથે

( આ સાંભળતા જ વૈભવ થોડો શરમાય છે અને પોતાની જાત પર હસવું પણ આવે છે પણ એ હસવાનું રોકી નિરાલી પર બનાવટી ગુસ્સો કરે છે. અને વૈભવ હજુ ગુસ્સા મા કાંઇક કહેવા જ જાય છે ત્યાં મેડમ આવી જાય છે એટલે બન્ને ભણવામાં ધ્યાન આપે છે બન્ને ભણતા ભણતા પણ એક બીજા ને ચીડવે છે નિરાલી હસે છે અને વૈભવ ને ઉલ્લુ ઉલ્લુ ચીડવે છે  અને વૈભવ આંખ થી એની પર ગુસ્સો કરે છે. આમ કરતા કરતા જ બન્ને તાસ પૂરા થાય છે અને રીસેસ પડે છે.)

વૈભવ: જો ને તુ હવે ચોટી તારું તો આવ્યુ જ છે હવે તો હુ આખી જીંદગી તુ જયાં મળીશ ત્યાં હુ તને ચોટી કહી ને જ બોલાવીશ

નિરાલી: હા ઓકે કહેજે પણ હા સામે તુ પણ ઉલ્લુ સાંભળવા તૈયાર રહેજે હો ને ઉલ્લુ

વૈભવ: બહુ ચાલાક થઇ ગઇ છે હો તુ તુ જો ને તારું તો આવ્યુ જ છે.

નિરાલી: હા હા તુ અત્યારે શાંતી રાખ હો ને લંબુ મને હેરાન કર મા

(આમ ને આમ લડતા ઝઘડતા જ બન્ને છુટા પડે છે બીજા દિવસે બપોરે દરરોજ ની જેમ બન્ને બેઠા બેઠા ક્લાસ મા લડતા જ હોય છે ત્યાં જ ક્લાસ મા સમીર આવે છે અને એની નજર લડતા અને મસ્તી કરતા વૈભવ અને નિરાલી પર પડે છે અને એ વૈભવ ને બોલાવે છે.)
વૈભવ: (સમીર ને જોઇ ને ખુશ થતા જ બોલે છે) આવ આવ ઇદ ના ચાંદ કેમ છે ભાઈ તમે કેમ આજે ક્લાસ મા..???

સમીર:ભાઈ વૈભવ  તને તો ખબર છે ને મને ભણવું ગમે નહીં અને તુ તો હો જ અહિયાં પછી મારે શુ કામ છે અહિયાં આવી ને...??? પણ આ શુ ભાઈ હે તે નવી gf પણ શોધી લીધી હે અને તુ મને કહેતો પણ નથી આ તો દગો કહેવાય હો ભાઈ સાથે

વૈભવ: એ ભાઈ શુ તુ પણ કોણ આ નિરાલી મારી gf એમ ના રે કાઈ નથી એવું અમે બન્ને બાલમંદિર મા સાથે હતાં એટલે એકબીજા ને ઓળખીએ છીએ બાકી બીજુ કાઈ નથી બાકી હુ તને ના કહુ એવું થોડુ બને ચાલ તને નિરાલી સાથે મેળવું.

સમીર: ઓકે ચાલ ( મન મા છોકરી તો સારી છે જો ભાઈ વૈભવ નું ગોઠવાય જાય ને તો એને પણ સારુ)

વૈભવ: એ નિરાલી જો આ મારો ફ્રેન્ડ સમીર

નિરાલી: હાઇ સમીર પણ એ વૈભવ આ સમીર ને તો મે પેહલા ક્યારેય જોયો નહીં આપણી સાથે જ ભણે છે..???

વૈભવ: અરે આ અમારે ઇદ નો ચાંદ છે હવે આજે આવ્યો પછી ક્યારે આવશે એ કોઈ ન કહી શકે.

નિરાલી: ઓહહ એવું છે એમ ને

સમીર: બસ ભાઈ હો હવે તુ મને બવ નો ખિજવે તો જ સારુ

નિરાલી: બસ હવે તમે બન્ને ઝઘડવા નું બંધ કરો સમીર તુ વૈભવ નો ફ્રેન્ડ છો ને તો એક વાત પૂછું..???

સમીર: હા બોલ ને શુ પૂછવાનું છે..???

નિરાલી: આ વૈભવ છે એને કોઈ gf છે કે નહીં..???

સમીર: તુ તો મારી કરતા પણ જૂની ફ્રેન્ડ છે તો તુ જ એને પૂછી લે ને મને શુ પૂછે છે

વૈભવ: હા પાગલ તારે મને પૂછી લેવાય ને આને શુ પૂછે છે

નિરાલી: હા બાબા હા હુ તને જ પૂછવાની હતી આ તો પછી એમ થયુ લાવ ને તારા ફ્રેન્ડ ને પૂછી લઉં. તો શુ બધી પુરી માહીતી મળે ને એ માટે

સમીર: ઓહહ એવું છો તો સાંભળો વૈભવ નાં કે ત્યાં સુધી હુ તમને કાઈ જ નહી કહું નિરાલી મેડમ

નિરાલી: આવુ ના કર ને તુ વૈભવ તને શુ કામ નાં પાડે તને કહેવાની વૈભવ યાર તુ સમીર ને કે ને કે યે બધુ મને કહી દે

વૈભવ: ચોટી તારે શુ કામ છે જાણી ને અને તુ મને પૂછી લે ને પ્રેમ થી હુ જ તને કહી દઈશ

નિરાલી: ઓહહ એવું છે એમ ને તો વૈભવજી આપ મને મહેરબાની કરી ને જણાવશો કે તમારે કોઈ gf છે કે નહીં એમ

વૈભવ: હા છે ને મારે 2 gf  છે હો

                                    (સમાપ્ત)

વૈભવ નો જવાબ સાંભળી ને નિરાલી શુ કહેશે...???

શુ સાચું વૈભવ ને 2 gf હશે...????

શુ વૈભવ સાચું કે છે કે એને 2 gf છે..??? તો કોણ છે એ બન્ને...????

વૈભવ વિશે નિરાલી શુ વિચારતી હશે...????

( જાણવા માટે વાંચતા રહો વૈભવ- નિરાલી ની અનોખી કહાની-4 અને અપણા અમુલ્ય પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં અને કોઇ ભુલ હોય તો પણ જણાવવા વીનંતી)